Category: નેટસૅવિ

* Like : અત્યંત ઉપયોગી સગવડ

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી આજે એક મસ્ત મજાની સગવડ ઉમેરવામાં આવી છે, * લાઈક! (ગમી!)

વર્ડપ્રેસને તેના વપરાશકારોની એકની એક રચના ફરી પ્રસિદ્ધ કરવાની આદતની ખબર છે તેથી તેના ઉપાય રૂપે ‘રીબ્લોગ’ નામની સુવિધા આજથી ઉમેરવામાં આવી છે. આ વાતની જાણ મને અશોકભાઈ મોઢવાડીયાની ગુજબ્લોગમાં મોકલાવેલી ઈમેઈલ દ્વારા થઈ. તે પછી કુણાલભાઈએ પણ આજ થેર્ડને આગળ ધપાવતી પોસ્ટ કરી.

* Likeની આ સુવિધા શું છે અને કેવી રીતે ઉપયોગી છે પહેલા સમજી લઈએ…

જ્યારે તમે વર્ડપ્રેસમાં લોગઈન થયેલા હશો અને તમને ગમતા બ્લોગ પર પોસ્ટ વાંચતા હશો ત્યારે ઉપર વર્ડપ્રેસ સંચાલનની પટ્ટીમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે * Likeનું બટન મેનુમાં ઉમેરાયેલું દેખાશે. જે તમને ગમતી પોસ્ટને ‘ગમી, Like’ માર્ક કરવા માટે છે. એક વખત ‘ગમી’ માર્ક કર્યા પછી તે ‘you like this’ વંચાશે. તેવી જ રીતે આ પોસ્ટ અન્ય વાચકોને પણ ગમી હશે અને તેમણે તેને Like તરીકે માર્ક કરી હશે તો કેટલા વાચકોને આ પોસ્ટ ગમી તેનો આંકડો પણ દર્શાવશે! (નીચેના ચિત્રમાં તીરની નિશાની વડે દર્શાવ્યું છે) Continue reading '* Like : અત્યંત ઉપયોગી સગવડ'»

eMail : કારણ, તારણ અને મારણ

પ્રિય મિત્રો,

પ્રત્યાયન (કોમ્યુનિકેશન) માટે ઈમેઈલ (એટલે કે ઈલેક્ટ્રોનિક્સ મેઈલ) સૌથી ઉત્તમ સાધન છે. ૪૦ વર્ષ પહેલા શોધાયેલી આ સગવડથી આજે કોઈ અજાણ નથી છતાં ઈમેઈલ વાપરવાના બે અગત્યના અને મને ગમતા કારણો રજુ કરવાની લાલચ રોકી શકતો નથી. ૧) મફત છે. ૨) પત્રવ્યવહાર સંગ્રહાયેલો રહે છે (મારી પાસે ૧૦ વર્ષ જૂના ઈમેઈલ છે!) ઑફિસમાં કે બ્લોગ જગતમાં કોઈ મારો મોબાઈલ નંબર માગે ત્યારે હું મોબાઈલને બદલે ઈમેઈલ વાપરવાનું કહું છું તે આ જ કારણોસર. ફોન પર લખાવેલી સૂચના/કામ વ્યસ્તતાને કારણે ભૂલી જઈ શકાય છે જ્યારે ઈમેઈલમાં આ સમસ્યા રહેતી નથી. ફૂરસદે જોઈ શકાય અને રીપ્લાય કરી શકાય!

શરૂઆતમાં બહુ મર્યાદિત સ્પેસવાળા ઈમેઈલ બોક્ષ મળતા હતા. પછી વચ્ચે ઈમેઈલ સેવાની કિંમત વસુલવાનું શરૂ થયું હતું. અમેરિકા ઑનલાઈને પોતાની સેવા પેઈડ કરી દીધી. માઈક્રોસોફ્ટ હોટમેઈલને પેઈડ કરવાનો વિચાર કરતો હતો ત્યાં જ ગૂગલનું જીમેઈલ આવ્યું અને ૮જીબી જેટલી જગ્યા મફતમાં આપીને ઈમેઈલની વ્યાખ્યા બદલી નાખી.

ત્યારે ૮જીબી જેટલી જગ્યા એટલે ‘અધધધ’ લાગતી હતી જે વપરાશ પછી હવે ઓછી પડવા લાગી છે! તમારું જીમેઈલનું બોક્ષ ભરાઈ ગયું હોય અથવા ભરાવા આવ્યું હોય તો તે માટેની કેટલીક ટિપ્સ રજુ કરું છું… Continue reading 'eMail : કારણ, તારણ અને મારણ'»

મારો બ્લૉગ મારી ભાષામાં…

By વિનય ખત્રી, April 24, 2010 7:00 am

પ્રિય મિત્રો,

આજે વર્ડપ્રેસ બ્લૉગની એક નાનકડી પણ મજાની ટિપ રજુ કરું છું:

મારો બ્લૉગ મારી ભાષામાં, બ્લૉગનું સંચાલન અંગ્રેજી ભાષામાં!

વર્ડપ્રેસ તરફથી હમણાં થોડા સમયથી બ્લૉગનું સંચાલન ગુજરાતી ભાષામાં થાય એવી સગવડ ઉમેરવામાં આવી છે. સંચાલન માટેના શબ્દોનું ગુજરાતી ભાષાંતર ઘણાં બધા લોકોએ કર્યું છે. જાજા રસોઈયા રસોઈ બગાડે એવો જ ઘાટ સંચાલનની ગુજરાતી ભાષાનો થયો છે. જેમ આજનાં આપણાં રાજકરણીઓને જોઈને વડીલો કટાક્ષમાં કહે છે કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા, એવો જ અભિપ્રાય વર્ડપ્રેસ સંચાલનની ગુજરાતી ભાષા વિશે બાંધી શકાય. આ સમસ્યાના મારી સમજ પ્રમાણે, બે ઉપાય છે, એક ટૂંકાગાળાનો અને બીજો લાંબાગાળાનો. ટૂંકાગાળાનો ઉપાય એ છે કે આપણા વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા બદલાવીને પાછી અંગ્રેજી કરી દઈએ. બીજો લાંબાગાળાનો ઉપાય એ છે કે વર્ડપ્રેસ સંચાલનનું ગુજરાતી ભાષાંતર સુધારીએ.

આપણાં વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા અંગ્રેજી કરવા માટે આપણાં બ્લોગના ડેશબોર્ડ (ચાલકમંડળ)માં ‘યુઝર્સ’ પર ક્લિક કરી, ‘પર્સનલ સેટિંગ’ પર ક્લિક કરો… Continue reading 'મારો બ્લૉગ મારી ભાષામાં…'»

કિતને આદમી થે? whos.amung.us

By વિનય ખત્રી, March 19, 2010 7:00 am

પ્રિય મિત્રો,

ઘણાં સમય પછી નેટસેવી લખવા બેઠો છું. કેટલાક બ્લોગર મિત્રો પૂછતા હતા કે આ ‘અમંગ અસ’ શું છે અને કેવી રીતે ઉપયોગી થાય? તો ચાલો આજે આપણે જાણીએ ‘અમંગ અસ‘ વિશે.

‘અમંગ અસ’ એટલે આપણો બ્લોગ પર અત્યારે કેટલા વાચકો જોઈ/વાંચી રહ્યા છે તે દર્શાવતો આઈકોન. તમે વાંચી રહ્યા છો તે તમારા મનીતા બ્લોગ પર અત્યારે આટલા લોકો છે! તો ચાલો આપણે આપણાં બ્લોગ પર ‘અમંગ અસ’ મૂકીએ.

પોતાનું ડોમેઈન/હોસ્ટીંગ

સૌ પ્રથમ http://whos.amung.us પર જઈને સેટિંગ કરી લો કે આ આઈકોન તમારા બ્લોગ/વેબસાઈટ પર ક્યા મૂકવો છે? ડાબી બાજુએ, જમણી બાજુ એ કે પછી નીચે? એક વખત તેનું સ્થાન નક્કી થઈ ગયું પછી તેનો કોડ કૉપી કરી લો. હવે તમારા બ્લોગ પર જઈને સાઈડ બારમાં એક ટેક્ષ્ટ વિજેટ ઉમેરી દો. આ ટેક્ષ્ટ વિજેટને યોગ્ય નામ આપી તેમાં અમંગ અસ સાઈટ પરથી કૉપી કર્યો હતો તે કોડ પેસ્ટ કરી સેવ કરી લો. હવે તમારા બ્લોગ પર અત્યારે કેટલા વાચકો છે તે દર્શાવશે! Continue reading 'કિતને આદમી થે? whos.amung.us'»

વર્ડપ્રેસ તરફથી નવોનક્કોર થીમ

By વિનય ખત્રી, January 2, 2010 7:00 am

પ્રિય મિત્રો,

૨૦૧૦ના નવા વર્ષની ભેટ રૂપે વર્ડપ્રેસ તરફથી તાજેતરમાં એક નવો થીમ ઉમેરવામાં આવ્યો છે: ડ્યુઓટોન.

ફોટો બ્લૉગ માટેના જાણીતા થીમ મોનોટોનનું આ નવું સંસ્કરણ છે. પહેલી નજરે મોનોટોન જેવો જ લાગતો આ થીમ ઘણા બધા ઉપયોગી સુધારા-વધારા સાથે આવ્યો છે. મોનોટોનની જેમ આ થીમ પણ પોસ્ટમાં મૂકેલી તસવીરને અનુરૂપ બેકગ્રાઉન્ડ કલર આપમેળે બદલાવી લેવાની પ્રક્રિયા હવે વધારે સારી રીતે કરે છે.

ડ્યુઓટોનમાં પોસ્ટની નીચેની તરફ ત્રણેક તમને ગમતા ‘વિજેટ’ પણ મૂકી શકો છો.

ડ્યુઓટોનનો સૌથી મહત્વની ખાસિયત એ છે કે ફોટાની સાથે ડિજિટલ ફોટામાં સમાવેલી ફોટાને લગતી (EXIF) માહિતી (જેવી કે ફોકલ લેંન્થ, ફિલ્મ સ્પીડ, શટર સ્પીડ, કેમેરા મોડેલ વગેરે…) વાંચીને પોસ્ટની નીચે આપમેળે દર્શાવે છે!

વધુ શું કહું? જાતે જોઈને ખાતરી કરવા માટે અહીં ક્લિક કરો…!

ગૂગલ #૧ છે, મારો નંબર કેટલામો છે?

By વિનય ખત્રી, September 1, 2009 7:00 am

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર ગૂગલ સૌથી વધુ જોવાતી સાઈટ છે… ઈન્ટરનેટ પર સૌથી વધારે જાહેરાતો ગૂગલને મળે છે… એવી વાતો આપણે સાંભળતા/વાંચતા હોઈએ ત્યારે આપણને એવા સવાલો થતા હોય કે કોણ આ બધી માહિતી આપતું હશે? ઈન્ટરનેટના મહાસાગરમાં કોણ કેટલા પાણીમાં છે તે કેમ ખબર પડે? ઈન્ટરનેટ પર ગૂગલ નંબર ૧ છે, તો આપણો નંબર કેટલામો છે? ઈન્ટરનેટ પર જાહેરાત આપવી હોય તો કઈ સાઈટ પર આપવી જોઈએ જેથી વધુને વધુ લોકો સુધી પહોંચી શકાય?

આ બધા પ્રશ્નોનો જવાબ જાણવાની કોશિશ કરતાં કરતાં હું પહોંચ્યો એલિઝા.કોમ પર. ટાઈમ્સ મૅગેઝિને ૧૯૯૯માં જેને પર્સન ઑફ ધ યર તરીકે નવાજ્યા હતા તે જેફ્રી બેજોસની માલિકીની આ સાઈટ છે. જેફ્રી બેજોસ એટલે ઓનલાઈન પુસ્તકો વેચતી એમેઝોન.કોમના માલિક.

એલિઝા કઈ વેબસાઈટ કેટલામે નંબરે છે તેની નોંધ રાખે છે. આ સેવા સાવ મફત છે. નામ નોંધાવવું જરૂરી નથી. આપણને કદાચ એલિઝા વિશે ખબર ન હોય એવું બને પણ એલિઝાને આપણી ખબર હશે! ઈન્ટરનેટના મહાસાગરમાં આપણું ટીપું કેટલું મોટું (કે નાનું) છે તે જાણવા માટે ચાલો એલિઝાની મુલાકાતે: http://alexa.com

આપણાં બ્લોગ/વેબસાઈટનું રેન્કિંગ જાણવા માટે અહીં દર્શાવ્યા પ્રમાણે એડ્રેસબારમાં લખો.
દા.ત. ફનએનગ્યાનનું રેન્કિંગ જાણવા માટે એડ્રેસબારમાં http://alexa.com/siteinfo/funngyan.com લખો,
વર્ડપ્રેસ બ્લોગ માટે http://alexa.com/siteinfo/tadafadi.wordpress.com લખો.

આમ કરતાં નીચે પ્રમાણેનું પાનું ખુલશે તેમાં ‘Trafic Rank’ શબ્દની ઉપર જે આંકડો બતાવે છે તે આપણી વેબસાઈટ/બ્લોગનું રેન્કિંગ છે:

આપણી વેબસાઈટ/બ્લોગનું રેન્ક જાણી લીધા પછી ચાલો હવે સરખામણી કરીએ…

સૌપ્રથમ વિશ્વમાં નંબર ૧ કોણ છે તે જોઇએ: ૧. ગૂગલ.કોમ (ટ્રાફિક રેન્ક ૧) ૨. યાહુ.કોમ (ટ્રાફિક રેન્ક ૨) ૩. ફેસબુક.કોમ (ટ્રાફિક રેન્ક ૩)

ભારતમાંથી જોવાતી સાઈટ્સ… ૧. ગૂગલ.કો.ઈન (રેન્ક ૧૨), ૨. ગૂગલ.કોમ (રેન્ક ૧) ૩. યાહુ.કોમ (રેન્ક ૨)

સેલિબ્રિટી બ્લોગ: અમિતાભ બચ્ચન (૩,૦૨૯), આમિર ખાન (૫૧,૩૪૧), નરેન્દ્ર મોદી (૩,૯૬,૦૨૪)

ગુજરાતી છાપાઓ… સંદેશ (૨૦,૭૬૦), દિવ્ય ભાસ્કર (૨૧,૭૭૮), ગુજરાત સમાચાર (૩૩,૧૯૭)

ગુજરાતી બ્લોગ્સ/વેબસાઈટ: રીડગુજરાતી (૨,૩૪,૦૨૩), ટહુકો (૪,૨૩,૧૩૪), રણકાર (૭,૯૬,૦૭૬), લયસ્તરો (૧૩,૫૪,૩૪૮), ગદ્યસૂર (૧૫,૫૭,૦૨૦) ફોરએસવી (૧૯,૭૦,૪૪૪)

પત્રકાર/લેખક: સૌરભ શાહ (૧,૯૨,૨૦૩), ઉર્વિશ કોઠારી (૧૨,૨૨,૭૨૮), જયવંત પંડ્યા (૩૩,૪૨,૪૩૪), ગુણવંત શાહ (૬૦,૯૨,૩૧૭)

વાંચન વિશેષ: વિશાલ મોણપરા (૪,૨૭,૩૮૯), ઝાઝી.કોમ (૫,૬૦,૫૬૯)

ગુજરાતી બ્લોગ એગ્રીગેટર: નિપ્રા (૧૫,૩૮,૬૩૭), ફોરએસવી (૧૯,૭૦,૪૪૪)

આપનો વિશ્વાસુ: ફનએનગ્યાન.કોમ (૫,૯૩,૫૦૯)

(નોંધ: ઉપરના બધા આંકડા ગઈકાલે સાંજે લીધેલા છે અને ભારતીય પદ્ધતિ પ્રમાણે દર્શાવેલા છે: લાખ પછી અલ્પવિરામ મૂક્યું છે)

એક વધુ નવા વર્ડપ્રેસ થીમનો ઉમેરો

By વિનય ખત્રી, August 25, 2009 7:00 am

પ્રિય મિત્રો,

તાજેતરમાં વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે એક નવો થીમ ઉમેરવામાં આવ્યો છે: સેન્ડબોક્ષ ૧.૬.૧

આમ તો આ જુનો ને જાણીતો થીમ છે (ઘણા સમયથી પંચમ શુક્લના બ્લોગ પ્રત્યાયન પર શોભી રહ્યો છે) પણ તેનું નવું સંસ્કરણ બહાર પડ્યું છે. જુનું સંસ્કરણ પણ જેમનું તેમ છે. જેઓ સેન્ડબોક્ષનું જુનું સંસ્કરણ વાપરે છે તેઓ તે વાપરી શકશે, અપગ્રેડ કરવા માટે થીમ બદલાવવો પડશે (ટૂંકમાં જાતે અપગ્રેડ નહીં થાય).

સેન્ડબોક્ષ થીમ વર્ડપ્રેસ બ્લોગ્સ માટે પાયાનો અને માળખાકીય થીમ છે. દેખાવે એકદમ સરળ અને સ્વચ્છ થીમ છે. રંગોની તેમજ અન્ય ભરમાર ઓછામાં ઓછી છે પણ ડેવલપર માટે બહુ જ કામનો થીમ છે. જેને સ્ટાઈલશીટ કેવી રીતે કામ કરે તે શીખવું હોય તેના માટે આ બહુજ કામનો થીમ છે. જેને પોતાનો થીમ બનાવવો હોય તેના માટે આ થીમ એક ‘કેનવાસ’ છે.

નવું શું છે? થીમ પર નજર કરતાં જ દેખાતી નવી સુવિધા નેવિગેશન માટેના મેનુબારની છે.

થીમ પરિચય વીક – ઑફિસ ફોલ્ડર્સ

By વિનય ખત્રી, August 2, 2009 7:00 am

પ્રિય મિત્રો,

ફનએનગ્યાન બ્લૉગ પર આજે જે થીમ શોભી રહ્યું છે તે થીમ પરિચય અઠવાડિયાનો આઠમો અને અંતીમ થીમ છે – ઑફિસ ફોલ્ડર્સ.

સરસ મજાનો આ થીમ બનાવનાર છે થીમોકર્સી નામની સાઈટ.

વાદળી, ગ્રે અને સફેદ રંગોના સંયોજનથી બનતો આ થીમ બે કૉલમનો અને ચોક્કસ પહોળાઈ વાળો છે જેમાં ડાબે લેખ અને જમણે વિજેટ્સ દર્શાવે છે. બ્લોગ પરના અલગ અલગ પાના પર જવા માટે પેજ મેનુ આપેલું છે જેમાં પાનાનો ક્રમ અને કયા પાના નથી દર્શાવવા તે નક્કી કરી શકાય છે. ટ્વિટર પર જવા માટેની લિન્ક, થ્રેડેડ કોમેન્ટ્સ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.

ઑફિસ ફોલ્ડર્સ

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે એક અલગથી પાનું આપવામાં આવ્યું છે.

મિત્રો, આ સાથે થીમ પરિચય અઠવાડિયું (જે નવ દિવસ ચાલ્યું) પુરું થાય છે. ઈન્ટરનેટ મુકાયેલા અસંખ્ય થીમમાંથી ૯ થીમ સિલેક્ટ કરવાનું કામ અઘરું હતું. મફત, સફેદ, સરળ, સ્વચ્છ અને સુંદર હોય તેવા થીમ લીધા છે. આ બધા થીમ સેલ્ફ હોસ્ટેડ (પોતાના સર્વર પર મુકાયેલા) બ્લોગ માટેના છે. વર્ડપ્રેસ પર જેના બ્લોગ છે તેમના માટે ફરી ક્યારેક થીમ પરિચય અઠવાડિયાનું આયોજન કરીશું. દરેક વાચક/કોમેન્ટરનો આભાર!

થીમ પરિચય વીક – પેનોરમા

By વિનય ખત્રી, August 1, 2009 7:00 am

પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો આઠમો થીમ છે – પેનોરમા.

ફનએનગ્યાન બ્લૉગ પર આજે જે થીમ શોભી રહ્યું છે તે છે ‘પેનોરમા ૧.૭’. આ થીમ થીમોકર્સી નામની સાઈટે બનાવ્યો છે.

મસ્ત મજાના આ થીમને આપણી પસંદગી પ્રમાણેના રંગોથી રંગી શકાય છે અને મનગમતું ચિત્ર બ્લોગના મથાળે મૂકી શકાય છે. બે કૉલમનો અને ચોક્કસ પહોળાઈ વાળો આ થીમ ડાબે લેખ અને જમણે વિજેટ્સ દર્શાવે છે. થ્રેડેડ કોમેન્ટ્સ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.

પેનોરમા

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે એક અલગથી પાનું આપવામાં આવ્યું છે.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.