Jan 232016
 

પ્રિય મિત્રો,

૨૩/૩૬૬

અહીં બે ફોટા મૂકું છું. એક જેમાં એક મહિલા ૫ કિલો સોનાના આભુષણો પહેરી ઊભી છે….

5kg Gold સોર્સ

બીજામાં એક વ્યક્તિ આખા શરીને પાણીની ખાલી બોટલ લટકાવી ઊભા છે.
bottle baba

આ ‘બોટલબાબા’ કરાચી પાસે એક રસ્તા પર ઊભા મળ્યા અને મુઝફ્ફર બુખારીએ ક્લિક કરી લીધા.

બંને ફોટોમાં રહેલી અસમાનતા તમે જાણો જ છો, એકમાં કિમતી ધાતુનાં આભુષણો છે, બીજામાં નજીવી કિંમતની પાણીની ખાલી બાટલીઓ છે. સમાનતા જોઈએ તો તાત્વિક રીતે બંને સમાન છે, બંને એ પોત પોતાને ગમતી વસ્તુઓ શરીરે વીંટાળી છે!

– વિનય ખત્રી

  3 Responses to “આ બે ફોટામાં રહેલી અસમાનતા – સમાનતા”

  1. સરસ ફોટાઓ છે. પહેલો ફોટો મને લાગે છે કે તીરૂપતી બાલાજી મંદિરના લાડુ બનાવતા કોન્ટ્રાક્ટરની દીકરીનો છે. કદાચને કેરાલાના ફાઈનન્સ ડીલરની દીકરીનો પણ હોઈ શકે.

  2. Though water is much precious than jewellery.

  3. પ્રથમ ફોટોગ્રાફ મુથ્થુટ ફાયનાન્સના માલિકની દીકરીનો છે જે લગ્ન સમયે સ્વર્ણ અલંકારોથી સજીધજી લગ્નના માંડવે આવેલી. કામીની, કંચન અને કિર્તિ જેની પાછળ આખી માનવ જાત ગાંડી છે, પણ અહીં બધા ડાહી ડાહી વાત કરશે. જાણે તેમને તો આ કંચન કામીનીમાં કોઈ રસ જ નથી. કેટકેટલી સ્ત્રીઓ આ ફોટો જોઈને અંદરોઅંદર બળી હશે અને પોતાના ભાગ્યને કોસી ચુકી હશે. પણ બહાર બહાર કહેશે, ” જો તો ખરા.. પૈસાનુ કેવું અભિમાન છે.. કેવો દેખાડો કર્યો છે.. વગેરે વગેરે… “સાચું કહેજો આ ફોટા જોઈને તમને શું થયું?
    બીજા ફોટામાં મજબુરી અને મુફલીસી છે. ફકીરી નથી દેખાતી એ વૃધ્ધના મોં પર. ફકીરી ઝલકતી હોત તો પેલી અમીર છોકરી તેની સમક્ષ બે કોડીની હોત.

Leave a Reply

%d bloggers like this: