જ્ઞાન-ગમ્મત – FunNgyan.com
May 152016
 

પ્રિય મિત્રો,

એક અંગત કામમાં રોકાયેલો હોવાથી છેલ્લા ૧૫-૨૦ દિવસથી બ્લોગ અપડેટ થયો નથી. આજે અપડેટ કરવાનું ખાસ કારણ છે.

આજે જયભાઈએ ‘ગુજરાત સમાચાર’માં ‘સ્પેક્ટ્રોમીટર’ કૉલમ માટે લખાયેલા લેખ યે વેકેશન બ્યુટીફૂલ… હો જાયે કૂલ!માં વેકેશનમાં માણવા જેવા ૧૦ બ્લોગ/વેબસાઈટ/એપનો ઉલ્લેખ કર્યો છે, હંમેશ પ્રમાણે ગુજરાત સમાચારે તેમાં ભૂલો કરી છે એટલે સાચા યુઆરએલ અહીં ચિત્ર સાથે આપું છું.

૧) વિચાર વલોણું

૨) ઈનશોર્ટ્સ (એપ)

3) ભગવદગોમંડળ

૪) મુરાદ ઓસમાન (Instagram)
mo

૫) રમેશ શ્રીવાસ્તવ (Twitter)
rs

6) શિરીષ કુંદર (Twitter)
sk

૭) એનએફએસ સ્પાર્ક નોટ્સ

૮) રેખ્તા
re

૯) મિડિયમ

૧૦) ફનએનગ્યાન નામ એવા ગુણ ગુજરાતીમાં બ્લોગથી શરુ થયેલ સાઇટયાત્રા વિનય ખત્રી જેવા પૂણેવાસી ચીવટવાળા ઇન્સાન ચલાવે છે, ખાસ તો વોટ્સએપ-ફેસબૂક પર સતત ફેલાતા ગપ્પાના નીરક્ષીર ન્યાય માટે ઉપયોગી સાઇટ.

આખો લેખ વાંચવા ક્લિક bit.ly/sm_jv

– વિનય ખત્રી

Feb 262016
 

પ્રિય મિત્રો,

૫૭/૩૬૬

આપણાં રસ્તાની ખરાબ હાલત જોઈ એમ થતું હશે કે વિશ્વનો સૌથી ખરાબ રસ્તો આ જ હશે. આ આપણાં બળાખા છે, સત્ય હકિકત નથી. વિશ્વનો સૌથી ખતરનાક રસ્તો આ છે.

wmdroad

આ લેખ ૧૨ ડિસેંબર ૨૦૦૭ના અહીં મૂક્યો હતો.

– વિનય ખત્રી

Feb 042016
 

પ્રિય મિત્રો,

૩૫/૩૬૬

ટીવી પર કે યુટ્યુબ પર જાત જાતની જાહેરખબર આવતી હોય છે. એમાંથી કેટલીક ગમતી જાહેર ખબર વિશે આગળ ઉપર આ બ્લોગ પર લખ્યું છે. કેટલીક જાહેર ખબર ગમતી ન પણ હોય. તેમાંની એક છે – ટ્રિવાગોની જાહેર ખબર

આ જાહેરખબરમાં બે ગ્રાહક છે, એકને હોટેલનો રૂમ રૂ ૧૩૪૪માં પડ્યો છે અને બીજાને એ જ હોટેલ એ જ રૂમ રૂ ૯૬૧માં. એક ખુશ છે, બીજો નાખુશ. મને જાહેરખબર ન ગમવાનું કારણ આ જ છે. સાડા ત્રણ સો કે પોણા ચારસોના ફકર માટે માથું ન પછાડાય. આટલી રકમનો ખરેખર ફરક પડતો હોય તેણે ઘરે જ બેસી રહેવાનું અને હોટેલમાં રહેવાનું ટાળવું જોઈએ.

તમે શું કહો છો?

– વિનય ખત્રી

Jan 302016
 

પ્રિય મિત્રો,

આજે એક કોયડો. આ મોબાઈલના સ્ક્રિન શૉટમાં કેટલા બગડા (2) દેખાય છે તમને?

how_many_number_2

મગજ કસી લીધા પછી (કે મગજ કસવું ન હોય અને સીધો) જવાબ જાણવો હોય તો ગૂગલ પર ટેક્ષ્ટ કે ઈમેજ સર્ચ કરવાની મહેનત ન કરતા, આ રહ્યો કોયડાનો જવાબ.

કોમેન્ટમાં જવાબ ન લખતાં આ કોટડો તમને કેવો લાગ્યો તે વિશે લખશો.

(આ કોટડો મોકલવા માટે સીમાબેનનો આભાર)

– વિનય ખત્રી