Sep 022008
 

પ્રિય મિત્રો,

કોઈ પણ બ્લોગ પર જોડણી વિષયક પોસ્ટ મુકવામાં આવે કે તરત ઊંઝાના વિરોધીઓ અને સમર્થકો પોતાની દલીલો સાથે તૂટી પડે. તેમની આ શક્તિને યોગ્ય માર્ગે વાળવા, ખેલદિલીની ભાવના વિકસાવવા તેમજ જોડણીના ઝગડાને તંદુરસ્ત અને મનોરંજક બનાવવા માટે સાર્થ-૧૧ અને ઊંઝા-૧૧ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે તો તે માટેના ખેલાડીઓની યાદી કેવી હોઈ શકે એવો વિચાર અજ્ઞાતભાઈ સમક્ષ મુક્યો અને તેમણે આ યાદી મોકલાવી છે જેમાં સુધારા વધારાને અવકાશ છે. આ યાદીને વ્યક્તિગત મજાક તરીકે ન લેતાં ખેલદિલી સાથે હળવાશથી લેવા વિનંતી:

જોડણી ક્રિકેટ મેચ

સાર્થ – અજ્ઞાતભાઈ (કેપ્ટન), પંચમ શુક્લ, વિવેક ટેલર, સોનલ વૈદ્ય, જયશ્રી ભક્ત, ઊર્મિસાગર, શિવાંશ, કિશોર રાવળ, ધવલ શાહ, વિશાલ મોણપરા, જશવંત ખામેચી, બાગે વફા, ચેતન ફ્રેમવાલા
(કોચ – વિજય શાહ અને ગિરીશ દેસાઈ) 

ઊંઝા – સુરેશ જાની (કેપ્ટન), જુગલકિશોર વ્યાસ, ઉત્તમ ગજ્જર, બળવંત પટેલ, મહેંદ્ર પંચાલ, સુનિલ શાહ, હિમાંશુ મિસ્ત્રી, ચિરાગ પટેલ, નિલેશ વ્યાસ, વિજેશ શુક્લ, ગાંડાભાઈ વલ્લભ.
(કોચ – રતિલાલ ચંદેરિયા)

નોંધ – બંને ટીમ માટે રિઝર્વ્ડ પ્લેયર્સ નીમવાના છે.

સ્ટેડિયમ/પીચ – વર્ડપ્રેસ અથવા જોડણી.કોમ

એમ્પાયર્સ – નિશીથ ધ્રુવ અને નિલેશ સહિતા.

થર્ડ અમ્પાયર – હર્નીસ જાની

લાઈવ કોમેન્ટરી – પ્રજ્ઞાજુ વ્યાસ અને પિંકી પાઠક

લિનક્ષ પાવર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ સ્કોર બોર્ડ – કાર્તિક મિસ્ત્રી

લાઈવ ટેલિકાસ્ટ – અખિલ સુતરીઆ (અખિલ ટીવી)
પોડકાસ્ટ – નીરજ શાહ (રણકાર)
ન્યુઝ પેપર કવરેજ – હિમાંશુ કિકાણી (દિવ્ય ભાસ્કર)
સ્પોર્ટ્સ વિવેચક – હરસુખ થાનકી
બ્લોગ કવરેજ/ફોટોગ્રાફી – વિનય ખત્રી (ફન-એન-ગ્યાન)
પ્રાથમિકોપચાર – ડો વિવેક ટેલર

ચિયર અપ ગ્રુપ – નીલા કડકિયા, નીલમ દોશી, લતા હિરાણી, ચેતના શાહ, ધ્વનિ જોષી વગેરે…

પ્રેક્ષક – સમગ્ર બ્લોગ જગતના વાચકો…

આ યાદી મોકલવા માટે અજ્ઞાતભાઈનો આભાર. તેઓ અજ્ઞાત વાસમાં છે પણ અહીં ક્લિક કરી તેમને સંદેશ મોકલી શકાય છે.

જત સુધારવાનું અને ઉમેરવાનું કે…
૧. સુનિલ શાહ ઊંઝા જોડણીના સમર્થક છે પણ લખે છે સાર્થમાં! શરતચૂક માટે માફી.
૨. પ્રાથમિકોપચારની માનદ સેવા આપવાની સામેથી ઓફર કરવા માટે ડો. વિવેક ટેલરનો ખૂબ ખૂબ આભાર.

  30 Responses to “જોડણી ક્રિકેટ મેચ”

 1. આ મેચમાં તો ઈજાઓ થવાની પૂરી શક્યતાઓ છે એટલે વિવેકભાઈ / નિશીથભાઈને વધારાની જવાબદારી તરીકે એમ્બ્યુલંસની જવાબદારી પણ આપવી સારી 🙂

 2. LOL. મને સ્કોરર બનાવવા માટે ધન્યવાદ.

 3. આમાં મેચ ફિક્સીંગ ને અવકાશ છે???

  અને બાય ધ વે આ ટ્વેન્ટી ટ્વેન્ટી છે કે ટેસ્ટ તે કહેશો જેથી પાવર પ્લે (જો હોય તો) જોવા મળે

 4. શું કામ આગ માં ઘી હોમવાનુ સુંદર કામ કરો છો..જેમ ચાલે છે એમ ચાલવા દ્યો ને..

 5. સહયોગીઓ,

  બહુ મજાની, પણ જેને રમતાં ન આવડે એવાઓ માટે ડેન્જરસ ગણાતી આ ‘રમત’ અંગે મારા જેવો કેવળ માસ્તર એમાં ભાગ લે કે ઈવન કશું લખે તો પણ આઉટ જ થાય. છતાં આ રમતને નીર્દોશ રમત તરીકે માન આપીને એનો અનાદર પણ કરું તે ખોટું ગણાય એથી મારી કક્ષા મુજબ અહીં રજુ થઈ રહ્યો છું.
  ૧) દાવ લેવાનો આવે ત્યારે મને કાંતો અગાઉથી જ આઉટ ગણી લેવામાં આવે;
  ૨) ફીકલ્ડીંગમાં વારો આવે ત્યારે મને બાઉન્ડરી પર જ ઉભો રાખવામાં આવે જેથી બોટલો ફેંકાય તે ઝીલવાનો લાભ મળે-એની ટેવ પહેલેથી જ છે તેથી;
  ૩) આ રમત શરુઆતમાં નીર્દોષ હશે તો પણ છેવટ સુધી રહેશે જ એની ખાત્રી નથી એટલે પહેલેથી જ મને ઘાયલ ખેલાડી ગણી લેવામાં આવે;
  ૪) એ શક્ય ન હોય તો મને હારી ગયેલો ગણીને દુર થયેલો માનવામાં આવે;
  ૫) જાણું છું કે આ રમત છે છતાં મારી સામે મને હરાવવા ઉભેલાંઓ તથા બ્લોગર્સ ન હોય તેવા સેંકડો પ્રેક્ષકોમાંના અનેકો મારા વીદ્યાર્થી જેવાં છે, એમની સામે સામે ચાલીને હથીયાર હેઠાં મુકીને હારી ગયેલા ગણાવું મને ગમશે;
  ૬) આ ક્રીકેટમાં જીત તો અગઉથી નક્કી જ છે. અમારી ટીમ તે સ્વીકારે કે નહીં, પણ હું વ્યક્તીગત રીતે હાર સ્વીકારી લઉં છું;
  ૭) આ રીતે ભાગી જનારા માટે સારા શબ્દો વપરાતા નથી તે જાણું છું છતાં;
  ૮) આ રમત નીર્દોષ હોવા છતાં ડૉક્ટરોને હાજર રખાયા છે તે જાણતો હોવાથી જ કદાચ હું લોહીલુહાણ થવા તૈયાર નથી.
  ૯) બ્લોગજગતમાં મારું કામ હતું તે ભાષાજગ્રતીનું, તે થઈ ચુક્યું છે. એટલે હવે નીવ્રુત્તી લેવાની આવશે તો પણ ગનીમત છે. હું બ્લોગજગતમાંથી પણ નીવ્રુત્તી લેવા તૈયાર છું; (આ રમતમાં કેટલીક આદરણીય વ્યક્તીઓને લેવાઈ છે એ પણ આ નીવ્રુત્તી/હાર સ્વીકારી લેવાનાં કારણોમાંનું એક કારણ છે,ક્ષમાયાચના.)
  ૧૦) સૌથી મહત્વની જાહેરાત-હું ઉંઝાના ક્ષેત્રમાંથી નીવ્રુત્ત થતો કે થવાનો નથી.મારા વાચકો/વીદ્યાર્થીઓ મને માફ કરશે…???

 6. વન-ડે ઇન્ટર નેશનલ નામ આપો.

 7. આ મેચમાં કોમર્શીઅલ બ્રેક લેવાના છે કે પછી મેચ જ બ્રેકની વચ્ચે રમાવાની છે ?

 8. વાહ ! મજા આવી ગઈ. આ લેખ તદ્દન વ્યવસ્થીત લાગ્યો – નીર્ભેળ આનંદથી સભર – કોઈ પ્રત્યે કડ્વાશ વીનાનો.
  બહુ ઘવાયો છું, એટલે મને પણ બાકાત રાખી, બીજાને લાભ આપો તો?!
  અમારી ટીમમાં સાર્થવાળાને ખેલદીલીથી જોડાવા આમંત્રણ છે.
  ભાઈ વિનય! હવે તને સારી મૌલીક રચના કરતાં આવડવા માંડ્યું છે. લગે રહો!

 9. આ મેચ તો કેટલા લાંબા સમયથી રમાતી જ આવી છે… પણ આ વિવાદ અર્થહીન અને અંતહીન જણાતો હોવાના કારણે મેં લાંબા સમયથી દલીલ કરવાનું કે દલીલોના જવાબ વાળવાનું બંધ કરી દીધું છે.

  તબીબ તરીકેની સેવા જરૂરથી બજાવીશ. ( ફી લીધા વિના જ સ્તો!!!)

 10. 🙂 વાહ..વાહ… મજા આવી ગઈ હોં… પણ જરા અઘરું કામ છે.. ચિયર અપ કોને કરવા..!! બન્ને પક્ષ બરાબરી ના છે.. અને બન્ને મારા મિત્ર પક્ષ..!!

 11. ચીયર્સ અપ ટીમવાળા તો તાળીઓ પાડવામા સમજે છે. એમ નહીં સમજતા કે એ લોકો જે જીતે તે તરફ ઢળશે. લગે રહો.

 12. મેચનું પરિણામ આવવું જોઈએ; ડ્રોમાં જવી જોઈએ નહિ.

 13. પહેલાંથી જ મેચ ફિક્ષ કરી દઈએ તો….?!!
  ન સાર્થ કે ઊંઝા, જીત બસ ‘ગુજરાતી’ ભાષાની !!

  ધ્વનિની જેમ અર્જુન જેવી જ હાલત ઘણાં બધાંની થશે મારી પણ
  સહુ મિત્રોએ ખેલદિલીપૂર્વક આ લેખને લીધો તે બદલ અભિનંદન…

 14. પીઁકીબેન સાવ સાચું.. ફ્રેન્ડલી મેચ.. ના હાર ના જીત..

 15. ખૂબ સરસ વિનયભાઈ,

  ખરેખર ખૂબ મજા પડી,

  લાંબાં સમયથી આ રમત ચાલુ જ છે,

  આગળ પણ રમત ચાલતી રહેશે, મેદાન પર ના ખેલાડી બદલાઈ જશે પણ પરિણામ તો નહિ જ આવે.

  ખેલાડીઓની યાદી વધુ પડતી લાંબી બને તેમ છે.

  આટલી ટૂંકી કેમ રાખી ?

  મેચનો સમય ક્યાં પૂર્ણ થવાનો છે ?

  લેખ ખૂબ સરસ..

  ખરેખર સારી રમૂજ..

  લખતા રહેશો..

 16. વાહ!
  સરસ ટીમ બનાવી છે…
  અભાર..

 17. આભાર વિનયભાઈ.
  એકદમ મૌલિક લેખ થયો છે.
  આવતા લેખમાં બેય બાજુના ટીમ પ્લેયર્સને આમીરખાન (લગાન) વાળી ટીમના પ્લેયર્સ જોડે સરખાવી પણ જોજો.

 18. ખુબજ સરસ ટીમ બનાવી છે……..

  હુ બુકીબની જવતો….

 19. ;)) ખુબ ખુબ મઝાનું …

  કૅપ્ટન જ અગ્નાત રહે એ કેવું???

  જો જો ભાઈ, રમતમા અંચઈ ના કરતાં. પછી તો મારો બાઉન્સર આવશે જ…

 20. વિનયભાઈ,તમારો બ્લોગ થોડા સમય થી વાંચવા નો શરુ કર્યો છે.ખુબ મજા આવે છે પણ આ ઊઝા જોડણી શુ છે તે સમજણ પડતી નથી સમજાવશો ?

 21. પ્રિય મિત્રો,
  કોચ તરીકે મારી પસંદગી કરવામાં આવી એ બદલ આપ સહુનો આભાર માનું છું. પરંતુ આ ભાર તમે ખોટી વ્યક્તિને માથે મુકો છો. આ તો આંધળો આંધળાને દોરે એવી વાત થઇ.મારા મત પ્રમાણે વિચાર વિનિમય એ જ ભાષાનું મુખ્ય પ્રયોજન છે. આપણે બધા એ બીજાને સમજી શકીએ એ શું પુરતું નથી ? દાઝ્યા ઉપર ડામ દેવાથી શું ફાયદો થવાનો? મારા આ પહેલાના અનુભવ પ્રમાણે જોતાં મારે આ મેચમાં ગલીચ ભાષાની મેટ પથરાતી જોવી નથી. વળી એક વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે ” જેને શીખવું છે તેને શીખાવવાની કોઇ જરુર નથી અને જેને શીખવું નથી તેને શીખવવાનો કોઇ અર્થ નથી.” અને આ વાત બન્ને પક્ષને લાગુ પડે છે.કારણ એકે પક્ષ બીજા પક્ષની વાત માનવા તૅયાર નથી. કેવળ વિતંડાવાદથી શું ફાયદો? juo ne hun aa angreji lipima gujarati bhasha lakhun chhun chhatan tame samji shako chho ahin jodanino prashan chhe j na hi. છતાં જો આપણું પ્રાચીન સહિત્ય સમજવું હોય તો સાર્થ જોડણીનો સ્વિકાર
  કરવો એ જ સાર્થક ગણાય ને? છતાં
  ” યથા ઇચ્છસિ તથા કુરુ”

 22. સરસ ટીમ બનાવી છે.મને તો ક્રિકેટ રમતાં આવડતું નથી. પણ હું સાર્થની ટીમને પ્રોત્સાહન આપીશ. કારણ કે સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ગાંધીજી લખી ગયા છે કે “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી”. તેમ છતાં આ કોઈ આવ્યા ક્યાંથી? ને શું કામ?

 23. અમે તો તાળીઓ પાડવાની શરુ કરી દીધી છે.. મજા પડી..

  મેચ પૂરી થાય એટલે કહેજો..

 24. લગે રહો વિનયભાઇ

 25. good info… !!

 26. ZaZa Rasoiya Bhega Thay Etle Khichdi Daze. Gujarati Bhasha No Aavo J Taal Thayo Chhe Jodni Ma Koi J Prakar Ni Samyata Nathi Badha E Bhega Thai Ne Ek Chokkas Nirnay Upar Aavvu Joie. Pan Afsos Ekta Saadhi Shakati Nathi

Leave a Reply

%d bloggers like this: