Dec 312007
 

૨૦૦૭ આજે વિદાય લઈ રહ્યું છે ત્યારે મારે તમારી સાથે ગુજરાતી બ્લોગ વિશ્વ એક અગત્યની વાત કરવી છે: ગુજરાતી બ્લોગ વિશ્વના આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ભાંગફોડીયા તત્વો કે ખેપાનીઓ વિશે.

જુલાઈ મહિનામાં એક અલગ પ્રકારના બ્લોગનો જન્મ થયો. નામઃ તકરાર http://takrar.wordpress.com આ બ્લોગનો ઉદેશ્ય હતો “છેલ્લા ઘણા સમયથી અમુક તત્વો ગુજરાતી બ્લોગ પર હુમલો કરી રહ્યા છે, અને જાણીતા બ્લોગ પર બ્લોગરો ને હેરાન-પરેશાન કરી નાખે તેવા શબ્દ-પ્રયોગ કરી ને બ્લોગની લોકપ્રિયતા પર પાટુ મારવાના પ્રયાસો કરી રહ્યા છે, આવા તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે આ મંચની સ્થાપના કરવામાં આવી છે, અહિયા દરેકને જવાબ આપવામાં આવશે એ પણ તેઓની જ ભાષામાં” આવા ‘ઉમદા’ હેતુથી શરુ થયેલા આ બ્લોગે નિમ્ન કક્ષાની ભાષા સિવાય કાંઇ આપ્યું નથી. ઘણા સમય સુધી આ બ્લોગ નિશ્કાર્ય હતો પણ હવે એને આ ‘તડાફડી‘ નજરે ચડી ગઈ છે. આ બ્લોગરને અનિમેષ સાથે શું વાંકું પડ્યું છે કે ઉપરા ઉપરી ત્રણ પોસ્ટ લખી કાઢી!

આવા બેનામી લોકો આમ તો પ્રોક્ષીના પછવાડેથી છુપાઈને પોતાની પ્રવૃતિ ચલાવતા હોય છે. પણ કહેવાય છેને માણસ છે ક્યારેક ભૂલ કરે તેમ ક્યારેક તેઓ પ્રોક્ષી નામની ઢાલ લેવાનું ભૂલી જતા હોય છે (એટલા કાચા!) અને તેમનું સાચું સરનામું ક્યાંક લખાઈ જતું હોય છે! આ શિકારીના પિતાશ્રી ઉર્ફે ભોળા ભરવાડજી ફુલણજી કાગડાની જેમ પોરસાતાં પોરસાતાં તડાફ્ડી પર કોમેન્ટ લખી ગયા ત્યારે જ ખબર પડી ગઇ હતી તેઓ કોણ છે પણ ‘કજીયાનું મોઢું કાળું’ એમ વિચારીને સાચું નામ જાહેર કરવાની ગુસ્તાખી ન્હોતી કરી. આજે જ્યારે આ ભોળાભાઈ અનિમેષને જ પજવવાની નેમ લઈ બેઠા છે ત્યારે તેમનું અનાવરણ થવું જ જોઈએ.

બ્લોગરો, કોમેન્ટરો અને વાચકોને ગાળા-ગાળી કરી હેરાન- પરેશાન કરનાર દુબઈથી ચોપડો લખવા વાળા આ કાકા કોણ છે તે ‘તડાફડી’ના સુજ્ઞ વાચકોને ફોડ પાડીને કહેવાનું ન હોય. તેઓ સમજી જતા હોય છે આ બે સ્ક્રિન શોટ જોઈને!

Father of Hunter

મને અંગત રીતે શિકારીના પિતાશ્રી સાથે કોઈ દુશ્મની નથી. તેમની આ એક નિમ્ન કક્ષાની હરકતે આ પોસ્ટ લખવા મજબૂર કર્યા છે અને હવે આ વાંચીને આ શિકારીના પિતાશ્રી કયા શબ્દોમાં અનિમેષને નવાજશે તે આ પોસ્ટની ‘મોરલ ઑફ ધ સ્ટોરી’ કહેવાશે, કેમ ખરું ને?

-અનિમેષ અંતાણી

  8 Responses to “ઓળખી લો આ ખેપાનીને…”

 1. Jai Hatkesh!

  Moral of the story is shiari is a human being…not superman.

 2. વેલ ડન અનિમેષ
  આ દુબઇનો કાકો એક નંબરનો છૂપો રુસ્તમ(મા*ર ભગ*) છે. છેક જુન્/જુલાઇથી ગુજરાતી બ્લોગીંગની મા-બેન એક કરે છે.

  બ્લોગર-મિત્રો આ દુબઇવાળા કાકાને ઓળખી લેજો.

 3. અનિમેષ,
  આમાં તો ઓલો સ્વરાંજલિ વાળો ચિરાગ પટેલ પણ સંડોવાયેલો લાગે છે. જો જે ભાઇ, આ તો ઉંઝા જોડણીનો ઝંડો લહેરાવતા સુરેશ જાની અને જુગલકિશોર વ્યાસના મળતિયાઓ છે. ચેતીને રહેજે આ જડ્ભર ઉંઝા ટોળાથી….તને ઘેરીને ધીબી નાખશે.

 4. Dear MMPatel,

  There is no need to include others. War are with Shikari and Takrar only.

  Well done, Animesh. Keep it up.

 5. કાર્તિકભાઈ આભાર!

  બહુ ભારેખમ શબ્દ વાપર્યો છે “વોર” પ્રોક્ષીના બુરખા ઓઢીને કરાતી નિમ્ન પ્રકારની પ્રવૃતિ માટે…

 6. હમમ. તો ચાલો, આપણે કેવી રીતે પ્રોક્ષીનો બુરખો પહેરી શકાય તે જોઇએ.
  ૧. tor
  ૨. privoxy
  ૩. tor firefox extension તમને નેટ પર મળી જશે જે વિન્ડોઝમાં પણ વાપરી શકાય છે (કદાચ).

 7. ‘vishva na khepani’ is it self proclaim title? Well do not do too much of
  ‘Monkey See, Monkey Do’ in public in writing.
  visit http://www.pravinash.wordpress.com

 8. Mr M M Patel,

  Only one comment 🙂

  You do not deserve my attention or comment (though I paid attention 😉 ). Hope, you will not dare to read my blogs: swaranjali.wordpress.com and parimiti.wordpress.com and veejansh.wordpress.com !The loss is yours to cherish.

Leave a Reply

%d bloggers like this: