હું આ બ્લોગને મઠારવામાં વ્યસ્ત છું ત્યાં સુધી તમે આ શક્તિશાળી સરદારજીના કરતબનો યુટ્યુબ વિડિયો માણો:
ગરમ પાણીથી શેક કરવાની કોથળીને ફુગ્ગાની જેમ ફૂલાવીને ફોડી નાખતા સરદારજીનું નામ છે મનજીત સિંહ અને તેઓ ૧૯૭૭થી બ્રિટનમાં રહે છે. તેમણે કાનથી મારૂતિવૅન અને દાંતથી ડબલડેકર બસ ખેંચવાના કરતબ દેખાડીને ૩૧ જેટલા વિશ્વ રૅકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવ્યા છે, એવું વિકિપિડિયાનો આ લેખ કહે છે.
આ વિડિયો મોકલવા માટે મૂળ નવસારીના અને હાલ બોલ્ટન (બ્રિટન) રહેતા અરવિંદભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર.
આજે રવિવારની રજાના મૂડમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું. કાર્તિક મિસ્ત્રીએ કૉપી-પેસ્ટ વિશે પોસ્ટ કરી એટલે મારા મનમાં એક સવાલ જાગ્યો છે જેના પરથી આજની આ પોસ્ટ કરવાનો વિચાર આવ્યો.
પ્રશ્ન – ગયા અઠવાડિયાના ચર્ચાસ્પદ કૉપી-પેસ્ટ બ્લોગરે સંદેશ તેમજ દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પરથી લખાણ કૉપી-પેસ્ટ કરી પોતાનો બ્લોગ સમૃદ્ધ કર્યો છે પણ ગુજરાત સમાચારની સાઈટ પરથી કેમ કોઇ લખાણ કૉપી-પેસ્ટ નથી કર્યું?
જવાબમાં કેટલાક વિકલ્પ મને સુજ્યા છે તે લખ્યા છે તેમાંથી કોઈ એક વિકલ્પ આપનો જવાબ હોય તો તે લખો અથવા તે ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ આપને સુજતો હોય તો તે લખો. પ્રશ્ન ફરી એક વાર – ગુજરાત સમાચારની સાઈટ પરથી કૉપી-પેસ્ટ કેમ નહીં?
A. ગુજરાત સમાચારની સાઈટ પર કૉપી-પેસ્ટ કરવા જેવા લેખ હોતા નથી.
B. ગુજરાત સમાચારની સાઈટ પરનું લખાણ કૉપી કરી શકાતું નથી.
C. ગુજરાત સમાચારની સાઈટ યુનિકોડમાં નથી અથવા યુનિકોડ સાઈટ ક્લિક વગી નથી.
D. ગુજરાત સમાચારની સાઈટનું નેવિગેશન બરાબર નથી. (લેખ સુધી પહોંચીએ ત્યારે કૉપી કરીએ ને?)
E. ગુજરાત સમાચાર કૉપીરાઈટ બાબત સભાન છે અને કડક હાથે કામ લે છે.
એક કરતાં વધુ વિકલ્પ યોગ્ય લાગતા હોય તો તે પણ જણાવી શકો છો…
મારો જવાબ પણ કાર્તિકની જેમ A+C+D છે. ગુ.સ.ની મુખ્ય સાઈટ યુનિકોડમાં નથી, બીજી એક સાઈટ છે જે યુનિકોડમાં છે પણ ઘણાંને તેની ખબર નથી.
આજે મને ફોર્વર્ડ ઈમેઈલમાં એક પ્રેરણાદાયક વાર્તા મળી – ‘મનની ખીંટી’. આમ તો આ એક લોકકથા જેવી વાર્તા છે જેનું મૂળ શોધવું અધરું છે પણ ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરવાની આદત/ફાવટ/શોખ/વ્યવસાયને લીધે એક પ્રયત્ન કરી જોયો અને નીચે પ્રમાણેના પરિણામો હાથ લાગ્યા:
૧. ઈન્ટરનેટ પર ફરતી મૂળ અંગ્રેજી કથા આ બ્લોગ પર વાંચી શકાય છે. (બ્લોગરને મૂળ લેખકની જાણ નથી.)
૨. આ અને આવી બીજી પણ પ્રરણાદાયક વાર્તાઓનો ગુજરાતી અનુવાદ શ્રી શાંતિલાલ ડગલીએ કરી તેને પુસ્તિકા સ્વરૂપ આપ્યું. પુસ્તકનું નામ – ‘આપણા હાથની વાત’, પ્રકાશક – આર.આર. શેઠ, કિંમત રૂ.૧૦/-, ૧૦૦ નકલ એક સાથે લેનારને રૂ.૫/-.
એક વખત આ વાર્તા યુનિકોડમાં આવી ગઈ એટલે ઈમેઈલ ફોર્વર્ડર્સને મોકળું મેદાન મળી ગયું. (ઈમેઈલ કરનાર મૂળ લેખકનું નામ/સ્ત્રોત જાણી જોઈને મૂકતો નથી તેથી ફોર્વર્ડ કરનારને તેની ખબર પડતી નથી)
અને હા, ‘ખરી પડે છે પીંછું’માં રીના મહેતાએ ‘ખીંટી માણસને ગમે છે‘ લેખમાં (March 5, 09) આ વાર્તાનો ઉલ્લેખ અનુવાદકના નામ સાથે કર્યો છે.
ટૂંકમાં આ લેખની ક્રેડીટ જાય છે તેના મૂળ લેખકને, ગુજરાતી અનુવાદક શ્રી શાંતિલાલ ડગલીને, યુનિકોડમાં ટાઈપ કરીને રીડ ગુજરાતી પર મૂકવા માટે શ્રી મૃગેશભાઈ શાહને.
ગઈકાલના લેખ હાથ પગ વગરનો માણસ દ્વારા આપણે તેમની પ્રેરણાદાયક વેબસાઈટ્સની મુલાકાત લીધી. આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે છે આ બાળકી. જેને જન્મથી હાથ નથી અને ડોક્ટરો પણ કહી શકતા નથી કે આમ કેમ થયું?
આ અઠવાડિયે આપણે ‘ફન’ મેળવ્યું હવે થોડું ‘જ્ઞાન’ પણ મેળવીએ…
જીવન જીવવાની જડીબુટ્ટી
૧. દરરોજ ૧૦થી૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે એકાંતમાં બેસો. DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૩. દરરોજ ૭ કલાક ઊંધો. DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૫. નવી રમતો શિખો/રમો. Continue reading 'જીવન જીવવાની જડીબુટ્ટી'»
૧. મારા બંને હાથમાં બિસ્કીટ છે, જોયું હું સમતોલ આહાર લઉં છું. DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૨. આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્ટનો કુદરતી ડફોળને કંઈ ફાયદો થવાનો નથી. DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૩. એટલા પણ ખુલ્લા મનના ન બનો કે ક્યાંક મગજ બહાર પડી જાય. DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૪. ક્યારેક મંજુરી લેવા કરતાં માફી માંગવી સહેલી પડે છે. DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૫. સરખું જમો, તંદુરસ્ત રહો, મરવું તો છે જ. Continue reading 'ચબરાકિયાં (ભાગ ૪)'»
આપણાં રાસ-ગરબા અને યુરોપમાં ધૂમ મચાવી રહેલા બાયોડાન્સ (બાયોડાન્ઝા)માં ગજબનું સામ્ય છે એવો એક લેખ આવ્યો છે આજના ગુજરાત સમાચારની ‘શતદલ’ પૂર્તિમાં લેખક છે – અજિત પોપટ.