Jul 052016
 

પ્રિય મિત્રો,

આજે અષાઢ મહિનાનો પહેલો દિવસ. આજના દિવસે ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે. મહાકવિ કાલિદાસે રચેલું એક અપ્રતિમ કાવ્ય કે જેના વિશે કોઈ પણ શબ્દો ઓછા પડે. ‘મેઘદૂત’ એ મંદાક્રાન્તા છંદમાં રચાયેલું વિરહશૃંગારનું મર્મસ્પર્શી કાવ્ય છે. કવિ ઉમાશંકર કહે છે કે ‘મેઘદૂત’ એ વિરહના તાર પર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની વીતકકથા સંસ્કૃતિકથા બની રહે છે. અષાઢસ્ય પ્રથમ દિવસે આકાશમાં એક રમતિયાળ મેઘને જોતાં જ કુબેરના શાપથી પ્રિયતમાથી વિખૂટો પડેલો એક યક્ષ વ્યાકુળ બની જાય છે અને દક્ષિણેથી ઉત્તરે અલકાનગરી તરફ ગતિ કરતા મેઘને પોતાનો પત્રદૂત-સંદેશવાહક-બનાવી વિરહિણી પ્રિયાને સંદેશો મોકલવા તત્પર થાય છે – એ દૂત એ જ મેઘદૂત.

આગળ વાંચવા ક્લિક – મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા – રીડગુજરાતી

– વિનય ખત્રી

Jun 242016
 

પ્રિય મિત્રો,

આજકાલ ફેસબુક પર મિત્રો બનાવવાની ફેશન ચાલી છે. ઘણા મને પૂછતા હોય કે ‘ફેસ ટુ ફેસ‘ મિત્ર અને ‘ફેસબુક‘ મિત્રમાં શું ફરક?

હું તેમને હંમેશા આ બે ઉદાહરણ આપતો હોઉં છું –

૧) ફેસટુફેસ મિત્ર આપણી ભૂલ થતી હોય તો આપણને કહી સુધરાવે છે અથવા પોતે જ સુધારી લે છે. ૨) ફેસબુક મિત્ર આપણી ભૂલને સોસિયલ મિડિયામાં ફેરવે છે. દા.ત. જુઓ આ ચિત્ર

fbfriend

આ પોસ્ટમાં ‘એનિવર્સરી’ લખવામાં ભૂલ થઈ હશે અને ઓટો સ્પેલ કરેકટરએ તેને ‘યુનિવર્સિટી’ કરી નાખ્યું હશે. ફેસબુક મિત્રોએ આ ભૂલ સુધારવાને બદલે તેને સોસિયલ મિડિયામાં ફેરવી રહ્યા છે.

૨) તમને કોઈ કામ સર અર્જન્ટ પાંચ લાખ રૂપિયાની જરૂર પડે અને તમારા ફેસબુક મિત્રોની સંખ્યા ૫૦૦૦ હોય અને તમે વિચારો કે જો હું દરેક પાસેથી ૧૦૦ ઊછીના લઉં તો મારું કામ થઈ જશે અને ૧૦૦ રૂપિયા કોઈને ભારી નહીં પડે. આ આઈડિયા સારો પણ ખરેખર અમલમાં મૂકો તો તમારા ફેસ ટુ ફેસ મિત્રો જેટલી સંખ્યા ફેસબુક મિત્રોની થઈ જશે!

– વિનય ખત્રી

Jun 232016
 

પ્રિય મિત્રો,

જેવી રીતે લોકોને ૪૮ ઈંચનું એલઈડી ટીવી મફતમાં મળ્યું હતું, તેવી જ રીતે હવે રીબોકના જૂતાં મફત મળે છે એવો મેસેજ ફરે છે –

reebokfree

લિન્ક પર ક્લિક કરતાં આવું દેખાય છે અને વોહી પુરાની રફતાર – ૧૦ મિત્રો કે ગ્રુપમાં આ મેસેજ મોકલવાનું કહેવામાં આવે છે.

reebok

કેટલા નવરાધૂપ, આળસુ અને મફતનું લેવાની ઈચ્છાવાળા આ મેસેજ પોતાના સગા/મિત્રો/ગ્રુપમાં મોકલીને સ્પામરની મદદ કરી રહ્યા છે. પોતાના સગા/મિત્રોના સંપર્કો સ્પામરને ધરી દેતા લોકોથી સાવધાન અને તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો મોકલનારને આ લેખ વાંચવાનું કહેજો અને તમે પણ જો મફતમાં રીબોકના શૂ પહેરવાની ઈચ્છાને દબાવી શક્યા ન હોય તો તમે જેને જેને આ મેસેજ મોકલ્યો છે તેને જાણ કરજો કે આ એક સ્પામરની ચાલ હતી અને હું તેનો ભોગ બન્યો/બની છું.

– વિનય ખત્રી

Jun 222016
 

પ્રિય મિત્રો,

ગઈકાલે મૂકેલી પોસ્ટ ચાર વર્ષની બાળકી – સોસિયલ મિડિયાનો સદુપયોગ/દુરુપયોગ પરથી મને સોસિયલ મિડિયામાં અલગ અલગ પોલિસ સ્ટેશનના નામે ફરતો બીજા એક બાળકનો ફોટો યાદ આવ્યો…

missing

આ બાળકની તસવીર એટલી દયામણી છે કે કોઈ પણ વ્યક્તિ આ ફોટો ફોર્વર્ડ કરવાનો જ છે. આ વાતનો લાભ લઈ સોસિયલ મિડિયામાં પોતાનું સ્ટેટ્સ (લાઈક/શેર/કોમેન્ટ/ફોલોવર) વધારવા લોકોએ અલગ અલગ શહેરના પોલિસ સ્ટેશનોના નામે આ ફોટો ફેરવ્યો.

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં રાજસ્તાન પત્રિકા દ્વારા જાણવા મળ્યું કે પાંચ વર્ષનું આ બાળક પાકિસ્તાનથી લાપતા થયું હતું અને અને બે વર્ષે પછી રાજસ્તાનમાંથી મળ્યું.

– વિનય ખત્રી