Jan 092012
 

પ્રિય મિત્રો,

‘નિલ નદીને કાંઠે’ વસતા એક ‘નેટ વેપારી’એ સોસિયલ સાઈટને ‘નૃત્ય’ સાથે સાંકળી લીધી છે ત્યારે આજથી લગભગ એક વર્ષ પહેલા Jonas Klit Nielsen (જોયું, આમાં ય ‘નિલ’!) નામના ‘વેપારી’એ સોશિયલ સાઈટ્સને મૂત્ર વિસર્જનની ક્રીયા સાથે કેવી રીતે સાંકળી હતી તે જુઓ!

સોસિયલ સાઈટ્સ અને મૂત્ર વિસર્જન!

Jan 072012
 

પ્રિય મિત્રો,

રોજ જે ગુજરાતી છાપું આપણે વાંચતા હોઈએ તે છાપું અચાનક અગ્રેજીમાં છપાવા લાગે તો? કોઈ પણ જાતની આગોતરી જાણ વગર અચાનક કોઈ નખશિખ ગુજરાતી અખબાર અંગ્રેજી લેખ મુકવા લાગે તો? આપણા લોકો, આપણી ભાષા, આપણી સંસ્કૃતિની વાતો કરતું કોઈ અચાનક OUR PEOPLE, OUR COUNTRY, OUR CULTUREની વાતો કરવા લાગે તો કેવું લાગે?

દેશ (વતન)માં આપણાં વૃદ્ધ દાદીમાને મળવા જઈએ અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે દાદીમાએ તો કોઈ અંગ્રેજ સાથે સંસાર વસાવી લીધો છે. સાથે સાથે પાશ્ચાત્ય રહેણી કરણી અપનાવી લીધી છે. ધર્મ પરિવર્તન પણ કરાવી લીધું છે! આવો જ આંચકો મને આજે જ્યારે મેં ગુજરાતી.નુ નિંગ ગ્રુપની મુલાકાત લીધી ત્યારે લાગ્યો. આ ગ્રુપમાં મેં હજી હમણાં જ ‘દસ શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ સ્પર્ધા’ના પરિણામની પોસ્ટ મૂકી હતી. વચ્ચે થોડો સમય ઑફ નેટ રહ્યો અને આજે અચાનક આ ગ્રૂપના ઓટલે ચડ્યો તો પહેલા તો ‘પાસવર્ડ’ ખોટો છે કહીને ઓળખવાની ના પાડી દીધી! પછી ‘પાસવર્ડ ભૂલાઈ ગયો છે’ સેવા વાપરીને નવો પાસવર્ડ નાખીને ઓટલ ચડ્યો તો મેં મૂકેલી પોસ્ટ ગાયબ! મેં વાંચી લીધેલી મેઈલ્સ ફરી પાછી ‘અનરીડ’ દેખાવા લાગી! સભ્ય સંખ્યા ૩૫ હજાર ઉપર હતી તે ઘટીને પાંચ હજાર પર આવી ગઈ! થોડા ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે અચાનક ગ્રૂપ જ બદલાઈ ગયું છે. મારી પોસ્ટ વાળું ગુજરાતી ગ્રૂપ અચાનક અંગ્રેજી ગ્રૂપ થઈ ગયું છે અને તેનું નામ બદલાઈને ‘ધ ઈન્ડિયન્સ‘ થઈ ગયું છે!

મને એમ લાગ્યું કે આમ કરીને ગ્રૂપ સંચાલક અંગ્રેજી અને ગુજરાતી ભાષાની પોસ્ટ માટે અલગ અલગ પ્લેટફોર્મ પુરું પાડી રહ્યા છે પણ એવું નથી, ગુજરાતી ગ્રૂપ પર હજી પણ અંગ્રેજી પોસ્ટ મોડરેટ કરવામાં આવી રહી છે!

ગુજરાતી ગ્રૂપને અંગ્રેજીમાં ફેરવતી વખતે સંચાલકે ગ્રૂપના સભ્યોને ના મત મેળવીને વિશ્વાસમાં લીધા છે કે ન તો જાણ કરવાની દરકાર કરી છે. કયા કારણે તેમને એમ કરવાની જરૂર પડી તે પણ જણાવવામાં આવ્યું નથી. ગ્રુપ સંચાલક આ પોસ્ટ વાંચીને સ્પષ્ટતા કરે ત્યાં સુધી ચાલો આપણે આપણાં તુક્કા લગાવીએ…

૧) ગ્રુપને અંગ્રેજીમાં ફેરવવાથી વધુ લોકો સુધી પહોંચી શકાય. ખાસ કરીને આજની પેઠી. મોબાઈલ વાપરતી પેઢી.

ઑન સેક્ન્ડ થૉટ: એમ કરતાં મૂળ ઉદેશ્યનું શું? આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું શું? અને અંગ્રેજી વાંચનાર માટે તો હજારો વિકલ્પ છે તેનું શું?

શરૂઆત મેં કરી આપી છે, તમે તેને આગળ વધારો….

Jan 062012
 

પ્રિય મિત્રો,

કીટલી લઈને ફરતા રાજસ્થાની ચાવાળાથી લઈને ૩૧ ડિસેમ્બરની ફાઈવ સ્ટાર ન્યુ યર પાર્ટીમાં ધૂમ મચાવનાર તમીળ ફિલ્મનું રજનીકાંતના જમાઈ ધનષે ગાયું છે અને કમલ હાસનીની દીકરી પર ફિલ્માવવામાં આવવાનું છે તે ટેંગ્લીશ ગીત ‘વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી?‘ મૂળ ઓરિજિનલ રચના નથી અને અનુ મલિકની સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘મુંબઈ સે આયા મેરા દોસ્ત’નું ગીત ‘ગાંવ મુજે પ્યારા લગે, શહેરો કા કિનારા લગે‘ પરથી પ્રેરીત છે એમ સંદેશનો આ લેખ કહે છે. કૉપીરાઈટ બાબદ અનુ મલિકે દરિયાદીલી દર્શાવી છે એમ લેખમાં જણાવાયું છે.

વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી? (વિડિયો, સૌ: સોની મ્યુઝિક અને યુટ્યુબ)

મુંબઈ સે આયા મેરા દોસ્ત (વિડિયો, સૌ: અલ્ટ્રા અને યુટ્યુબ)

બંને ગીત સાંભળ્યા પછી મને કંઈ સરખા પણું દેખાયું નહીં, તેથી થયું ચાલો અહીં બંને ગીત રજુ ક રી આપની મદદ લઉં. કરશો ને? તમારા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

વિશેષ વાંચન અથવા ઉપર લેખમાં મૂકેલી લિન્ક્સ ફરી એક વાર એક સાથેઃ

Jan 032012
 

પ્રિય મિત્રો,

આવા ચિત્રો બ્લૉગ/વેબસાઈટ/ફેસબુક/ટ્વિટર/ગૂગલ કે અન્ય સોસિયલ સાઈટ પર ન મૂકવા સિબ્બલ સાહેબને પસંદ નથી.

સૌજન્ય = http://www.unp.me/f98/ajmal-kasab-3-a-172847/