Aug 082011
 

પ્રિય મિત્રો,

આજે ફરી એક વાર એક સાથે ત્રણ વિષય લઈને હાજર થયો છું.

૧) અમદાવાદ મુલાકાત

ગયા અઠવાડિયે અમદાવાદ જઈ આવ્યો. પુણેથી અમદાવાદ જતી વખતે રસ્તામાં વહેલી સવારે ભરૂચ આવ્યું. બસે વિરામ લીધો. અડધી (કાચી) ઊંઘમાંથી ઊઠીને નીચે ઊતર્યો, છાપું લીધું: દિવ્ય ભાસ્કર (ભરૂચ આવૃતિ). છાપું જોતાં જ ત્રણ બાબતો એવી ધ્યાનમાં આવી કે ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ! કઈ હતી એ બાબતો?

  1. છાપાની કિંમત રૂ. ૨.૨૫ (સવા બે)! પાવલી ક્યારની ચલણમાંથી બંધ થઈ ગઈ છે અને હવે સત્તાવાર રીતે ૧લી જુલાઈથી પાછી ખેંચી લેવાઈ છે એવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર દિવ્ય ભાસ્કરને આ બાબતની ખબર નથી કે શું? છાપાવાળાને અઢી રૂપિયા આપ્યા પછી ૨૫ પૈસા પાછા કેમ લેવા? અથવા બે રૂપિયા આપીને ઉપરના પચીસ પૈસા કેમ આપવા? ઊંઘ ઊડવાનું પહેલું કારણ!
  2. છાપું વચ્ચેથી ચોક્ક્સ માપનું કપાયેલું હતું! પહેલા આશ્ચર્ય થયું પછી યાદ આવ્યું કે છાપાવેચનારાએ ઈનામી કૂપન કાપી લીધું છે. ઊંઘ ઊડી જવાનું બીજું કારણ, દિવ્ય ભાસ્કર આ ઈનામી યોજના દ્વારા ખરેખર કોને ખુશ કરવા માગે છે છાપું વાચનારને કે પછી છાપું વેચનારને?
  3. ત્રીજું કારણ બહુ જ મજાનું છે. પહેલા પાને મુખ્ય સમાચાર વાંચવા મળ્યા, આવકવેરો ભરવામાં મુંબઈ-દિલ્લી માઈનસમાં, ગુજરાત નંબર વન! ખુશી થઈ. ગુડ. Continue reading »
Aug 022011
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલાં આપણે ટીનઆઈના પ્લગઈન અને સાઈટ વડે રીવર્સ ઈમેજ સર્ચ વડે ચિત્રના ખાંખાખોળા કેવી રીતે કરી શકાય તે જાણ્યું. આજે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર માટેના ગૂગલ ઈમેજ સર્ચ એક્ષટેન્સન વિશે જાણીશું.

ગૂગલ ઈમેજ સર્ચ વિશે તો જાણતા જ હશો. ગૂગલ પર બે અલગ અલગ રીતે ચિત્રો શોધી શકાય છે.

દા.ત. પતંગનું ચિત્ર શોધવા માટે ગૂગલ ઈમેજ સર્ચમાં પતંગ OR kite લખી સર્ચ કરો.

બીજી રીત છે એવી છે કે, ધારો કે પતંગ ચગાવતા છોકરાનું ચિત્ર તમારી પાસે છે અને તમને એના જેવું બીજું ચિત્ર શોધવું છે.

પતંગ ચગાવતો છોકરો

તો તે માટે ગૂગલ ઈમેજ સર્ચ પર જઈને નીચેના ચિત્રમાં દર્શાવ્યા (૧) પ્રમાણે કેમેરા પર ક્લિક કરો.

હવે, નીચે પ્રમાણેનો ડાયલોગ બોક્ષ ખુલશે જેમાં ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે Upload an image (૨) પર ક્લિક કરો, Choose File (૩)નું બટન દેખાશે તેના પર ક્લિક કરી, તમે જે ચિત્ર શોધવા માગો છો તે ફાઈલને સિલક્ટ કરો. Continue reading »

Jul 192011
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં દિવ્ય ભાસ્કર પર એક લેખ પ્રસિદ્ધ થયો છે અને તેના પર અધધ કહી શકાય એટલા પ્રતિભાવ મળ્યા છે. અન્ય બ્લૉગ/વેબસાઈટ પરથી લખાણ લઈને (સૌજન્ય સાથે/વગર) પોતાનો બ્લૉગ સમૃદ્ધ કરતા કેટલાય પરોપજીવી બ્લૉગ પર પણ આ લેખ કૉપી-પેસ્ટ થયો છે. આ લેખની બીજી મજાની વાત એ છે કે વાચકો તરફથી કૉમેન્ટમાં મળતી પુરક માહિતી ઉમેરીને લેખને સતત અપડેટ કરવામાં આવી રહ્યો છે!

જાણો, ગુજરાતના ક્યા ક્યા શહેરની કઇ કઇ વસ્તુ વખણાય છે? – દિવ્ય ભાસ્કર

દિવ્ય ભાસ્કરના આ લેખની લિન્ક અહીં મૂકવાના બે ખાસ કારણો છે. પહેલું કારણ દેખીતું છે કે ગુજરાતના કયા શહેરની કઈ વાનગી, કયો જોઈન્ટ વખણાય તેની અપટુડેટ યાદી આપની સાથે શેર કરવા માટે. અને બીજું, બ્લૉગને લોકપ્રિય કેવી રીતે બનાવશો? એ પ્રશ્નનો ઉત્તર આ લેખ અને તેને મળેલા પ્રતિભાવો જોઈને મળી જાય છે!

વર્ષો પહેલા એક ગુજરાતી ફિલ્મ જોઈ હતી જેમાં એક ગીત હતું, ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી. મને યાદ છે ત્યાં સુધી જાણીતા હાસ્ય અભિનેતા રમેશ મહેતા પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું અને ગીતમાં ગુજરાતની જાણીતી વાનગીઓના નામ હતા. લો તમે પણ સાંભળો આ ગીત, વિનોદ રાઠોડના સ્વરમાં રણકાર.કોમ પર! Continue reading »

Jul 092011
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી એક મસ્ત મજાના સરળ, સ્વચ્છ અને સુંદર અક્ષરોવાળા નવા થીમ Châteauની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે.

સરળ, સ્વચ્છ, સુઘડ લખાણ અને જીણવટ ભરી ડિઝાઈનવાળું આ થીમ ઈગ્નેશિયો રીકીએ બનાવ્યું છે. વાચકનું ધ્યાન ફક્ત લખાણ પર જાય એવા આ થીમમાં થીમનો મુખ્ય રંગ (અહીં ઈંટ જેવો લાલ રંગ લીધો છે), લાઈટ (સફેદ) અને ડાર્ક (કાળી) એમ બે કલર સ્કિમ, ડાબે અથવા જમણે અથવા વિના સાઈડબાર એમ ત્રણ પ્રકારના લેઆઉટ, મનપસંદ શિર્ષક ચિત્ર (હેડર ઈમેજ), મનપસંદ બેકગ્રાઉન્ડ, છ જગ્યાએ વિજેટ મૂકવાની સગવડ અને ત્રણ પ્રકારની (Aside, Gallery અને Image) પોસ્ટ મૂકવાની સગવડ* સાથેનું આ થીમ બ્લૉગ બુકલેટ પર આવું દેખાય છે: Continue reading »

Jun 282011
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલા ઈન્ટરનેટ પર એક ટૂચકો ફરતો હતો, ફેસબુક વડે પૈસા કમાઓ! જેમાં ફેસબુકનું તમારું આઈડી ડિલિટ કરવાની રીત દર્શાવવામાં આવી હતી અને અંતે કામે લાગી જવાનું કહેવામાં આવ્યું હતું! ;)

સાચી વાત છે, ફેસબુકમાંથી નવરો થશે ત્યારે કામે લાગશે અને કામે લાગશે તો પૈસા આપોઆપ આવશે!

મૂળ વાત પર આવીએ તો શું કોઈ પણ સાઈટથી પીછો છોડાવવો સહેલો છે? ના, મોટાભાગની સાઈટ તમારું આઈડી ડિલિટ કરતી નથી પણ સસપેન્ડ કરી નાખે છે અને થોડા સમય પછી ફરી શરુ કરી દેતી હોય છે. ક્યારે તેઓ શરૂ કરી દેશે તે નાના ફોન્ટમાં ક્યાંક લખેલું હોય છે જે આપણને નં વંચાય કે આપણે તે ન વાંચીએ તેમાં જ આવી સાઈટની ભલાઈ રહેલી હોય છે!

તો આવી સાઈટથી પીછો કેવી રીતે છોડાવશો?

જવાબ છે અકાઉન્ટ કિલર.કોમ!

આ સાઈટ પર જાણીતી સાઈટ પરથી તમારું અકાઉન્ટ સંપૂર્ણ પણે કેવી રીતે દૂર કરવાનું તે માટેની વિધિ આપેલી છે. બહુ જ સરળ છે. અને, હા. તે માટે તમારે અકાઉન્ટકિલર.કોમ પર લોગઈન થવાની કે જે અકાઉન્ટથી પીછો છોડાવનો છે તેનો પાસવર્ડ આપવાની જરૂર પડતી નથી!

Powered By Indic IME