FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘અદભૂત કળા’ Category

દિવાસળી વડે અદભૂત કળા

with 8 comments

ગઈકાલે આપણે પૂઠા વડે અદભૂત શિલ્પકળાની વાત કરી, આજે વાત કરવાના છીએ દિવાસળી વડે અદભૂત કળાની. ગઈકાલે આપણે જોઈ પૂઠાની સાયકલ, આજે જોઇશું દિવાસળીઓ વડે બનેલી ફોર્મ્યુલા વન રેસર કાર!

Formula One Car from Matchsticks Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

August 5th, 2008 at 7:00 am

પૂઠા વડે અદભૂત શિલ્પકળા

with 3 comments

પ્રિય મિત્રો,

અદભૂત કળાના આ વિભાગમાં આપણે વિવિધ કળાની જાણકારી મેળવીએ છીએ. આજનો વિષય છે પૂઠા વડે અદભૂત શિલ્પકળા.

Amazing Art with Cardboard

આ સાયકલ જોઇને તમને થશે કે ચાલો એક આંટો મારી આવું પણ થોભો.આ સાચી સાયકલ નથી પણ ગુંદર વડે ચોંટાળીને બનાવેલું પૂઠાનું શિલ્પ છે અને તેના રચનાકાર છે એક અંગ્રેજ કલાકારઃ Chris Gilmour

સામાન્ય સાયકલ જેવડું જ શિલ્પ ફક્ત પૂઠા અને ગુંદર વડે બનેલું છે. તેમાં ટેકા માટે લાકડું કે લોખંડ કંઈ પણ વાપર્યું નથી.

કલાકારના બીજા શિલ્પ અને વધુ વિગતો માટે કલાકારની વેબસાઈટની મુલાકાત લો (જોકે કલાકાર અંતર્મુખી છે, બહુ ઓછી વિગત મૂકી છે).

Written by વિનય ખત્રી 'અનિમેષ'

August 4th, 2008 at 7:00 am

તરબૂચ પર અદભૂત શિલ્પકળા

with 3 comments

પ્રિય મિત્રો, ઘણા સમય પછી અદભૂત કળા વિભાગમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું.

Watermelon Art

આજે આપણે વાત કરવાના છીએ તરબૂચ પર અદભૂત શિલ્પકળા વિશે. જેમ અમેરિકામાં ફળો-શાકભાજી પર કળા-કારીગરી કરવા માટે કોળું વપરાય છે તેમ એશિયન દેશોમાં તરબૂચ પર કળા કરવામાં આવે છે. ખાસ કરીને થાઇલેન્ડ, ચીન અને જાપાનના કળાકારો આ કલામાં માહેર છે.  Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 21st, 2008 at 7:00 am

Protected: અશક્ય કેવી રીતે શક્ય થયું?

without comments

This post is password protected. To view it please enter your password below:


Written by વિનય ખત્રી 'અનિમેષ'

June 21st, 2008 at 7:01 am

આ ભાઇ તો હવા પર ચાલે છે!

with 9 comments

એક વાચક તરફથી ફોર્વર્ડેડ ઇમેઇલ મળી જેમાં એવા ફોટા જોવા મળ્યા કે ન્યુટન પણ ગુરુત્વાકર્ષણનો નિયમ ભૂલી જાય!

આ ભાઇ તો હવા પર ચાલે છે!

Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

June 21st, 2008 at 7:00 am

અદભૂત શિલ્પકળા, સોયના નાકામાં!

with 7 comments

Henry-VIIIસોય વડે થતી કળા - ભરત, ગુંથણ વિશે આપણે જાણીએ છીએ, શિલ્પકળા વિશે પણ આપણે જાણીએ છીએ, પણ આજે જે અદભૂત કળાની વાત કરવાના છીએ તે વિશે જાણવાનું તો દૂર, માનવાનું પણ થોડું અઘરું પડે: અતિસુક્ષ્મ અને અદભૂત શિલ્પકળા, સોયના નાકાની અંદર!

અહીં જમણી બાજુએ જે ચિત્ર છે તે જોઇને આપને ખ્યાલ આવી ગયો હશે કે સોયના નાકાની અંદર સાત-સાત જણાનું શિલ્પ બનાવવું એટલે કેટલું સુક્ષ્મ કામ હશે અને આ અતિસુક્ષ્મ શિલ્પકળાના કલાકાર છે વિલાર્ડ વિગન, તેઓ વિશ્વમાં એક માત્ર કલાકાર છે જેઓ આટલું જીણું કાંતે છે, આઇ મીન આટલા નાના શિલ્પ બનાવે છે! Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

June 20th, 2008 at 7:20 am

ઈંડાના કોચલાનું નકશીકામ

with 4 comments

અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે જોઈ ગયા પીછાં પર અદભૂત ચિત્રકળા. આજે જોઈશું ઈંડાના કોચલાનું નકશીકામ:

ઈંડાના કોચલાનું નકશીકામ (photo: flickr.com) Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

May 16th, 2008 at 7:00 am