FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘બ્લોગ જગત’ Category

નવું સાહસ - સર્ફગુજરાતી.કોમ

with 23 comments

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબારની જ્વલંત સફળતાથી પ્રેરાઈને ટૂંક સમયમાં ગુજરાતી બ્લોગ જગત માટેનું નવલું નજરાણું આવી રહ્યું છે જેનું નામ હશે સર્ફગુજરાતી.કોમ (surfgujarati.com)

પ્રોગ્રામિંગનું કામ પુરજોશમાં ચાલુ છે આવતે અઠવાડિયે ટ્રાયલ વર્જન આપના સમક્ષ હાજર હશે એવી આશા સાથે…

Written by વિનય ખત્રી

August 11th, 2008 at 7:00 am

ફન-એન-ગ્યાન ટૂલબાર પછી?

with 12 comments

પ્રિય મિત્રો,

ફન-એન-ગ્યાન ટૂલબારની જ્વલંત સફળતાથી પ્રેરાઈને ટૂંક સમયમાં ગુજરાતી બ્લોગ જગત માટેનું નવલું નજરાણું આવી રહ્યું છે…

ફન-એન-ગ્યાન ટૂલબાર ગુજરાતી સાહિત્યના વિશાળ ખજાનાને આંગળીને ટેરવે લાવી મૂકે છે પણ તે માટે તમારા કોમ્પ્યુટરમાં ટૂલબાર ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવું પડે તેમજ યુનિકોડ ફોન્ટ ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ. બીજું ટૂલબાર ઈન્ટરનેટ એક્ષપ્લોરર, ફાયરફોક્સ મોજીલા, ફ્લોક, નેટસ્કેપ નેવીગેટર વગેરે બ્રાઉઝર સાથે ચાલી શકે તે રીતે બનેલું છે.

૫૦૦થી વધુ ટૂલબારના ડાઉનલોડ અને તેથી પણ વધારે ટૂલબારને લગતા પ્રતિભાવ જાણ્યા પછી એટલું જાણી શક્યો કે આટલું સરસ અને સમૃદ્ધ ટૂલબાર પણ કેટલાક લોકો માટે નકામું છે! કોના માટે તે જાણીએ…

૧. જે લોકો વિન્ડોઝ ઓપરેટીંગ (એક્ષપી અને સમકક્ષ) સિવાયની (દા.ત. લિનક્સ) ઓપરેટીંગ સિસ્ટમ વાપરે છે. ઓપરેટીંગ સિસ્ટમની સમસ્યા નથી. હવે ફન-એન-ગ્યાન ટૂલબાર વિન્ડોઝની સાથે સાથે મેક અને લિનક્સ પર પણ ચાલે છે, કેવુંક ચાલે છે તે તો કાર્તિકભાઈ જ કહી શકે. તેઓ મેક વાપરે છે અને લિનક્સના અનુભવી છે.

૨. જે લોકો ઓપેરા અથવા સફારી બ્રાઉઝર વાપરે છે.

૩. જે લોકોનું પોતાનું કોમ્પ્યુટર નથી અને સાયબર કાફે, કોલેજ, ઓફિસ કે અન્ય મિત્ર-સબંધીનું કોમ્પ્યુટર વાપરે છે.

તેમની ફરિયાદને દાદ આપીને ટૂંકસમયમાં ફન-એન-ગ્યાન ટૂલબારની ઓનલાઈન આવૃતિ આવી રહી છે….

જે ટૂલબારનું કામ તો કરશે જ, ઉપરાંત તે કોઇ પણ યુનિકોડ સપોર્ટેડ ઓપરેટીંગ સિસ્ટમ સાથે અને બ્રાઉઝર પર ચાલશે. તેને ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કરવાની જરુર નહીં પડે અને કોઇપણ બ્રાઉઝર પર http://????gujarati.com લખીને વાપરી શકાશે. તે ઈન્ટરએક્ટિવ હશે અને તેમાં ટૂલબાર ઉપરાંત બ્લોગ એગ્રીગેટરનો પણ સમાવેશ કરવાનું વિચાર્યું છે.

આ નવા સાહસનું અડધું નામ તો આપી દીધું, બાકીનું અડધું જાણવા આપની કલ્પના શક્તિને કામે લગાડો.

આખું નામ અને અન્ય ઉપયોગીતાઓ વિશે સોમવારે

આપના અમૂલ્ય અભિપ્રાય/પ્રતિભાવ/સુચનોની અપેક્ષા સહ…

- વિનય ખત્રીના પ્રણામ.

Written by વિનય ખત્રી

August 7th, 2008 at 8:00 pm

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ

with 4 comments

ફન-એન-ગ્યાનના તમામ વાચક મિત્રોને દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ અને હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

- વિનય ખત્રી ‘અનિમેષ’

Written by વિનય ખત્રી

August 3rd, 2008 at 7:00 am

દિવાસો અને મહિલા વિશેષ

with 9 comments

પ્રિય મિત્રો,

આજે અષાઢી અમાસ. આજનો દિવસ એટલે મહિનાનો અંતિમ દિવસ, હરિયાળી અમાવસ્યા, લોકમાન્ય ટિળકની પુણ્યતિથી, આજે સૂર્યગ્રહણ છે (ભારતમાં દેખાશે આવું દેખાયું, રશિયામાં આવું). આવતી કાલથી શ્રાવણ માસ શરુ થશે અને આજે દિવાસાના જાગરણનો દિવસ છે.

દિવાસાના જાગરણને કારણે આજનો દિવસ મહિલા વિશેષ છે. આ નિમિત્તે શું આપવું એમ વિચારતો હતો ત્યાં મારું ધ્યાન ગયું કે આજે ફન-એન-ગ્યાન ટૂલબારના ડાઉનલોડની સંખ્યા ૫૦૦ના પડાવ પર પહોંચી છે ત્યારે  આ વિચાર આવ્યો - આજે ગુજરાતી બ્લોગ જગતમાં મહિલાઓના બ્લોગનો એક અલગ વિભાગ ફન-એન-ગ્યાન ટૂલબાર પર બનાવવો. Read the rest of this entry »

ગુજરાતીનું ભાવિ ગુજરાતીઓના હાથમાં

with 3 comments

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રીનો પત્ર - નારાયણ દેસાઈ (જુલાઈ ૨૦૦૮)

ગુજરાતી ભાષાના ભાવિ અંગે આજકાલ થોડો ઊહાપોહ થયો છે. આપણી માતૃભાષા બેત્રણ દાયકાઓમાં તો સાવ ભૂંસાઈ કે ભુલાઈ જશે એમ કેટલાંક વિદ્વાનો કહે છે. બીજા કેટલાક કહે છે કે એમ કદાપિ નહીં થાય. ગુજરાતીના ભાવિ અંગે દર્દભર્યો વરતારો કરનારાઓનાં મનમાં પણ ચિંતા જ ભરેલી છે, તેઓ કાંઈ ભાષાને શાપ આપવા નથી ઈચ્છતા. અને એમની વાત ન સ્વીકારનારાઓ ભાવિ અંગે પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે, પરંતુ તેઓ ભાષા અંગે બેફિકર નથી. તેઓ સાવ નચિંત છે, એમ પણ ન કહેવાય. આ બંને પક્ષોનો સાધારણ ભાવ  તો ભાષા પ્રત્યેનો પ્રેમ જ છે. તેથી ચિંતા અને શ્રધ્ધા બંનેની પાછળનાં કારણો સાથે તપાસીએ. તેમ કરવું ગુજરાતી ભાષાના પ્રેમીઓને સારુ હિતકારક નીવડે. વિદ્વાનો અને પંડિતો આ બાબત ઘણા ઊંડા ઊતરી શકે. આ બાબત મારી રજૂઆત તો એક ભાષાપ્રેમી સાધારણ નાગરિક તરીકેની જ છે.

- વધુ વાંચવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

(આ લિન્ક મોકલવા માટે પંચમ શુક્લનો ખૂબ ખૂબ આભાર)

Written by વિનય ખત્રી

July 29th, 2008 at 7:58 am

દિવ્ય ભાસ્કર અને પ્રુફ રીડર

with 18 comments

પ્રિય મિત્રો,

રવિવારે પોસ્ટ નહીં મૂકવાનો વિચાર કર્યો હતો પણ આજે આ પોસ્ટ મૂક્યા વગર રહી શકતો નથી.

આજે વાત કરવી છે દિવ્ય ભાસ્કરની વેબસાઈટ વિશે. સરસ મજાની સાઈટ છે, વાચન વૈવિધ્ય છે, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિશે સરસ લેખોય આપે છે પણ ખાટલે મોટી ખોડ છે ગરબડીયા અક્ષર (Junk Characters). થોડા સમય પહેલાં કાર્તિક મિસ્ત્રીએ શબ્દો ચોર્યા વગર તેમના બ્લોગ પર લખ્યું હતું કે “દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે” અને મારે પણ આજે આ જ વાત અહીં કરવી છે.

જે સુવિધા વડે હું આ લેખ લખી રહ્યો છું તે ગુજરાતી ટાઈપપેડના સર્જક વિશાલ મોણપરા પર દિવ્ય ભાસ્કરના પત્રકાર લલિત ખંભાયતાએ એક લેખ કર્યો “અષ્ટાવક્ર કી-બોર્ડના સર્જક વિશાલ મોણપરા” લેખ સરસ થયો પણ જ્યારે ટાઈપપેડની લિન્કની જગ્યાએ આવ્યા ગરબડીયા અક્ષરઃ ત્ર્દ્દદ્દષ્ટ://ફુફૂૃં.રુiસ્ન્ર્ત્ર્ીશ્રંઁ.ઁફૂદ્દ/ ઞ્યસ્ત્ર્aર્શ્વીદ્દi વ્ક્કષ્ટફૂભ્ફૂફુ.ત્ર્દ્દૃઃRead the rest of this entry »

Written by વિનય ખત્રી

July 27th, 2008 at 7:00 am

ટૂલબારની ‘સાયબર સફર’

with 9 comments

પ્રિય મિત્રો,

ગઇકાલના દિવ્ય ભાસ્કરની કળશ પુર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં ટૂલબાર વિશે એક સરસ લેખ છે: ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર, જેમાં નિલેશભાઇના ‘કાકાસાબ ટૂલબાર’ અને આપણા ફન-એન-ગ્યાન ટૂલબાર વિશે હિમાંશુભાઇ કીકાણીએ સરસ છણાવટ કરી છે:

ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર - હિમાંશુ કીકાણી

આવા સરસ લેખ માટે હિમાંશુભાઇનો ખૂબ ખૂબ આભાર. હિમાંશુભાઇના લેખ દિવ્ય ભાસ્કર ઉપરાંત તેમના બ્લોગ આલેખન અને તેમની વેબસાઇટ માય ગુજરાત પર પણ વાંચી શકાય છે.

Written by વિનય ખત્રી

June 26th, 2008 at 7:00 am