Mar 172015
 

પ્રિય મિત્રો,

આજે આ બ્લૉગ આઠ વર્ષ પુર્ણ કરી નવમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે.

કામકાજની વ્યસ્તતાને કારણે નિયમિત બ્લૉગિંગ થતું નથી પણ જ્યારે જ્યારે સમય મળે કે ચોક્ક્સ મુદ્દો મળે, પોસ્ટ મૂકું જ છું.

આજના દિવસે આઠ વર્ષ દરમ્યાન આ બ્લોગ પર સૌથી વધુ લોકો ક્યાંથી આવ્યા તે ટોપ ૧૦ યાદી શેર કરું છું…

૩૪,૮૩૬ વાચકો શોધતા આવ્યા (સર્ચ એન્જિન) જેમાંથી ગૂગલ સર્ચનો બહુ મોટો ફાળો છે ૩૧,૨૦૪.
૩,૧૧૯ ફેસબુક પરથી
૧,૬૭૨ યાહુ મેઈલ દ્વારા (આભાર ‘ગુજરાતી પોયટ્રી કોર્નર‘)
૧,૨૬૪ મારા વિચારો મારી ભાષામાં પરથી (આભાર કાર્તિકભાઈ મિસ્ત્રી)
૧,૧૮૦ સાયબર સફર પરથી (આભાર હિમાંશુભાઈ કિકાણી)
૧,૦૪૬ કિશોરભાઈ પરમારના બ્લૉગ પરથી
૧,૦૨૧ ગૂગલ રીડર પરથી (હાલ બંધ)
૯૯૩ નેટ જગત બ્લૉગ પરથી
૭૮૧ રણકાર પરથી
૫૨૪ ફોર એસ વી પરથી

કોઈ પણ સાઈટ પરથી આવ્યા હોય કે સીધા funngyan.com પર આવ્યા હોય તમામ વાચકોનો અને બલિહારી ‘રેફરર’ આપકી, ‘રીડર’ દિયો બતાય એ ન્યાયે તમામ રેફરરનો ખૂબ ખૂબ આભાર…

– વિનય ખત્રી

Dec 032014
 

પ્રિય મિત્રો,

આજે મારા જન્મદિવસની વિવિધ માધ્યમ દ્વારા અઠળક શુભેચ્છાઓ પાઠવનારા દરેક મિત્રનો જાહેર આભાર.

મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ વાહ.કો માટેનું સોફ્ટ્વેર તૈયાર થઈ રહ્યું છે. સોફ્ટવેર કેવું હોવું જોઈએ અથવા સોફ્ટવેરમાં શું હોવું જોઈએ તેની સોફ્ટવેર પ્રોગ્રામર અભિજીત સાથે ચર્ચા થઈ, ત્યારે આપણાં ખીચીકાકા પણ હાજર હતા. આ બ્લૉગના નિયમિત વાચકોને ખીચીકાકાનો પરિચય હશે જ, નવા માટે – ખીચીકાકા એટલે ખીમજીભાઈ ચિમનલાલ, નિવૃત મહેતાજી (અકાઉન્ટન્ટ), રહેવાસી મુંબઈ, સોફ્ટવેરના જાણકાર અને વર્ષોના અનુભવી. મારી વાતો સાંભળીને તરત જ મને આ વિડિયોની લિન્ક વ્હોટ્સએપ પર મોકલાવી.


ગીતના શબ્દો, સંગિત Lenka | ગીતના બોલ | આ ગીત વિન્ડોઝ ૮ની ટીવી જાહેરખબરમાં વપરાયું છે

સોફ્ટ્વેર વિશેની મારી અપેક્ષાઓ કંઈક આવી જ હતી, ઝટ છેતરાય નહિ એવું અથવા શિયાળ જેવું, બળદ જેવું બળવાન, ખડતલ મજબૂત, સસલા જેવું ચપળ, રીંછ જેવું બહાદુર, પક્ષી જેવું સ્વતંત્ર, સુઘડ, ઊંંદર જેવું શાંત, ઘર જેટલું મોટું, દાંત જેવું તીક્ષ્ણ, ગીત જેવું મીઠું, રસ્તા જેવું લાંબું, ચિત્ર જેવું સુંદર, કુંટુંબ જેવું, દિવસ જેવું ઝળહળતું, રમત જેવું સહેલું, સૂર્ય જેવું હુંફાળું, રમતીયાળ, વૃક્ષ જેવું શિતળ, સમુદ્ર જેવું ગહન, (ભજીયા જેવું) ગરમ, બરફ જેવું ઠંડુ, મધ જેવું મીઠું, સમય જેવું પ્રાચિન, રેખા જેવું સીધું, રાણી જેવું રજવાડી, મધમાખી જેવું ગણગણતું, વાઘ જેવું, ગ્લાઈડર જેબું તરતું, મધૂર સંગીત જેવું શુદ્ધ, હું ઈચ્છું તેવું શુદ્ધ, બધું અનુકૂળ, મનપસંદ હોવું જોઈએ, બધું એક સાથે હોવું જોઈએ. Everything at once.

અપેક્ષાઓનો અંત નથી, સોફ્ટવેર ખરેખર કેવું બનશે તે અત્યારે કહી ન શકાય. અપેક્ષાઓ ઘણી છે, સમય થોડો છે.

ફરી એક વાર આભાર.

-વિનય ખત્રી

Nov 112014
 

પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લૉગવિશ્વમાં કેટલા બ્લોગ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની શરૂઆત થઈ ગઈ છે.

ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણમાં ૩૪૦ બ્લૉગને નોમિનેટશન મળ્યા. આ યાદી બ્લોગ પ્રમાણ્રે અને બ્લોગર પ્રમાણે અહીં જોઈ શકાય છે. પણ, ગુજરાતી બ્લોગની સંખ્યા ૩૪૦થી કેટલીય મોટી છે.

મારી બ્લોગ યાત્રા દરમ્યાન જે જે બ્લોગનો મને પરિચય થયો તેની યાદી તો મારી પાસે છે જ. પણ, છેલ્લા ત્રણ વર્ષથી હું બ્લોગવિશ્વમાં એક્ટિવ નહોતો અને આ સમય દરમ્યાન બનેલા કે પ્રસિદ્ધિ પામેલા બ્લોગ મારી જાણમાં ન હોય તે શક્ય છે.

‘ગુજરાતી બ્લૉગવિશ્વ’ની યાદી ૨૦૧૪માં આપનો કે આપને ગમતો બ્લૉગ ઉમેરવા માટે નીચે આપેલું ફોર્મ ભરી સબમિટ કરી દો.આ બ્લૉગ કયા વિભાગમાં મૂકાવો જોઈએ?:
એક કરતાં વધુ બ્લોગ ઉમેરવા માટે આ જ ફોર્મ ફરીથી ભરો.

ડિસેમ્બરમાં પ્રસિદ્ધ થનાર યાદી માટે નામ ઉમેરવાની છેલ્લી તારીખ છે ૩૦ નવમ્બર.

યાદી PDF સ્વરૂપે પ્રસિદ્ધ થશે.

Oct 312014
 

પ્રિય મિત્રો,

બ્લૉગ સર્વેક્ષણના તારણો ધનતેરસના રજુ કરવાના હતા પણ ચાર વખત ડેડલાઈન જીવતી કરી ખસેડવી પડી અને અંતે ૨૯ ઑક્ટોબરના રજુ થઈ શક્યા. મત ગણતરી માઈક્રોસોફ્ટ એક્ષેલ નામના સોફ્ટવેર વડે જ કરવાની હતી પણ નોમિનેશન ફોર્મ ભરતી વખતે થયેલી ટાઈપ ભૂલો સુધારવામાં બહુ જ સમય ગયો. ટાઈપ ભૂલને કારણે કોઈનો મત રદ્દ થાય તે મને અયોગ્ય લાગ્યું તેથી સમય મર્યાદાને વધારીને ભૂલો સુધારવાનું રાખ્યું તેથી ધાર્યા કરતાં વધારે સમય ગયો.

બીજું, ગયા વખતે ૧૯૨ વ્યક્તિઓએ નોમિનેશન ફોર્મ ભર્યું હતું આ વખતે ૯૧૭ વ્યક્તિઓએ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરનારની સંખ્યામાં ૪૭૭% વધારો થયો. (બંને સંખ્યાઓ ડુપ્લીકેટ અને ખોટા આઈડી બાદ કર્યા પછીની છે.) તેવી જ રીતે નોમેનેશન મેળવનાર બ્લૉગની સંખ્યા ૨૦૧૩માં હતી ૨૪૩ જ્યારે ૨૦૧૪માં થઈ ૩૪૦!

ત્રીજું, નોમિનેશન ફોર્મ ભરવાં નવા લોકો ઘણાં હતા જેને કારણે ટાઈપ ભૂલો પણ વધી ગઈ, દાખલા તરીકે:

gamil -> gmail
gmil -> gmail
gimal -> gmail
gmai -> gmail
gnual -> gmail
gimil -> gmail
gemail -> gmail
gmaill -> gmail
gmagl -> gmail
.. -> . (ડબલ ડૉટ)
, -> . (ડૉટને બદલે કોમા)
bligspot -> blogspot
bolgspot -> blogspot
blogspit -> blogspot
bloggspot -> blogspot
blogsport -> blogspot
xom -> com
yanoo -> yahoo
roalji –> raolji
kakvana -> makvana
Sફર = ડફર નહીં પણ સફર, પહેલો અક્ષર ડગલાનો ડ નહીં પણ અંગ્રેજીનો એસ છે!
syber -> cyber
saybar -> cyber
gitu -> jitu
શબ્દોના પાવલડે -> શબ્દોના પાલવડે

ચોથું, એક સરખા નામ વાળા (દા.ત. સ્પંદન, અભિવ્યક્તિ) એક કરતાં વધારે બ્લોગ હોય અને નોમિનેશન ફોર્મમાં યુઆરએલને બદલે ગુજરાતીમાં બ્લોગનું નામ લખ્યું હોય ત્યારે મારે કયો બ્લોગ ગણતરીમાં લેવાનો? અન્યાય ન થાય તે માટે મેં નોમિનેટરના બ્લોગ પર જઈ બ્લોગ રોલમાં જે બ્લોગ હોય તેને ગણતરીમાં લીધા છે.

બ્લોગરના નામમાં પણ એક જગ્યાએ હું કન્ફ્યુઝ થયો – તન્મય શાહ કે તન્વય શાહ?

વર્ડ્પ્રેસ બ્લોગ પરથી CSV ફ્રોમેટમાં મેળવેલી ફાઈલને પરિણામ સુધી પહોંચતાં ૧૩ રીવિઝન થયા. દરેક સ્ટેજ પર ફાલઈને અલગ નામે સેવ કરી જેથી જરૂર પડે એક સ્ટેજ પાછળ જવું પડે તો જઈ શકાય.

bgbs14rsults

આવી તો કેટલીય ભૂલો સુધારવામાં સમય ગયો, બાકી મત ગણતરી એક જ મિનિટમાં થઈ ગઈ!

આવતી દિવાળીએ સર્વેક્ષણ કરીશું ત્યારે આ ભૂલો ન થાય તે માટે બ્લોગની યાદી બનાવી દરેક બ્લોગને નંબર આપવાનો અને નોમિનેશન ફોર્મમાં બ્લોગનો નંબર લખવાનો વિચાર કર્યો છે.

– વિનય ખત્રી