Oct 292014
 

પ્રિય મિત્રો,

આપની લાંબી આતૂરતાનો અને મારા રાતના ઉજાગરાનો અંત આ રહ્યો…

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ના તારણો પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

આ સર્વેક્ષણ માટે ૨૫ સપ્ટે.થી ૧૯ ઑક્ટો. દરમ્યાન નોમિનેશન લેવામાં આવ્યા. કુલ્લ ૧૨૫૮ નોમિનેશન ફોર્મ ભરી ૯૧૭ વ્યક્તિઓએ ભાગ લઈ ૨૨૧૮ મત દ્વારા ૩૪૦ બ્લોગ સૂચવ્યા, જેના તારણો આ પ્રમાણે છે:

નોમિનેશન ફોર્મ મળ્યા – ૧૨૫૮
નોમિનેટર (વ્યક્તિ) સંખ્યા – ૯૧૭
નોમિનેટેડ બ્લૉગ સંખ્યા – ૩૪૦
ટોટલ નોમિનેશન સંખ્યા – ૨૨૧૮

સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લોગની વિગતો આ પ્રમાણે છે…

પ્રથમ સ્થાને ૯૧૭માંથી ૪૦૮ મત મેળવનાર બ્લોગ:
* નોલેજ ઇઝ પાવર (કિશોર પરમાર)

દ્વિતિય સ્થાને ૯૧૭માંથી ૧૮૬ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુ સફર

તૃતિય સ્થાને ૯૧૭માંથી ૧૫૧ મત મેળવનાર બ્લોગ:
* ભાવેશ સુથાર

ચતુર્થ સ્થાને ૯૧૭માંથી ૧૧૬ મત મેળવનાર બ્લોગ:
* આપણું ગુજરાત

પંચમ સ્થાને ૯૧૭માંથી ૬૮ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુકેશન કોર્નર (શિક્ષણ)

છઠ્ઠા સ્થાને ૯૧૭માંથી ૬૫ મત મેળવનાર બ્લોગ:
* પુરણ ગોંડલિયા

સાતમે સ્થાને ૯૧૭માંથી ૫૬ મત મેળવનાર બ્લોગ:
* મારું ગુજરાત

[દહીં દુધ*] ૯૧૭માંથી ૫૩ મત મેળવનાર બ્લોગ:
* ફનએનગ્યાન

આઠમા સ્થાને ૯૧૭માંથી ૪૪ મત મેળવનાર બ્લોગ:
* જીતુ ગોઝારિઆ

નવમા સ્થાને ૯૧૭માંથી ૪૨ મત મેળવનાર બ્લોગ:
* આર આઈ જાડેજા

દસમા સ્થાને ૯૧૭માંથી ૩૯ મત મેળવનાર બ્લોગ:
* રીડ ગુજરાતી

સંપૂર્ણ તારણો માટે ક્લિક = બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ તારણો

  2 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ – તારણો”

  1. વિનયભાઇ, તમારા આખી રાતના ઉજાગરાને સલામ.

    અહિં એક ટીપ્પણી કરવા મન લલચાય છે. જેને ધ્યાનથી લેશો અને ઇવિદ્યાલય પર એક નજર કરશો એ આશા સાથે અહીં લખું છું.

    મારા પર્સનલ બ્લોગને સ્થાન પળ્યું પણ ‘ઇવિદ્યાલય’ને કોઇએ જ નોમિનેટ ના કર્યું. એ જોઇને થોડું આશ્ચર્ય થયું પણ માર્કેટિંગ કરવું, બીજાના બ્લોગ પર ફરતા રહેવું, વગેરે પણ કદાચ એટલું જ જરુરી છે.
    પણ અહીં શિક્ષણ સંબંધી ઘણાં બ્લોગ જોઇને ઘણું સારું લાગ્યું. થેન્ક્સ અશોક અંકલ કે જેમણે મારું આ અંગે ધ્યાન દોર્યું.

    ઇવિદ્યાલય વેબસાઇટ અને યુટ્યુબ વિઝીટર્સ દિવસેને દિવસે વધતા જાય છે. તો ગુજરાતી શિક્ષણ અંગેની આ યુટ્યુબ ચેનલ જેવી બીજી ચેનલોનું સર્વેક્ષણ હાથ ધરવા વિનંતી.

    http://www.youtube.com/user/EVidyalay

    આભાર.

  2. સર્વેક્ષણની ઘણીં વીગતોમાં અમુક વખતે તો સમજણ પડતી નથી.

    સર્વેક્ષણમાં પ્રથમ સ્થાનને ૪૦૮ મત મળેલ છે, બીજાને ૧૮૬ મત અને દસમાને ૩૯ મત મળેલ છે. ફરક ઘણોં છે. પ્રથમ અને બીજામાં આટલો બધો ફરક હોઈ સકે એ માનવામાં આવતું નથી.

Leave a Reply

%d bloggers like this: