Oct 212014
 

પ્રિય મિત્રો,

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ માટે કુલ્લ ૨૯૫૫ મત મળ્યા છે. મત ગણતરી ચાલુ છે.

સર્વેક્ષણમાં ભાગ લેનાર દરેકનું ઈમેઈલ વેરીફિકેશન થઈ ચૂક્યું છે. ખોટા ઈમેઈલ આઈડી સાથેના મત ગણતરીમાં નહીં લેવાય.

ગમતો બ્લૉગ સૂચવતી વખતે બ્લોગનું યુઆરએલ (દા.ત. funngyan.com) લખવાનું હતું પણ ઘણાં મિત્રોએ બ્લોગનું નામ (દા.ત. ફનએનગ્યાન) કે બ્લોગરનું નામ (દા.ત. વિનય ખત્રીનો બ્લોગ) લખ્યું છે. કોઈએ ગુજરાતીમાં લખ્યું છે તો કોઈએ રોમન લિપિમાં! બ્લોગના નામ પરથી અને બ્લોગરના નામ પરથી બ્લોગ શોધી તેનું યુઆરએલ મેળવવાનું કામ બહુ સમય માગી લે છે. બ્લોગનું યુઆરએલ હશે તો જ સચોટ ગણતરી થઈ શકશે.

બ્લોગનું યુઆરએલ ન લખ્યું હોય તો મત રદ્દ કરીને તેમને અન્યાય ન થાય તે માટે થોડો વધારે સમય લઈ તારણો પરમ દિવસે એટલે કે દિવાળી, ૨૩ ઑક્ટોબર, સવારે ૭:૦૦ વાગ્યે રજુ કરવામાં આવશે.

સહકારની અપેક્ષા સહ,

– વિનય ખત્રી

  2 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – કુલ્લ ૨૯૫૫ મત”

  1. અપેક્ષા કશી નથી ..આતુરતા ઘણી છે 🙂

Leave a Reply

%d bloggers like this: