પ્રિય મિત્રો,
આ બ્લૉગને મળેલા સવા ચાર હજાર પ્રતિભાવોમાંથી એક પ્રતિભાવ ભુજથી મારા લંગોટીયા મિત્ર હમીદ ખત્રીનો પણ છે. તેણે તેમાં લખ્યું છે, “ગુજરતી ભેગી કચ્છી ભાષાકે પણ હન બ્લોગ તે રખેજી જરૂર આય… કચ્છી કહેવત, કચ્છી કવિતા, કચ્છી શબ્દકોશ એડા વિભાગ ચાલુ કરા…”
આ પ્રતિભાવ વાંચ્યો ત્યારથી કચ્છી ભાષા વિશે લખવું હતું, પણ સમયને અભાવે લખી શકાયું નહીં. લગભગ ત્રણ વર્ષ સુધી બ્લોગ નહીંવત જેવો અપડેટ થયો. આજે પ્રબોધિની એકાદશી, દેવ દિવાળીના સપરમા દિવસે મારી ખરેખરી માતૃભાષા, કચ્છી વિશે લખીને નિયમિત બ્લોગ અપડેટની શરુઆત કરું છું. મૂળ વિચાર લાભ પાંચમથી શરુઆત કરવાનો હતો પણ બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણને કારણે લંબાઈ ગયું.
આમ તો કચ્છી બોલી છે. પણ કચ્છમાં તમને હંમેશા ‘કચ્છીભાષા’ એમ જ સંભળવા મળશે. કચ્છી બોલી નહીં પણ ભાષા છે એવા લેખ કચ્છી વિદ્વાન વડીલ જ્ઞાતિબંધુ શ્રી વ્રજ ગજકંધના બ્લૉગ પર વાંચ્યા છે.
આમ તો ગુજરાતી ‘ભાષા’ જીવશે કે કેમ એવી ચર્ચા વિદ્વાનો કરતા રહેતા હોય છે. તેમાં વળી હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘કેમ છો પ્રાઈમ મિનિસ્ટર‘ કહીને સંબોધ્યા ત્યારે જીવમાં જીવ આવ્યો કે ગુજરાતી જીવશે તો ખરી જ. ભાષા તરીકે જીવશે કે કેમ તે કહી ન શકાય. મોબાઈલ, વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને બ્લોગ પર ગુજરાતી લખાણ રોમન લિપિમાં લખતાં જોઈને અને ગુજરાતી લખતા/વાંચતા લોકોની ઘટતા જતી સંખ્યા જોઈને મને એવું લાગે છે કે ગુજરાતી જીવશે ચોક્ક્સ પણ ભાષા તરીકે નહીં પણ બોલી તરીકે.
વાત આડે પાટે ચડી ગઈ, આપણ્ર ‘કચ્છી’ વિશે વાત કરતા હતા.
દિવાળી પહેલા વ્હોટ્સએપ ફેમિલિ ગ્રુપમાં એક કચ્છી કવિતા સાંભળવા મળી. એક એક પંક્તિ સાંભળતાં બાળપણની યાદો તાજી થતી ગઈ. કવિતા વિશે કશું લખવાને બદલે કવિતા જ અહીં મૂકી દઉં છું, લો તમે પણ માણો:
શિયારે ઠરોં ને ઊનારે બરોં,
ભજોં ચોમાસે જેર વસે મઠડો મીં,
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.માડી જે ખોરે મેં ખલ્ધે ઓછર્યા તે,
અધાજી ઉ આંગર જલેને ફર્યા તે
ધોસ્તારેં ભેરા ધૂળેં મેં રમ્યા તે
ન જેડી કો ગાલેં રમધે વડ્યા તે
છણ્યા આખડ્યા તે, ન થીંધો વો કીં,
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.ડાડી ને નાની વ્હાલપ વરસાઈએં
મખણને માની ધ્રોસટ ખારાઈએં
વાર્તાઉં સોણાઈએં મઠા ગીત ગાઈએં
સંસ્કારેં જા પાઠ ભેરા ભણાઈએં
નિશારેં મેં ભણતરને ઘડતર વઈ જીં,
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.તરાજ્યું ઉ પાળું તેં તે વડલેજી ડાળું
હિંચકા પ્યા ખાયું જલે વડવડાઈયું
તરામેં તરોં ને ઠેંક્યું તેં વાયું
કાગળજી હોળ્યું છેલેં મેં તરાયું
નઈયું ને નાળા છલોછલ વા જીં,
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.ઘના કોટીંબાને મોંગેંજી ફર્યું વ્યું
આમા ને જાંબુ ખટ્યું આમરીયું વ્યું
રતા બેર ચણીયા લીયારેંજ્યું લેરું
અથાણેં મેં મર્ચ્યું બજોરા ને કેરીયું
મઠી છાય માની ખીચડી ને ઘી
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.ગાભા ચરાયું ને ધોળું કઢાયું
ગરીયાને પાઈયા રજા મેં ફરાઈયુંં
મેળા અચેં ને ધલડા મચેં તેર
રંગે ઉમંગે મૌજું ઉડાઈયું
ઓગે ને ઓલેજી ખબર વઈ ન કીં,
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.પરો જો જંધર તેં ડારા ડરાજે
છાય મંગ ધ્રુસ્કા સોણી મન ભરાજે
હેલું ખણી જેડલું પાણી ભરીએં
ધીલજી કીં ગાલ્યું કૂવે કાંઠે કરીએં
ઓલથે પોઆ ઓટેતેં મેળા વા જીં,
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.નઢપણ હલ્યો વ્યો ત નિરધોસ્તા વઈ,
વડા થ્યા ત ધલમેં સ્વારથતા આવઈ,
નંઢપણ જટે ને કોલા તું વડો કે?
ધોનિયાજે વેવારેં મેં તું મોઠો કે
સોનેરી ઊ ડીં વરેં પાછા કીં?
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.શિયારે ઠરોં ને ઊનારે બરોં,
ભજોં ચોમાસે જેર વસે મઠડો મીં,
કડા વ્યા કડા વ્યા ઉ નંઢપણ જા ડીં.
– કવિ શ્રી રમણિકભાઈ મામણિયા, ગામ કુંદરોડી (કચ્છ)
ગુજરાતી ભાવાનુવાદ
શિયાળે ઠરીએ, ઊનાળે બળીએ,
ભિંજાઈએ ચોમાસે જ્યારે વરસે મીઠડો વરસાદ,
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસમાના ખોળામાં હસ્તા મોટા થતા’તા
બાપુજીની એ આંગળી પકડીને ફરતા’તા
દોસ્તારો ભેળા ધૂળોમાં રમતા’તા
ન જેવી વાતે રમતાં લડતા’તા
પડતા આખડતા તોય થતું નહોતું કાંઈ,
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસદાદી ને નાની વ્હાલપ વરસાવે
માખણને રોટલી ભેટ ભરી ખવડાવે
વાર્તાઓ સંભળાવે મીઠા ગીત ગાએ
સંસ્કારના પાઠ ભેગા ભણાવે
નિશાળમાં ભણતરને ઘડતર હતું જેમ,
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસતળાવની પાળો તેના પર વડની ડાળો,
હિંચકા ખાતા’તા પકડીને વડવાઈઓ
તરામાં તરતા ને વાવો કૂદતા
કાગળની હોળી નદીમાં તરાવતા
નદીયું ને નાળા છલોછલ હતા જેમ,
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસકોટીબા* અને મગની ફળીઓ હતી,
આંબા ને જાંબુ, ખાટી આંબલી હતી,
રાતા બોર ચણિયા, ‘બુંદી’ના જુમખા હતા,
અથાણામાં મરચા, બિજોરા ને કેરીઓ હતી
મિઠી છાસ રોટલી ખિચડી ને ઘી
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસવાછરડા ચરાવતા અને દોડાવતા,
ભમરણા, પૈડા રજાઓમાં ફેરવતા,
મેળા આવે અને દિલમાં જૂમી ઉઠતું
રંગે ઊમેંગે મોજ ઊડાવતા
(ક્યારે) સવાર અને સાંજ (પડતી તે)ની ખબર નહોતી કંઈ,
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસ(વહેલી) સવારે ઘંટી પર લોટ દળાતો
છાસનું વલોણુંનો અવાજ સાંભળીને મન ભરાઈ જતું,
બેડલાં લઈ સખીઓ પાણી ભરવા જતી
દિલની કોઈ વાતો કૂવાના કાંઠે કરાતી
(સૂરજ) આથમ્યા પછી ઓટલા પર મેળા ભરાતા
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસબાળપણ ગયું ને નિર્દોષતા ગઈ,
મોટા થયા તો દિલમાં સ્વાર્થ આવ્યો
બાળપણ જૂંટવીને તેં શા માટે મોટો કર્યો?
દુનિયાના વ્હેવારમાં મને તું ફસાવ્યો
સોનેરી એ દિવસો હવે આવે પાછા કેમ?
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસશિયાળે ઠરીએ, ઊનાળે બળીએ,
ભિંજાઈએ ચોમાસે જ્યારે વરસે મીઠડો વરસાદ,
ક્યાં ગયા, ક્યાં ગયા એ બાળપણના દિવસ
તેમના પોતાના સ્વરમા આ કચ્છી ગીત સાંભળવા માટે નીચે આપેલું ‘પ્લે’નું બટન પર ક્લિક કરો…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આ કચ્છી કવિતા વ્હોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલા ફોર્મમાં આપનું નામ અને વ્હોટ્સએપ રજીસ્ટર્ડ મોબાઈલનો નંબર લખી સબમિટ કરો.
આ શુભ અવસરે કચ્છી બ્લોગ એગ્રિગેટર કચ્છી બ્લૉગવિશ્વ પણ તરતો મૂકું છું જે તાજેતરમાં અપડેટ થયેલા કચ્છી બ્લોગ કયા તે જાણવા માટે ઉપયોગી થશે.