Aug 062009
 

પ્રિય મિત્રો,

યશવંતભાઈ ઠક્કર તરફથી મળેલી કોમેન્ટ વાંચીને ‘અનિમેષ’ ‘બચાવ પક્ષના વકીલ’માંથી આરોપીના કઠેડામાં આવી ગયો છે! સ્નેહાબહેનના કાવ્ય પરથી પ્રતિકાવ્યની રચના કરનાર શૈલેષભાઈ શાહ ‘સપન’ પોતાના બ્લોગ પર અન્ય સ્વરચિત રચનાઓ સાથે રમેશ પારેખની જાણીતી રચના ‘એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો‘ પણ ઉમેરી દીધી છે. રચનાની નીચે રમેશ પારેખનું નામ નથી.

આ રચનાની અંતિમ કડી  ‘આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ’માં ‘આઢડો’ શબ્દનો અર્થ મને ખબર નહીં એટલે ભગવદ્‌ગોમંડલ ફંફોશ્યું, જવાબ મળ્યો, ‘શબ્દ મળ્યો નથી’. થોડી મથામણ પછી યાદ આવ્યું કે આ ‘આઢડો’ એવો કોઈ શબ્દ નથી પણ ‘આઠડો’ લખતાં ટાઈપ ભૂલ થઈ છે! પણ ત્યાં સુધીમાં તો ગૂગલ સર્ચનું પરિણામ આવી ગયું હતું કે ઈન્ટરનેટ પર ૨૦ જેટલી જગ્યાએ આ બાળગીત મૂકાયેલું છે અને તેમાં ‘આઢડો’ શબ્દ જ વપરાયો છે! ટહુકો (ડિસે-૦૬), રણકાર (માર્ચ-૦૭), સુલભ ગુર્જરી (જુલાઈ-૦૮), મીતિક્ષા (માર્ચ-૦૯) જેવા જાણીતા અને સમૄદ્ધ બ્લોગ પર પણ આઢડો જ છે! આ કૉપી-પેસ્ટની કરામત છે.  નકલને અક્કલ નથી હોતી નથી તે ફરી એક વાર સાબિત થયું છે કે કૉપી-પેસ્ટ કરનાર લખાણ જોવાની દરકાર પણ કરતા નથી!!!

હા, જીગ્નેશભાઈ અધ્યારૂના બ્લોગ પર રચનામાં આ ભૂલ નથી.

બીજું તમારા લખાણની કોણે કોણે બેઠ્ઠી નકલ કરી છે તે જાણવા માટે પણ આ કરામત કારગત નીવડે તેમ છે, રચનાની અંદર એકાદ શબ્દમાં જાણી જોઈને ભૂલ કરવી અથવા બદલાવી નાખવો. (જીગ્નેશભાઈ આ ટેક્નિક વાપરે છે તેમના બ્લોગ પર) પછી આ ચાવીરૂપ શબ્દ વાળી કડી કે વાક્ય ગૂગલ અલર્ટ પર મૂકી દેવાનું. જે કોઈ આ લખાણની કૉપી કરી ઈન્ટરનેટ પર મૂકશે કે ગૂગલ તમને ઇમેઈલ વડે જાણ કરશે.

  13 Responses to “ડગલાનો 'ડ' કે ઢબુનો 'ઢ'?”

 1. જે લોકો એ કોપી પેસ્ટ કરી છે તે લોકો પોતાનો ગુન્હો કબુલ કરે !!

  અને હવે ફરી થી કોપી પેસ્ટ કરે તો ધ્યાન રાખી ને કરે !! 🙂

 2. લગે રહો વિનય ભાઈ !!

 3. જેનામાંથી પ્રેરણા મળી હોય તેનો જ ઉપહાસ કરવો, અને પ્રેરણાસ્તોત્ર ને કફોડી સ્થિતિમાં મૂકી દે તેવું સર્જન કરવું, તેને મૌલિકતા કહેવી ?! એક સ્ત્રી કાવ્ય લખે અને તેની સામે અજાણ્યો પુરૂષ તેનો જવાબ આપતું કાવ્ય લખે એટલે પ્રતિકાવ્ય ?! લખવાં જેવું તો ઘણું બધું અને ઘણાં વિષયો છે.

  કોઈપણ ભાષામાં કોઈપણ શબ્દ એવો નથી કે જે મૌલિક હોય !!

  વાકયો પણ નહીં, પરંતુ સર્જક તેની રજૂઆત ની આવડત અને કળા અને મહેનત થી પોતાની કૃતિને મૌલિક્તા બક્ષે તે યોગ્ય છે. પરંતુ આ બ્લોગ જગતમાં મને લાગે છે કે સાહિત્યકારો ઓછાં અને ખાલી વટ પાડનારા, મફતમાં પબ્લિસીટી મેળવવા માટે ઘૂસી ગયેલાં કેટલાંક બ્લોગરો ને મહેનત કરવી જ નથી!!

  એવાં પણ છે કે જેનો સાહિત્ય સાથે સ્નાનસૂતક નો સંબંધ ના હોય તેવાં નબીરાં ઘૂસી ગયેલાં છે, કેટલાંક એવાં પણ છે કે જે તમને કોમેન્ટનાં નામે તમને ભડકાવે, તમારો સમય બગાડે.

  મેં ઘણું બધું લખ્યું છે, સાહિત્ય નાં દરેક ક્ષેત્રે લખ્યું છે. પરંતુ તે બધું હવે બ્લોગ પર મૂકતો નથી. તેના બે કારણ, કૃતિઓને સમય નાં અભાવે લખી ને મૂકી શકતો નથી અને બીજું બ્લોગ જગતમાં આપણી કૃતિ સૈફ નથી !! હવે મેં નક્કી કર્યુ છે કે પહેલાં કૃતિને અખબાર કે મેગેઝિનમાં મોકલી દેવી અને ત્યાર બાદ તે પ્રગટ થયા પછી જ બ્લોગ પર મૂકવી !!

 4. very nice

 5. Well, this proves that I made a boo boo in typing the spelling and rest all made a boo boo in copy-pasting… 🙂

  And frankly, I really don’t mind when & if someone copy-paste something from tahuko, as far as the name of original creator is there. Just by typing few lines and putting them on internet, I don’t think I gain any rights of that poem. And I do accept that before typing any song/poem on tahuko, I google some words to check if its already available on some other blog or not..

  Blog is always a personal web-page. Something is there on one blog that doesn’t mean other blogs should not include the same poem. At the same time, when something is readily available with 4 clicks (Ctrl C + Ctrl V), typing the whole poem again would be wastage of time & energy, just like reinventing the wheel..!

  But yes, I would not like when someone would copy paste some personal expressions like… આ પ્રાર્થના ના રચનાર કોણ, એ તો મને ખબર નથી. પરંતુ મને યાદ છે, કે જ્યારે નાનપણમાં મમ્મીને પૂછ્યું, કે ભગવાનને રોજ સવારે હાથ જોડીને શું કહેવાનું, ત્યારે મમ્મીએ આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિઓ શીખવાડેલી…..

 6. See this :
  http://tahuko.com/?p=168 (December 19th, 2006)

  After few months, someone had a same feelings about the song…

  http://www.esnips.com/doc/b92a5749-5f3e-44ea-9a9c-4577802dba29/O-Ishwar-Bhajie-Tane (Mar. 14 2007)

  I guess my mother & his mother must be very close friends… both taught us exactly same thing in the same manner… Or, is he my twin brother whom I don’t know??

 7. આ પોસ્ટ અને કોમેન્ટ પરથી એટલી ખબર પડી કે…

  ૧. જાણીતા અને જૂના બ્લૉગરો પણ દૂધના ધોયેલા નથી.

  ૨. ટહુકો વાળા બહેનજીને જો એમના અંગત વાક્યોની એમની જાણ બહાર ઉઠાંતરી થતી ના ગમતી હોય તો એમણે એમના બ્લોગ ઉપર કવિઓની કવિતાઓ અને સંગીતકારોના સ્વરોની પરવાનગી વગર ઉઠાંતરીથી બચવું જોઈએ. માત્ર કવિ કે ગીતકારનું નામ લખી દેવાથી એ ઉઠાંતરી નથી એવું માની ના શકાય.

  ૩. મોટાભાગના કવિતાના બ્લોગ પર કશું મૌલિક હોતું નથી. મોટા ભાગે કવિઓની જાણ બહાર એમની કવિતાઓની ઉઠાંતરી જ હોય છે. આવા વાતાવરણમાં નવાસવા બ્લોગરો કવિના નામ સાથે કે નામ વગર જે તે બ્લોગ પરથી સ્મગલિંગ કરે તો રીઢા અને ડોન સ્મગલરોને કકળાટ કરવાનો કશો અધિકાર નથી.

 8. વિનયભાઇ,

  ‘આઠડા નો આઢડો’ વાહ ભાઇ તમે ખરેખર મહાન છો.

  આપે જે સલાહ આપી ગુગલ એર્લટ મા મુકવા બાબત તે લાભદાયક નીવડશે એવી આશા છે.

  આ રીતે જ નવી નવી જાણકારી આપતા રહેશો.

  આભાર.

 9. પ્રવિણભાઈ,

  માત્ર બ્લોગ જગતજ નહી, સાહિત્ય જગત પણ એમાંથી બાકાત નથી! બધા સાહિત્ય કારો જ ક્યા હોય છે? અને હોય છે એ બધા દૂધે ધોયેલા ક્યાં હોય છે? આ તો બ્લોગમાં બિચારા નાના કિડાઓ અને સાપોલિયાઓ જ હડફેટ આવી જાય બાકી અજગરને “સળી” કરવાનું કોઇ સ્વપને પણ વિચારતા નથી!

  અને એ તમારી વાત સાચી કે અમુક લોકો તમારો સમય બરબાદ કરવા અમુક પ્રકારની કોમેન્ટ કરતા હોય છે, જ્યારે કોમેન્ટ કરીયે તો પ્રતિ કોમેન્ટને રિસ્પોન્સ અને રીસ્પેક્ટ આપવું ઘટે..જેમ કે આપણે તમારા બ્લોગ પર ચોથા વાંદરા સબબ વાત કરી હતી પરંતુ ગેર-સમજ કરી ન હતી.

 10. મારા ધારવા પ્રમાણે, જે કોઇ કોપિ પેસ્ટ કરે ,તેમને કવિતા-વાર્તા-અગર તો ગઝલોમાથિ
  લેખક નુ નામ રહેવા દેવુ જોઇએ જ …..

  ચન્દ્રા

 11. આના પરથી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ પણ બની શકે.

  બાપ-દિકરીનું નાનું કુટુંબ… બાપ દિકરીને ગુજરાતી ચોપડીમાંથી કે બ્લોગ પરથી કવિતા વાંચીને સંભળાવે… મચ્છુ ડેમનું ફાટવું કે શહેરમાં આતંકવાદી હુમલો… બાપ દિકરી અલગ… વર્ષો પછી એક જગ્યાએ બાપ દિકરી મળે છે… ઓળખી શકતા નથી… દિકરી એની દિકરીને કે શાળામાં વિદ્યાર્થીઓને ‘આઢળાને ધક્કો મારી નવડો કહેતો ખસ’ ગાતી હોય છે… બાપ સાંભળી જાય છે… વર્ષો જૂની ચોપડી/બ્લોગની ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ.

  ફિલ્લ્મ પૂરી.

Leave a Reply

%d bloggers like this: