Feb 072016
 

પ્રિય મિત્રો,

૩૮/૩૬૬

આજ કાલ એક સમાચાર બહુ ચર્ચામાં છે – ‘ફેસબુકના ‘પ્રેમીપંખીડાં’ રુબરુ મુલાકાતમાં ‘પતિ-પત્ની’ નીકળ્યાં અને સંસાર રોડાયો!

fb_love

આવી ઘટના બન્યા પછી સંસાર શા માટે રોડાવો જોઈએ? મારા મત પ્રમાણે તો તેઓ આદર્શ પતિ-પત્નીની જોડી છે જેઓ એ લફરું કર્યું તો પણ પોતાન પતિ-પત્ની જોડે. જોડીઓ ઉપરથી બનતી હોય છે અને આટલી સજ્જડ બનતી હશે તેનું અનુમાન ન હોય પણ હવે ખબર પડ્યા પછી તેનો ઉત્સવ મનાવી સંસાર વધુ સુંદર, સંબંધ વધુ સુદૃઢ થવો જોઈતો’તો. બંને એ ગેર મર્દ કે ગેરે ઔરત સાથે લફરું કર્યું નથી, પોતાના લાઈફ પાર્ટનર સાથે જ કર્યું છે.

‘ગેર મર્દ કે ગેરે ઔરત કર્યું હોત તો’ એ વિચારે એક બીજા સામે પોલિસ ફરિયાદ કરશે – અરે ભાઈ એક્સિડન્ટ થયો હોય તો ફરિયાદ થાય, ‘એક્સિડન્ટ થયો હોત તો’ના આધારે ફરિયાદ ન થાય.

તમારું શું માનવું છે?

– વિનય ખત્રી

Oct 242011
 

પ્રિય મિત્રો,

સર્ફગુજરાતી.કોમ અને અન્ય વ્યસ્તતાને કારણે સરખામણી લેખમાળા થોડી અટવાઈ ગઈ હતી તેને આજે આગળ વધારીએ તે પહેલા આજે ધનતેરસનો શુભ દિવસ છે, બધાને શુભેચ્છાઓ…!

સરખામણી લેખમાળાના છઠ્ઠા લેખમાં આપણે બ્લૉગ અને વેબસાઈટના ગુણાંક દર્શાવતી બે સેવાઓ એલિઝા અને ઈન્ડીરેન્કની વાત કરીશું.

રેન્ક સેવા વિશે લેખ લખવાનું કેવી રીતે સુજ્યું તે જાણવું રસપ્રદ થશે. સર્ફગુજરાતી.કોમમાં ગુજરાતી બ્લૉગ/વેબસાઈટના ગુણાંક દર્શાવવાની વ્યવસ્થા હશે તેની પ્રોગ્રામરો સાથે ચર્ચા કરતાં વાત નીકળી કે સર્ફગુજરાતી.કોમના ગુણાંક દર્શાવતું વિજેટ કેવું હોવું જોઈએ? કેવું ન હોવું જોઈએ? વર્ડપ્રેસ બ્લોગ પર દર્શાવવું હોય તો તેમાં કોઈ પણ જાતની સ્ક્રિપ્ટ (કોડ) ન હોવી જોઈએ… વગેરે ચર્ચા થઈ. સાથે એલિઝા, અમન્ગ.અસ, ઈન્ડીરેન્ક વગેરે ગુણાંક (રેન્ક) અને તેના વિજેટની ચર્ચા થઈ.

એલિઝા (alexa.com)

૧૯૯૬માં સ્થાપાયેલી એમેઝોન.કોમની આ સેવા આંતરરાષ્ટ્રીય વિશ્વાસપાત્ર ઈન્ટરનેટ ટ્રાફિક દર્શાવતી કંપની છે. તમને એલિઝા વિશે ખબર ન હોય એવું બને પણ એલિઝાને તમારી ખબર હશે એટલું જ નહીં તમારા ગુણાંક પણ દર્શાવશે! એલિઝા વિશે વધુ આ લેખમાં જણાવી ચૂક્યો છું.

એલિઝા રેન્ક દર્શાવતું વિજેટ જાવા સ્ક્રિપ્ટ (કોડ) ધરાવે છે તેથી વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટે વિજેટ ઉપલબ્ધ નથી તેથી એલિઝા ‘બેઝ’થી કામ ચલાવવું પડે જે બ્લૉગનો ગુણાંક બ્લૉગ પર દર્શાવતું નથી. Continue reading »

Sep 302011
 

પ્રિય મિત્રો,

સરખામણી લેખમાળાના પાંચમાં લેખમાં આપણે ચર્ચા કરીશું કે બ્લૉગ કે સાહિત્યની પરબ?

બ્લૉગ શબ્દનો અર્થ આપણને ખબર છે તે વેબલોગને ટૂંકાવીને બન્યો છે. વેબ એટલે ઈન્ટરનેટનું જાળું અને લૉગ એટલે પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ. તેવી જ રીતે આપણને ખબર છે કે પરબ એટલે વટેમાર્ગુ માટે મફત પાણીની વ્યવસ્થા, સેવાનું કાર્ય. શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે જે મનુષ્ય વૈશાખ મહિનામાં પરબ લગાવે છે તે વિષ્ણુલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

બ્લૉગ જગતના કેટલાક બ્લૉગ પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધને બદલે એક નવી ઓળખ સાહિત્યની પરબ મેળવી છે તે ખરેખર સરાહનીય કાર્ય છે. મુંબઈવાળા માવજીભાઈ પોતાની વેબસાઈટને પરબ ગણાવતાં કહે છે કે ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે અને તેમની આ વાત સો ટકા સાચી છે. પાણીની પરબ જેમ વટેમાર્ગુને મફત પાણી પીવડાવીને તૃષા તૃપ્તિ કરે છે તેમ બ્લૉગર બ્લૉગ દ્વારા વાચકને મફત સાહિત્ય રસનું પાન કરાવીને જ્ઞાન પિપાષા તૃપ્ત કરાવે છે.

ગુજરાતી બ્લૉગ જગતના શરુઆતના વર્ષોમાં મોટાભાગના બ્લૉગ સાહિત્ય રસનું પાન કરાવતી પરબ સમાન જ હતા, બહુ જ ઓછા બ્લૉગ હતા જે બ્લૉગના ખરા અર્થને અનુસરતા હતા, જેમાંથી એક નોંધનીય/અનુકરણીય બ્લૉગ કાર્તિકભાઈનો બ્લૉગ કહી શકાય.

વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે જાણીતી વ્યક્તિઓના બ્લૉગ પ્રસિદ્ધીની ઊંચાઈઓ આંબવા લાગ્યા. લોકોને બ્લૉગની સમજ પડવા લાગી કે બ્લોગ પર પોસ્ટ મૂકવી ઈમેઈલ કરવા જેટલી સરળ બાબત છે. પોતાના આકાર અને સાઈઝના પ્રાણીઓને બ્લૉગિંગ કરતા જોઈને કેટલીક ઘેટા પ્રકૃતિની વ્યક્તિઓ, જેમને ગુજરાતીમાં પોતાનું નામ લખતાં આવડતું નહોતું તેઓ દેખાદેખીમાં પોતાનો બ્લૉગ બનાવીને બેસી ગઈ! બ્લૉગ બનાવ્યો તેનો વાંધો નહીં પણ ગુજરાતી લખતાં/પોતાના વિચાર વ્યક્ત કરતાં/પોતાના અનુભવ શેર કરતાં શીખવાને બદલે અન્ય સમૃદ્ધ બ્લૉગ પરથી લખાણ કૉપી કરી પોતાના બ્લૉગ પર પેસ્ટ કરી કૉમેન્ટ ઊઘરાવવા લાગી ગઈ. એટલું જ નહીં આ કાર્યને ગુજરાતીની સેવા ગણાવા લાગી અને બ્લૉગને સાહિત્યની પરબ!

Continue reading »

Sep 282011
 

પ્રિય મિત્રો,

અઠવાડિયાના એક નાનકડા અવકાશ બાદ આજે આપણે સરખામણીની આ લેખમાળા આગળ વધારીએ તે પહેલાં એક મહત્વની વાત. આજથી નવરાત્રિ પ્રારંભ થાય છે, ફનએનગ્યાન.કોમના બધા વાચકો અને બ્લૉગર મિત્રોને આદ્યશક્તિની આરાધનાના નવલા નવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આજનો વિષય છે બ્લૉગ માટેની માનીતી અને જાણીતી સેવાઓ ઓટોમેટિકની વર્ડપ્રેસ બ્લૉગ અને ગૂગલની બ્લૉગર (બ્લૉગસ્પોટ) બ્લૉગની સરખામણી, તો શરૂ કરીએ?

  1. વર્ડપ્રેસ અને બ્લૉગર બંને બ્લૉગ સેવાઓ મફત છે. બંને સેવાઓ બ્લૉગ માટેની જરૂરી એવી માળખાગત સુવિધા પુરી પાડે છે.
  2. વર્ડપ્રેસ બ્લૉગ પર જાહેરાતો દર્શાવી શકે છે, જાહેરાતો હટાવવી હોય તો પૈસા ચૂકવવા પડે. બ્લોગર બ્લોગ પર જાહેરાતો દર્શાવતું નથી (મારા ખ્યાલ પ્રમાણે, મારી ભૂલ થતી હોયતો સુધારજો, બ્લોગરનો મને બહુ અનુભવ નથી, વર્ડપ્રેસની સરખામણીમાં!)
  3. વર્ડપ્રેસ ત્રણ જીબી જેટલી જગ્યા આપે છે, બ્લૉગર એક જીબી જેટલી.
  4. વર્ડપ્રેસ બ્લૉગ સાથે  ‘અકિસ્મેટ’ નામની સ્પામ બ્લૉક સેવા હાજર છે, બ્લૉગર બ્લૉગ સાથે એવી કોઈ સેવા નથી.
  5. વર્ડપ્રેસ ઓપન સોર્સ સોફ્ટવેર ધરાવે છે, બ્લૉગરનો સોફ્ટવેર ઓપન સોર્સ નથી.
  6. વર્ડપ્રેસ બ્લૉગ કે બ્લૉગર બ્લૉગ જેમ છે તેમ વાપરવા માટે કોઈ પણ જાતની ટેક્નિકલ જાણકારી હોવી જરૂરી નથી. બ્લૉગરમાં થીમ (ટેમ્પલેટ), વિજેટ વગેરેમાં ફેરફાર કરી શકાય છે. ફેરફાર કરવા માટે એચટીએમએલની જાણકારી હોવી જરૂરી છે.
  7. વર્ડપ્રેસ બ્લૉગ પર બ્લૉગ પોસ્ટ ઉપરાંત પાનાંઓ બનાવી શકાય છે, બ્લૉગર પર આ સુવિધા બહુ પાછળથી ઉમેરવામાં આવી.
  8. વર્ડપ્રેસ નિયમિત સુધારા વધારા કરતું રહે છે, નવા થીમ ઉમેરતું રહે છે, બ્લૉગર અપડેટ કરવામાં ધીમું છે. Continue reading »