May 142011
 

પ્રિય મિત્રો,

આજે પોસ્ટનું મથાળું વાંચીને તમે વિચારમાં પડી ગયા હશો કે વિનયભાઈ ખરેખર શું કહેવા માગે છે? જાણવા માગો છો તો વાંચો થોડા સમય પહેલા એક નિંગગ્રૂપમાં રજુ થયેલી આ વાર્તાનો સ્ક્રિન શૉટ: (સૌજન્ય: ગુજરાતી.નુ)

હવે, આ વાંચો:

થોડા સમય પહેલાં ઇ-મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા મળેલી. વાર્તા કંઇક આવી હતી: એક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. જંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.

આગળ વાંચવા માટે દિવ્ય ભાસ્કરની વેબસાઈટની મુલાકાત લો: કાને અથડાતા શબ્દો – રાજીવ ભાલાણી

કોલેજીયન વાળી વાર્તા વાંચી ત્યારે મને લાગ્યું કે ક્યાંક વાંચેલી છે પછી વાર્તાનો એક વાક્ય ગૂગલમાં મૂકીને ગૂગલ પર શોધ કરી તો દિવ્ય ભાસ્કરમાં આ વાર્તા પ્રસિદ્ધ થઈ હતી તે જાણવા મળ્યું. પહેલી વાર્તા કોની છે તે જાણી જોઈને જણાવતો નથી કારણ કે આ લેખનો હાર્દ કોઈ વ્યક્તિ નહીં પણ ક્રિયા છે. દેડકાની જગ્યાએ કોલેજીયન મૂકીને આખી વાર્તા જેમની તેમ મૂકવામાં આવી છે. દિવ્ય ભાસ્કરની ભયંકર જોડણી ભૂલો  (દા.ત. રક્સિ, સાચો શબ્દ, રીસ્ક) પણ જેમની તેમ રહેવા દેવામાં આવી છે!

આમ, આ વાર્તામાં દિવ્ય ભાસ્કરના લખાણનું કૉપી-પેસ્ટ, રાજીવ ભાલાણીના વિચારની ઉઠાંતરી (પ્લેજરીઝમ) અને વાર્તાના પાત્ર દેડકાની જગ્યાએ કોલેજિયન મૂકીને ફરીથી લખનારની મૌલિકતા (ક્રિએટિવિટી)નો અ‌દ્‍ભુત સંગમ જોવા મળ્યો એટલે આ લેખનું આવું વિરોધાભાષી શિર્ષક મૂકવું પડ્યું.

તમે કોઈ વાર્તા સ્પર્ધાના નિર્ણાયક હો અને તમારી સામે આવી વાર્તા આવે તો તમે મૌલિકતાના (દસમાંથી) કેટલા ગુણ આપશો?

આપના વિચાર/મંતવ્ય/ટીકા/ફરિયાદ/સૂચન જણાવવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે પણ મારા પ્રશ્નનો જવાબ અચૂક આપજો.

મારો જવાબ અત્યારે કૉમેન્ટમાં લખીને રાખ્યો છે, સોમવારે અપ્રુવ કરીશ. સોમવારે આપણે આવા બીજા ઉદાહરણો પણ જોઇશું.

અપડેટ: કેટલાક મિત્રોની વિનંતીને માન આપી આખી વાર્તાનો સ્ક્રિન શૉટ અહીં મૂક્યો છે.

  4 Responses to “ક્રિએટિવ પ્લેજરીઝમ ઉર્ફે મૌલિક ઉઠાંતરી!”

 1. બહુ ભેદી છે! સસ્પેન્સ જલ્દી ખોલો!

 2. Dear Vinaybhai,

  You have done great service to honest bloggers/writers (including me) by doing very important research on this subject, and exposing the evils. The good work includes this post and your previous posts, plus the commments you wrote on my blog. Please keep up good work.

  Ghanshyam Thakkar

 3. મૌલિકતા માટે એકાદ માર્ક તો આપવો પડે..

  ફ્ક્ત ઉઠાંતરી કરવાને બદલે થોડી મહેનત તો કરી..

  એક વાત તમે સાચી કરી દિવ્ય-ભાષ્કર ગુજરાતીઓને માથે પડે તેવું છે,
  ક્યાંક ભૂલે-ચૂકે જોડણી ભૂલ હોય તો ઠીક પણ દિવ્ય-ભાષ્કરમાં જાણે જાણી જોઈને ભૂલો થતી હોય તેવું લાગે છે.

  ચાલો દિવ્ય-ભાષ્કર આવી ભૂલો કરી થોડાં ઉઠાંતરી કરનાર લોકોને પકડાવી આપે છે તેવું માની લઈએ..

 4. એક માર્ક આપવો જોઇએ. 😉

Leave a Reply

%d bloggers like this: