Jul 092011
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી એક મસ્ત મજાના સરળ, સ્વચ્છ અને સુંદર અક્ષરોવાળા નવા થીમ Châteauની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે.

સરળ, સ્વચ્છ, સુઘડ લખાણ અને જીણવટ ભરી ડિઝાઈનવાળું આ થીમ ઈગ્નેશિયો રીકીએ બનાવ્યું છે. વાચકનું ધ્યાન ફક્ત લખાણ પર જાય એવા આ થીમમાં થીમનો મુખ્ય રંગ (અહીં ઈંટ જેવો લાલ રંગ લીધો છે), લાઈટ (સફેદ) અને ડાર્ક (કાળી) એમ બે કલર સ્કિમ, ડાબે અથવા જમણે અથવા વિના સાઈડબાર એમ ત્રણ પ્રકારના લેઆઉટ, મનપસંદ શિર્ષક ચિત્ર (હેડર ઈમેજ), મનપસંદ બેકગ્રાઉન્ડ, છ જગ્યાએ વિજેટ મૂકવાની સગવડ અને ત્રણ પ્રકારની (Aside, Gallery અને Image) પોસ્ટ મૂકવાની સગવડ* સાથેનું આ થીમ બ્લૉગ બુકલેટ પર આવું દેખાય છે:

(માહિતી: વર્ડપ્રેસ બ્લૉગ)

* પોસ્ટ મૂકવાના Aside, Gallery અને Image આ ત્રણ પ્રકાર શું છે તે વિશે ફરી કોઈવાર…

  2 Responses to “વર્ડપ્રેસ તરફથી એક નવો થીમ – Château”

  1. એકદમ સરળ અને ખાસ વાંચનને ધ્યાને લઈ બનાવેલ સરસ થીમ છે.
    તમારો બ્લોગ બુકલેટ નામનો અલગ સંદર્ભ બ્લોગ બનાવવાનો આઈડીયા પણ બહુ ગમ્યો.

  2. […] જેવો લાલ રંગ લીધો છે), લાઈટ (સફેદ) અને […] […]

Leave a Reply

%d bloggers like this: