Jan 292011
 

પ્રિય મિત્રો,

ક્લિક્સ વિશે બ્લૉગ જગતમાં ગેરસમજ ચાલે છે (અથવા તો ચલાવવામાં આવે છે) કે ક્લિક્સ એટલે વાચક સંખ્યા. ખરેખર એવું નથી. બ્લૉગ પર વર્ડપ્રેસના વિજેટ વડે કે કોઇ અન્ય સાઈટ વડે દર્શાવાતા ‘કાઉન્ટર’એ તમારા બ્લૉગને મળેલી ક્લિક્સ દર્શાવે છે, નહીં કે વાચકની સંખ્યા. દા.ત. એક વાચક મારા બ્લૉગ પર આવી અલગ અલગ ૧૦ પોસ્ટ કે પાના પર ક્લિક કરે (અહીં ફરી, વાંચે એવી ગેરસમજ ન કરતા, પ્લીઝ!) એટલે મારા બ્લૉગની ક્લિક્સ ૧૦થી વધી જાય.

આ વાચકોની સંખ્યા(!) એટલે કે હિટ્સ અથવા ક્લિક્સ બહુ જ ભ્રામક સંખ્યા છે. કોઇ બ્લૉગને લાખ ક્લિક્સ મળે એટલે આપણે એમ સમજીએ કે એ બ્લોગ બહુ વંચાતો હશે, પણ ખરેખર એવું હોય એવું જરૂરી નથી. સૌ પ્રથમ આપણે જાણ્યું કે ક્લિક્સની સંખ્યાને વાંચવા સાથે કંઈ લેવાદેવા નથી. બીજું ચોક્ક્સ ક્લિક્સની સંખ્યા કેટલા સમયમાં મળી એ પણ જાણવું જરૂરી છે. ક્લિક્સની સંખ્યા બ્લૉગરને પ્રોત્સાહિત કરે છે પણ બ્લૉગ કેટલો વંચાયો તેનું પ્રમાણ દર્શવતી નથી. બે બ્લોગ કે વેબસાઈટ વચ્ચે સરખામણી કરવી હોય તો પ્રામાણિત માધ્યમ કયું તે જોઈએ તે પહેલા ક્લિક્સ કેવી રીતે વધારવી તે જાણી લઈએ…

આમ તો આ નકારાત્મક ટિપ છે અને અહીં આપવી ન જોઈએ પણ ક્લિક્સની સંખ્યા કેટલી ભ્રામક છે તે સમજવા માટે જરૂરી છે. ઉપરાંત ક્યારેક કોઈ નબળું બાળક ઈન્ક્યુબેટરની ‘હિટ’માં રાખવાથી જીવી જતું હોય છે, તેવી જ રીતે, નવા-સવા બ્લૉગને થોડી વધારે ‘હિટ્સ’ મળવાથી થોડો ઉપર આવે, જાણીતો થાય એવી ભાવના સાથે રજુ કરું છું:

ક્લિક્સની સંખ્યા વધારવા માટે બેઠા બેઠા ક્લિક્સ કર્યા કરો અથવા ફાયરફોક્સ બ્રાઉઝર વાપરતા હો તો રીલોડ એવરી પ્લગઈન ઈન્સ્ટોલ કરી લો. (ફાયરફોક્સનું લેટેસ્ટ (૪) વર્જન હશે તો તેમાં તે પહેલેથી આવે છે) આટલું કર્યા પછી ફાયરફોક્સમાં Control T વડે પાંચેક ‘ટેબ્સ’ ખોલો. દરેક ‘ટેબ’માં જે પાના કે પોસ્ટની ક્લિક્સ વધારવી છે તેનું યુઆરએલ (લિન્ક) લખી તે પાનું ખોલો. આટલું કર્યા પછી નીચે પ્રમાણેનું ચિત્ર દેખાશે:

૧) હવે દરેક ‘ટેબ’ પર ‘રાઈટ ક્લિક’ કરો એટલે એક મેનુ ખુલશે

૨) જેમાં ‘રીલોડ એવરી’ પર ક્લિક કરો એટલે બીજું મેનુ ખુલશે

૩) તેમાં ‘એનેબલ’ પર ક્લિક કરો. એનેબલની નીચે કેટલા સમય પછી પાનું રીલોડ કરવાનું છે તે સમય પણ નક્કી કરી શકો. હાલ એક મિનિટનો સમય રાખવામાં આવ્યો છે તે ચિત્રમાં જોઈ શકાય છે.

આવું સેટિંગ પાંચે પાંચ ‘ટેબ’ પર કરી અડધા કલાક માટે રાખી મુકો. (એક ‘ટેબ’ વડે પણ આ કામ થઈ શકે પણ પાંચ ‘ટેબ’ ખોલ્યા હોય એટલે પાંચ ગણી ઝડપ વધી જાય એટલું જ.) આમ અડધા કલાકમાં જે તે બ્લોગ/પોસ્ટને ૩૦x૫ એટલે કે ૧૫૦ ક્લિક્સ વધી જશે!

નોંધ: તમારા પોતાના બ્લૉગની ક્લિકસ વધારવા માટે તમે પોતે કંટ્રોલ પેનલમાંથી લોગઆઉટ થવું જરૂરી છે. ચબરાક (સ્માર્ટ, ધેટ ઈઝ) વર્ડપ્રેસ પોતાના બ્લૉગ પર પોતે કરેલી ક્લિક્સ ગણતરીમાં લેતું નથી!

આ પ્લગઈનનો ઉપયોગ તમે ક્રિકેટનો સ્કોર કે એસ.એસ.સી.નું પરિણામ જાણવા માટે પણ કરી શકો જેથી તમને વારંવાર પેજ રીફ્રેશ ન કરવું પડે. ચોક્ક્સ સમયે પેજ આપમેળે રીફ્રેશ થાય અને નવો સ્કોર કે પરિણામ મૂકાય એટલે તરત જાણવા મળે.

તો હવે, તમારો પ્રશ્ન એ હશે કે ક્લિક્સની સંખ્યા પ્રમાણભૂત સાધન નથી તો પછી પ્રમાણભૂત સાધન કયું? જ: એલિઝા

તમને એલિઝા વિશે ખબર ન હોય એવું બને પણ એલિઝાને તમારી ખબર હશે અને તમારા બ્લૉગ/વેબસાઈટનું રેન્ક પણ દર્શાવશે! એલિઝા ક્લિક્સ ઉપરાંત સર્ચ એન્જિન અને વાચક જે તે પાના પર કેટલો સમય રોકાયો તે વિગતોનું પૃથ્થકરણ કરીને રેન્કિંગ નક્કી કરે છે. એલિઝા વિશે આગળ ઉપર લખી ગયો છું: ગૂગલ નંબર ૧ છે તો મારો નંબર કેટલામો છે?

ફનએનગ્યાન.કોમનું એલિઝા રેંકિંગ જમણી તરફ વિજેટમાં દર્શાવાઈ રહ્યું છે…

  11 Responses to “તમારા બ્લૉગની ક્લિક્સ કેવી રીતે વધારશો?”

 1. આપનો આ લેખ ઘણા બ્લોગર્સની આંખો ખોલી નાખશે. અભિનંદન. એલિઝા રેન્કની માહિતી બદલ આભાર.

 2. very nice…આશા છે કે હવે ૧ લાખ વાંચકોએ બ્લોગની મુલાકાત લીધી ના દાવા કરનારાઓની આંખ ખુલશે….

 3. ખુબ જ સરસ માહિતી.
  Alexa.com વિષે આજે જ ખબર પડી.

 4. આભાર વિનય ભાઈ.
  આખિર આપને ઢોલ કા પોલ ખોલ દિયા.
  વધું શું કહી શકીએં.ઈમાનદારી કોઈક મતા છે. લેખક -કવિ પણ ન અપનાવે તો ખોખરા બ્લોગરિયાથી શી આશા રાખી રાખી શકાય ?

 5. Excellent .. information. Thanks a lot for this explanation… so many times I kept on thinking what was actually going around… Actually the quality work and comments received speaks a lot lot about the blog……. that is what I think.

 6. બહુ સરસ, તમારા બ્લોગ પરથી હંમેશા કશુંક નવું શીખવા મળે છે. જો કે આ જાણવા માટે સારું છે, અપનાવવાની ઈચ્છા નથી થતી. પણ મારે આ એલિઝા અને અન્ય વિજેટ્સ મારા સાઈડબારમાં કેવી રીતે ઉમેરવા તે જાણવું છે, હું ખરેખર આ બાબતમાં અણઘડ છું. અને વર્ડપ્રેસ એના પોતાના જ વિજેટ્સ ઉમેરવા દે છે એવું લાગે છે. રસ્તો બતાવશો?

 7. Nice tutorial vinaybhai.

 8. શ્રી વિનયભાઇ,
  જો કે આ “ટકોરાપંથ”માં તો અમે શરૂઆતથી જ ન હતા ! (આભાર: યશવંતભાઇ અને તેનાં હટાક્ષો !)
  આ કિમિયો તો સાવ જાણ બહાર હતો !! નહીંતો અમે પણ ટનાટન ટકોરા પાડી દેત !! (હવે તો શું ફાયદો !)
  એલિઝા વિશે પણ સૌ પ્રથમ જાણકારી આપના લેખ દ્વારા જ મળેલી, ત્યારથી ક્યારેક ત્યાં જઇ બ્લોગના પરફોર્મન્સને ચેક કરી ખુશ થવાની આદત રાખી છે. બહુ જ ઉપયોગી માહિતી બદલ આભાર.

 9. add on install karya pachi tab par right click karya pachi “Reload Every” nu option nathi dekhatu…

 10. સરસ ટ્રિક ..મારા બ્લૉગ પર મૂલાકાતીઓ અને હિટ્‍સ બન્ને શબ્દપ્રયોગ કર્યો છે. 🙂

Leave a Reply

%d bloggers like this: