Jan 052012
 

પ્રિય મિત્રો,

ગઈકાલે આપણે ગૂગલ પ્લસ ૧ બટન વિશે જાણ્યું. આજે જાણીએ કે આ સુવિધાઆપણે આપણા બ્લૉગ પર કેવી રીતે મૂકી શકીએ?

૧) વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટે (દા.ત. blogbooklet.wordpress.com):

વર્ડપ્રેસમાં લોગઈન થઈને કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુએ) ‘Settings’ પર ક્લિક કરી, Sharing’ પર ક્લિક કરો. ‘Sharing Settings’ નું પાનું ખુલશે જેમાં ‘Share Button’ વિભાગમાં જુઓ. ‘Available Services’માં ‘Google +1’નું બટન દેખાશે, જેની ખેંચીને (ડ્રેગ કરીને) નીચે ‘Enabled Service’માં લઈ જાઓ!

‘Enabled Services’ વિભાગ હવે આવું દેખાશે:

છેલ્લે ‘Save Changes’નું બટન દબાવવાનું ભૂલતા નહીં! તમારું કામ થઈ ગયું!

૨) સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ બ્લૉગ માટે (દાત. funngyan.com):

વર્ડપ્રેસમાં લોગઈન થઈ કંટ્રોલ પેનલમાં ‘Plugin’ વિભાગમાં જાઓ, ત્યાં ‘Addd New’ પર ક્લિક કરો. ‘Google +1 Button’ શોધી, ઈન્સ્ટોલ કરી, એક્ટિવેટ કરી લો!

Jan 042012
 

પ્રિય મિત્રો,

છેલ્લા કેટલાક સમયથી અહીં લાઈક બટનની સુવિધા ઉમેરવામાં આવી હતી (જુઓ બાજુનું ચિત્ર) જે વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટેના ‘લાઈક’ બટન જેટલી ઉપયોગી ન હોવાથી અને ગૂગલ તરફથી ઉમેરવામાં આવેલી સેવા ગૂગલ પ્લસ ૧ વધારે ઉપયોગી હોવાથી લાઈક બટન આજ થી દૂર કરવામાં આવે છે અને તેને બદલે  હવે ગૂગલ પ્લસ ૧ બટનનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.

ગૂગલ પ્લસ ૧

ગૂગલ પ્લસ ૧

કોઈ પોસ્ટ ગમી હોય પણ કૉમેન્ટ લખવાનો સમય ન હોય કે કૉમેન્ટમાં શું લખવું એવો પ્રશ્ન ઊભો હોય કે પછી કૉમેન્ટ બોક્ષમાં ફક્ત ‘ગમી’ એટલું લખીશું તો કેવું લાગશે એવ વિચારતા હો ત્યારે ‘લાઈક’ બટન બહુ જ ઉપયોગી સેવા છે. વર્ડપ્રેસનું ‘લાઈક’ બટન વર્ડપ્રેસના નેટવર્ક પર બહુ જ ઉપયોગી સાબિત થયું છે પણ વર્ડપ્રેસ સિવાયના બ્લૉગ માટે નકામું. જ્યારે ‘ગૂગલ’નું નેટવર્ક સર્વવ્યાપી છે. આમ ગૂગલની આ ‘પ્લસ ૧’ (જુઓ ડાબી બાજુનું ચિત્ર) સેવા અને તેનો લાભ બધાને મળશે. વર્ડપ્રેસના ‘લાઈક’ બટનની જેમ કોણે કોણે પોસ્ટને લાઈક કરી તે (બધાને) દર્શાવે છે. વધુમાં ગૂગલ સર્ચ કરતી વખતે પણ પરિણામ સાથે કોણે લાઈક કર્યું છે તે દર્શાવે છે.

ગૂગલ પ્લસ ૧ અને ગૂગલ પ્લસ બંને અલગ વસ્તુ છે. જો કે ગમતી પોસ્ટની યાદી (એટલે કે આપણે જે જે પોસ્ટ પર પ્લસ ૧નું બટન દબાવ્યું હોય તેની યાદી) ગૂગલ પ્લસ પર પ્રોફાઈલના પાના પર +૧ પર ક્લિક કરીને જોઈ શકાય છે.

વિશેષ વાંચન:

Aug 082011
 

પ્રિય મિત્રો,

આજે ફરી એક વાર એક સાથે ત્રણ વિષય લઈને હાજર થયો છું.

૧) અમદાવાદ મુલાકાત

ગયા અઠવાડિયે અમદાવાદ જઈ આવ્યો. પુણેથી અમદાવાદ જતી વખતે રસ્તામાં વહેલી સવારે ભરૂચ આવ્યું. બસે વિરામ લીધો. અડધી (કાચી) ઊંઘમાંથી ઊઠીને નીચે ઊતર્યો, છાપું લીધું: દિવ્ય ભાસ્કર (ભરૂચ આવૃતિ). છાપું જોતાં જ ત્રણ બાબતો એવી ધ્યાનમાં આવી કે ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ! કઈ હતી એ બાબતો?

  1. છાપાની કિંમત રૂ. ૨.૨૫ (સવા બે)! પાવલી ક્યારની ચલણમાંથી બંધ થઈ ગઈ છે અને હવે સત્તાવાર રીતે ૧લી જુલાઈથી પાછી ખેંચી લેવાઈ છે એવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર દિવ્ય ભાસ્કરને આ બાબતની ખબર નથી કે શું? છાપાવાળાને અઢી રૂપિયા આપ્યા પછી ૨૫ પૈસા પાછા કેમ લેવા? અથવા બે રૂપિયા આપીને ઉપરના પચીસ પૈસા કેમ આપવા? ઊંઘ ઊડવાનું પહેલું કારણ!
  2. છાપું વચ્ચેથી ચોક્ક્સ માપનું કપાયેલું હતું! પહેલા આશ્ચર્ય થયું પછી યાદ આવ્યું કે છાપાવેચનારાએ ઈનામી કૂપન કાપી લીધું છે. ઊંઘ ઊડી જવાનું બીજું કારણ, દિવ્ય ભાસ્કર આ ઈનામી યોજના દ્વારા ખરેખર કોને ખુશ કરવા માગે છે છાપું વાચનારને કે પછી છાપું વેચનારને?
  3. ત્રીજું કારણ બહુ જ મજાનું છે. પહેલા પાને મુખ્ય સમાચાર વાંચવા મળ્યા, આવકવેરો ભરવામાં મુંબઈ-દિલ્લી માઈનસમાં, ગુજરાત નંબર વન! ખુશી થઈ. ગુડ. Continue reading »
Aug 022011
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલાં આપણે ટીનઆઈના પ્લગઈન અને સાઈટ વડે રીવર્સ ઈમેજ સર્ચ વડે ચિત્રના ખાંખાખોળા કેવી રીતે કરી શકાય તે જાણ્યું. આજે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર માટેના ગૂગલ ઈમેજ સર્ચ એક્ષટેન્સન વિશે જાણીશું.

ગૂગલ ઈમેજ સર્ચ વિશે તો જાણતા જ હશો. ગૂગલ પર બે અલગ અલગ રીતે ચિત્રો શોધી શકાય છે.

દા.ત. પતંગનું ચિત્ર શોધવા માટે ગૂગલ ઈમેજ સર્ચમાં પતંગ OR kite લખી સર્ચ કરો.

બીજી રીત છે એવી છે કે, ધારો કે પતંગ ચગાવતા છોકરાનું ચિત્ર તમારી પાસે છે અને તમને એના જેવું બીજું ચિત્ર શોધવું છે.

પતંગ ચગાવતો છોકરો

તો તે માટે ગૂગલ ઈમેજ સર્ચ પર જઈને નીચેના ચિત્રમાં દર્શાવ્યા (૧) પ્રમાણે કેમેરા પર ક્લિક કરો.

હવે, નીચે પ્રમાણેનો ડાયલોગ બોક્ષ ખુલશે જેમાં ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે Upload an image (૨) પર ક્લિક કરો, Choose File (૩)નું બટન દેખાશે તેના પર ક્લિક કરી, તમે જે ચિત્ર શોધવા માગો છો તે ફાઈલને સિલક્ટ કરો. Continue reading »