Dec 062010
 

પ્રિય મિત્રો,

સવારે સમય ન હોવાથી આ લેખ મૂકી ન શક્યો. સવારે ફક્ત થીમ બદલાવીને મૂક્યો હતો જેથી તમે કૉફી-ડેસ્ક થીમનો અનુભવ કરી શકો.

જેવી રીતે સવારે કહ્યું તેમ થીમ પરિચય પખવાડીયાનો પહેલો થીમ છે, કૉફી-ડેસ્ક. ટેમ્પલેટલાઈટ કંપનીએ બનાવેલો આ થીમ અમુક શરતો સાથે મફત છે.

આ એક મજાનો કૉફી ટેબલ થીમ છે. જે બ્લોગરોને બ્લોગ = ડાયરી એવી ગેરસમજ છે કે પછી બ્લોગ = જાહેર ડાયરી! એવી સમજ છે તેમના માટે આ થીમ પહેલી પસંદગી છે. પોસ્ટ બહુ લાંબી ન હોય અને ઓછું લખાણ હોય (દા.ત. કવિતા કે ગઝલ) તો તે આ થીમ સાથે ખરેખર શોભી ઊઠે છે. પણ મોટી પોસ્ટ હોય કે લાંબું લખાણ હોય તો જામતું નથી કારણ, તમે ૪” પહોળી અને ૨૪” લાંબી ડાયરી જોઈ છે?

બે સાઈડબાર અને થીમ પ્રમાણેના ગ્રાફિક્સ (ચિત્રો) સાથેનો આ થીમ જોતાં જ ગમી જાય એવો છે. કૉફી ટેબલ, ટેબલ મેટ, ડાયરી, પેન, કૉફીનો કપ, સાકર ઓગાળવાની કે કોફી ભેળવવાની ચમચી, લેબલ ટેગ, ટાંકણી ભોંકીને ચોંટાડેલી નોટ્સ અને જમણી બાજુએ બે પાંદડા અહા! જમાવટ કરી દે છે.

બે સાઈડબાર અને ગ્રાફિક્સને કારણે લખાણ માટે ઓછી જગ્યા મળે છે તેથી ફોન્ટ મોટા કરી શકાતા નથી અને મોટા ચિત્રો પણ મૂકી શકાતા નથી.

આ થીમ વિણેલામોતી.કોમ સાઈટ પર જોવા મળે છે અને ફક્ત પરિચય માટે મૂકવામાં આવ્યો છે. ફનએનગ્યાન માટેના થીમના વિકલ્પ તરીકે નહીં.

વધુ વિગતો અને આ થીમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

  4 Responses to “થીમ પરિચય પખવાડીયું – કૉફીડેસ્ક”

  1. સાચી વાત છે. જોતાંની સાથે જ એટલો તો પણ ખ્યાલ આવી જ ગયો કે- લાંબા લખાણ માટે આ થીમ બરાબર નથી. પણ નાની નાની કવિતાઓ કે ગઝલ કે ગીત માટે જામે.બાકી તમે વધારે સમજ પાડી એટલે માનવું જ રહ્યું કે – આ આપણા માટે નથી.

  2. આ થીમમાં ઘણું બધું બદલી શકાય છે પણ મહેનત માગી લે એવું કામ છે અને નથી પણ.

    ૧. પેજમાં કોમેન્ટ મુકવાની સુવિધા નથી પણ થોડા ફેરફાર કરીયે તો થઈ શકે.

    ૨. ફુટર બદલી શકાય છે આ થીમમાં અમુક PHP ફાઈલો એક બીજા સાથે લીંક કરેલી છે અને બધો ભેદ Template.phpમાં છે. જો થોડીપણ છેડછાડ કરીયે એટલે ફુટર દેખાવાનું બંધ થઈ જાય છે.

    ૩. સમગ્ર થીમ Customize થઈ શકે છે.

    ૪. ત્રણ કે તેથી વધુ પેજ ઉમેરવા મુશ્કેલ છે અને નથી પણ.

    ૫. ટાઈટલ અને ટેગલાઈન Hide કરી શકાય છે.

    ઉત્તમ માહીતી આપવા બદલ વિનયભાઈનો આભાર

    • જત ઉમેરવાનું કે…

      આ થીમમાં ‘થીમ ઑપશન’નું પાનું નથી એટલે બ્લોગર કંઈ બદલી શકે નહીં. બદલવું હોય તો પ્રોગ્રામરની મદદ લેવી પડે. બીજું ટેમ્પલેટલાઈટ કંપની પોતે કસ્ટમાઈઝેશનનું કામ કરે છે તેથી કંપનીની ઈચ્છે કે એ કામ કોઈ અન્ય પ્રોગ્રામર નહીં પણ કંપનીને મળે.

  3. સરસ માહિતિ મળે છે, આભાર

Leave a Reply

%d bloggers like this: