May 052008
 

જાપાન મેનેજેમેન્ટની યાદગાર સમસ્યા:

આજે આપણે વાત કરવાના છીએ જાપાનની સાબુ બનાવતી એક કંપનીની સમસ્યા વિશે. વાત છે ‘ખાલી ખોખા’ની ફરિયાદ વિશે. ગ્રાહકની ફરિયાદ એ હતી કે ક્યારેક ક્યારેક સાબુના ખોખા ખાલી નીકળે છે, અંદર સાબુ હોતો નથી! આ ફરિયાદને કારણે કંપનીની શાખ જોખમાઇ. કંપની તરત જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો. સાબુ બનાવવાના યંત્રમાં ક્યારેક એવું થતું કે કોઇક ખોખું ખાલી રહી જતું અને તેમાં સાબુ ભરાતા નહીં. સમસ્યા સમજ્યા પછી એન્જિનિયરો દિવસ-રાત કામે લાગી ગયા અને કેટલાક દિવસોની સખત મહેનત અને સારા એવા ખર્ચ પછી અંત્યંત આધુનિક ક્ષ-કિરણો વડે ચકાસણી કરવાનું મોટા મોનિટર વાળું યંત્ર બનાવ્યું અને એક માણસને તેના નિરિક્ષણ માટે મૂક્યો. ખાલી ખોખાની સમસ્યા નિવારી શકાઈ હતી.

આવીજ સમસ્યા જાલંધરની એક સાબુ ફેકટરીમાં થઈ. એક સરદારજીએ મોટો પંખો લાવીને સાબુ બનાવવાના યંત્ર પાસે મૂકી દીધો. હવાના કારણે ખાલી ખોખા નીચે પડી જતા અને સાબુ વાળા ખોખા આગળ વધતા…

Apr 022008
 

મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને તાલિમ દરમ્યાન એક થાંભલાની ઊંચાઈ માપવાનું કહેવામાં આવ્યું.

નિસરણી અને માપપટ્ટી લઈને તેઓ મંડી પડ્યા થાંભલાની ઊંચાઈ માપવા. ક્યારેક માપપટ્ટી પડી જાય તો ક્યારેક નિસરણી હટી જાય!

એક એન્જિનિયર આ ખેલ જોતો હતો તે આવ્યો અને તેણે થાંભલાને આડો પાડી, જમીન પર સુવડાવીને માપપટ્ટીથી માપ લીધું અને ફરી થાંભલાને તેની જગ્યાએ ગોઠવીને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને કહ્યુ “જુઓ આમ થાય!” અને પોતાને કામે લાગી ગયો.

એન્જિનિયરના ગયા પછી એક મેનેજમેન્ટનો વિદ્યાર્થી બીજા ને કહે છે “જોયું, આવ્યો મોટો એન્જિનિયર!” જોર જોરથી હસતાં હસ્તાં..
“ડફોળને એટલી ખબર પડતી નથી કે અહીં ઊંચાઈ માપવાની હતી અને તેણે લંબાઈ માપી!”

બોધ: એન્જિનિયર ગમે તેટલું સારું કામ કરશે, મેનેજર તેમાંથી ભૂલો જ કાઢશે!

Feb 152008
 

એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી.

એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી આપવા કહ્યું જેથી માઈક્રો સોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ!

“હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જે માણસ પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને નોકરી ન મળે!” Continue reading »

Feb 102008
 

લગ્નગાળો પુરજોશમાં ચાલે છે ત્યારે ઈન્ટરનેટ પર ફરતી એક જોક અને બિલ ગેટ્સની દિકરીનો ફોટો:બિલ ગેટ્સની દિકરી

પપ્પા: “મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર.”

પપ્પુ: “પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ.”

પપ્પા: “પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે.”

પપ્પુ: “પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!”

પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે…

પપ્પા: “હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું.”

બિલ ગેટ્સ: “પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે.”

પપ્પા: “પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!”

બિલ ગેટ્સ: “ઓહ! એમ વાત છે તો કરો કંકુના..”

છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે….

પપ્પા: “વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું.”

પ્રેસિડન્ટ: “પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…”

પપ્પા: “પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે.”

પ્રેસિડન્ટ: “તમારે આ વાત પહેલે કરવી જોઈતી’તી!”

મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!