Archive for the ‘જ્ઞાન-ગમ્મત’ Category
ચાલો જમવા: આકાશમાં…
સરસ મજાની પાર્ટી આપવી છે?
તેનું તે મેનુ અને એનું એ ફર્નિચર જોઇને કંટાળ્યા છો?
મિત્રો/સંબંધીઓને અવિસ્મરણીય અનુભવ કરાવવો છે?
આ બધા સવાલોનો જવાબ અને આજનો વિષય છે: ચાલો જમવા: આકાશમાં…
અમદાવાદની રિવોલ્વીંગ રેસ્ટૉરાં પતંગ (હવે, નિલકંઠ પતંગ) વિશેની વાત નથી, અહીં આપણે વાત કરવાના છીએ ડિનર ઇન ધ સ્કાય વિશે! Read the rest of this entry »
ચાલો ફરવા: વિક્ટોરિયા ધોધ

વિક્ટોરિયા ધોધ જેને સ્થાનિક ભાષામાં Mosi-oa-Tunya (પ્રચંડ ગર્જના કરતો ધુમાડો!) કહે છે તે દક્ષિણ આફ્રિકામાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે નામના દેશોની વચ્ચે આવેલો છે. વિચિત્ર આકારનો અને ૧૨૮ મિટર ઊંચો આ ધોધ અમુક રીતે વિશ્વમાં સૌથી મોટો ધોધ છે. Read the rest of this entry »
માઇક્રોસોફ્ટનો જાદુ (જવાબ)
ગઇ કાલની પોસ્ટ માઇક્રોસોફ્ટનો જાદુમાં માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ વિશેના જાદુના પ્રયોગો આપણે જોયા, જે અલગ અલગ ઓનલાઈન ફોરમ, બ્લોગ કે મેસેજ બોર્ડ પર જોવા મળે છે તેમજ ઇમેઇલ દ્વારા ફરતા રહે છે.
ત્રણેય જાદુ બરાબર ચાલે છે અને હકિકતમાં જાદુ જેવું કશું નથી, ચાલો જોઇએ…
જાદુ નં ૧
એ સાચી વાત છે આપણે con નામનો ફોલ્ડર બનાવી શકતા નથી. માઇક્રોસોફ્ટને પણ ખબર છે કે તેમ થઇ શકે તેમ નથી.
કોન અને એવા બીજા કેટલાક શબ્દો ડિસ્ક ઓપરેટીંગ સિસ્ટમ (DOS) માટેના આરક્ષિત શબ્દો છે જે ફોલડર કે ફાઇલના નામ માટે વાપરી શકાતા નથી. આ શબ્દોની યાદી અહીં જોઇ શકો છો. Read the rest of this entry »
માઇક્રોસોફ્ટનો જાદુ
જાદુ નં ૧
એક ભારતીય વ્યક્તિએ શોધી કાઢ્યું છે કે માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમમાં કોઇ પણ જગ્યાએ ‘કોન’ (con) નામનો ફોલ્ડર બનાવી શકાતો નથી! અને આવું શામાટે થાય છે તેનો માઇક્રોસોફ્ટ પાસે કોઇ જવાબ નથી!
તમે તમારા કોમ્પ્યુટર પર con નામનો ફોલ્ડર બનાવી જુઓ અને પછી મને કહો…
જાદુ નં ૨
નોટપેડ ખોલો, તેમાં લખો Bush hid the facts હવે તેને કોઇ પણ નામે ક્યાંય પણ સેવ કરો. હવે તે ફાઇલ બંધ કરી, ફરી ખોલી જુઓ.
આનો પણ જવાબ માઇક્રોસોફ્ટ પાસે નથી! Read the rest of this entry »
કુદરતની અદભૂત કરામત
બે મહિના પહેલાં ભારતમાં જ્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું ત્યારે દક્ષીણ ચીનમાં કરા પડ્યા હતા. આ બરફના વરસાદને કારણે પાંદડાઓ પર પાણી જામી જવાને કારણે બરફના કેવા આકારો રચાયા હતા તે જુઓ:

વધુ ફોટોગ્રાફ જોવા માટે માય ઈન્ટરેસ્ટીંગ ફાઈલ્સ બ્લોગની મુલાકાત લો.
આંતરરાષ્ટ્રીય બરફ શિલ્પકળા સ્પર્ધા વિશે જાણવા વાંચો: બરફ વડે અદભૂત કળા
કેટલાક અર્થપૂર્ણ પાટિયા
ભારતીય લશ્કરનો એક વિભાગ છે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈજેશન ઓફ ઈન્ડીયા. આ વિભાગ ભારતની સરહદો પર જ્યાં જવું અત્યંત કપરું હોય તેવી જ્ગ્યાઓને રસ્તાઓ વડે જોડે છે. તેમની વેબસાઈટ પર લખે છે “આપણે એ ભૂલવું ન જોઈએકે આ દુર્ગમ વિસ્તારના રસ્તાઓ ફક્ત સિમેન્ટ અને કોંક્રીટ વડે નથી બન્યા પણ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈજેશન ઓફ ઈન્ડીયાના જવાનોના લોહી અને કેટલાક લોકોના બલિદાન વડે બન્યા છે” આ વિભાગે મૂકેલા કેટલાક પાટીયા જેની સુચનાઓ કદાચ આપણને સાચો રાહ દેખાડે…
ગુગલ અને તેના વિવિધ લોગો
ગુગલને ભગવાન માનવાવાળા છે અને આરતી ઉતારવાવાળા પણ પડ્યા છે! આપણે પણ નેટસૅવિમાં ગુગલની અત્યંત ઉપયોગી એવી સર્વિસ ગુગલ સર્ચ, ગુગલ ટ્રેન્ડ અને ગુગલ રીડર વિશે વાત કરી ગયા.
આજે આપણે ગુગલના લોગો વિશે વાત કરીશું. ગુગલનો લોગો તહેવારોનુસાર બદલતો રહે છે. (૧૯૯૯થી લઈને આજ સુધીના તહેવારો માટેના લોગો આપ અહીં જોઈ શકશો.)

તેવીજ રીતે લોકોએ પણ પોતાની કલ્પના શક્તિ કામે લગાડીને ગુગલના લોગોને નવિનતા આપી છે. ચાલો જોઈએ કેટલાક ઓફિસિયલ અને અનઓફિસિયલ લોગો.
