Oct 012016
 

પ્રિય મિત્રો,

લાંબા વિરામ બાદ આજે હાજર થયો છું. ચિકનગુનિયાએ હાડકાં ખોખરા કરી નાખ્યા છે! 🙁

દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૬’ થશે, પણ આ વખતે દિવાળીમાં નહીં પણ ક્રિસમસમાં!

ગયા સમય દરમ્યાન ઘણા બનાબ બન્યા, પ્રવાસ કર્યા, લખતો રહીશ.

આજે આટલું જ!

નવરાત્રિની શુભેચ્છાઓ.

– વિનય ખત્રી

Jan 052016
 

પ્રિય મિત્રો,

૫/૩૬૬

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫ માટેના આવેલા નોમિનેશન પરથી આજે  શનિવાર ૯મીએ તારણો રજુ કરવા માટેની તનતોડ મહેનત ચાલુ છે ત્યારે મારે બે વાત તમને કહેવી છે. આ સર્વેક્ષણ દરમ્યાન બે અંતિમો (એક્સ્ટ્રીમ) જોવા મળ્યા તેની વાત.

૧) સર્વેક્ષણમાં ભાગ લેવા બાબત કેટલાકે બેકાળજી દર્શાવી, સર્વેક્ષણમાં ભાગ ન લીધો કે બેનર પોતાના બ્લૉગ પર ન મૂક્યું, તો બીજા છેડે જાણે ઈનામમાં એક કિલો સોનું મળવાનું હોય તેમ નોમિનેશન ભરવા માટે ધસારો કર્યો!

૨) નિયમિત બ્લૉગની મુલાકાત લેતા ઓછા લોકોએ નોમિનેશન ભર્યા અને બીજા અંતિમે જેમને જીમેઈલ પણ લખતાં આવડતું નથી એવા લોકોએ નોમિનેશન ભરીને ફીડબેક ફોર્મ છલકાવી દીધો.

તારણો રજુ કરીશ એટલે અહીં, ફેસબુક, ટ્વીટર, ગૂગલ+ અને સર્વે ભાગ લેનારને ઈમેઈલ વડૅ જાણ કરીશ.

મળીએ…

અપડેટ ૫/૧/૧૫

તારણો આજે રજુ કરવાના હતા પણ નોમિનેશન ફોર્મમાં અસંખ્ય ટાઈપ ભૂલોને સુધારવામાં સમય જઈ રહ્યો છે. ગયા વખતે જે ભૂલો નોમિનેટરોએ કરી હતી એવી જ ભૂલો આ વખતે પણ કરી છે. ભૂલોમાંથી નોમિનેટરો કે હું કંઈ શોખ્યા નથી એટલે ભૂલો વાળું નોમિનેશન ફોર્મ રદ્દ કરી અન્યાય કરવાને બદલે ભૂલો સુધારી મોડા તારણો રજુ કરવાની ભૂલ હું કરવા માગું છું.

દરગુજર કરશો…

ગયા વખતનો લેખ આ વખતે પણ એટલો જ લાગુ પડે છે.

– વિનય ખત્રી

Oct 132015
 

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫

પ્રિય મિત્રો,

બહુ જ લાંબા વિરામ બાદ બ્લૉગ અપડેટ કરી રહ્યો છું, સમય અને મુદ્દો હોય ત્યારે ફેસબુક અને ટ્વીટર પર અપડેટ મુકતો જ હોઉં છું. ગયા બે વર્ષોની જેમ (૨૦૧૩ અને ૨૦૧૪) આ વર્ષે પણ આ સર્વેક્ષણ થવા જઈ રહ્યું છે. આજે પહેલું નોરતું થયું, તેમજ દિવાળી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતી બ્લૉગ વિશ્વ માટે બહુ જ મહત્વનું પણ કડાકૂટ ભર્યું કાર્ય હાથમાં લીધું છે.

ગુજરાતી બ્લૉગ વિશ્વમાં બેસ્ટ કહી શકાય એવા બ્લોગ કેટલા અને કયા?

અહીં બેસ્ટ બ્લૉગ એટલે સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લૉગ. અહીં કોઈ પ્રકારની સ્પર્ધા નથી, પણ આ એક સર્વેક્ષણ છે. સ્પર્ધામાં નિર્ણાયક હોય, સર્વેક્ષણમાં વાચકોની પસંદગી જ નિર્ણાયક બને. સર્વેક્ષણમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. સર્વેક્ષણ એ મતદાન નથી એટલે અહીં મતપત્રક નથી, જેમાંથી કોઈ એકને ચૂંટવાનો હોય. આ સર્વેક્ષણમાં મતદાતા પોતે જ ઉમેદવાર સૂચવે છે. સરવેક્ષણમાં ભાગ લેનાર એક કરતાં વધુ બ્લૉગ પણ સૂચવી શકે છે. બ્લૉગર પોતે પણ પોતાના બ્લોગને સૂચવી શકે છે.

કરવાનું શું છે?

અહીં નીચે આપેલા ફોર્મમાં તમારું નામ, તમારું ઈમેઈલ આઈડી અથવા (વૉટ્સએપ સુવિધાવાળો કે વૉટ્સએપ વગરનો) મોબાઈલ નંબર અને તમને ગમતા બ્લોગનાં સરનામાં યોગ્ય ખાનાંમાં લખવાનાં છે અને છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું છે એટલે આપનું નોમિનેશન નોંધાઈ જશે.

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: funngyan@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) saurabh-shah.com

૩) readgujarati.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧, saurabh-shah.com +૧, readgujarati.com +૧]

એક વ્યક્તિ એક સમયે ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. અહીં ફોર્મમાં એક સમયે દસ બ્લોગ સૂચવી શકાય છે, ૧૦થી વધુ બ્લોગ સૂચવવા માટે આ જ ફોર્મ ફરીથી ભરવું. એક વ્યક્તિ એક કરતાં વધુ વખત કોઈ એક બ્લોગને મત આપશે તો તે એક જ મત ગણાશે..

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: funngyan@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) funngyan.com

૩) funngyan.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧]

સર્વેક્ષણમાં ભાગ લેવા માટે ઈમેઈલ આઈડી સાચું એટલે કે ચાલતું હોવું ફરજીયાત છે, કારણ કે ઈમેઈલ વેરીફાય કર્યા પછી જ મત ગણતરીમાં લેવાશે. ઈમેઈલ ન વાપરતા લોકો પોતાનો મોબાઈલ નંબર આપીને વેરીફાઈ કરાવી શકે છે.

સર્વેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૨ નવેંબર રાત્રે ૧૨ વાગ્યા સુધી. એક વ્યક્તિ ગમે તેટલી વખત સર્વેક્ષણમાં ભાગ લઈ શકે છે. ઈમેઈલ આઈડી/મોબાઈલ વેરીફાય કરાવવું ફરજીયાત છે, વેરીફીકેશન મહિના દરમ્યાન ગમે ત્યારે કરાવી શકાય.

દા.ત. કોઇએ આજે બે બ્લોગ સૂચવ્યા, કાલે એક સૂચવ્યો એવી રીતે કરતાં ને ૧૪ દિવસમાં ધારોકે ૨૫ બ્લોગ સૂચવશે તો તે પણ ચાલશે.

એક વ્યક્તિ પોતાને ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. તેણે સૂચવેલા બ્લોગ તેણે વાંચેલા અને ગમતા હોવા જોઇએ.

આ સર્વેક્ષણ વિશે બધાને જાણ થાય, ખાસ કરીને આપના બ્લૉગના વાચકોને જાણ થાય અને તેઓ આપના બ્લૉગને વોટ કરી શકે તે માટે આપના બ્લૉગ પર એક બેનર મૂકી શકો છો. બેનર પર ક્લિક કરી આપના બ્લોગનો વાચક મતદાન કરી શકે. વિજેટ માટે અહીં આપેલી ટેક્ષ્ટ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં રહેલું લખાણ કૉપી કરી તમારા બ્લોગ પર એક ‘ટેક્ષ્ટ વિજેટ’ ઉમેરી તેમાં પેસ્ટ કરી દેશો એટલે પત્યું. તેવી જ રીતે તમે તમારા બ્લોગ પર એક પોસ્ટ કરી આ સર્વેક્ષણ વિશે જાણ કરી શકાય.

આ સર્વેક્ષણનાં લેખાં-જોખાં લાભ પાંચમ, ૧૬ નવેંબરના અહીં પ્રસિદ્ધ થશે.

નોંધ – ફોર્મ ભર્યા પછી છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું ભૂલતા નહીં.

આ સિવાય કંઈ પૂછવું હોય તો કૉમેન્ટ બોક્ષ ખુલ્લું છે. મતદાન અહીં નીચે ફોર્મમાં કરવાનું છે.

નોંધ અને ટિપ: આ બ્લૉગ પર રાઈટ ક્લિક ડિસેબલ કર્યું છે પણ તમને ગમતા બ્લોગનું સરનામું તમે એડ્રેસબારમાંથી કૉપી કરી અહીં ફોર્મમાં પેસ્ટ કરી શકો છો. અહીં પેસ્ટ કરવા માટે કંટ્રોલ(ctrl)ની કી દબાવી રાખી V પ્રેસ કરો.

નોમિનેશન લવાનું બંધ અને મત ગણતરી ચાલુ. તારણો ટૂંક સમયમાં…

તારણો આવી ગયા છે – બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – તારણો

Mar 302015
 

પ્રિય મિત્રો,

ફીડ ક્લસ્ટરની બ્લૉગ એગ્રિગેટર સેવાથી આપ સૌ સુપેરે પરિચિત છો. માર્ચ ૨૦૧૦માં ‘ગુજબ્લૉગ’ નામથી ગુજરાતી બ્લૉગ એગ્રિગેટર શરુ કર્યું હતું. પાંચ વર્ષમાં આ સેવાનો લાભ લાખો વાચકોએ લીધો.

ફીડ ક્લસ્ટર

હજી હમણાં જ (૨૨ માર્ચ) એક બ્લોગ ઉમેરવા માટેની વિનંતી આવી હતી અને એના ૪ દિવસ પછી ભાવનાબેન ધોળકિયા દ્રારા જાણવા મળ્યું કે ‘ગુજબ્લૉગ’ એગ્રિગેટર ચાલતું નથી!

નેટપર ખાંખાખોળા કર્યા, ઈનબોક્ષ ફંફોસ્યું પણ ક્યાંય કોઈ માહિતી ન મળી કે સાઈટ (મેન્ટેનન્સ માટે કે હંમેશ માટે) બંધ થઈ છે. હા, થોડા સમય પહેલા એ જાણવા મળ્યું હતું કે નવા સભ્યો બનાવવાનું ફીડ ક્લસટરે બંધ કર્યું છે. સાઈટ બંધ થવાની કોઈ સત્તાવાર માહિતી મળી નથી તેથી એ આશા રાખી જ શકાય કે કદાચ ફરી ચાલુ થશે…