Jun 092016
 

પ્રિય મિત્રો,

માણસ પોતાના પર ભરોસો રાખી મહેનત કર્યે રાખે તો તેને એક દિવસ સફળતા મળે જ છે. જેનું તાજું ઉદાહરણ આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદમાં આપેલા ભાષણને મળેલી દાદ જોઈને જાણી શકાય છે. આ એ જ અમેરિકા છે જેણ એક સમયે મોદીને વિઝા આપવાની ના પાડી હતી.

ભાષણની સ્ક્રિપ્ટ સૌજન્ય – ધ ઈન્ડિયન એક્સપ્રેસ

નોંધ – આ એક પોલિટિકલ પોસ્ટ નથી પણ મોટીવેશન પોસ્ટ છે તેથી કોમેન્ટમાં તે પ્રમાણે મોડરેશન થશે.

– વિનય ખત્રી

Feb 162016
 

પ્રિય મિત્રો,

૪૭/૩૬૬

રવિવારે ‘મેક ઈન ઈન્ડિયા‘ માટેના મુંબઈ ચોપાટી પર યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં સ્ટેજની નીચે લાગેલી આગમાંથી તરત જ અને યોજનાબદ્ધ રીતે લોકોને બહાર કાઢવાનું સરસ કાર્ય કરવા માટે મુંબઈ પોલિસ, મુંબઈ અગ્નિ શમન દળની પ્રશંશા મિડિયા અને સોસિયલ મિડિયામાં થઈ રહી છે ત્યારે…

ટ્વીટર પર આજે એક ફોટો આવ્યો જેમાં એક કચરાની ગાડી દેખાડાઈ હતી, જેની નંબર પ્લેટ ન દેખાવાની વાત મેં કરી તો મુંબઈ પોલોસના વેરીફાઈડ આઈડી પરથી જવાબ મળ્યો કે અમે આ ફરિયાદ મુંબઈ ટ્રાફિલ પોલિસને ફોર્વર્ડ કરી રહ્યા છીએ.

mumbai_police

શાબાશ મુંબઈ પોલિસ – ૩૦ મિનિટની અંદર જવાબ આપવા માટે!

બાકી અહીં તો ઈ-ટીવી જેવું મિડિયા હાઉસ એક ઈમેઈલનો જવાબ આપવામાં દસ મહિનાથી વધુ સમય લગાડે છે!

– વિનય ખત્રી

Jan 092016
 

પ્રિય મિત્રો,

૯/૩૬૬

આપની લાંબી આતૂરતાનો અને મારા રાતના ઉજાગરાનો અંત આ રહ્યો…

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫ના તારણો પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

સર્વેક્ષણ માટે ૧૩ ઓક્ટોબરથી ૧૩ નવેંબર દરમ્યાન નોમિનેશન લેવામાં આવ્યા. કુલ્લ ૩૫૫૦ નોમિનેશન ફોર્મ ભરી ૧૫૮૭ વ્યક્તિઓએ ભાગ લઈ ૨૬૭૯ મત આપી ૨૭૭ બ્લોગ સૂચવ્યા.

નોમિનેશન ફોર્મ મળ્યા – ૩૫૫૦
નોમિનેટર (વ્યક્તિ) સંખ્યા – ૧૫૮૭
નોમિનેટેડ બ્લૉગ સંખ્યા – ૨૭૭
ટોટલ નોમિનેશન સંખ્યા – ૨૬૭૯

સૌથી વધુ બ્લોગ સૂચવનારે ૧૬ બ્લોગ સૂચવ્યા.

સૌપ્રથમ નોમિનેશન લજ્જા દવેએ નોંધાવ્યું.

ગયા વર્ષ કરતાં સિંગલ બ્લૉગ નોમિનેટરોની સંખ્યા ઘટી છે.

બ્લૉગની સંખ્યા પણ ઘટી છે.

* બ્લૉગના નામ પ્રમાણેની યાદી અને બ્લોગરના નામ પ્રમાણેની યાદી પછી મૂકીશ.

* ફનએનગ્યામને મળેલા નોમિનેશન ગણતરીમાં લીધા નથી તેના બે કારણ છે, એક, ‘મોસાળે જમણ અને મા પીરસનારી’ અને બીજું, ‘જેના ગાડા (હવે, ગાડી)માં બેસીએ તેના ગીત ગાવાના હોય’.

* બેસ્ટ = સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લોગ એ અર્થમાં.

* નોમિનેશન મેળવનાર તમામ બ્લોગર મિત્રોને અભિનંદન અને શુભેચ્છાઓ.

* સર્વેક્ષણમાં ભાગ લેનાર તમામ બ્લોગર મિત્રો, વાચક મિત્રો, નોમિનેશન ભરનાર મિત્રો, ઈમેઈલ/વ્હોટ્સએપ/ફેસબુક/ટ્વિટર/ગૂગલ+/એસએમએસ/બ્લૉગપોસ્ટ/બેનર(વિજેટ) દ્વારા સર્વેક્ષણની જાણ કરનાર તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સર્વેક્ષણને સફળ બનાવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

– વિનય ખત્રી

Jan 042016
 

પ્રિય મિત્રો,

૪/૩૬૬

નેટ પર ફરતી ૫૬ વાનગીઓની થાળીનો ભેદ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૫ના ખોલ્યો હતો. જૂનમાં મારા બ્લૉગની વિગતો પરથી એક લેખ ‘ખબર છે.કોમ‘માં છપાયો હતો (ફનએનગ્યાનની ક્રેડિટ સાથે) અને થોડા ફેરફાર સાથે અને બ્લૉગ પર રજુ કરેલી તસવીરો સાથે તે દિવ્ય ભાસકરમાં પણ છપાયો હતો.

૫૬ વાનગીઓ ખાધા પછી જેમની ભૂખ ઊઘડી ગઈ અને ‘હજી લાવો’, ‘કંઈક ખૂટે છે’ કહ્યું તેમના માટે આજે લાવ્યો છું ૮૪ વાનગીઓનો આ થાળ….

84vyanjan

ચોર્યાસી વ્યંજન (તસ્વીર સૌજન્ય – https://advancedadventures.wordpress.com)

ચોર્યાસી વ્યંજન વિશે વધુ માહિતી મેળવવા ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરી માહિતી મેળવવાની બહુ કોશિશ કરી પણ વધુ માહિતી ન મળી. જે થોડી માહિતી મળી તે અહીં રજુ કરું છું.

આ નેપાળી થાળી છે જે ચોર્યાસી વ્યંજનના નામે ઓળખાય છે. પસણી (બાળકને પ્રથમ વખત ચોખા ખવડાવવાનો પ્રસંગે) ચોર્યાસી વ્યંજન બનાવવાની વાત  જગ્યાએ લખી છે. ચોર્યાસી વ્યંજન નામની રેસ્ટોરાં પણ છે નેપાળમાં…

વધુ માહિતી મળતાં જ અપડેટ આવશે, અત્યારે બસ આટલું જ.

– વિનય ખત્રી

વિશેષ વાંચન