પ્રિય મિત્રો,

ઘણાં સમય પહેલાં એટલે કે એપ્રિલ ૨૦૦૯માં અહીં એક રમુજી ચિત્ર મુક્યું હતું, જૂનું ટીવી + ટાઈપરાઈટર + ઈસ્ત્રી = કોમ્પ્યુટર? આજે ફરી એવું જ એક ચિત્ર મુકું છું. જેમાં સામાન્ય દેખાતી વસ્તુઓ વડે અસામાન્ય દેખાવ ઊભો કરવામાં આવ્યો હોય. હકિકતમાં વસ્તુઓ અલગ હોય અને માહોલ કોઈ જુદો જ રચાતો હોય…

રમુજી ચિત્ર (ફોટો સૌજન્ય)

ઉપરના ચિત્રમાં વાહનનું પૈડું અને ઈલેક્ટ્રિક સેન્ડ મશિન દ્વારા અલગ જ માહોલ ઊભો કરવામાં આવ્યો છે…!

 

પ્રિય મિત્રો,

ગઈકાલે પિનટરેસ્ટ વિશે પોસ્ટ બનાવી હતી તે વાંચીને મુંબઈથી ખીચીકાકાનું સૂચન આવ્યું કે વિનય, આ પ્રકારની સેવા આપતી બીજી પણ સાઈટ્સ હશે જેનો બ્લૉગ પર પરિચય કરાવ…

ખીચીકાકાને આપ ઓળખતા જ હશો, જેમણે કૉપી-પેસ્ટિયાઓ માટે સોફ્ટવેર બનાવવાની વાત કરી હતી!

આ સૂચન પાછળ ખીચીકાકાનું કહેવું એમ હતું કે કૉપી-પેસ્ટિયાઓ નક્કામી વાનર નકલ કરીને ગધેડાની જેમ કૉપી-પેસ્ટ કરવાની મજુરી કરે છે. ગમતા લેખ મિત્રો સાથે શેર કરવા માટે સોસિયલ બુકમાર્ક સેવા જેવા સ્માર્ટ વિકલ્પ છે જ!

તો ચાલો, ખીચીકાકાના સૂચનને માન આપીને, આજે આપણે જોઈએ કે આ સોસિયલ બુકમાર્ક સેવા શું છે, કેવી રીતે કામ આવે અને આ સેવા આપતી પ્રચલિત અને પ્રમુખ સાઈટ કઈ છે?

સૌપ્રથમ સોસિયલ બુકમાર્ક સેવાની ઉપયોગીતા સમજીએ.

ધારો કે, ઈન્ટરનેટ સર્ફ કરતાં તમને એક સરસ મજાની વેબસાઈટ કે બ્લૉગ કે લેખ હાથ લાગી ગયો તો તેને ફરી વાંચી શકય તે માટે શું કરશો? તે લેખ મિત્રોને વંચાવી શકાય તે માટે શું કરો?

ફરી વાંચવા માટે તમે તેને તમારા બ્રાઉઝર પર ‘ફેવરીટ’ કે ‘બુકમાર્ક’ કરી શકો. મિત્રોને વંચાવવા માટે?

કદાચ આ પ્રશ્નનો સ્માર્ટ જવાબ કેટલાક લોકો પાસે નથી હોતો એટલે તેઓ લેખક/પ્રકાશકના કૉપીરાઈટની ‘ઐસી કી તૈસી’ કરી તરત જ કીબોર્ડ પર કંટ્રોલ એ (સિલેકટ ઑલ) અને કંટ્રોલ સી (કૉપી) કરી પોતાના બ્લૉગ પર નવી પોસ્ટ બનાવી તેમાં કંટ્રોલ વી (પેસ્ટ) કરી દેતા હશે!

બીજું બ્રાઉઝરમાં સેવ કર્યા હોય તે ફેવરીટ્સ કે બુકમાર્ક્સ ફક્ત આપણા કૉમ્પ્યુટર પર આપણે હોઈએ ત્યારે કામ આવે, પણ આપણે જ્યારે મિત્ર કે ઑફિસ કે સાયબર કેફેના કૉમ્પ્યુટર પર હોઈએ ત્યારે નકામા!

આ બધી સમસ્યાઓનું સમાધાન એટલે સોસિયલ બુકમાર્ક સેવા. નીચે દર્શાવેલી સાઈટ્સ જાણીતી સાઈટ છે જે આ સેવા બહુ જ સારી રીતે આપે છે:

૧) ડિલિશિયસ

આ સેવાનો પરિચય આગળ ઉપર આપણે કરી ગયા છીએ. આ સાઈટ પર તમે તમારું ખાતું ખોલાવ્યું ન હોય તો આજે ખોલાવી લો, કાલે આપણે આ સાઈટનો (અપડેટેડ) પરિચય કરીશું અને પ્રેક્ટિશ કરીશું…

૨) મીબો

૩) ડિગ

૪) રેડ્ડીટ

૫) સ્ટંબલ અપોન

આજે બસ આટલું, વિગતવાર પરિચય આવતી કાલે…

 

પ્રિય મિત્રો,

કીટલી લઈને ફરતા રાજસ્થાની ચાવાળાથી લઈને ૩૧ ડિસેમ્બરની ફાઈવ સ્ટાર ન્યુ યર પાર્ટીમાં ધૂમ મચાવનાર તમીળ ફિલ્મનું રજનીકાંતના જમાઈ ધનષે ગાયું છે અને કમલ હાસનીની દીકરી પર ફિલ્માવવામાં આવવાનું છે તે ટેંગ્લીશ ગીત ‘વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી?‘ મૂળ ઓરિજિનલ રચના નથી અને અનુ મલિકની સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘મુંબઈ સે આયા મેરા દોસ્ત’નું ગીત ‘ગાંવ મુજે પ્યારા લગે, શહેરો કા કિનારા લગે‘ પરથી પ્રેરીત છે એમ સંદેશનો આ લેખ કહે છે. કૉપીરાઈટ બાબદ અનુ મલિકે દરિયાદીલી દર્શાવી છે એમ લેખમાં જણાવાયું છે.

વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી? (વિડિયો, સૌ: સોની મ્યુઝિક અને યુટ્યુબ)

મુંબઈ સે આયા મેરા દોસ્ત (વિડિયો, સૌ: અલ્ટ્રા અને યુટ્યુબ)

બંને ગીત સાંભળ્યા પછી મને કંઈ સરખા પણું દેખાયું નહીં, તેથી થયું ચાલો અહીં બંને ગીત રજુ ક રી આપની મદદ લઉં. કરશો ને? તમારા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

વિશેષ વાંચન અથવા ઉપર લેખમાં મૂકેલી લિન્ક્સ ફરી એક વાર એક સાથેઃ

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME