May 282011
 

પ્રિય મિત્રો,

જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના લેખોમાં જેમ ગીધુકાકાનો ઉલ્લેખ આવે છે તેમ અમારે પણ એક ખીચીકાકા છે. ના, તેઓ કોઈ પણ રીતે ખીચી (-ના પાપડ) સાથે સંકડાયેલા નથી. તેમનું નામ ખીમજીભાઈ ચીમનલાલ છે એટલે ટૂંકમાં ખીચીકાકા તરીકે ઓળખાય છે. તેમની ઉંમર ૯૦ પ્લસ. વર્ષોથી મુંબઈમાં રહે છે. એકાઉન્ટન્ટ તરીકે સેવા આપી હાલ નિવૃત જીવન ગાળે છે. નવરાસના સમયમાં બ્લૉગ વાંચે છે. તેમના દિકરાઓએ મોટી સાઈઝના મોનિટરવાળું કોમ્પ્યુટર વસાવ્યું છે. ટેલી પ્રોમ્ટરમાં હોય એવા મોટા ફોન્ટમાં અક્ષરો વંચાય એવી સેટિંગ કરી રાખી છે.

કૉપી-પેસ્ટ વિશે ઉપરા ઉપરી બે પોસ્ટ કરી તો તેમનો મને ફોન આવ્યો. મને કહ્યું: ‘વિનય, એક પોસ્ટમાં તું નકલકારોને વાનર સાથે સરખાવે છે અને બીજી પોસ્ટમાં તેમને કૉપીકેટ એટલે કે બિલાડી નકલ કહે છે. પણ મને લાગે છે કે તારી આ બંને ઉપમાઓ ખોટી છે.’

‘મને પૂછીશ તો હું તેમને ઘેટાની ઉપમા આપીશ. એન્થની (અમિતાભ) અને ગજની (આમીર) એ બ્લોગ બનાવ્યો એટલે આપણે પણ બ્લોગ બનાવવો. બ્લોગ માટેની આવડત કે મહેનત કરવાની તૈયારી હોય કે ન હોય.’

‘અથવા તો તેમને રખડુ જાનવરની ઉપમા આપી શકાય. જ્યાં કંઈક સારું દેખાયું ત્યાં મોઢું નાખી દેવાનું. પોતાનું કરી લેવાનું. કોઈ વાંધો લે તો કહેવાનું કે ગમતાનો કરીએ ગુલાલ!’ Continue reading »

Apr 262011
 

પ્રિય મિત્રો,

આજે ૨૬મી એપ્રિલ. આજે વિશ્વ બૌધિક સંપતિ દિવસ છે.

બીજું, ગયા રવિવારે અમારા વિસ્તારના રહેવાસીઓ મળીને એક પૂણ્યનું કામ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે માટે મિટિંગ બોલાવી હતી. હું એક કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવા મુંબઈ ગયો હતો તેથી આ મિટિંગમાં હાજર રહી શક્યો નહોતો. સોમવારે મુંબઈથી આવીને પડોસીઓ પાસેથી મિટિંગનો અહેવાલ મેળવ્યો અને તેમાં કલ્પનાના રંગો ઉમેરીને અહીં એક કટાક્ષ કથા તરીકે રજુ કરું છું આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે:

પાણી પીવડાવવાનું પૂણ્ય અને પીવાના પાણીની સમસ્યા

ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને થર્મોમિટરનો પારો ઊંચેને ઊંચે જઈ રહ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં વટેમાર્ગુની તૃષાતૃપ્તિ માટે પાણીની પરબ બનાવવી એવો પ્રસ્તાવ સિનિયર સિટિઝન તરફથી આવ્યો અને બધાએ મળીને આ પરોપકાર્ય કરી પૂણ્ય કમાવવાના પ્રસ્તાવને વધાવી લીધો.

પરબ માટે દરેક રહેવાસીએ પોતાના તરફથી યથાશક્તિ યોગદાન આપવાની અપીલ થઈ અને જોત જોતામાં પાણીના માટલા અને પ્યાલા માટેનું યોગદાન આપવા માટે રહેવાશીઓ આગળ આવ્યા અને અમારી બિલ્ડિંગની બી વિંગમાં ચોથા માળે રહેતા એક ભાઈએ માટલું અને બે પ્યાલાનું યોગદાન આપીને શુભ કાર્યની શરૂઆત કરી. તેમને જોઈને ડી વિંગમાં પહેલા માળે રહેતા ભાઈએ પણ પોતાના તરફથી એક માટલું અને બે પ્યાલા નોંધાવ્યા. આમ માટલા અને પ્યાલાની વ્યવસ્થા થઈ ગઈ.

આટલું થયું એટલે કોઈ બોલ્યું કે ૫૦ ટકા કામ પત્યું. પછી વાત આવી પરબ માટે જગ્યાની. તે માટે બધાની નજર અમારા વિસ્તારના રાજકી કાર્યકર તરફ ફરી અને તેમણે આ જવાબદારી પોતાના પર લઈ લીધી. છેલ્લે વાત આવી પાણીની. અમારા વિસ્તારમા પીવાના પાણીની બહુ જ સમસ્યા છે અને બોરવેલનું પાણી પીવા માટે યોગ્ય ગણવામાં આવતું નથી. નગરપાલિકા તરફથી આપાતું પીવાનું પાણી બહુ ઓછા સમય માટે અને અમુક બિલ્ડિંગમાં જ આવે છે.

એટલે (પીવાના) પાણીની ગંભીર સમસ્યા છે. હવે આનો ઉકેલ કેમ લાવવો તે માટે બહુ લાંબી ચર્ચા થઈ. રહેવાસીએ પોતાની રીતે અલગ અલગ ઉપાય સૂચવ્યા. તેમાંથી એક ઉપાય મને રસપ્રદ લાગ્યો તે એ હતો કે પાણી આપણે મીઠા પાણીથી છલોછલ ભરેલી અન્ય પરબમાંથી પાણી લઈ આવીને આપણી પરબના માટલામા રેડી દેશું! સિદ્ધાંતવાદી વડિલોએ આ પ્રસ્તાવ સખત રીતે વખોડી કાઢ્યો અને પાણીની વ્યવસ્થા ન થાય તો પરબનો વિચાર માંડીવાળવાનું કહ્યું. વ્યવહારીક વ્યક્તિઓનું કહેવું એમ હતું કે ઘી ક્યાંથી આવ્યું તે જોવાનું ન હોય, પરોપકારનો દિવડો સળગતો રહેવો જોઈએ.

આપનું શું કહેવું છે! પીવાના પાણીની સમસ્યા છે તો શું પાણી પીવડાવવાની પરબ બનાવવી જોઈએ કે નહીં? કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

Dec 282010
 

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર અને ખાસ કરીને ફેસબુક પર જે કાવ્ય પ્રકાર બહુ જ પ્રચલિત થયો છે તે છે પ્રતિકાવ્ય અને હઝલ. મારી સમજ પ્રમાણે પ્રતિકાવ્યમાં મૂળ કાવ્યનો છંદ જાળવવામાં આવે છે અને હઝલ એ હાસ્ય ગઝલનું ટૂંકું રૂપ છે જે છંદોદ્બદ્ધ હોય છે. આપણે અહીં જે પ્રતિકાવ્યોની વાત કરીએ છીએ તેમાં એક જ છંદ વપરાયો હોય છે, ‘સ્વછંદ’!

આજે આપણે એક નવો કાવ્ય પ્રકાર ‘ટીઝલ’ વિશે જાણીશું. ‘ટીઝલ’ શબ્દ ‘ટીઝર’ અને ગઝલ પરથી બનાવ્યો છે. કારણ કે અહીં ‘ટીઝલ’ના નામે જે રચનાઓ મૂકી છે તેને ગઝલ ન કહી શકાય (છંદોદ્બદ્ધ નથી) તેમજ હાસ્ય ઉત્પન્ન ન થયું હોય તો  ‘હઝલ’ પણ કહી શકાય નહી, તેથી ‘ટીઝલ’.

નોંધ અને સ્પષ્ટતા: ‘ટીઝલ’માં ‘ટી’ ટીખળનો નથી, નથી, નથી જ!

આટલી પ્રસ્તાવના પછી માણીએ નિદા ફાઝલી સાહેબની મૂળ રચના અને પછી મારી ‘ટીઝલ’:

મીર ઔર ગાલિબ કે શેરોને કિસકા સાથ નિભાયા હૈ?
સસ્તી ગઝલેં લીખ કર હમને અપના ઘર બનાયા હૈ!
નિદા ફાઝલી

(૧)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નિભાયા હૈ?
‘નાની બચત યોજના’મેં હમને સારા પૈસા લગાયા હૈ!

(૨)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
‘પાવશેર’ લગાકર હમને ‘સવાશેર’ હો કે દિખલાયા હૈ!

(૩)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
દેશ કે કોને કે એક ગાંવને હમેં સારી ઉમ્ર સંભાલા હૈ!

(૪)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
બકરીયાં ‘ચરા’ કર હમને અપના ‘ગુજરાન’ ચલાયા હૈ!

(૫)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
‘જોડકણાં’ બનાકર હમને અપના ‘ગાડા ગબડાયા’ હૈ!

વિનય ખત્રી

શબ્દાર્થ: શે’ર = (૧) ભાગ, હિસ્સો, (૨) મણના ચાળીશમાં ભાગ જેટલું માપ, (૩) શહેર, (૪) વાઘ, સિંહ, ચિત્તો, (૫) કવિતાની કડી.

Jun 302008
 

[આજે નેટસૅવિ, અદભૂત કળા, રમૂજ વગરે બાજુએ મૂકીને એક કટાક્ષકથા લખવાનો પ્રયાસ કર્યો છે. કાચું લખાણ ઘણા સમયથી લખી રાખ્યું હતું, જે આજે પાકું કરીને મૂકું છું. – વિનય ખત્રી ‘અનિમેષ’]

ચેતવણી અને વિનંતી: આ લેખનાં બધાં પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિક નામ સાથે તેનો પ્રાસ મળતો હોય તો એક અકસ્માત હશે. તેથી ‘બંધ બેસતી’ પાઘડી પહેરી લેવી નહીં.

જોડણી ભૂલ અને તેના ઉપાયો વિશે ગંભીર ચર્ચા ચાલતી હતી ત્યાં પેટલાદવાળા પુંજાભાઇએ સરળ, વૈજ્ઞાનિક અને એકદમ ‘ધાંસુ’ ઉપાય બતાવ્યો. જોડણી ભૂલનું કારણ હ્રસ્વ અને દીર્ઘ માત્રાઓ છે. આપણે આ માત્રાઓ વાપરવાનું બંધ કરીએ તો જોડણી ભૂલની સમસ્યા જ ન રહે. જોડણી એકદમ સરળ થઈ જાય અને ભૂલ થવાનો અવકાશ જ ન રહે. આગ્રહ સાથે તેમણે પોતાનો મૂદ્દો રજૂ કર્યો અને પોતાની રચના નવી જોડણીમાં રજૂ કરીઃ copied from http://funngyan.com/2008/06/30/sachi-jodni/ Continue reading »