Archive for the ‘નેટસૅવિ’ Category
ચાલો બનીએ નેટસૅવિ (૧૩)
પ્રિય મિત્રો,
નેટસૅવિના એક વાચક મિત્ર લખે છે કે મારે મારા બ્લોગ પર ફોટોગ્રાફ અપલોડ કરવા હોય તો તેની રીત બતાવશો…?
તો ચાલો આજના નેટસૅવિના મણકામાં આપણે જોઈએ કે આપણાં બ્લોગ પર ફોટા કેવી રીતે અપલોડ કરી શકાય.
સૌપ્રથમ આપને યાદ અપાવી દઉં કે વર્ડપ્રેસ.કોમ હવે આપણને મફતમાં ૩ જીબી જેટલી ડેટા અપલોડ કરવાની સુવિધા આપે છે. આ સમાચાર આપે ગુજરાતી કે અંગ્રેજીમાં વાંચ્યા જ હશે. ૩ જીબી એટલે ૩ ગીગાબાઈટ એટલે કે ૩,૦૦૦,૦૦૦,૦૦૦ અક્ષરો લખી શકાય તેટલી જગ્યા! અથવા અહીં નીચે આપ્યો છે તેવા આશરે એક લાખ છત્રીસ હજાર ચારસો જેટલા ફોટા મૂકી શકાય તેટલી જગ્યા! આટલી જગ્યા મારા માટે અધધધ છે. છતાં વધારે ફોટા મૂકવા હોય તો ફ્લિકર, ફોટકી, ટાઈનીપીક અને વિડીઓ માટે યુટ્યુબ જેવી સુવિધા છે જ! Read the rest of this entry »
ચાલો બનીએ નેટસૅવિ (૧૨)
પ્રિય મિત્રો,
ઈન્ટરનેટ પર કંઇક શોધવું હોય તો આપણે ગુગલ જેવા સર્ચ એન્જીન પાસે કામ લેતા હોઈએ છીએ. હવે આપણને એ જાણવું છે કે ગુગલ પર સૌથી વધારે કયા શબ્દો શોધાય છે? તો તે ગુગલ ટ્રેન્ડ પર આપ જાણી શકશો.

ગઈ કાલે સવારે ગુગલ (ભારત) પર સૌથી વધુ શોધાતા શબ્દો હતા “વેલેન્ટાઈન ગ્રીટીંગ્સ” અને તે પછીના ક્ર્મે “બિલ ગેટ્સની દિકરી” Read the rest of this entry »
ચાલો બનીએ નેટસૅવિ (૧૧)
પ્રિય મિત્રો,
નેટસૅવિના આગલા મણકામાં આપણે જોયું કે વર્ડપ્રેસ પર બ્લોગ કેવી રીતે બનાવાય.
આજે આપણે જોઈશું પાયાના અને અત્યંત મહત્વના ત્રણ સેટીંગ:
- આપના બ્લોગને યોગ્ય ટેગ લાઈન આપી દો. દા.ત. “ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ”
- આપના બ્લોગનો સમય આપના સ્થાનિક સમય સાથે મેળવી લો.
- આપનું ગુજરાતી નામ અને અટક “Nickname”માં લખી દો. Read the rest of this entry »
ચાલો બનીએ નેટસૅવિ (૧૦)
પ્રિય મિત્રો,
સતત અપડેટ થતા રહેવું સફળતાની ચાવી છે આ બોધ કથા આપણે વાંચી.
હવે ચાલો, આજના નેટસૅવિના મણકામાં આપણે જોઇએ કે વર્ડપ્રેસ બ્લોગ્સ પર નવું શું અપડેટ થયું છે?
નેટસૅવિના પાંચમા મણકામાં આપણે બ્લોગ સ્ટેટસ વિશે જાણ્યું. વર્ડપ્રેસ સતત પોતાને અપડેટ કરતું રહે છે અને નવી નવી સગવડો ઉમેરતું રહે છે. બ્લોગ સ્ટેટસમાં Top Posts & Pages વિભાગમાં આપણા બ્લોગ પર સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ તેની વિગતવાર માહિતી મળતી હતી. જેમાં પહેલાં ફક્ત ૭ દિવસ અને ૩૦ દિવસના વિકલ્પ હતા. હવે અહીં વિકલ્પો વધ્યા છે. હવે આપણે ૭ દિવસ, ૩૦ દિવસ, ૯૦ દિવસ (Quater), એક વર્ષ અને શરુઆતથી લઈને આજ સુધીની (All Time) સૌથી વધુ વંચાતી પોસ્ટની યાદી ઉતરતા ક્રમમાં જોઈ શકીએ છીએ! Read the rest of this entry »
ચાલો બનીએ નેટસૅવિ (૯)
નેટસૅવિનો આજનો મણકો બ્લોગ બિગિનર્સ માટે છે.
સૌપ્રથમ ચાલો આપણે જાણીએ બ્લોગ કેમ બનાવશો:
સર્વ પ્રથમ વર્ડપ્રેસ ડૉટ કોમ પર જઈ ‘Sign Up Now!’ પર ક્લિક કરો, અથવા અહીં ક્લિક કરો. Read the rest of this entry »
ચાલો બનીએ નેટસૅવિ (૮)
પ્રિય મિત્રો,
નેટસૅવિના આગલા મણકામાં આપણે વર્ડપ્રેસ બ્લોગ વિશે જાણ્યું જે બ્લોગરો માટે અત્યંત ઉપયોગી હતું પણ જે નોન બ્લોગર, ફક્ત વાચકો છે તેમણે ફરિયાદ કરી કે અમારા માટે શું છે?
વાચક મિત્રો આપ વિવિધ બ્લોગ્સની મુલાકાત લેતા હો છો. હવે આપને જાણવું હોય કે કયા બ્લોગ પર નવી પોસ્ટ મુકવામાં આવી છે તો તે માટે આપ…
૧. વારે ઘડી તે બ્લોગ પર જઈને ચેક કરશો કે નવી પોસ્ટ મૂકી છે કે નહી.
- તડાફડીના સુજ્ઞ વાચકો આવી રીતે સમય બરબાદ કરીને તે બ્લોગના હિટ્સ કાઉન્ટસ વધારશે નહીં.
૨. તે બ્લોગરને કહેશો કે જ્યારે નવી પોસ્ટ મૂકે ત્યારે આપને ઈમેઈલથી જાણ કરે (અનિમેષ કરે છે). Read the rest of this entry »
