Mar 012013
 

પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લૉગ વિશ્વ માટે બે કાર્ય બહુ જ મહત્વના, જરૂરી પણ કડાકૂટ ભર્યા છે. સમય, ચોક્સાઈ, ચીવટ ભારોભાર ઠાલવ્યા છતાં ક્યાંક કચાશ રહી જવાની શક્યતાઓ. આવાં કાર્ય હાથમાં લેતાં પહેલાં હજાર વખત વિચાર કરવો પડે. તેમ છતાં કોઈ કે તો આ કાર્ય કરવું જ જોઈએ અને આ વખતે આ કાર્ય કરવાનો અમે નિર્ધાર કર્યો છે.

કયા છે એ બે કાર્ય?:

૧) ગુજરાતી બ્લૉગ વિશ્વમાં કેટલા બ્લૉગ છે તેની યાદી તૈયાર કરવાનું કાર્ય.

શરૂઆતમાં જ્યારે બ્લોગની સંખ્યા ઓછી હતી ત્યારે આ કાર્ય પ્રમાણમાં સરળ હતું પછી બ્લોગની સંખ્યા વધતી ચાલી. છેલ્લે નેટજગત પર ૯૫૦ જેટલા બ્લોગની યાદી મૂકવામાં આવી હતી એ વાતને પણ ઘણો સમય વહી ગયો અને તે પછી કેટલાય નવા બ્લોગ બન્યા, કેટલાક ડિલિટ થયા અને કેટલાકનાં સરનામાં બદલાયાં. એક નવી અપડેટેડ યાદીની તાતી જરૂરિયાત છે જેમાં બ્લોગના સરનામાં પ્રમાણે, બ્લૉગના નામ પ્રમાણે, બ્લૉગરના નામ પ્રમાણે, એલિઝા રેન્ક પ્રમાણે અને વાચકોની પસંદ પ્રમાણેના (નીચેના સર્વેક્ષણ આધારે) બ્લૉગની યાદીનો સમાવેશ હોય. આપ સૌના સાથ સહકારથી અને એક સોફ્ટવેરની મદદથી આ કાર્ય બહુ જ સારી રીતે અને ઓછા સમયમાં થઈ શકશે. ટૂંક સમયમાં ગુજરાતી બ્લૉગ વિશ્વની અપડેટેડ યાદીની PDF આપના નામ સાથેની ‘પર્સનલ કૉપી’ આપના ‘ઈનબોક્ષ’માં હશે.

૨) ગુજરાતી બ્લૉગ વિશ્વમાં બેસ્ટ કહી શકાય એવા બ્લોગ કેટલા? અને કયા?

એક-દોઢ વર્ષ પહેલા આ કાર્ય નેટજગત ટીમ દ્વારા બહુ સરસ રીતે ‘સ્પર્ધા’ રૂપે પાર પાડવામાં આવ્યું હતું. આ વખતે અહીં ઘણાં ફેરફાર કર્યા છે. સૌપ્રથમ, સ્પર્ધા નહીં પણ સર્વેક્ષણ. સ્પર્ધામાં નિર્ણાયકો હોય. સર્વેક્ષણમાં તો મતદાતા પોતે જ નિર્ણાયક. આ એવું મતદાન છે જેમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ મતદાનમાં કોઈ મતપત્રક હોતું નથી. મતદાતા પોતે જ ઉમેદવાર સૂચવે છે તેને મત આપીને. મતદાતા એક કરતાં વધુ બ્લૉગ પણ સૂચવી શકે છે. બ્લૉગર પોતે પણ પોતાના બ્લોગને મત આપી શકે છે.

કરવાનું શું છે?

અહીં નીચે આપેલા ફોર્મમાં તમારું નામ, તમારું ઈમેઈલ આઈડી અને તમને ગમતા બ્લોગનાં સરનામાં યોગ્ય ખાનાંમાં લખવાનાં છે અને છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું છે એટલે આપનો મત નોંધાઈ જશે.

દા.ત.:
નામ: વિનય ખત્રી
ઈમેઈલ: ask2vinay@gmail.com
ગમતા બ્લૉગ:
૧) funngyan.com
૨) saurabh-shah.com
૩) readgujarati.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧, saurabh-shah.com +૧, readgujarati.com +૧]

એક વ્યક્તિ એક સમયે ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. અહીં ફોર્મમાં એક સમયે દસ બ્લોગ સૂચવી શકાય છે, ૧૦થી વધુ બ્લોગ સૂચવવા માટે આ જ ફોર્મ ફરીથી ભરવું. એક વ્યક્તિ એક કરતાં વધુ વખત કોઈ એક બ્લોગને મત આપશે તો તે એક જ મત ગણાશે..

દા.ત.:
નામ: વિનય ખત્રી
ઈમેઈલ: ask2vinay@gmail.com
ગમતા બ્લૉગ:
૧) funngyan.com
૨) funngyan.com
૩) funngyan.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧]

મતદાન કરનારનું ઈમેઈલ આઈડી સાચું એટલે કે ચાલતું હોવું ફરજીયાત છે, ખોટા/અધૂરા/ડમી આઈડી વડે કરેલા મત રદબાતલ કરવામાં આવશે.

મતદાન કરવાની છેલ્લી તારીખ છે ૧૬ માર્ચ રાત્રે ૧૨ વાગ્યા સુધી. એક વ્યક્તિ ગમે તેટલી વખત મતદાન કરી શકે છે.

દા.ત. કોઇએ આજે બે બ્લોગ સૂચવ્યા, કાલે એક સૂચવ્યો એવી રીતે કરતાં ને ૧૪ દિવસમાં ધારોકે ૨૫ બ્લોગ સૂચવશે તો તે પણ ચાલશે.

એક વ્યક્તિ પોતાને ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. તેણે સૂચવેલા બ્લોગ તેણે વાંચેલા અને ગમતા હોવા જોઇએ.

અહીં બ્લૉગ તેમજ વેબસાઈટ પણ સૂચવી શકાશે. જે બ્લોગ/વેબસાઈટ સંસ્થા (કે કંપની) દ્વારા ચલાવવામાં આવતા હશે તેને ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ’માંથી બાદ રાખવામાં આવશે પણ તે સાઈટનું નામ યાદીમાં સમાવી લેવામાં આવશે. દા.ત. bombaysamachar.com (મુંબઈ સમાચાર)

આ સર્વેક્ષણ વિશે બધાને જાણ થાય, ખાસ કરીને આપના બ્લૉગના વાચકોને જાણ થાય અને તેઓ આપના બ્લૉગને વોટ કરી શકે તે માટે આપના બ્લૉગ પર એક બેનર મૂકી શકો છો. બેનર પર ક્લિક કરી આપના બ્લોગનો વાચક મતદાન કરી શકે. વિજેટ માટે અહીં આપેલી ટેક્ષ્ટ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં રહેલું લખાણ કૉપી કરી તમારા બ્લોગ પર એક ‘ટેક્ષ્ટ વિજેટ’ ઉમેરી તેમાં પેસ્ટ કરી દેશો એટલે પત્યું.

આ સર્વેક્ષણનાં લેખાં-જોખાં ૧૭ માર્ચના અહીં પ્રસિદ્ધ થશે તેમજ ગુજરાતી બ્લૉગ વિશ્વની અપડેટેડ યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

નોંધ – ફોર્મ ભર્યા પછી છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું ભૂલતા નહીં.

આ સિવાય કંઈ પૂછવું હોય તો કૉમેન્ટ બોક્ષ ખુલ્લું છે. મતદાન અહીં નીચે ફોર્મમાં કરવાનું છે.

નોંધ અને ટિપ: આ બ્લૉગ પર રાઈટ ક્લિક ડિસેબલ કર્યું છે પણ તમને ગમતા બ્લોગનું સરનામું તમે એડ્રેસબારમાંથી કૉપી કરી અહીં ફોર્મમાં પેસ્ટ કરી શકો છો. અહીં પેસ્ટ કરવા માટે કંટ્રોલ(ctrl)ની કી દબાવી રાખી V પ્રેસ કરો.

અપડેટ: મુંબઈ સમાચારના વાચકો માટે ખાસ એક દિવસ વધારવામાં આવ્યો છે. હવે મતદાનની ડેડલાઈન ૧૬ માર્ચ રાત્રે ૧૨ સુધી (IST) છે. સર્વેક્ષણના લેખાં-જોખાં ૧૭ માર્ચના પ્રસિદ્ધ થશે.

  41 Responses to “ગુજરાતી બ્લૉગ વિશ્વ – સર્વેક્ષણ અને યાદી”

 1. વીનય ભાઈ, સાચે જ કોઈએ તો આ કાર્ય કરવું જ પડશે અને આપે એ કાર્ય હાથમાં લીધેલ છે.

  લી. વીકેવોરા
  http://www.vkvora2001.blogspot.in

 2. જરૂરનું, સમયસરનું ને ગુર્જરીના લાભ માટેનું…..! ધન્યવાદ.

 3. It is Good that you begin the survey. It is in larger interest of GUJARATI and readers of GUJARATI abroad.
  Maheshchandra Naik
  Canada

 4. ઉમદા કાર્ય. મેં મારા બ્લૉગ પર ઉપરોક્ત વિજેટ મુકવા પ્રયાસ કર્યો પરંતુ બરાબર દેખાતું નથી. કૃપયા ચકાસણી કરશો.

  • અશોકભાઈ,
   તમે અધુરી ટેક્ષ્ટ કોપી કરી છે. તેથી બરાબર આવતું નથી.

  • અશોકભાઈ, વિજેટ કોડમાં એક એચટિએમએલ ટેગ ભૂલથી ઓછો અપાયો હતો જે ‘વર્ડપ્રેસ’ પકડી પાડીને વિજેટમાં બરાબર દર્શાવતું નહોતું. હવે સુધારીને વિજેટ કોડ મૂક્યું છે. હવે બરાબર દેખાશે.

 5. વાચકો માટે પણ એ ઉપયોગી બનશે.

 6. ‘વેબ–ગુર્જરી’ બાદ ‘ગુજરાતી બ્લોગ વીશ્વ – સર્વેક્ષણ અને યાદી’ શ્રી વિનયભાઈએ ખુબ જ જરુરી અને ભગીરથ કાર્ય કરવા માટે ધન્યવાદ…

 7. […] મારો બ્લોગ ગમે છે તો એ તમારા મિત્ર નો બ્લોગ છે તો એ … કોઈ પણ ગુજરાતી બ્લોગ હોઈ ભલે આજે કેમ ચાલુ  નથી થયો જણાવો તમારી પસંદગી ના જેટલા બ્લોગ હોઈ એની લીંક આપી જણાવો  …. આભાર મિત્રો ….. http://funngyan.com/2013/03/01/bgbs1303/ […]

 8. ચાલોં એ બહાને , મસ્ત અને ગુજરાતી સોડમથી ભરપુર બ્લોગ્સની અપડેટેડ યાદી મળશે 🙂 આભાર વિનયભાઈ .

 9. Very Nice Task & we Congratulate u sir.

 10. મારાથી કદાચ વોટ થઈ શક્યો નહિ. સબમિટનું બદન દબાવ્યા પછી બે વાર ‘Are you sure you want to do this?’ સંદેશો આવ્યો અને તેનાથી આગળ વધાયું નહિ.

 11. બ્રાઉઝર રિસ્ટાર્ટ કર્યા પછી થઈ ગયું.

 12. આદરણીયશ્રી. વિનયભાઈ

  આપ દ્વારા ગુજરાતી સમાજને જોડવાના અથાગ પ્રયત્નો કાબિલે તારીફ છે,

  ખુબ જ સરસ, સમયસરનું કાર્ય છે.

  હું આપની આ લિંક મારા બ્લોગ પર આપી શકું સાહેબ તે જણાવવા વિનંતિ.

  ઘણાં સમય બાદ આપને આ માધ્યમથી મળવાનું થયું સાહેબ

  ફરી એકવાર ઉમદા કાર્ય માટે હાર્દિક શુભકામનાઓ

  અભિનંદન

  • હા, મારા બ્લોગની લિન્ક તમારા બ્લોગ પર દર્શાવી શકો. એટલું જ નહીં, ‘સર્વેક્ષણ’નું બેનર પણ મૂકી શકો છો. બેનર મૂક્વા માટેની વિધિ અને વિજેટ કોડ ઉપર દર્શાવ્યો છે.

 13. સરસ કામ વિનયભાઈ.

 14. પોતાના બ્લોગનું નામ આપી શકાય?

  • ઉપર લેખમાં સ્પષ્ટ કર્યું જ છે કે પોતાના બ્લોગનું નામ આપી શકાય.

 15. too good work.keep it up.

 16. Congratulation…great good work…

 17. આભાર …આપ શ્રી ના આ આયોજન બદલ…………

 18. ખૂબજ સરસ પ્રયત્ન આપ કરી રહ્યા છો આપને ખૂબ ખૂબ અભિનંદન

 19. વિનય ભાઈ ,

  ગુજરાતી બ્લોગ વિશ્વ ની યાદી તૈયાર કરવાનું ભગીરથ કાર્ય હાથ ઉપર લેવા બદલ અભિનંદન અને સફળતા માટે શુભેચ્છા .

  (આપણને ગમતા બ્લોગ ઉપર જઈ અને તેનું URL કોપી કરી ને ગમતા બ્લોગ ની યાદી જે ફોર્મ માં છે તેમાં પેસ્ટ કરી શકાય તો ઘણા મત આપવા માં રસ દાખવશે એમ મારું માનવું છે)

  • પ્રિય બટુકભાઈ,

   અહીં રાઈટ ક્લિક ડિસેબલ જરૂર છે પણ પેસ્ટ કરી જ શકાય છે. તે માટે કીબોર્ડ પર કંટ્રોલ(ctrl)ની કી દબાવી રાખીને ‘વી'(V) દબાવો.

   • આભાર વિનયભાઈ ,
    મારા જેવા કેજે માત્ર વાંચક જ છે અને ટાઈપીંગ કે લખવું ફાવતું નથી તે પણ આથી મત આપવા માટે કંટાળો નહિ દાખવે
    જયસીયારામ

 20. શ્રી વિનયભાઈ..

  સ્તુત્ય સોપાન , ગુર્જરી ચરણે…અભિનંદન આપને.

  રમેશ પટેલ(આકાશદીપ)

 21. આદરણીય શ્રી વિનયભાઇ

  સરસ અને ગુજરાતી બ્લોગ જગત માટૅ ઉપયોગી થાય તેવો પ્રશંસનીય પ્રયાસ હાથ

  ધરીને એક ભિષ્મ્કાય કાર્યનો યજ્ઞ આરંભ્યો છે.

  સુદર કાર્ય માટે ખુબ ખુબ અભિનંદન

 22. વિનયભાઈ ધન્યવાદ. આપની હિંમત ને દાદ છે.

 23. વિનયભાઈ, ઉમદા વિચાર અને અઘરું કાર્ય હાથમાં લીધું છે. જશ ણ મળે તો કંઈ નહી અપજશ ન મળે એવી શુભકામના અને હા મેં મતદાન કરી મારી નૈતિક ફરજ બજાવી.

  • અપજશને આવાં કામોમાં ‘ચાનસ’ હોતો નથી ! પેલા ટ્રકોવાળા પાછળ લખે છે ને, “…તેરા મુંહ કાલા !!”
   મારે મતદાન હજી બાકી છે !

   • @ : jjkishor :

    કચ્છમાં કોઈએ અફવા ફેલાવી કે ફલાણી ચોકડી ઉપર મતદાન માટે પૈસા મળે છે અને લોકોએ ધસારો કર્યો.

    લોકો પહોંચ્યા ત્યારે એક જણ ઉભું હતુ અને કહે કે અહીં વાંટણી ખતમ થઈ હવે પેલી ચોકડી પાસે જાઓ.

    ૪-૫ ચોકડી પછી ખબર ન પડી કે પૈસા કોંગ્રેસ, બીજેપી અને કેશુભાઈની પાર્ટીમાંથી કોણ કરતું હતું.

 24. વિનયભાઇ,

  આપને ઉમદા કાર્ય આપે હાથ ધર્યું છે. આપ ખરા અર્થમાં ગુજરાતી બ્લોગ જગતને એક નવી ઉંચાઇ પર લઈ જવાનું કાર્ય કરી રહ્યા છો.

  આપને અનેક શુભકામનાઓ……..

  મતદાન કાલે કરીશ. 🙂

 25. સરસ પ્રયત્ન આપ કરી રહ્યા છો આપને ખૂબ ખૂબ અભિનંદન

 26. આદરણીય શ્રી વિનયભાઈ ખુબ ખુબ અભિનંદન
  આપ જે કાર્ય કરી રહ્યા છો તે ખુબજ કઠીન અને મહેનત માગી લે એવુ અતી કપરૂ છે.આજ ના આ ઝડપી જમાના માં જ્યારે પોતાના બ્લોગ જ અપડેટ થઈ શકતા નથી ત્યા બીજા ના બ્લોગની ચિંતા કોણ કરે. આપને લાખો … લાખો … સલામ
  આપનુ આ કાર્ય સફળતા પુર્વક પુર્ણ થાય એવી શુભકામના સહ …..
  રમેશ સરવૈયા

 27. બહુ સુંદર કામ,,,વિનયભાઈ અને મિત્રો ને અભિનંદન

 28. list ma 783 raakhsho, 784, 785 update nathi thataa, pan me raakhi mukyaa chhe haji.

 29. વિનુભાઈ, આપનું આ કામ સરાહનીય છે.

  શક્ય હોય તો શરૂઆત દર ૩ મહિનેથી કરીને માસિક ઇન્ડેક્સ પર બ્લોગ લાવી શકાય જેથી. જે બ્લોગ્સ એક્ટિવ રહે છે એટલીસ્ટ એમનું બ્રાન્ડિંગ બરોબર થતું રહે.,

  • પેલું ઇન્ડિબ્લૉગર આપોઆપ સર્વે કરીને નંબરો પ્રગટ કર્યે રાખે જ છે ને. એમની જેમ તમે કરી ન શકો ? પહેલાં તો મને એમ કે જેમ વધુ પોસ્ટ મુકાય તેમ તેમ નંબર ઉંચો આવે પણ એવુંય નથી. મારી પોસ્ટ અનિયમિત હોવા છતાં નંબર ઉંચો આવે છે…તમે કાંઈક એવું કરો કે આપોઆપ થયા કરે…..

   હરીફાઈનું તત્ત્વ સારું તો નથી જ. અમે બુનિયાદીતાલીમવાળાઓ એમાં ન માનીએ પણ તમારો પ્રયાસ તો સ્તુત્ય જ છે. એનાથી ગતિ જરુર આવશે.

Leave a Reply

%d bloggers like this: