Sep 252014
 

પ્રિય મિત્રો,

બહુ જ લાંબા વિરામ બાદ ફરી હાજર થયો છું. વિતેલા સમય દરમ્યાન ઘણાં બધા એવા બનાવો બન્યા જેના વિશે અહીં લખવું જોઈતું હતું પણ સમયને અભાવે લખી શકાયું નહીં. સમય આવ્યે આગળ ઉપર ચોક્ક્સ લખીશ.

આજે પહેલું નોરતું થયું, તેમજ દિવાળી નજીક આવી રહી છે ત્યારે સૌપ્રથમ ગુજરાતી બ્લૉગ વિશ્વ માટે બહુ જ મહત્વનું પણ કડાકૂટ ભર્યું કાર્ય હાથમાં લીધું છે.

ગુજરાતી બ્લૉગ વિશ્વમાં બેસ્ટ કહી શકાય એવા બ્લોગ કેટલા અને કયા?

દોઢ વર્ષ પહેલાં અહીં આ કાર્ય સર્વેક્ષણ રૂપે પાર પાડવામાં આવ્યું હતું. સ્પર્ધા નહીં પણ સર્વેક્ષણ. સ્પર્ધામાં નિર્ણાયક હોય, સર્વેક્ષણમાં વાચકોની પસંદગી જ નિર્ણાયક બને. સર્વેક્ષણમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. સર્વેક્ષણમાં મતપત્રક હોતું નથી કે જેમાંથી કોઈ એકને ચૂંટવાનો હોય. આ સર્વેક્ષણમાં મતદાતા પોતે જ ઉમેદવાર સૂચવે છે. સરવેક્ષણમાં ભાગ લેનાર એક કરતાં વધુ બ્લૉગ પણ સૂચવી શકે છે. બ્લૉગર પોતે પણ પોતાના બ્લોગને સૂચવી શકે છે.

કરવાનું શું છે?

અહીં નીચે આપેલા ફોર્મમાં તમારું નામ, તમારું ઈમેઈલ આઈડી અને તમને ગમતા બ્લોગનાં સરનામાં યોગ્ય ખાનાંમાં લખવાનાં છે અને છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું છે એટલે આપનું નોમિનેશન નોંધાઈ જશે.

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: ask2vinay@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) saurabh-shah.com

૩) readgujarati.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧, saurabh-shah.com +૧, readgujarati.com +૧]

એક વ્યક્તિ એક સમયે ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. અહીં ફોર્મમાં એક સમયે દસ બ્લોગ સૂચવી શકાય છે, ૧૦થી વધુ બ્લોગ સૂચવવા માટે આ જ ફોર્મ ફરીથી ભરવું. એક વ્યક્તિ એક કરતાં વધુ વખત કોઈ એક બ્લોગને મત આપશે તો તે એક જ મત ગણાશે..

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: ask2vinay@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) funngyan.com

૩) funngyan.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧]

સર્વેક્ષણમાં ભાગ લેવા માટે ઈમેઈલ આઈડી સાચું એટલે કે ચાલતું હોવું ફરજીયાત છે, ખોટા/અધૂરા આઈડી રદબાતલ ગણવામાં આવશે.

સર્વેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૮ ઑક્ટોબર રાત્રે ૧૨ વાગ્યા સુધી. એક વ્યક્તિ ગમે તેટલી વખત સર્વેક્ષણમાં ભાગ લઈ શકે છે.

દા.ત. કોઇએ આજે બે બ્લોગ સૂચવ્યા, કાલે એક સૂચવ્યો એવી રીતે કરતાં ને ૧૪ દિવસમાં ધારોકે ૨૫ બ્લોગ સૂચવશે તો તે પણ ચાલશે.

એક વ્યક્તિ પોતાને ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. તેણે સૂચવેલા બ્લોગ તેણે વાંચેલા અને ગમતા હોવા જોઇએ.

આ સર્વેક્ષણ વિશે બધાને જાણ થાય, ખાસ કરીને આપના બ્લૉગના વાચકોને જાણ થાય અને તેઓ આપના બ્લૉગને વોટ કરી શકે તે માટે આપના બ્લૉગ પર એક બેનર મૂકી શકો છો. બેનર પર ક્લિક કરી આપના બ્લોગનો વાચક મતદાન કરી શકે. વિજેટ માટે અહીં આપેલી ટેક્ષ્ટ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં રહેલું લખાણ કૉપી કરી તમારા બ્લોગ પર એક ‘ટેક્ષ્ટ વિજેટ’ ઉમેરી તેમાં પેસ્ટ કરી દેશો એટલે પત્યું. તેવી જ રીતે તમે તમારા બ્લોગ પર એક પોસ્ટ કરી આ સર્વેક્ષણ વિશે જાણ કરી શકાય.

આ સર્વેક્ષણનાં લેખાં-જોખાં ધનતેરસ ૨૧ ઓક્ટોબરના અહીં પ્રસિદ્ધ થશે.

મતગણતરી ચાલુ છે…. તારણો આવતીકાલે, ધનતેરસ, ૨૧ ઑક્ટોબરના અહીં પ્રસિદ્ધા થશે

નોંધ – ફોર્મ ભર્યા પછી છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું ભૂલતા નહીં.

આ સિવાય કંઈ પૂછવું હોય તો કૉમેન્ટ બોક્ષ ખુલ્લું છે. મતદાન અહીં નીચે ફોર્મમાં કરવાનું છે.

નોંધ અને ટિપ: આ બ્લૉગ પર રાઈટ ક્લિક ડિસેબલ કર્યું છે પણ તમને ગમતા બ્લોગનું સરનામું તમે એડ્રેસબારમાંથી કૉપી કરી અહીં ફોર્મમાં પેસ્ટ કરી શકો છો. અહીં પેસ્ટ કરવા માટે કંટ્રોલ(ctrl)ની કી દબાવી રાખી V પ્રેસ કરો.

  40 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪”

 1. ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪’ની વાચકમીત્રોને જાણ થાય તે માટે મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ પર બૅનર મુકી દીધું. ગુજરાતી બ્લૉગ વિશ્વ માટે ખુબ જ અગત્યનું આ કડાકુટ ભરી કામગીરી હાથ ધરવા બદલ ધન્યવાદ…

 2. ઘણી મજાની વાત અને તેટલો જ રોમાંચ પણ ખરો 🙂

  પણ વિનય સર , એક વાતે ધ્યાન દોરવા માંગું છે કે લેખા જોખા છેક માર્ચ’માં કેમ ? મારા નમ્ર મતે આ સ્પર્ધા’ની આખરી તારીખ 31 ડિસેમ્બર હોવી ઘટે [ તો પણ ત્રણ મહિના આ સ્પર્ધા’ને મળે છે ] શક્ય હોય તો જરૂર વિચારશો .

 3. Last date: 16th March? 🙂

  • @ કાર્તિક @ નિરવ

   ભૂલ સુધારી લીધી છે. સર્વેક્ષણની છેલ્લી તારીખ ૧૮ ઑક્ટોબર છે, સર્વેક્ષણના તારણો ધનતેરસ ૨૧ ઑક્ટોબરના.

 4. ખુબ સુંદર.. મેં ફોર્મ ભર્યું પણ બ્લોગના નામ ગુજરાતીમાં લખ્યા છે તે ચાલશે???

 5. I also Putted widget on my Gujarati Educational Blog http://www.kjparmar.blogspot.com

 6. જય હો… લાબા સમય પછી….લખવાનો મોકો મળ્યો….

 7. સાવ નવી છું …છતાં હિંમત કરું છું … શીખવા જાણવા મળશે 🙂 આભાર

 8. આપડે સર્વેક્ષણ આપી દીધું છે હો ભાય…સ્વીકારી લેજો જરાક

 9. મેં ફોર્મ ભર્યું છે….નોંધ લેવા વિનંતી .

 10. xxxxxxxxxxxxxxxxxx: The best Gujarati blog!

 11. બબ્બેવાર નોમિનેશન કરી દીધું છે. “Happy Birthday to me !” નથી કર્યું હોં કે ! મારા બંને બ્લોગ ઉપર સર્વેક્ષણ મૂકી દીધું છે. તમે દર વર્ષે જે મહેનત કરી રહ્યા છો, તે બદલ ધન્યવાદ. લગે રહો વિનયભાઈ…ખુશ રહો…આબાદ રહો. અમે પણ સમયાંતરે A’bad રહેતા હોઈએ છીએ !!!

 12. Gujarati bhasha no vikas e Aapne Saudi faral chhe.tamne dhanyavad.

 13. Good Job….
  I also registered my educational blog…
  http://dipakpatel21.blogspot.in/

 14. I have given my responses in the survey. However two things wanted to point out.

  1. Could you please change the title of this survey as “popular” as discussed in the comment section of your other post “http://funngyan.com/2014/09/28/whatsapp/” ?

  2. Sorry about the negativity, but can we have negative votes also here? I mean, that would be helpful to us to cancel out the “planned” feedback.

 15. I filled in a form twice with my own blog and two other blogs viz. Guj blog and GujaratiGlobal and then clocked on “Submit” but when I look at the response I got nothing on the response window except my mine.own entry.

 16. ઊંઝા વાળા બ્લોગને આ સ્પર્ધાથી દૂર રાખવી જોઈએ…

 17. વિનયભાઈ મારાં બ્લોગનું નામ ‘ખૂલી આંખનાં સપનાં’છે આપ આપની સુચીમાં જરૂર શામિલ કરશો..
  url http://kavyadhara.com

 18. I hearty invite everyone to the page
  Parents – The First God
  https://www.facebook.com/ParentsGreatTreasure

 19. સુંદર કાર્ય…. બ્લોગની ગુણવતા વધું સરસ બનાવવા તેમજ પ્રોત્સાહન માટે સરસ અભિયાન!
  ખૂબ અભિનંદન.

 20. નમસ્કાર
  વિનયભાઈ મે મારી વેબસાઈટ http://www.edusafar.com બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેની લિંક મુકા છે જેથી વધુ લોકો સુધી માહિતી પહોચે આ આ રીતે દરા વર્ષે સરવે કરી એક ઉમદા કાર્ય કરો છો તે બિરદાવા લાયક છે

 21. nice blog….

 22. We got besto information and many many. ………

 23. બ્લોગજગતમાં સાવ નવી છું ,,, ઘણી બધી વાતો થી અજાણ પણ… છતાંયે કોશીશ કરું છું…. નવતર જાણવા મળશે…

 24. Bast luck…kp

 25. I like to thanks to Guj blog .
  Thank you very much team

 26. આજ શનીવાર તારીખ ૧૮.૧૦.૨૦૧૪ના સાંજના સાત વાગે બ્લોગ સર્વેક્ષણનો ફોર્મ ભરી સબમીટ કરેલ છે.

  કાલ રવીવાર ૧૯.૧૦.૨૦૧૪ના મહારાષ્ટ્ર વીધાનસભાની ચુંટણીના પરીણામ જાહેર થશે. બપોરના એન વાગ્ય સુધીમાં ચીત્ર સ્પષ્ટ થઈ જશે.

  શીવસેનાનું સામના નામનું મરાઠી છાપુ હું રોજ નેટ ઉપર વાંચું છું. શીવસેનાના બણગાફુંક નેતાઓએ સામનામાં એવા બણંગા ફુકેલ છે કે ૨૮૮ સીટમાં શીવસેનાને ૬૦૦ સીટ ઉપર વીજય ચોક્કસ મળશે અને એના વીસમા ભાગની સીટો મળવાની ખાત્રી નથી. આપણે મળીશું રવીવારે નેટ ઉપર…..

 27. Waiting For Result…..

 28. આ વખતે ફોર્મ ભરવાની તારીખ ચુકી ગયો.. પણ રિઝલ્ટ્સ નો ઈન્તેજાર રહેશે..

 29. Happy diwali and happy new year friend s

 30. which date result block 2014

Leave a Reply

%d bloggers like this: