Jun 092008
 

મગર સાથે મજાક-મસ્તી

કહેવાય છે કે એક ફોટોગ્રાફ હજાર શબ્દોની ગરજ સારે છે.  (એ અલગ વાત છે કે ગમે તે ફોર્મેટમાં સેવ કરો, ત્રણ હજાર ગણી સ્પેસ લે છે!)

અહીં જે ફોટોગ્રાફ મૂક્યો છે તે એક સાથે ત્રણેય કાળનો સંકેત આપે છે. કેવી રીતે તે જોઇએ:

૧. વર્તમાન કાળઃ કપાયેલા હાથવાળા ભાઈ મગરના ખોરાક સાથે મજાક-મસ્તી કરે છે.

૨. ભૂતકાળઃ ભાઈનો હાથ કેવી રીતે કપાયો હશે તે ફોટા પરથી ખ્યાલ આવે છે.

૩. ભવિષ્યકાળઃ બીજા હાથનું ભવિષ્ય પણ ભાંખી શકાય છે!

***

જત ઉમેરવાનું કે આ ફોટોગ્રાફના મૂળ શોધવા માટે ખાંખાખોળા કર્યા તો જાણવા મળ્યું કે આ મિયામી એડ સ્કુલ દ્વારા બનાવેલી લેસીથીન નામની એક ગોળીની જાહેરાત છે. આ ગોળી ખાવાથી યાદશક્તિ વધે છે એવો કંપનીનો દાવો છે. આ એડની કેચ લાઈન છેઃ Helps you to remember (તમને યાદ રાખવામાં મદદ કરે છે). જો આ ભાઈએ આ ગોળી ખાધી હોત તો તેને યાદ રહેત કે જમણો હાથ મગરે ફાડી ખાધો છે અને એટલે તેણે મગર સાથે મજાક-મસ્તી ન કરી હોત! ફોટોગ્રાફર અને આર્ટ ડાયરેક્ટર છે: David Aronson. આ માહિતી મને અહીંથી મળી.

  11 Responses to “મગર સાથે મજાક-મસ્તી”

  1. જય હાટ્કેશ અનિમેશ ભાઇ,

    ઉપરોક્ત ફોટા પર જરા ધ્યાન થી નજર કરશો તો તમને જણાશે કે જાણે મગર ને ભોજન આપતા ભાઇ ના પગ બાંધેલા હોય તેમ પણ લાગે છે.

    એક કહેવત છે ને કે જ વાર્યા વરે નહી તે હાર્યા વરે પરન્તુ આ ભાઈ તો હાર્યા પણ વરે તેમ નથી.

    આ બ્લોગ માં હું પ્રથમ વાર મારું મન્તવ્ય લખું છું. બધા કરતા જરા વિશિષ્ટ લાગ્યું.આનંદ થયો.

    આભાર

    તરંગ હાથી, ગાંધીનગર.
    ૯૪૨૭૬ ૦૫૨૦૪

  2. સરસ! મને પણ ઘણી વાર લખાણ વગરના કાર્ટ્ન મુકવાનુઁ મન થઈ જાય છે, લખાણ વાચકો પર
    છોડી દેવુઁ, એ બાને વાચકો પણ ભાગ લઈ શકે. એક વાર પ્રયોગ કરેલ, ફીફ્ટી ફીફ્ટી સફળ ગયેલ.

  3. Crocodile: Last time it was arm only.., This time it’s going to cost you arm and leg buddy!

  4. મગર: મારી સાથે મજાક-મસ્તી? મોંઘી પડશે માણસ!!!

  5. ઘણી વખત શબ્દ કરતા આંખ વધુ કહે છે. તેનો સચોટ પુરાવો.

  6. ભાગો ભાગો મગર આયા.

  7. સુંદર………. મજા આવી !!

  8. only we the hatkesh can interpret such msgs

  9. BHAI ANIMESH,
    MANE AVI JUDA PRAKAR NI VAT MA SAMIL KARAV MATE HU ABHARI CHU.AVI JAHERAT BANAVANAR VYAKTIO KETLA BUDHHI SADI HASE!GHANU SIKHAVA JEVU CHE A JAGAT MA ……………………………………………………..

  10. ભાઈઑ અને બહેનો,
    આ મારું પણ પહેલી વાર છે અને મને ખુબ જ સારુ લાગ્યું. તમારા બધાનો આભાર.

  11. હાહઐ

Leave a Reply

%d bloggers like this: