May 132010
 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત એક ઉગતા નવોદિત કવિની  ‘સ્વરચિત’ રચનાના એક શેરથી કરીએ તો?

શું જાણે મારા દિલને શું થયું?
હજી તો અહીં એ હતું ક્યાં ગયું?

શેર જોઈને વાહ! તો કહ્યું અને પછી છંદમેળ બરાબર છે કે નહીં તે ચકાશી લેવાનું કહેતો હતો ત્યાં જ બત્તી થઈ! મેં પૂછ્યું તમે યશરાજ ચોપરાની ફિલ્મો જુઓ છો? હા, કવિ ઉવાચ, દિલવાલે દુલ્હનિયા જોઈ’તી? ૩૦ વખત, કવિ બોલ્યા! મેં કહ્યું આને સ્વરચિત કવિતા ન કહેવાય આને પ્લેજરિઝમ કહેવાય! પ્લેજરીઝમ એટલે બીજાના વિચારને પોતાના નામે રજૂ કરવા તે. સાદી ભાષામાં કહીએ તો ચોરી, ઉઠાંતરી, તફડંચી. બ્લૉગ જગતમાં આ સમસ્યા બહુ જ વ્યાપક છે.

બીજો મુદ્દો છે તે લખાણ કૉપી-પેસ્ટનો. કોઈએ મહેનત કરીને લેખ શોધીને તેને ટાઈપ કરી, ભૂલો સુધારી બ્લૉગ પર મૂક્યું હોય અને બીજો બ્લૉગર એ રચના કૉપી કરી પોતાના બ્લૉગ પર મૂકી દે! લખાણ માટે સૌજન્ય ન દાખવે. આ સમસ્યા પણ એટલી જ વ્યાપક છે.

ત્રીજો મુદ્દો છે પ્રેરણાનો. કોઈની રચનામાંથી પ્રેરણા લઈને એક નવી મૌલિક રચના બનાવવામાં આવી હોય. રચનાની શરૂઆતમાં જ મૂળ રચનાનો ઉલ્લેખ કર્યો હોવો જોઈએ નહીં તો તે રચના પ્લેજરિઝમમાં ગણાઈ જવાનો ડર રહે! દા.ત. ગિરિજા માથુરની જાણીતી રચના ‘હમ હોંગે કામયાબ’ એ  ‘વી શેલ ઓવર કમ’માંથી પ્રરણા લઈને લખવામાં આવી છે.

હવે આ ત્રણેય મુદ્દાનો સંગમ આજે મારા ધ્યાનમાં આવ્યો છે. ઈન્ટરનેટ પર ઘણાં સમયથી ફરતો મૂળ અંગ્રેજી સંવાદ ચૅટિંગ વીથ ગોડમાંથી પ્રેરણા લઈ ગોવિંદભાઈ શાહએ એક લેખ લખ્યો, ઈશ્વર સાથે ઑનલાઈન અને તે રીડગુજરાતી પર ૨૧ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો. લેખની શરૂઆતમાં જ પ્રેરણા બાબત યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગોવિંદભાઈએ પ્રામાણિકતાથી પોતાના વિચારો રજુ કર્યા છે.

પહેલી એપ્રિલના આ જ લેખ કેતન દવેના નામે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો. આ જુઓ તેનો સ્ક્રિન શૉટ:

લેખમાં ક્યાંય મૂળ અંગ્રેજી રચનાનો કે ગોવિંદભાઈ શાહનો ઉલ્લેખ નથી. કેતનભાઈ દવેએ ગોવિંદભાઈ શાહના વિચારો પોતાના નામે છપાવી દીધા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. નકલને અકલ ન હોય એ નિયમ અહીં પણ ચૂસ્તતાથી પાળવામાં આવ્યો છે એટલે મૂળ લેખમાં રહેલી જોડણી ભૂલો (દા.ત. ગુંચવણભરી) દિવ્ય ભાસ્કરમાં પણ જેમની તેમ છે. આમ આ પ્લેજરિઝમ ઉપરાંત કૉપી-પેસ્ટનો પણ મુદ્દો બને છે. દિવ્ય ભાસ્કરને આ બાબત જાણ કરી છે. લેખકનો ઈમેઈલ આઈડી આપવામાં નથી આવ્યો એટલે એમને જાણ કરી શકાઈ નથી.

દિવ્ય ભાસ્કર હવે પ્લેજરિઝમમાં પણ બહુ નામ કાઢી રહ્યું હોય એમ લાગે છે, આ પહેલા પણ આવો જ એક બનાવ બન્યો હતો જેની જાણ કાર્તિક મિસ્ત્રીએ તેમના બ્લોગ પર કરી હતી.

ગૂગલ પર ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે ગોવિંદભાઈ શાહનો આ લેખ દિવ્ય ભાસ્કર ઉપરાંત અમર જોષી (૮ એપ્રિલ), ડૉ. જયંતી (૧૫ એપ્રિલ), જાની સર (૧૮ એપ્રિલ), ધર્મેશ જોષી (૪ મે), વેદ પ્રિયકાંત (૬ મે) અને યજ્ઞેશના બ્લોગ (૬ મે) પર પણ પ્રસિદ્ધ થયો છે, કોઈએ મૂળ લેખકને ક્રેડિટ આપી નથી! (અપડેટઃ અમરભાઈ જોષીએ અને ધર્મેશભાઈ જોષીએ પોસ્ટ હટાવી લીધી છે, જાની સરે ગોવિંદભાઈનું નામ ઉમેરી દીધું છે પણ લિન્ક આપવાનું ટાળ્યું છે!)

તા. ક. : ચોથો મુદ્દો છે, કૉપી રાઈટનો. એ બાબત ગોવિંદભાઈ શાહને મોબાઈલ દ્વારા જાણ કરી દીધી છે.

  20 Responses to “પ્રેરણા, પ્લેજરિઝમ અને કૉપી-પેસ્ટ”

 1. ..લાગે છે ધૈવત ત્રિવેદી અને લલીત ખંભાયતા સંદેશમાં આવ્યા પછી દિવ્ય ભાસ્કરને લેખો ઓછા મળે છે એટલે હવે તેઓ કોપી પેસ્ટના રવાઢે ચઢ્યા છે.

 2. excellent khankhakholi !! i like you already !! 😀

 3. .. અને પેલા સમાનતા વાળા લેખકનાં લેખો હજી પણ ૧૦૦% બીજાની “પ્રેરણા” જ હોય છે..

 4. શંકાના ઘેરામાં,રેઢી પડેલી કાર અને કૉપી-પેસ્ટઃ અમારા બ્લોગ પર આ પોસ્ટમાં અમે ખાસ એ બાબત પર ભાર મૂક્યો હતો કે: અમે માનીએ છીએ કે: કોઈપણના બ્લોગ પરથી લખાણ કૉપી-પેસ્ટ કરતી વખતે જે તે બ્લોગરનું નામ આપવું જરૂરી છે તેમજ જે તે પોસ્ટની લિંક પણ આપવી જરૂરી છે. એ માત્ર એટલા માટે જ નહીં કે , મૂળ બ્લોગરને યશ , પ્રસિધ્ધી કે વાચકો મળે. પણ એટલા માટે જરૂરી છે કે: મૂળ બ્લોગરની જવાબદારી પણ નક્કી થાય!!!! હા, કોઈ બ્લોગર એમ કહેતો હોય કે: આ રચના અન્ય કવિ કે લેખકની છે માટે મારા બ્લોગ પરથી એનું કૉપી-પેસ્ટ કર્યા પછી મારું નામ કે મારા બ્લોગની લિન્ક આપવાની જરૂર નથી તો પણ કૉપી-પેસ્ટ કરનાર જો સમજદાર હશે તો જે તે બ્લોગરના નામનો ઉલ્લેખ કરશે અને લિન્ક પણ આપશે જ. એ એટલા માટે એવું કરશે કે, જો એ લખાણમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય , માહિતીદોષ હોય કે હકીકતદોષ હોય તો તેની જવાબદારી જેના બ્લોગમાંથી લખાણ લીધું હોય તેની પણ રહે!
  આ લેખ મૂકતી વખતે જેણે જેણે આ કાળજી રાખી હશે એણે ખરેખર સમજદારી દાખવી કહેવાય.

 5. હું વિનયભાઈનો વિરોધ કરૂ છું.. યાર કૉપિ-પેસ્ટ કરવું એ હવે સામાન્ય છે એટલે એવા દાખલાની ખાખાંખોળા કરો જેઓ આવું ન કરતા હોય .. જો કે એના માટે બહુ મહેનત કરવી પડે.. કેમ કે કલાપી તો પહેલા કહી ચૂક્ય છે ને કે જ્યાં જ્યાં મારી નજર ઠરે.. કૉપિ-પેસ્ટ કરયા કરો ફિકર છે કોના બાપની?!
  અને પ્રેરણા પણ એ રીતે લઈ શકાય કે ઊઠાંતરી કર્યા બાદ મૂળ લેખકને ક્રેડીટ આપવાની પ્રેરણા મળે તો એ લોકો ચોક્ક્સ આપે જ ..પણ કૂવામાં હોય તો હવાડામાં આવેની જેમ દિલમાં પ્રેરણા ઊઠે તો ને? એ ઊઠે ત્યાંસુધી ચાલો હું સુઈ જાવ છું એમા માલ છે. 😉

 6. વિનયભાઈ
  અભિનંદન બે વાત માટે…
  1. લેખનો પર ચાંપતી નજર રાખી આ મુદ્દે ખરેખર નિર્ભય રહી સંશોધનાત્મક કાર્ય માટે
  2. મૂળ લેખક ને ક્રેડીટ માટેનો આ મુદ્દો ઉઠાવવા માટે.

  કોપીરાઈટ મુદ્દે લેખક આમાં શું કરી શકે તે વિસ્તૃત રીતે સમજાવશો તો ઘણાને ઉપયોગી થશે.

 7. via Google Buzz:

  પ્રિય મિત્ર વિનયભાઈ,

  તમે સમય લઈ આ ચળવળને વેગવંતી બનાવી છે અને આનંદ એ વાતનો છે કે તમે ક્યારેય થાક્યા નથી મારા જેવા ઓછા ટેક સેવી વ્યક્તિએ તો કદાચ પડતું મૂક્યું હોત .. અને વધારે ને વધારે સહપ્રવાસીઓ તમને મળતા જાય છે એનો આનંદ સવિશેષ છે.

 8. it happens from a long time…
  what we put, they put in diff. way so we can not blaim.

  are… what I write in foot-note / below the poem,
  ppl… write poem or sher from that, too.
  and even I don’t know or understand is it copy or not ??!!! 🙂

  • સાચી વાત છે. આ બાબતે મારે પણ એક બ્લોગર સાથે માથાકૂટ થઈ હતી. એણે લયસ્તરો પરથી અખાના છપ્પા વિવેકભાઈના વિવેચન સહિત પોતાના નામે ચડાવી દીધા! વાંધો લીધો તો કહે કે કવિનું નામ (અખો) તો લખ્યું છે! મેં કહ્યું કે બરાબર પણ વિવેચકનું નામ ક્યાં? કે પછી તમારું વિવેચન છે એમ સમજવું?

 9. ભાઇશ્રી ગોવિંદભાઇએ આખી રચના પોતાની હોય તે રીતે પ્રકાશિત કરેલ છે. પોતે અનુવાદ કર્યો છે તેમ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. જે જરૂરી છે. મારા મત મુજબ એ નથી કર્યું તે યોગ્ય નથી. મારા બ્લોગ પર આ રીતે એક વાર્તા પ્રકાશિત કરી જ હતી. નેટ પરથી સારી કૃતિઓને અનુવાદિત કરવામાં કાંઇ ખોટું નથી. ડૉ. વિજળીવાળાસાહેબે આ રીતે ગુજરાતી સાહિત્યમાં ઉમદા યોગદાન આપ્યું છે.

  • રચનાની શરૂઆતમાં જ ઉલ્લેખ કરેલો છે.

 10. એકદમ તેજ નજર રાખીને ખાંખાખોળા કરવા બદલ અભિનંદન. મોટા લોકો આવું કરતા હોય તો નાનાને કેમ કહેવું? એવા લોકો ને તો વધારે બઢાવો મળશે. દિવ્યભાસ્કર પર લેખ હજી એમ ને એમ જ છે. સુધારો કે કોઈપણ જાતના પગલા લેવાયા હોય એવું લાગતું નથી. ભૂલસુધાર-માં દિવ્યભાસ્કરને રસ હોય એવું જણાતું નથી.

 11. આ બદી થોડા સમય પછી સર્વસ્વીકૃત ન થઈ જાય તો જ નવાઈ… રીડગુજરાતી પર વડોદરાની એક છોકરીએ મનોજ ખંડેરિયાની ગઝલ પરથી સીધેસીધી ઉઠાંતરી કરીને કવિતા ઢસડી કાઢી હતી અને એ પોસ્ટ પર નેટ-જગતની કદાચ વિક્રમજનક હિટ્સ અને કૉમેન્ટ્સ થઈ હતી… એટલા બધા લોકોએ ચોરીને સહજ ગણી લીધી હતી કે આઘાત લાગ્યો હતો…

  પણ હવે છડેચોક રોજેરોજ આ જ કામ થઈ રહ્યું છે એટલે લાગે છે કે હવે એ દિવસ દૂર નથી જ્યારે મૌલિક કાર્યની કિંમત નહીં રહે અને કોણે કેવી તરકીબથી ઉઠાંતરી કરી છે એની જ ચર્ચા રહેશે અને એની જ વાહવાહ થશે…

  તમે તમારા સ્તરે જે કામ કરો છો એ ખૂબ જ પ્રશંસનીય છે પણ ચોરોના આખા ધણને તમે ક્યાં સુધી પહોંચી વળશો???

 12. વિવેકભાઈ, પહોંચી વળાય. બધાને પહોંચી વળાય. જોઈએ માત્ર યોગ્ય કાયદો અને એ કાયદાનો અમલ કરાવવા માટેની વિનયભાઈ જેવી જાગૃતિ.

 13. અનેક બ્લોગ્સ પર વિવિધ જગ્યાએ મેં અક્ષરનાદના લેખને અમે કરેલી ભૂલો સાથે છપાતો જોયો છે, એ પણ કોઈ ક્રેડિટ કે લિંક વગર અને ફોન્ટ સાઈઝ, કલર કે બિલિપત્ર જેવા અહીં હોય તેવા જ ત્યાં જોવા મળે…

  ભૂલ દિવ્યભાસ્કરની નથી. આખરે એ પણ એક (છપાતો) બ્લોગ થઈને રહી ગયું છે. એમની ભૂલો, એમની ઉઠાંતરીનો આ કિસ્સો કે પહેલા વેબલિંક સાચી છાપવા થયેલી આખીય કસરત…

  સમય બદલાઈ રહ્યો છે એનું આ ઉદાહરણ છે. પહેલા વર્તમાનપત્રોમાંથી બ્લોગ પર લેખ આવતો તો ધમકીઓ પણ આવતી કે આ લેખ હટાવી લો નહીંતો કાયદેસર કરીશું… (!) હવે એ ઉંધુ થઈ ગયું છે.

  ટૂંકમાં મહાન એમને એમ થવાતું નથી…. જો કે એમને કોઈ લમણે બંધૂક રાખીને કહેતું હશે કે પૂર્તિ માટે નવા લેખો કેમ નથી આવતા?

  વિનયભાઈ, તમારી મહેનતને દાદ આપવી પડે, પરંતુ આ કસરતથી એમના પેટનું પાણી કેટલું હલે છે એ તો ઉપરવાળો જાણે અને તેઓ પોતે….

  • જીજ્ઞેશભાઈ, ‘નક્કલને અક્કલ ન હોય’ એ નિયમ બધે જ પળાતો હોય છે એટલે જ ભૂલો એમ જ રહી જવા પામતી હોય છે. બીજું એવા બ્લોગર પોતે પોતાનો બ્લોગ વાંચતા જ ન હોય. બસ બીજાને વાંચવાના આમંત્રણ આપવામાં જ રોકાયેલા હોય તો વાંચવાનો સમય ક્યાંથી મળે? વાંચે નહીં તો ભૂલો ક્યાંથી મળે?

   બીજું આવા ‘પરોપજીવી’ બ્લોગરોને લખાણની નકલ કરી બ્લોગ પર મૂકતાં આવડતી હોય છે પણ લિન્ક કૉપી કરતાં ન આવડતી હોય!!! એ કેવું?

 14. ઈશ્વર સાથે ચેટિંગ – વિષય મને પણ ફોર્વર્ડેડ ઈમૈલ દ્વારા મળેલ, જેમાં લેખક તરીકે શ્રી કેતન દવેનું નામ હતું … એટલે મેં પણ એમના નામ સહીત જ પોસ્ટ રૂપે મુકેલ .. વિનય ભાઈ તથા કેતનભાઈ શાહનો ખુબ આભાર કે એમણે ધ્યાન દોર્યું .. એટલે સત્વરે મેં નામ માં સુધારો કર્યો ..

  મારા મત પ્રમાણે આપણામાં એટલી તો પ્રમાણિકતા હોવી જ જોઈએ કે જેમની કૃતિ હોય એમને શ્રેય આપવું. કદાચ સર્જકનું નામ ખબર ના હોય તો પણ, જે-તે કૃતિને પોતાના નામે દર્શાવવી યોગ્ય નથી જ ..!

 15. આજથી ૧૫-૨૦ દિવસ પહેલાની જ વાત છે.અમદાવાદની એક છોકરીના બ્લોગની મુલાકાત લિધી હતી.બ્લોગનું નામ હતુ ‘અકાલ્પનિક સુંગંધ’ .પણ આ બ્લોગ ‘અકાલ્પનિક દૂર્ગંધ’થી ભરેલો હતો.ઝવેરચંદ મેઘાણી,ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોની રચાનાઓ તેમના બ્લોગમાં તોડીફોડિને પિરસવામાં આવી હતી.મેં જ્યાંરે તેમને પ્લેઝરિઝમ અને કૉપી-પેસ્ટ વિશે જણાવ્યુ તરત જ તેમણે ઉ કે ચૂ બોલ્યા વગર બ્લોગ કાઢી નાખ્યો.પ્લેજરિઝમવાળી દરેક પોસ્ટ પર આશરે ૪ થી ૫ કમેન્ટસ હતી.

 16. hun chella 2 ke 3 divas thi aa badha vicharo vanchi gayo ane mane gujaratibhasha ane sahity ma aavela nava badlaav ane ele.media na blogs vigere na kaarne saahity ne sarlataa ane sahjtaa thi mane jaanvaa ane samjhavaano sundar moko praapt taaaaaaa thayo te badal aaapno aaabhaareee chhu

Leave a Reply

%d bloggers like this: