Oct 142014
 

પ્રિય મિત્રો,

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ માટેના નોમિનેશન સ્વીકારવાની છેલ્લી તારીખ છે ૧૮ ઑક્ટોબર રાત્રે ૧૨ વાગ્યા સુધી (IST ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ).

ઘણાં બધા નોમિનેશન આવી ગયા છે અને ઘણાં મિત્રોએ હજી પોતાનું નોમિનેશન નોંધાવ્યું નથી, તેમને તેમનું નોમિનેશન સત્વરે નોંધાવવા વિનંતી.

આ સર્વેક્ષણની જાણકારી આપના બ્લૉગના વાચકોને મળે અને તેઓ આપના બ્લોગને નોમિનેટ કરી શકે તે માટે આપ…

૧) આપના બ્લોગ પર એક ટેક્ષ્ટ વિજેટ ઉમેરી તેમાં અહીં આપેલી ટેક્ષ્ટ કૉપી-પેસ્ટ કરી શકો.

૨) આપના બ્લૉગ પર એક પોસ્ટ મૂકી તેમને આ સર્વે બાબત જાણ કરી શકો.

૩) આપના મિત્રોને વ્હોટ્સએપ/ફેસબુક/ટ્વિટર કે ઈમેઈલ દ્વારા જાણ કરી શકો. વ્હોટ્સએપમાં મોકલવા માટેની ઈમેજ ફાઈલ અહીંથી મળશે.

જેટલા વધુ વાચકો આ સર્વેક્ષણમાં ભાગ લેશે તેટલા સચોટ તારણો આપણને મળશે.

આપના સહકારની અપેક્ષા સહ,

વિનય ખત્રી

*બેસ્ટ = લોકપ્રિય એ અર્થમાં

Leave a Reply

%d bloggers like this: