પ્રિય મિત્રો,

થોડી વ્યસ્તતાને કારણે આજે આપણે લેખને બદલે એક રમૂજી ચિત્ર માણીશું, કહેવાય છે ને કે એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે.

આ ચિત્ર મસ્કત એરપોર્ટનું છે. ત્યાં આપમેળે ઉપર લઈ જતાં પગથિયાં (એસ્કેલેટર) પર એક એરલાઈન્સની જાહેરાત મૂકવામાં આવી છે. જાહેરાત જેવી રીતે મૂકવામાં આવી છે તે જોઇને એરલાઈન્સ કંપનીનું ભવિષ્ય સાફ દેખાય છે. ભવિષ્યમાં આ જાહેરખબર મૂકનાર એજન્સીની સેવા લેનાર કંપનીનું ‘ટેકઑફ્ફ’ પહેલા જ ‘લેન્ડીંગ’ એટલે કે ધબ્બાય નમઃ થવું સ્વાભાવિક છે. તમારું શું માનવું છે?

સ્ત્રોત અને સૌજન્યઃ ફ્લાઈટ.ઓર્ગ

 

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર ફરતો એક ટૂચકો મારા સુધી પહોંચ્યો અને લ્યો, તેને હું તમારા સુધી પહોંચાડી દઉં…

અમેરિકન પત્ની અને ભારતિય પત્નીમાં શું ફરક?

અમેરિકન પત્ની એના પતિને કહશે, ‘એ યુ’ (Au), જ્યારે ભારતિય પત્ની તેના પતિને કહેશે ‘એ જી (Ag) સુનતે હો…?  તમને તો ખબર જ હશે કે એજી એ ચાંદીની સંજ્ઞા છે અને એયુ એટલે સોનું!

 

પ્રિય મિત્રો,

આજે બે ચબરાકિયા આપણે માણીએ…

૧) ૨૦૦ કરોડનો આસામી ૨૨૦૦ રૂપિયા પગારવાળા માણસને પ્રેમથી ‘આવો શેઠ’ કહે ત્યારે સમજવું કે….

  • ૨૦૦ કરોડના આસામીને બે પૈસા ફાયદો થવાનો હશે, અને
  • ૨૦૦ કરોડનો આસામી ગુજરાતી હશે.

-લલિત લાડ, અભિયાન, વાર્ષિક અંકના એક લેખમાંથી…

૨) ૨૨૦સીસીની કરિઝ્મા હોય કે ૩૫૦સીસીની બુલેટ હોય કે પછી ૬૦૦સીસીની હોન્ડા સ્પોર્ટ્સ બાઈક હોય પણ તે ૮૦ સીસીને સ્કૂટીને ઓવરટેક ન કરી શકે..

  • કારણ કે એ ૮૦ સીસીનું સ્કૂટી એક સુંદર છોકરી ચલાવતી હોય!
  • અને ૨૦૦+ સીસી બાઈક કોઈ યુવાન દિલ ચલાવી રહ્યું હોય!

એક યુવાન તરફથી મળેલા ટ્વિટમાંથી!

 

પહેલા દુધ, પછી સોફ્ટ ડ્રીંક, પછી હાર્ડ ડ્રીંક, પછી ટૉનિક, પછી સલાઈન અને છેલ્લે ગંગાજળ!

વિશેષ વાંચન:

 

સોમવારે ચીજ વિશે લખવું છે તો તેની પૂર્વભૂમિકા રૂપે આજે માણો અમુલ બટરની જાહેરખબરો:

અમુલ બટરની બધી જ જાહેરખબરો જોવા માટે અહીં ક્લિક કરો.

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME