પ્રિય મિત્રો,

ગઈકાલની ઘડિયાળવાળી પોસ્ટ બની તેની પાછળ એક સાઈટનો હાથ હતો અને તે સાઈટ છે – પિનટરેસ્ટ!

આ સાઈટ એક જાતનું વર્ચ્યુઅલ પિનબોર્ડ છે જે ઈન્ટરનેટ પર ગમી ગયેલી સુંદર મજાની વસ્તુને એક જગ્યાએ ગોઠવી શકીએ છીએ અને આપણી ગમતી વસ્તુઓ બીજા સાથે ‘શેર’ કરી શકીએ છીએ અને બીજાને ગમતી વસ્તુઓ આપણે જોઇ શકીએ છીએ. આમ આ સાઈટનો ઉપયોગ કરીને મનગમતી વસ્તુઓનો ‘વર્ચ્યુઅલ’ સંગ્રહ બનાવી શકાય છે.

દા.ત. જાત જાતના ઘડિયાળનો સંગ્રહ

પિનટરેસ્ટ.કોમ

તો માણો જાત-જાતની અને ભાત-ભાતની વસ્તુઓના સંગ્રહ અને/અથવા બનાવો તમારો પોતાનો સંગ્રહ પિનટરેસ્ટ.કોમ પર!

આ સાઈટ તમને કેવી લાગી? કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે….!

 

પ્રિય મિત્રો,

રવિવારે મુકેલી પોસ્ટમાં એક ચિત્ર મૂકીને પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી બતાવો: આ શું છે? શેનું ચિત્ર છે? તેનો જવાબ છે: ઘડિયાળ. મોટાભાગના પ્રતિભાવકોના જવાબ સાચા છે. ભાગ લેનાર દરેકનો આભાર અને અભિનંદન.

વિગતવાર વાત કરીએ તો આ શબ્દ ઘડિયાળ (word clock) છે જે વર્તમાન સમય શબ્દોમાં દર્શાવે છે. નીચે દર્શાવેલું ચિત્રમાંનું શબ્દ ઘડિયાળ પોણા ત્રણ વાગ્યા છે એમ દર્શાવે છે!

ઘડિયાળ

એક સમય હતો જ્યારે દરેકના ઘરમાં મોરબીના લોલકવાળા ઘડિયાળ જોવા મળતા, પછી ધીમે ધીમે લોલકવાળા ઘડિયાળની જગ્યાએ ક્વાર્ટ્ઝ ઘડિયાળ આવી ગયા.

શોખીન વ્યક્તિઓ જૂના/નવાં, એન્ટિક કે આધુનિક ઘડિયાળ લાવીને દિવાલે ટાંગતી થઈ અને પોતે (પોતાની ચોઈસ) કંઈક હટકે છે એવું ઘરમાં પ્રવેશનારને દિવાલે ટાંગેલી ઘડિયાળ જોઈને પ્રતિત કરાવવા લાગી.

ક્રિએટિવ વ્યક્તિઓ સમયની સાથે પોતાની ક્રિએટિવિટી દર્શાવવા માટે કેનવાસ પર કુદરતી દૃષ્ય દોરીને તેને ઘડિયાળ વાળી ફ્રેમમાં મઢાવીને દિવાલની શોભા વધારવા લાગી.

ડૉ

આવા જ પ્રયાસમાં, ઓસ્ટ્રેલિયાના ડાઉગ જેકસન નામની વ્યક્તિએ ઘરની શોભા વધારનારું અને જોનારને વિચારતા કરી દે તેવું, સરળ અને ઓછા ખર્ચમાં જાતે બનાવી શકાય તેવું ઘડિયાળ બનાવ્યું. ડાઉગ કહે છે કે આ શબ્દ ઘડિયાળ બનાવવા પાછળ બે કારણો છે, ૧) મારી પત્ની મેઘન, જે અંગ્રેજી શિક્ષક છે, તેને આશ્ચર્યજનક ભેટ આપવાનો વિચાર અને ૨) લોકોને સરળ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ જાતે બનાવતાં શીખવવાનો.

શબ્દ ઘડિયાળ વિશે સચિત્ર અને વિગતવાર માહિતી (કેવી રીતે બનાવશો? કયા કયા પાર્ટ્સ લાગશે?) માટે આ સાઈટની મુલાકાત લો: http://www.dougswordclock.com

જુલાઈ ૨૦૦૮માં પણ આવો જ એક પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી કાઢો આ શું છે?

 

પ્રિય મિત્રો,

નીચેનું ચિત્ર જોઈને ઓળખી વતાવો કે આ શું છે? શેનું ચિત્ર છે?

આ શું છે? શેનું ચિત્ર છે?

હિન્ટ/ક્લ્યુ: ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ કે ગૂગલ ઈમેજ સર્ચ સેવાનો ઉપયોગ કરીને જવાબ જાણવાની અંચઈ કરવાની મનાઈ છે!

નોંધ: અહીં થોડા સમય માટે કૉમેન્ટ મોડરેટ કરવામાં આવશે અને સાચા જવાબ અને માહિતી સાથે મંગળ્વાર સવારે ૭ વાગ્યે (IST) અપ્રુવ કરવામાં આવશે.

સાચો જવાબ અને વિગતવાર માહિતી માટે વાંચો = http://funngyan.com/2012/01/10/ghadiyal/

 

પ્રિય મિત્રો,

‘ચીઝ’ શબ્દ વાંચીને તમને ચીઝ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, પીત્જા અને ચીઝ દાબેલી (હા, પુણેમાં ચીઝ દાબેલી પણ મળે છે!) વગેરે વાનગીઓ યાદ આવી હશે. પણ આ વાનગી વિભાગ નથી, આ અદ્‌ભુત કળાનો વિભાગ છે અને અહીં આપણે એવી કળાઓ વિશે જાણીએ છીએ કે જેને જોઈને મોઢામાંથી એક જ શબ્દ નીકળે, અદ્‌ભુત!

સૌ પ્રથમ આપણે કેટલીક રચનાઓ જોઈએ…

Continue reading »

 

પ્રિય મિત્રો,

અદ્‌ભુત કળાના આ વિભાગમાં આજે આપણે એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેને છ છ પ્રોગ્રામિંગ લેગ્વેજીસ આવડે છે અને ઉંમર છે માત્ર નવ વર્ષ!

લિમ ડિંગ વેન નામના મૂળ મલેશિયાના હાલ સિગાપોરમાં રહેતા અને ૪થા ધોરણમાં ભણતા  ૯ વર્ષીય બાળકે એપલ કંપનીના બહુ ચર્ચીત આઈફોન માટે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. ડૂડલ કિડ્સ નામના આ સોફ્ટવેર વડે આઈફોન પર માત્ર આંગળી ફેરવીને ચિત્ર બનાવી શકાય છે! ચિત્ર ભૂંસવા માટે ફક્ત આઈફોનને ‘હલાવવા’ની જરૂર રહે છે.  આ સોફ્ટવેર ૪,૦૦૦થી વધારે વખત ડાઉનલોડ થઈ ચૂક્યું છે એવો રોઈટર અને બીબીસીનો અહેવાલ છે.

“મેં આ પ્રોગ્રામ મારી નાની બહેનો માટે લખ્યો. તેમને ચિત્ર બનાવવા બહુ ગમે છે”, લિમ કહે છે. તેને એક ૩ વર્ષની અને બીજી પ વર્ષની બહેનો છે.

બે વર્ષની ઉંમરેથી કોમ્પ્યુટર વાપરતો થઈ ગયેલો આ ટેણિયો અત્યાર સુધી ૨૦ જેટલા પ્રોજેક્ટ્સ પૂરા કરી ચૂક્યો છે! તેના પપ્પા, લિમ થાઈ ચીન, ચીફ ટેક્નોલોજિ ઑફિસર છે અને આઈફોન એપ્લિકેશન્સ લખે છે.

વિશ્વના સૌથી યુવાન આઈફોન પ્રોગ્રામર તરીકે પંકાયેલા આ ટેણિયાને પ્રોગ્રામિંગના પુસ્તકો વાંચવાની મજા પડે છે અને હવે તે ‘ઈનવેડર વોર્સ‘ નામની સાયન્સ ફિક્શન ગેમ (આઈફોન માટે જ સ્તો!) લખી રહ્યો છે.

વધુ માહિતી માટે લિમ ડિંગ વેનની સાઈટ હાથ ક્લિક વગી જ છે: http://virtualgs.larwe.com/Virtual_GS/Lim_Ding_Wen.html

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME