Mar 302010
 

પ્રિય મિત્રો,

તમે બરાબર જ વાંચ્યું છે. આજની પોસ્ટનું મથાળું છે કૉપી-પેસ્ટ કેવી રીતે કરશો?

ગઈ કાલની પોસ્ટ મેનેજમેન્ટનું પંચતંત્ર કૉપી-પેસ્ટ કેવી રીતે કરવું તેની પૂર્વ તૈયારી રૂપે હતી. કૉપી કરવી ગુનો નથી. કેવી રીતે કૉપી કરવામાં આવી છે તેના પ્રમાણે ગુનો બને છે. ગઈ કાલની પોસ્ટ માટે મેં લેખક શ્રી વિદ્યુતભાઈ જોષીની પરવાનગી લીધી હતી (નીચેનું ચિત્ર). આવી રીતે પરવાનગી લઈને રચના રજુ કરીએ તેમાં રચનાકાર અને રજુકર્તા બંનેનું માન જળવાય છે.

બીજું લેખ/કવિતાને જે પ્રતિભાવ મળે તે લેખક/કવિને પહોંચાડવા જોઈએ. આમ કરવાનું કારણ એ કે રચનાને મળેલી પ્રસંશાના ખરા હક્કદાર આપણે નહીં પણ રચનાકાર છે. બીજું રચનાની કદાચ ટીકા થઈ હોય અને તેમાં કોઈ સારી વાત હોય કે કોઈએ સારું સૂચન કર્યું હોય તો લેખક/કવિ પોતાને અપડેટ કરી શકે. તેવી જ રીતે પ્રતિભાવમાં કોઈ ખોટી વાત પ્રસ્તાપિત કરવામાં આવી હોય તો તેને તે પ્રમાણે જવાબ આપી શકાય.

લેખક/કવિને ખબર ન હોય અને તેની રચના પ્રસિદ્ધ થતી હોય અને કોમેન્ટમાં ચર્ચાઓ થતી હોય તે યોગ્ય નથી. કોઈ પણ રચના એ રચનાકારની ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, તેની પરવાનગી વગર રજુ કરવી કૉપી રાઈટનો ગુનો બને છે.

બીજું અન્ય બ્લોગ પરથી આખે આખી રચના કૉપી કરવાને બદલે તેની એક બે પંક્તિ કે વાક્યો મૂકીને મૂળ લખાણને લિન્ક આપવામાં આવે તો કોઈ ગુનો બનતો નથી. લિન્ક આપવાથી વાચક જે તે રચના પૂર્ણપણે માણી શકે છે તેમજ અન્ય ગમતી રચનાઓ પણ માણી શકે છે.

-વિનય ખત્રી

  13 Responses to “કૉપી-પેસ્ટ કેવી રીતે કરશો?”

 1. aabhaar
  aa link pan netjagat par muku chu.

 2. સરસ માર્ગદર્શન આપ્યું.

 3. અમે અમારા બ્લોગમાં અવારનવાર આ વાત રજૂ કરી છે. લિંકનું મહત્વ સમાજાવવા અવનવા પ્રયોગો પણ કર્યા છે. જેમ કે: બ્લોગમિર્ચી-કરો કંકુના… આ લેખ linkનું મહત્વ દર્શાવવા માટે હતો.

 4. 🙂

  gr8… a good teacher !

 5. સાવ સાચી વાત છે…
  તમે સરસ ઉદાહરણ પૂરું પાડ્યું.

 6. ગાંઠે બાંધવા જેવુ જ્ઞાન, ધન્યવાદ સર જી,,

 7. ખરી વાત છે વિનયભાઈ,
  જો અહીં તમે દર્શાવ્યું છે એમ કોઇ, કોઇના બ્લોગ પરથી લેખ/કવિતા પોતાના બ્લોગમાં પોસ્ટ કરે તો “બધાને શાંતિ….”
  સરસ જાણકારી બદલ આભાર.

 8. સમતા રાખી મમતાથી જે, ગોરસ કાઢે વેબ વલોવી રે
  ભણે ભજમન એવા બ્લોગરથીની મારે વ્હાલની જપ્પી લેવી રે

 9. આ લેખ વાંચ્યો જ હશે પણ હું એનું “કૉપિ-પેસ્ટ” કરવાનું રોકી શકતો નથી.

  http://www.gujaratsamachar.com/beta/content/view/67522/248/

 10. An excellent effort by you,Vinaybhai !
  You have done great service to Gujarati matrubhasha.
  The best gift from anybody on Swarnim Gujarat Celebration.
  One humble suggestion, can this “leave a reply” box have a default to write directly in Gujarati ?
  English may be optional.
  Pl keep the efforts,spirit and tempo up !
  Wish you all the best.

 11. Nice information. Thanks for sharing. How do we put this copy right on our blog? Please guide.

 12. ઉઠાંતરી એ તો જાણે બ્લોગ જગતમાં સામાન્ય વાત બની ગઈ છે. હું માનું છું કે કોઈ પણ લેખકની પૂર્વ મંજુરી સિવાય તેમના લેખ કે પુસ્તક કે પુસ્તકમાંનું એક પ્રકરણ પોતાના બ્લોગમાં મૂકવું એ અયોગ્ય જ છે.
  કેટલાક કહે છે કે લેખકની ફરિયાદ આવશે તો તે લખાણ હઠાવી લેવામાં આવશે.
  હવે પ્રશ્ન એ આવે છે કે એ લેખક દેશના કોઈ ગામડામાં રહેતો હોય તે ક્યાંથી તમારો બ્લોગ વાંચી શકવાનો હતો.
  એના કરતાં તમારે એ લેખકનું લખાણ તમારા બ્લોગ પર મૂકવું હોય તો તમારે એ લેખકનું સરનામું મેળવીને એમની અનુમતિ મેળવી લેવી જોઈએ.
  મારા પુસ્તકાલ..કોમ પરથી છ નવલકથાઓ કોપી કરીને નવેસરથી ટેબ્યુલેટ કરીને jrheaven.blogspot.com પર મૂકવામાં આવેલી. અચાનક જ મને એ વાતની જાણ થઈ ને મેં દસથી પંદર જગાએ કોમેન્ટમાં એ બ્લોગરને મારાં એ પુસ્તકો હઠાવી લેવા જણાવ્યું પણ એણે હઠાવ્યાં નહીં એટલે મારે બ્લોગસ્પોટ.કોમને લખવું પડ્યું ત્યારે ગઈ કાલે મને બ્લોગસ્પોટનો ઈમેલ આવ્યો કે તમારાં પુસ્તકો એ બ્લોગ પરથી હઠાવી દેવામાં આવ્યાં છે. પણ હજુ સુધી પોલા બ્લોગરે જવાબ આપવાની જરૂરત જોઈ નથી.

Leave a Reply

%d bloggers like this: