Jul 012008
 

મથાળું વાંચીને આપને થયું હશે કે રાંધણકળાને બિરદાવતો શબ્દ નેટસેવિમાં ક્યાંથી?” હા, મિત્રો, આજનો વિષય ખરેખર ‘સ્વાદિષ્ટ’ છે.

 • કોઇ મનગમતી વેબસાઇટ કે બ્લોગ મળી જાય કે તરત તેને ફેવરીટ્સમાં બુકમાર્ક કરી લેતા હશો, બરાબર? પણ આ રીતે કરેલા બુકમાર્ક ફકત આપણા પોતાના કોમ્પ્યુટર પર કામ આવે, મિત્ર કે ઓફિસ કે સાયબરકાફેના કોમ્પ્યુટર પર બેઠા હો ત્યારે?
 • આપના મનગમતા વિષય “ગુજરાતી સાહિત્ય” વિશે ઘણી બધી વેબસાઇટ આપના ફેવરીટ્સમાં બુકમાર્ક કરેલી પડી છે તે આપના મિત્ર વર્તુળમાં વહેંચવી છે તો?

મિત્રો, ઉપરના બંને પ્રશ્નનો જવાબ અને આજની નેટસૅવિનો વિષય છે ડિલિશિયસ. આ એક સોસિયલ બુકમાર્ક સર્વિસ છે. જે આપને આપના બુકમાર્ક્સ ઓનલાઇન સેવ અને શેર કરવાની સગવડ આપે છે. કેવી રીતે તે જોઇએ.

Delicious - Bookmarks

સૌપ્રથમ વેબસાઇટ ખોલો. જમણી તરફ Log in, register અને helpની લિન્ક છે ત્યાં જઇને રજીસ્ટર પર ક્લિક કરો. અહીં આપનું નામ, ઇમેઇલ, પાસવર્ડ વગેરે વિગતો ભરીને રજીસ્ટર થઇ જાઓ. હવે આપને પર્સનલબાર એનેબલ નહીં હોય તો એનેબલ કરવાનું કહેશે, કરી લો. હવે બે બટન ડ્રેગ કરીને આપના પર્સનલ બાર પર લઇ જાઓ. પછી બટન ટ્યુટોરીયલનું પાનું આવશે અહીં આ બંને બટનના ઉપયોગ સમજી લો. એક બટન વેબસાઇટ બુકમાર્ક કરવાનું છે અને બીજું બટન ડિલિશિયસના ખાતામાં કેટલા બુકમાર્ક જમા થયા તે જોવાનું છે. આગળ વધવા માટે “View your saved pages now” પર ક્લિક કરો. આપનું ખાતું ખુલી ગયું. આપના ખાતામાં અત્યારે “No items” છે!

અહીં સુધી પહોંચ્યા પછી આપણે એક કામ કરીએ, ફન-એન-ગ્યાન બુકમાર્ક કરી જોઇએ. તે માટે ફ્ન-એન-ગ્યાન વેબસાઈટ ખોલો. હવે બે બટન જે આપણે ડ્રેગ કરીને પર્સનલબાર પર મૂક્યા હતા તેમાંથી post to del.icio.us વાળું બટન દબાવો. આમ કરવાથી ડિલિશિયસનું પાનું ખુલશે જેમાં વેબસાઇટ વિશેનું વિવરણ, નોંધ અને ટેગ્સ મૂકો. અહીં આ ટેગ્સ બહુ મહત્વના છે. ફન-એન-ગ્યાન માટે આપણે ટેગ મૂકીએ ‘ફન’. બધી વિગતો ભરાઇ ગઇ હોય તો Save કરી લો. આમ કરતાં આપને પાછા ફન-એન-ગ્યાન પર આવી જશું. ચાલો હવે જોઇએ આપણા ખાતામાં કેટલી વેબસાઇટ જમા થઇ? તે માટે બીજું બટન, જેનું નામ છે My del.icio.us, તેના પર ક્લિક કરો. અહીં આપની બુકમાર્ક કરેલી વેબસાઇટનું લિસ્ટ જોવા મળશે. જમણી તરફ જોશો તો ખ્યાલ આવશે કે આપણા ટેગ્સનું પણ લિસ્ટ તૈયાર થતું જાય છે જે આપણને બહુ કામ લાગશે.

આ સમય દરમ્યાન આપના ઇમેઇલ અકાઉન્ટમાં ડિલિશિયસ તરફથી વેરીફાય કરવા માટેની મેઇલ આવી હશે, તેમાં આપેલી લિન્ક પર ક્લિક કરી વેરીફાય કરી દો.

હવે આપના કોમ્પ્યુટના ફેવરીટ્સમાં જે બુકમાર્ક્સ પડ્યા છે તેને ડિલિશિયસ પર લઇ લઇએ. તેમાટે આપના બ્રાઉઝરના મેનુમાં “File” > “Import and Export…” પર ક્લિક કરતાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિઝાર્ડ ખુલશે. જેમાં Nextનું બટન દબાવો. “Export Favorites” સિલેક્ટ કરી Nextનું બટન દબાવો. આપના ફેવરીટ્સના લિસ્ટમાંથી ક્યા બુકમાર્ક એક્ષ્પોર્ટ કરવા છે તે સિલેક્ટ કરી Next કરો, હવે આ ફાઇલને ડેસ્કટોપ પર સેવ કરવા માટે “Browse” બટન વડે ડેસ્કટોપનું ફોલડર સિલેક્ટ કરી Next કરો, અંતે “Finish” પર ક્લિક કરો એટલે આપના ફેવરીટ્સ ફાઇલમાં આવી ગયા.

હવે આ ફાઇલ આપણે ડિલિશિયસમાં ઇમ્પોર્ટ કરીએ. તેમાટે my Del.icio.us બટન દબાવી ડિલિશિયસમાં આવો અહીં જમણી તરફ Settings પર ક્લિક કરી Bookmarksની નીચે આપેલી લિન્ક “Import/Upload” પર ક્લિક કરો. હવે ડાબી બાજુ જે સુચનાઓ છે તે આપણે કરી ચુક્યા છીએ એટલે જમણી તરફ જુઓ. આપની બુકમાર્કવાળી ફાઇલ જે ડેસ્ક્ટોપ પર સેવ કરી હતી તેને “Browse”માં સિલેક્ટ કરી ‘import now” કરો. બુકમાર્કની સંખ્યા પ્રમાણે અહીં થોડો સમય લાગશે. ઇમ્પોર્ટ પત્યા પછી “your Bookmarks” પર ક્લિક કરીને જુઓ, આપના બધા બુકમાર્ક્સ આવી ગયા હશે!

હવે આપણે દરેક બુકમાર્કને યોગ્ય ટેગ આપી, મિત્રો સાથે શેર કરવું છે કે નહીં તે નક્કી કરી લઇએ. તેમાટે દરેક બુકમાર્કની પાસે “Edit/Share/Delete”ની લિન્ક છે તેનો ઉપયોગ કરી કરી શકાશે.

ગુજરાતી સાહિત્યને લગતા બુકમાર્ક્સને “ગુજરાતી-સાહિત્ય” ટેગ આપવાથી અને તેમને શેર કરવાથી આપના મિત્રોને ગુજરાતી સાહિત્યની બધી વેબસાઇટ સુધી પહોંચવા માટે ફક્ત એકજ લિન્ક મોકલવાની રહેશે, તે છે http://del.icio.us/funngyan/ગુજરાતી-સાહિત્ય છે ને સરળ? (અહીં funngyanની જગ્યાએ આપના ડિલિશિયસ અકાઉન્ટનું નામ આવશે.)

એટલે જ મેકીંગ ઓફ ફનએનગ્યાન લેખ વાંચીને એક મિત્ર પૂછે છે, “અનિમેષ વિનયભાઇ, કોઇ વેબસાઇટ/બ્લોગ કે ચિત્ર આપને પસંદ પડી જાય કે ફન-એન-ગ્યાન પર મૂકી શકાય તેવું લાગે તો તરત તેને ડાયરીમાં ટપકાવી લેતા હશો નહીં?” હું કહું છું, ના, ડાયરીમાં નહીં, હું તો ડિલિશિયસમાં ટપકાવું છું! મારા જાહેર બુકમાર્ક જોવા માટે અહીં ક્લિક કરો.

આપને આ વિભાગ કેવો લાગ્યો? આપના સુચન/અભિપ્રાય અને ફરિયાદ આવકાર્ય છે.

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૫) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  9 Responses to “ચાલો બનીએ નેટસૅવિ – ડિલિશિયસ”

 1. હ્મ્મ્મ …. આ વસ્તુ ખરેખર એના નામ પ્રમાણેના જ ગુણ ધરાવે છે ..

  હું પણ એનો ઘણા લાંબા સમય થી ઉપયોગ કરતો આવ્યો છું .. મારા બ્લોગ પર જમણી બાજુ મારા “સ્વાદિષ્ટ” બુકમાર્કોનુ લિસ્ટ જોવાની લિંક શરુઆતથી જ મૂકી રાખેલી છે .. 🙂

 2. છે સારું પણ થોડું અટપટું નથી લાગતું?

 3. પહેલી વખત અટપટું લાગશે પણ પછી ચટપટું અને સ્વાદિષ્ટ લાગશે!

 4. સાઈટનીંમાહીતીસરસ લાગી આવી માહીતી આપતા રહૅશૉ ગુજરાતી ભાઈઓ ને જયગરવીગુજરાત

 5. મારા સ્વાદિષ્ટ બુકમાર્ક્સ, http://del.icio.us/kartik_mistry

 6. આ સરસ શીખવાડ્યું .ઘણા વખતતી આ ડેલી શું છે , તે ખબર નો’તી !!

 7. ડેલી ની જેમજ ગુગલ, યાહુ અને અન્ય ઘણી બધી આવી વેબ સાઇટ્સ છે જે આ પ્રકારની સેવા આપે છે.
  એમાની એક અને મારી ફેવરીટ …. http://stumbleupon.com/

 8. આ ખાસ અટપટું નથી – હું આ સર્વિસ ઘણાં સમયથી વાપરૂં છું.

  It is a very handy and useful service. I have tried similar services from Google (e.g. Google Browser Sync) / Yahoo Bookmarks etc. but I think http://del.icio.us is the best.

  By the way – del.icio.us is now part of Yahoo – check: http://del.icio.us/help/team.

 9. સુંદર માહીતી…..

Leave a Reply

%d bloggers like this: