Jun 112011
 

પ્રિય મિત્રો,

વર્ષો પહેલા એક સ્ટેજ કલાકારના મુખેથી એક વાર્તા સાંભળી હતી જેમાં આનંદ નામની વ્યક્તિ શહેનશાહ કેવી રીતે બને છે તેની વાત હતી:

આનંદ બોમ્બે ટુ ગોઆ જા કર ડૉન બન ગયા! ઉસ કે રાસ્તે કા પથ્થર કભી કભી મિલી કે કશ્મે વાદે કી તરહા અભિમાન પૈદા કર કે ઉસે પરવાના બનને પર મજબૂર કરતા થા. બરસાત કી એક રાત મેં લાવારીશ દિલમેં શોલે ભડક ઊઠે. લોગોં સે યારાના બઢાકર, યે સૌદાગર ખૂન પસીના બહાતા હુઆ અપના સિલસિલા જમાતા રહા. લેકિન હાય રે નસીબ! એક નમક હલાલ પર એક નમક હરામને ત્રિશુલ ફેંક કર ખુદ્દાર સે દેશદ્રોહી બના દીયા! અંધા કાનુન ઔર અદાલત કભી ઈસ મિ. નટવરલાલ કો ગિરફતાર ન કર શકી. વો મહાન સે નાસ્તિક બન કર, કભી અમર, અકબર, એન્થની તો કભી શરાબી, કભી કાલિયા તો કભી કૂલી બનતા થા ઔર હેરાફેરી કર કે સત્તે પે સત્તા મારતા થા. લેકિન એક દિન વો કાલા પથ્થર દેશપ્રેમી બન ગયા. ઉસ મર્દ મેં એક ઐસી શક્તિ જાગી ઔર વો મુક્કદર કા સિંકંદર સમય કી ગંગા જમુના સરસ્વતી પાર કર કે શહેનશાહ બન ગયા!

વાર્તા વાંચતાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કોની વાત થઈ રહી છે. જી, હા. આ વાર્તાના શબ્દો હકિકતમાં મિલિનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મોના નામ છે.

જી, નહીં. તમારા બ્લોગને લોકપ્રિય બનાવવા માટે ન તો આ વાર્તા કૉપી કરી તમારા બ્લોગ પર મૂકવાની છે, ન તો શહેનશાહ પછીની ફિલ્મોના નામને સાંકળીને વાર્તાને આગળ વધારવાની છે. Continue reading »

Jun 012011
 

પ્રિય મિત્રો,

‘સમાજમાં રાંધીને ખાવાવાળા હોય છે તેમજ માગીને ખાવાવાળા પણ હોય છે, ડિટ્ટો બ્લોગ જગત. ‘ એક વખત એક બ્લોગ પર કૉપી-પેસ્ટ બાબત દલીલ કરતાં આ ઉપમા વાપરી તો બ્લોગરને બહુ માઠું લાગી ગયું: ‘વિનયભાઈએ અમને માગીને ખાવાવાળા કહ્યા!’

મને મારી ભૂલ સમજાણી, રવાની વાનગીના શોખીનો આગળ ‘ઉપમા’ની વાત ન કરાય. ;) એટલે મેં પછી રવાની ઉપમા બનાવવાને બદલે શીરો કર્યો ત્યારે તેમને મારી વાત ગળે ઊતરી. મેં કહ્યું: ઘરે આવેલા મહેમાનને યજમાન ઘરનું રાંધેલું ખવડાવી શકે છે તેવી જ રીતે બહારથી ખાવાનું લાવીને જમાડી શકે છે (તેનો વાંધો હોઈ જ ન શકે). વાંધો ત્યારે આવે જ્યારે યજમાન બહારથી લઈ આવેલું ભોજન ઘરે બનાવ્યું છે એવા આગ્રહ સાથે જમાડે.

આ જ બદમાશી કૉપીકેટ બ્લોગરો પોતાના વાચકો સાથે કરે છે. કોઈકના બ્લોગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવી પોતાના બ્લોગ એવી રીતે મુકે જાણે પોતાનું જ લખાણ છે! પોતાના વાચકોની આંખમાં ધૂળ નાખીને પોતાને સર્જક તરીકે ઓળખાવતા આ કૉપીકેટરો પોતાની લખવાની આવડતને કેળવવાને બદલે ગમે તે ભોગે પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં નકલને રવાડે ચડીને પોતાની જાતને ચોર સાબિત કરવા લાગી જતા હોય છે. Continue reading »

May 282011
 

પ્રિય મિત્રો,

જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના લેખોમાં જેમ ગીધુકાકાનો ઉલ્લેખ આવે છે તેમ અમારે પણ એક ખીચીકાકા છે. ના, તેઓ કોઈ પણ રીતે ખીચી (-ના પાપડ) સાથે સંકડાયેલા નથી. તેમનું નામ ખીમજીભાઈ ચીમનલાલ છે એટલે ટૂંકમાં ખીચીકાકા તરીકે ઓળખાય છે. તેમની ઉંમર ૯૦ પ્લસ. વર્ષોથી મુંબઈમાં રહે છે. એકાઉન્ટન્ટ તરીકે સેવા આપી હાલ નિવૃત જીવન ગાળે છે. નવરાસના સમયમાં બ્લૉગ વાંચે છે. તેમના દિકરાઓએ મોટી સાઈઝના મોનિટરવાળું કોમ્પ્યુટર વસાવ્યું છે. ટેલી પ્રોમ્ટરમાં હોય એવા મોટા ફોન્ટમાં અક્ષરો વંચાય એવી સેટિંગ કરી રાખી છે.

કૉપી-પેસ્ટ વિશે ઉપરા ઉપરી બે પોસ્ટ કરી તો તેમનો મને ફોન આવ્યો. મને કહ્યું: ‘વિનય, એક પોસ્ટમાં તું નકલકારોને વાનર સાથે સરખાવે છે અને બીજી પોસ્ટમાં તેમને કૉપીકેટ એટલે કે બિલાડી નકલ કહે છે. પણ મને લાગે છે કે તારી આ બંને ઉપમાઓ ખોટી છે.’

‘મને પૂછીશ તો હું તેમને ઘેટાની ઉપમા આપીશ. એન્થની (અમિતાભ) અને ગજની (આમીર) એ બ્લોગ બનાવ્યો એટલે આપણે પણ બ્લોગ બનાવવો. બ્લોગ માટેની આવડત કે મહેનત કરવાની તૈયારી હોય કે ન હોય.’

‘અથવા તો તેમને રખડુ જાનવરની ઉપમા આપી શકાય. જ્યાં કંઈક સારું દેખાયું ત્યાં મોઢું નાખી દેવાનું. પોતાનું કરી લેવાનું. કોઈ વાંધો લે તો કહેવાનું કે ગમતાનો કરીએ ગુલાલ!’ Continue reading »

May 162011
 

પ્રિય મિત્રો,

ઘણાં મિત્રો પૂછતા હોય છે કે કોણે ક્યાંથી કેટલી ઉઠાંતરી કરી છે તે કેવી રીતે ખબર પડે? જવાબમાં કહેવાનું કે આવી ખબર પડવા માટે સૌ પ્રથમ બહોળું વાંચન હોવું જરૂરી છે. વાંચ્યું હોય એટલે જ તો શંકા જાય કે આવું ક્યાંક વાંચ્યું છે! પછી આવે ગૂગલ સર્ચ.  પછી આવે http://www.textdiff.com

આ ટેક્ષ્ટડિફ.કોમ સાઈટ બે લખાણની વચ્ચે કેટલો ફરક છે તે દર્શાવે છે. દા.ત. ગઈ કાલની પોસ્ટની વાત કરીએ તો બંને વાર્તામાં કેટલો ફરક છે તે અહીં નીચે જોઈ શકાય છે. લીલા રંગનું લખાણ દિવ્ય ભાસ્કરનું છે, લાલ રંગનું લખાણ અન્યનું છે અને કાળા રંગનું લખાણ બંનેમાં સામાન્ય છે.

થોડા સમય પહેલાં કોઇએ ત્રણ કોલેજીયનનીઇ-મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા કહેલી.મળેલી. વાર્તા કંઇક આવી હતી: એક વાર ત્રણે કોલેજીયનેપાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે ત્રણપાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. કોલેજ ક્વીન જ્યોત્ના ગોસળીયા ને પહેલા પટાવી તેની સાથે કોલેજ કેન્ટીન કોફી પીવેસામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું.કોલેજનાજંગલનાં બીજા બધા છોકરા છોકરીપ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.

એકે આંખસસલાએ સીટી મારી અને હરીફાઇદોડ થઇ ગઇ શરૂ. ત્રણે કોલેજીયન સ્ટાઇલપાંચેય દેડકાં કૂદકા મારતાં આગળ વધવા લાગ્યા. પ્રિન્સીપાલ , પ્રોફેસરશિયાળ, હાથી, સિંહ અને બીજા બધાં કેમીકલ -ફીજીકલ લેબ સ્ટાફનેપ્રાણીઓને આ તમાશો જોઇને હસવું આવી રહ્યું હતું. અન્યકોલેજીયનનુપ્રાણીઓનું ટોળું એમની પાછળ અને આસપાસ દોડી રહ્યું હતું. ત્રણે કોલેજીયનો નેસૌ દેડકાંને કહી રહ્યાં હતાં કે ‘ દિલતો બચ્ચા હૈ ,‘તમે તો દેડકાંઓ છો, તમે જ્યોત્નાનેઆટલા ઊંચા પર્વત ઉપર કેવી રીતે પટાવીચડી શકશો?’ છતાં ત્રણે સ્ટાઇલ મારતાદેડકાંઓ દોડતાં રહ્યા. ફરી પાછું કોઇ બોલ્યું, ‘રહેવા દો આ સ્ટા ઇ લ મારવાનુ .. થાકીદોડવાનું… મરી જશો…’ એકૉલેજીયનએક દેડકો થાકીને અટકી ગયો.

ફરીથી કોઇનો અવાજ આવ્યો, ‘હાં, હવે બરાબર- જો આ એક કોલેજીઅનદેડકો સમજી ગયો એટલે બિચારો બચી ગયો. તમે પણ અટકી જાઓ…’થોડીઆટલો ઊંચો પર્વત ન ચડી શકાય.’થોડી વારમાં બીજો પણબીજા બે દેડકાં અટકી ગ્યો.ગયા. ફરી પાછા અવાજ આવવા લાગ્યા, ‘અલ્યા પાગલ થઇ ગયા છો કે શું? હવે તો અટકો, નહીંતર ચ્ંપલ પડશેશ્ચાસ ચડશે તો બદનામ થૈ જશો પેટ ફાટી જશે.’ મહામહેનતે પર્વત ચડી રહેલા બેમાંથી એક દેડકો હાંફીને ત્યાં જ મરી ગયો.

છેલ્લો કોલેજીઅનદેડકો હજુ જ્યોત્ના પાછળ જતોપર્વત ચડી રહ્યો હતો. બધાએપ્રાણીઓએ કહ્યું, ‘હજુ સમજી જા, પાછો વળી જા.’ કોલેજીઅન આગળ વધતોદેડકો ચડતો રહ્યો. કોઇએ કહ્યું ‘ જ્યોત્સ્ના ને‘ટોચ ઉપર ન જીતીપહોંચી શકાય, તારા દોસ્તની જેમ તું પણ હાંફીમરી જઇશ, અટકી જા.’ છતાંતેદેડકો પર્વતની ટોચ તરફ આગળ વધતો રહ્યો. બધાએપ્રાણીઓએ કહ્યું ‘ આપણી કોલેજમા કોઇએ આવી હિંમત‘તમારી સાત પેઢીમાં કોઇ આટલું ઊંચે નથી કરી…’ ત્રીજોપહોંચી શક્યું…’ દેડકો છતાંયે જ્યોત્નાને પટાવતોચડતો રહ્યો. બધાએપ્રાણીઓએ મજાક શરૂ કરી, ‘હમણાં ચંપલ ખાશે!’મરી જશે!’ ‘હમણાં થપાટ ખાશે!’ નીચે પડશે!’

પણ દેડકો ચડતો રહ્યો અને આખરે કોલેજ કેન્ટીન મા જ્યોત્સ્ના સાથે કોફી પીવા બેસી ગયો .પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો. બધાકોલેજીઅનપ્રાણીઓ ચૂપ થઇ ગયા. કોલેજમાજંગલમાં હાહાકાર થઇ ગયો. એક કોલેજીઅન જ્યોત્સનાના દિલ સુધીનાનકડો દેડકો પર્વતની ટોચ ઉપરપહોંચી ગયો! પ્રિન્સિપાલે જ્યારે વિજેતાને અભિન્ંદન આપ્યાસૌએ દેડકાનું મેડિકલ ચેક અપ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેદેડકો તો બહેરો છે!

આ વાર્તા પરથી કાને અથડાતા શબ્દોની શક્તિનો ખ્યાલ આવે છે. વિજેતાનેદેડકાને ખબર જ નહતી કે તેનેમને કોઇ રોકી રહ્યું છે. એને નાસીપાસ કરે એવા શબ્દો એને સંભળાયા જ નહોતા. માટે એના ઉપર વિચાર કરવાનો સવાલ ન હતો. એટલે જ એનો ડર ન હતો અને એટલા માટે જજ્યોત્સ્ના સુધીટોચે પહોંચી શકાયું. વિજેતાનુંદેડકાનું નેગેટિવ પ્રોગ્રામિંગ કરવાના જાણ્યે અજાણ્યે થયેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા, કારણ કેતેદેડકો બહેરો હતો.

શક્ય છે કે તમને પણ લોકોના અવાજો સંભળાય, કે ‘હમાણાં મંદી છે, સાહસ ન કર,’ ‘તારાથી બિઝનેસ ન થઇ શકે,’ ‘છોડ, એ તારું કામ નથી- તને નહીં ફાવે’, ‘આપણી સાત પેઢીમાં કોઇએ આવું રસ્કિ નથી લીધું’ વગેરે. તો શું કરશો એ વખતે? આપણે તો બહેરા નથી! અને સંભળાય છે માટે અસર પણ કરે છે.. તો શું કરવું? એનો ઉપાય છે, ‘અવેરનેસ’ એટલે કે જાગ્રતતા. ‘હું શું સાંભળી રહ્યો છું.’ એના પર સતત ધ્યાન રાખશો એટલે વણજોઇતા તમામ શબ્દોને પકડી શકશો. જેવા એ શબ્દો પકડાય એટલે મનમાં. એક રટણ ચાલુ કરો કે, ‘વિજેતા‘દેડકો તો બહેરો છે..’ તમને એ શબ્દો સંભળાતા હોવા છતાં તમને એ અસર કરી નહીં શકે… બસ, કાનમાં ‘અવેરનેસ’ નામનું ફલ્ટિર નંખાવી દો.‘

આમ, જોઈ શકાય છે કે દેડકાની જગ્યાએ કોલેજીયનને મૂકીને એક ‘નવી’ ‘મૌલિક’ વાર્તા બનાવવામાં આવી છે!

આવી જ રીતે ભૂતકાળમાં એક બ્લોગરે બ્લૉગ જગત અને નેગેટિવિટી વિશેનો લેખ ગુજરાત સમાચારમાં રજુ થયેલા સ્વામી મુનીન્દ્રના વિચારો ઉમેરીને પોતાના નામે લખ્યો હતો, તેવી જ રીતે એક નવા બ્લોગરનો સ્ત્રી વિશેનો લેખ કલ્પેશભાઈ સોનીના વિચારો ઉમેરીને લખવામાં આવ્યો છે.

લેખમાં બીજાના વિચારો નામ સહિત ટાંકી શકાય જ છે ત્યારે તેઓ આવું શા માટે કરતા હશે તે મારા માટે કોયડો છે.

કોલેજીયનવાળી વાર્તાને વાર્તા સ્પર્ધાના નિર્ણાયક તરીકે મારે મૌલિકતાના માર્કસ આપવા હોય તો હું શૂન્ય માર્ક આપું. એટલું જ નહીં રાજીવ ભાલાણી જેમણે આ વાર્તા દિવ્ય ભાસ્કર માટે લખી છે તેમને પણ મૌલિકતાના શૂન્ય માર્ક મળે. કારણ કે તેમણે ઈન્ટરનેટ પર ફરતી એક જાણીતી વાર્તાને ગુજરાતીમાં રજુ કરી છે. આ વાત તેમણે પ્રામાણિકતાથી વાર્તાની શરૂઆતમાં જ જણાવી દીધી છે જ્યારે કોલેજીયનની વાર્તામાં આ જ વસ્તુ ખૂટે છે.

May 142011
 

પ્રિય મિત્રો,

આજે પોસ્ટનું મથાળું વાંચીને તમે વિચારમાં પડી ગયા હશો કે વિનયભાઈ ખરેખર શું કહેવા માગે છે? જાણવા માગો છો તો વાંચો થોડા સમય પહેલા એક નિંગગ્રૂપમાં રજુ થયેલી આ વાર્તાનો સ્ક્રિન શૉટ: (સૌજન્ય: ગુજરાતી.નુ)

હવે, આ વાંચો:

થોડા સમય પહેલાં ઇ-મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા મળેલી. વાર્તા કંઇક આવી હતી: એક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. જંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.

આગળ વાંચવા માટે દિવ્ય ભાસ્કરની વેબસાઈટની મુલાકાત લો: કાને અથડાતા શબ્દો – રાજીવ ભાલાણી

કોલેજીયન વાળી વાર્તા વાંચી ત્યારે મને લાગ્યું કે ક્યાંક વાંચેલી છે પછી વાર્તાનો એક વાક્ય ગૂગલમાં મૂકીને ગૂગલ પર શોધ કરી તો દિવ્ય ભાસ્કરમાં આ વાર્તા પ્રસિદ્ધ થઈ હતી તે જાણવા મળ્યું. પહેલી વાર્તા કોની છે તે જાણી જોઈને જણાવતો નથી કારણ કે આ લેખનો હાર્દ કોઈ વ્યક્તિ નહીં પણ ક્રિયા છે. દેડકાની જગ્યાએ કોલેજીયન મૂકીને આખી વાર્તા જેમની તેમ મૂકવામાં આવી છે. દિવ્ય ભાસ્કરની ભયંકર જોડણી ભૂલો  (દા.ત. રક્સિ, સાચો શબ્દ, રીસ્ક) પણ જેમની તેમ રહેવા દેવામાં આવી છે!

આમ, આ વાર્તામાં દિવ્ય ભાસ્કરના લખાણનું કૉપી-પેસ્ટ, રાજીવ ભાલાણીના વિચારની ઉઠાંતરી (પ્લેજરીઝમ) અને વાર્તાના પાત્ર દેડકાની જગ્યાએ કોલેજિયન મૂકીને ફરીથી લખનારની મૌલિકતા (ક્રિએટિવિટી)નો અ‌દ્‍ભુત સંગમ જોવા મળ્યો એટલે આ લેખનું આવું વિરોધાભાષી શિર્ષક મૂકવું પડ્યું.

તમે કોઈ વાર્તા સ્પર્ધાના નિર્ણાયક હો અને તમારી સામે આવી વાર્તા આવે તો તમે મૌલિકતાના (દસમાંથી) કેટલા ગુણ આપશો?

આપના વિચાર/મંતવ્ય/ટીકા/ફરિયાદ/સૂચન જણાવવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે પણ મારા પ્રશ્નનો જવાબ અચૂક આપજો.

મારો જવાબ અત્યારે કૉમેન્ટમાં લખીને રાખ્યો છે, સોમવારે અપ્રુવ કરીશ. સોમવારે આપણે આવા બીજા ઉદાહરણો પણ જોઇશું.

અપડેટ: કેટલાક મિત્રોની વિનંતીને માન આપી આખી વાર્તાનો સ્ક્રિન શૉટ અહીં મૂક્યો છે.

Powered By Indic IME