Mar 272016
 

પ્રિય મિત્રો,

૮૭/૩૬૬

જાત જાતની થાળીઓ વિશે તમે સાંભળ્યું હશે. ૫૬ ભોગ અને ૮૪ વ્યંજન વિશે વાંચ્યું હશે. પણ કોઈદી ચોકલેટ થાળી સાંભળી?

૧) મુંબઈના નરિમન પોઈન્ટ પર મેકર ચેંબરમાં આવેલી રેસ્ટોરાં ‘દેશીક્લ્બ‘માં ચોકલેટ થાળી મળે છે.

chocolatethali

ચોકલેટ પ્રેમિઓ માટે સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ છે જેમાં ચોકલેટ ગુલાબ જાંબુ, ચોકલેટ ખાખરા, ચોકલેટ શ્રીખંડ, ચોકલેટ ખીર, ચોકલેટ આઈસક્રિમ, ચોકલેટ ટ્ર્ફલ્સ, ચોકલેટ બરફી, ચોકલેટ જલેબી વાનગીઓ હોય છે.

લગભગ બધી જ મીઠી વાનગીઓ છે એટલે આને થાળી ન કહી શકાય પણ ચોકલેટ પ્રેમિઓ આવી ચર્ચામાં પડવાને બદલે વાનગીઓનો લુત્ફ ઊઠાવવાનું પસંદ કરશે.

chocolatethali2

ચિત્ર સૌજન્ય – દેશીક્લ્બ ફેસબુક પેજ અને પોસ્ટ પીકલ

૨) ‘લા પ્લેજ‘ની (મોરજિમ, ગોઆ) પણ ચોકલેટ થાળી બહુ વખાણાય છે.

laplage

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: