Jan 092016
 

પ્રિય મિત્રો,

૯/૩૬૬

આપની લાંબી આતૂરતાનો અને મારા રાતના ઉજાગરાનો અંત આ રહ્યો…

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫ના તારણો પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

સર્વેક્ષણ માટે ૧૩ ઓક્ટોબરથી ૧૩ નવેંબર દરમ્યાન નોમિનેશન લેવામાં આવ્યા. કુલ્લ ૩૫૫૦ નોમિનેશન ફોર્મ ભરી ૧૫૮૭ વ્યક્તિઓએ ભાગ લઈ ૨૬૭૯ મત આપી ૨૭૭ બ્લોગ સૂચવ્યા.

નોમિનેશન ફોર્મ મળ્યા – ૩૫૫૦
નોમિનેટર (વ્યક્તિ) સંખ્યા – ૧૫૮૭
નોમિનેટેડ બ્લૉગ સંખ્યા – ૨૭૭
ટોટલ નોમિનેશન સંખ્યા – ૨૬૭૯

સૌથી વધુ બ્લોગ સૂચવનારે ૧૬ બ્લોગ સૂચવ્યા.

સૌપ્રથમ નોમિનેશન લજ્જા દવેએ નોંધાવ્યું.

ગયા વર્ષ કરતાં સિંગલ બ્લૉગ નોમિનેટરોની સંખ્યા ઘટી છે.

બ્લૉગની સંખ્યા પણ ઘટી છે.

* બ્લૉગના નામ પ્રમાણેની યાદી અને બ્લોગરના નામ પ્રમાણેની યાદી પછી મૂકીશ.

* ફનએનગ્યામને મળેલા નોમિનેશન ગણતરીમાં લીધા નથી તેના બે કારણ છે, એક, ‘મોસાળે જમણ અને મા પીરસનારી’ અને બીજું, ‘જેના ગાડા (હવે, ગાડી)માં બેસીએ તેના ગીત ગાવાના હોય’.

* બેસ્ટ = સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લોગ એ અર્થમાં.

* નોમિનેશન મેળવનાર તમામ બ્લોગર મિત્રોને અભિનંદન અને શુભેચ્છાઓ.

* સર્વેક્ષણમાં ભાગ લેનાર તમામ બ્લોગર મિત્રો, વાચક મિત્રો, નોમિનેશન ભરનાર મિત્રો, ઈમેઈલ/વ્હોટ્સએપ/ફેસબુક/ટ્વિટર/ગૂગલ+/એસએમએસ/બ્લૉગપોસ્ટ/બેનર(વિજેટ) દ્વારા સર્વેક્ષણની જાણ કરનાર તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સર્વેક્ષણને સફળ બનાવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

– વિનય ખત્રી

  7 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫ – તારણો”

  1. પહેલા ત્રણ વિજેતાઓ માટે એક સરસ અંગ્રેજી શબ્દ છે – WTF 🙂 બ્લોગની શ્રેણીમાં એ ત્રણેય આવે તેમ નથી. બીજો અર્થ એ નીકળે છે કે ગુજરાતમાં નોકરીઓની ભરતીની તાતી જરૂર છે!!

  2. Khotu sarvekshan thayu che tenovjavab Apva vinanti……

    • ખોટું કઈ રીતે? ફક્ત આક્ષેપ લગાડવાને બદલે ભૂલ દેખાડો તો કંઈ સુધારો થઈ શકે.

      તમારા (કે તમને ગમતા) બ્લોગના વાચકો અહીં આવી નોમિનેશન ફોર્મ ભરે નહીં તો તેમાં હું શું કરી શકું?

  3. name mokalu pan e bhul nathi ne ke nominet saru karryu tyare domai bhajansantvaani.blogspot.com
    hatu Atyare bhajansantvaani.com che

Leave a Reply

%d bloggers like this: