Jan 292016
 

પ્રિય મિત્રો,

૨૯/૩૬૬

આ બ્લૉગ પર અદભુત કળાના નમુના તમે જોયા જ હશે પણ આજે એક એવી વસ્તુમાંથી કળાના અદભુત નમુનાઓ વિશે જાણીશું.

ડુંગળી (કાંદા) – (ચુસ્ત) વૈશ્ણવમાં વર્જિત એવી ગંધાતી ડુંગળીમાંથી પણ કલાના અદભુત નમુનાઓ રચી શકાય છે, જુઓ…

onion art 02 onion art 01

onion art 06aaa

onion art 07 onion art 08

onion art 12a onion art 14

onion art 15

onion art 36 onion art 37

આ ફોટા તમને કદાચ સોસિયલ મિડિયા દ્વારા આ પહેલા પણ મળ્યા હશે પણ માહિતી નહીં. ફોટો ડમ્પ સાઈટ અને એવી સાઈટ પરથી ફોટો લઈ પોતાની સાઈટ સજાવતા બ્લોગ અને ફનએનગ્યાનમાં એ જ ફરક છે, ત્યાં ફક્ત ઢગલા બંધ ફોટો કોઈ પણ જાતની માહિતી વગર મૂકી દેવાય છે. અહીં ઈન્ટરનેટના ખૂણેખાંચરે જઈ ખાંખાખોળા કર્રી એ ફોટોના મૂળમાં જઈ માહિતી સહિત રજુ કરાય છે.

આ ડુંગળી વડે અદભુત કળાકૃતિઓની રચના કરનાર કલાકાર છે તમારા બોન્ડર. યુક્રેનની આ કળાકાર ‘પેટ્રીકોવ્કા’ ગામના નામ પરથી પ્રચલિર લોક ચિત્રકળાનો શોખ ધરાવે છે. આ ગામ રાષ્ટ્રિય કળા-કારીગીરીનું જન્મસ્થાન ગણાય છે. ‘પેટ્રીકોવ્કા’ લોક ચિત્રકળામાં રસોડાની વસ્તુઓ, કપડા અને ફર્નિચર વડે સુશોભન કરવામાં આવે છે. તણીને એક વખત વિચાર આવ્યો કે જમવાનું ટેબલ પેટ્રીકોવ્કાના અંદાજમાં સજાવું અને તેણીએ ડુંગળીને મુખ્ય ઘટક તરીકે લઈ તેમાં ગાજર, ભાજીઓ વગેરે લઈ થાળી સજાવી. આ ફુડ કળા પેટ્રીકોવ્કા ઓનિઅન આર્ટ તરીકે ઓળખાય છે. યુક્રેનમાં તેને Tsibulyana Petrikіvka કહે છે.

તમારા બોન્ડરએ ‘કિચન’ નામના છાપામાં ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું છે. પહેલા તેણીએ શાકભાજી વડે થાળી સજાવીને રજુ કરી ‘જાતે સજાવો’ના નામે લેખ લખ્યો જે લોકોને બહુ પસંદ પડ્યો. તેણી એ પહેલા ડુંગળી અને લીલા શાકભાજી વડે સુશોભન કર્યું પછી ડાળીઓ, બીજા શાકભાજી વાપર્યા અને આપણે મળ્યા કળાસભર શાકભાજી સુશોભનો આ અદભુત નમુનાઓ.

વધુ ફોટા માટે ક્લિક…!

– વિનય ખત્રી

વિશેષ વાંચન :

ડુંગળીની છાલમાથી બનતા કળાના અદભુત નમુના

Jan 272016
 

પ્રિય મિત્રો,

૨૭/૩૬૬

આજે અહીં માર્ચ ૨૦૦૮માં મૂકેલી પોસ્ટ ફરી એક વાર – ચોક વડે અ‌દ્ભુ‍ત કળા

streetArt

-વિનય ખત્રી

Jan 212016
 

પ્રિય મિત્રો,

૨૧/૩૬૬

ઈન્ટરનેટ પર ફરતા ફોટા ઘણીવાર ફોટોશોપ (ફોટોમાં ફેરફાર કરી શકે તેવું સોફ્ટવેર) વડે બન્યા હોય છે અને આપણે મૂર્ખ.

આવો જ એક ફોટો મને વૉટ્સએપ પર મળ્યો. મને યાદ આવ્યું એ આના વિશે તો મેં બ્લોગ પર લખ્યું છે. મેં મારા બ્લોગ પર ખાંખાખોળા કર્યા તો આ પોસ્ટ પ્રસિદ્ધ નહોતી થઈ, ડ્રાફ્ટમાં મળી આવી.

અડધું લીલું અને અડધું લાલ સફરજન કાપીને બે અડધિયા જોડ્યા હોય એવું તમને લાગતું હોય અથવા ફોટોશોપની કમાલ છે તો થોભો.

ઈંગ્લેન્ડના દેવન દેશના કોલાટન રીલાઈ ગામડામાં રહેતા ૭૨ વર્ષીય રીટાયર્ડ ડેકોરેટર/પેઈન્ટર કેન મોરીશે જ્યારે પોતાના બાગમાંથી આ સફરજન જોયું તો પહેલા તેમને લાગ્યું કે કોઈકે મજાક કરવા માટે અડધું રંગી નાખ્યું હશે! પણ પછી ધ્યાનથી અને નજીકથી જોતાં ખ્યાલ આવ્યો કે સ્પ્લિટ પર્સનાલિટીનો આ અદભુત નમુનો છે.

૪૨ વર્ષથી સફરજન ઉગાડતા કેનદાદા આ અદભુત સફરજનને લીધે સેલિબ્રિટી બનાવી દીધા અને ફોટો પાડવા માટે લાઈનો લાગવા લાગી. તમનો આ સફરજન ખાવાની ઈચ્છા નથી અને તેમણે આ સફરજન ફ્રીજમાં રાખ્યું છે અને ગામડાવાળા ફોટો લેવા આવે ત્યારે દેખાડે છે.

એક્સપર્ટ કહે છે કે સફરજન આવી રીતે અડધું લાલ અને અડધું લીલું બને એવી શક્યતા ૧૦ લાખમાં એક હોય છે. હોર્ટીકલ્ચરીસ્ટ કહે છે કે સફરજનનું આવી રીતે અડધા ભાગમાં રંગ બદલવું શક્ય બન્યું હશે મ્યુટેશનને કારણે. સફરજનનો લાલ ભાગ વધુ મીઠો હશે અને આ ભાગ પર સૂર્યના કિરણો વધુ પડ્યા હશે. આવી રીતે મ્યુટેશન થવું સામાન્ય છે, ગયા વર્ષે એક મહિલાએ કેળાની છાલ ઊતારી તો જોયું કે કેળું લાલ રંગનું હતું. મ્યુટેશન થવાનું કારણ બની શકે કે ઠંડું હવામાન, તાપમાનમાં વધ-ઘટ કે કોઈ જીવડાને કારણે હોઈ શકે. આ બધી વાતો આ સરફરજન લઈ કેનદાદા નજીકની કોલેજમાં ગયા ત્યારે ત્યાંના પ્રોફેસર પાસેથી જાણવા મળી.

ફોટો/માહિતી – ડેઈલી મેઈલ (૨૪ સપ્ટેંબર ૨૦૦૯)

માનવામાં ન આવે તેવી આ વાત સાચી છે અને હજી સુધી કોઈએ તેને hoax (ખોટી) હોવાનું કહ્યું હોય તેવું મારી જાણમાં નથી.

– વિનય ખત્રી

Jan 072016
 

પ્રિય મિત્રો,

૭/૩૬૬

હું ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫’ના તારણો કાઢવામાં પડ્યો છું, પણ તમે માણો અને જાણો ‘પેન્સિલ વડે અદભુત કળા’

pencilart

આ લેખ ૨૫ ડિસેમ્બર ૨૦૦૭ના મૂક્યો હતો અને બધાને બહુ જ ગમ્યો હતો.

પેન્સિલ વડે અદભૂત કળા