બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – ૨૦૧૩

 

પ્રિય મિત્રો,

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ‘નું મતદાન ૧લી માર્ચથી શરૂ કરી ૧૬મી માર્ચ સુધી થયું હતું. વાચકોએ પોતાને ગમતા બ્લોગને નોમિનેટ કરી મતદાનમાં ભાગ લીધો હતો.

આ સર્વેક્ષણને કુલ્લ ૧૨૫૩ મત મળ્યા. જેમાંથી અધૂરા અને ડુપ્લિકેટ મત બાદ કર્યા પછી ૧૧૬૦ મત ગણતરીમાં લીધા છે.

કુલ્લ ૧૯૨ વ્યક્તિઓએ મતદાન કરી ૨૪૩ બ્લોગને સર્વેક્ષણ માટે પોતાનો મત આપીને નોમિનેટ કર્યા જેમાંથી ત્રણ કે તેથી વધુ મત મેળવેલા લોકપ્રિય બ્લોગની યાદી આ પ્રમાણે છે:

પ્રથમ: રીડ ગુજરાતી (મૃગેશ શાહ) ૧૯૨માંથી ૫૯ મત

દ્વિતિય: પ્લાનેટ જેવી (જય વસાવડા) ૧૯૨માંથી ૫૫ મત

તૃતિય: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારુ) ૧૯૨માંથી ૪૬ મત

ચોથા સ્થાને છે મારા વિચારો, મારી ભાષામાં! (કાર્તિક મિસ્ત્રી) ૧૯૨માંથી ૩૯ મત

પાંચમા સ્થાને છે લયસ્તરો (તીર્થેશ મહેતા, વિવેક ટેલર, ધવલ શાહ) ૧૯૨માંથી ૩૧ મત

છઠ્ઠા સ્થાને છે મોરપીંછ (હિના પારેખ) ૧૯૨માંથી ૩૦ મત

સાતમા સ્થાને છે ટહુકો (જયશ્રી ભક્ત) ૧૯૨માંથી ૨૯ મત

આઠમા સ્થાને છે Good છે! (અધીર અમદાવાદી) ૧૯૨માંથી ૨૮ મત

નવમા સ્થાને છે અસર – યશવંત ઠક્કર ૧૯૨માંથી ૨૭ મત

દસમા સ્થાને છે કુરુક્ષેત્ર (ભુપેન્દ્રસિંહ રાઓલ) ૧૯૨માંથી ૨૦ મત

૧૧) સાયબર સફર (હિમાંશુ કિકાણી) ૧૯૨/૧૮

૧૨) શબ્દો છે શ્વાસ મારા (વિવેક ટેલર) ૧૯૨/૧૭

૧૩) Nirav Says (નીરવ) ૧૯૨/૧૫

૧૪મા સ્થાને ૧૯૨/૧૪ મત સાથે ચાર બ્લોગ છે હું સાક્ષર… (સાક્ષર ઠક્કર), એક નજર આ તરફ… (હર્ષલ પુષ્કર્ણા), NET ગુર્જરી (જુગલકિશોર વ્યાસ) અને ઈન્ટરનેટ પર વેપાર.. ગુજરાતીમા! (મુર્તઝા પટેલ)

૧૫મા સ્થાને ૧૯૨માંથી ૧૩ મત મેળવનાર ત્રણ બ્લોગ છે, વાંચનયાત્રા (અશોક મોઢવડિયા), વેબ ગુર્જરી અને રણકાર (નીરજ શાહ)

૧૬મા સ્થાને ૧૯૨માંથી ૧૨ મત મેળવનાર ત્રણ બ્લોગ છે News Views Reviews (કિન્નર આચાર્ય), દાદીમાની પોટલી (અશોક દેસાઈ), પ્રત્યાયન (પંચમ શુક્લ)

૧૭મા સ્થાને ૧૯૨માંથી ૧૧ મત મેળવનાર ચાર બ્લોગ છે ઊર્મિ સાગર (મોના નાયક), શિશિર રામાવત, ગુજરાતી વર્લ્ડ (ઉર્વિશ કોઠારી), નીરવ રવે (પ્રજ્ઞા વ્યાસ)

૧૮મા સ્થાને છે રખડતાં ભટકતાં (પ્રિમા વિરાણી)  ૧૯૨માંથી ૧૦ મત

૧૯મા સ્થાને ૧૯૨માંથી ૯ મેળવનાર પાંચ બ્લોગ છે અભિન્ન (ચિરાગ ઠક્કર), મારી બારી (દીપક ધોળકિયા), પરમ સમીપે (નીલમ દોશી), અભિવ્યક્તિ (ગોવિંદ મારુ), હાસ્ય દરબાર (ધવલ રાજગીરા)

૨૦મા સ્થાને ૧૯૨માંથી ૮ મત મેળવનાર ત્રણ બ્લોગ છે નાઈલને કિનારેથી (મુર્તઝા પટેલ), સમન્વય (ચેતના શાહ), ગદ્યસૂર (સુરેશ જાની)

૨૧મા સ્થાને ૧૯૨માંથી ૭ મત મેળવનાર પાંચ બ્લોગ છે ચરખો (રૂતુલ જોશી), માઉન્ટ મેઘદૂત, અભિષેક, એજ્યુકેશન હબ, માવજીભાઈ

૨૨મા સ્થાને ૧૯૨માંથી ૬ મત મેળવનાર પાંચ બ્લોગ છે સુરતી ઉંધીયું, ચિંતનની પળે, પદાર્થે સમર્પણ, હેમ કાવ્યો, સળગતો શશિ

૨૩મા સ્થાને ૧૯૨માંથી ૫ મત મેળવનાર ૧૧ બ્લોગ છે મેઘધનુષ, એજ્યુ સફર, હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ, ઝબકાર, શિક્ષણ સરોવર, બસ એજ લિ. યુવરાજ, રીડ થિંક રીસ્પોન્ડ, અશ્વિન પટેલનો બ્લોગ, વેબ મહેફિલ, શબ્દ પ્રીત, સેતુ (લતા હિરાણી)

૨૪મા સ્થાને ૧૯૨માંથી ૪ મત મેળવનાર ૧૨ બ્લોગ છે વિજયનું ચિંતન જગત, ગોદડિયો ચોરો, ધોળકિયા, ચંદ્ર પુકાર, પેલેટ, મારૂં ગુજરાત, વિનોદ વિહાર, ગુજરાતી સાહિત્ય સરિતા, અક્ષિતારક, શબ્દોને પાલવડે, મારી વાત, આકાશદીપ

૨૫મા સ્થાને ૧૯૨માંથી ૩ મત મેળવનાર ૧૧ બ્લોગ છે સબરસ ગુજરાતી, જરા અમથી વાત, સ્વર્ગારોહણ, ગઝલનો ગુલદસ્તો, એક ઘા-ને બે કટકા, મારું બહારવટું, કવિતાનો ‘ક’, મીતિક્ષા, ટહુકાર, આતાવાણી, અનડિફાઈન્ડ હું

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણમાં ભાગ લેનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર

  61 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – ૨૦૧૩”

 1. Thanks for taking the initiative and doing the hard work!

 2. વિનયભાઈ ખૂબ ખૂબ અભિનંદન
  નવી અપડેટ થયેલી બધાજ ગુજરાતી બ્લોગની યાદી હોય તો તે પણ મૂકજો

 3. સુંદર પ્રયત્ન…. ખૂબ ખૂબ અભિનંદન…

 4. Thanks Vinaybhai for such a hard work.

 5. ખૂબ ખૂબ અભિનંદન.

 6. Thanks for the exercise. mostly all the important Gujarati blogs are in the list. Congratulations to all these bloggers / creators of a pool of Gujarati reading online.

  Everyone, please keep this up. I feel a sense of pride being in this list.

  Thanks again to all who have voted for aksharnaad and thanks to Vinaybhai

 7. આભાર અને અભિનંદન. આ વખતની પરિણામોની પદ્ધતિ અલગ રહી, પણ ગમે. ઘણા બધા વાચકોને પોતાનિ બ્લૉગરોલ સુધારવા-વધારવામાં આ પરિણામો મદદરૂપ બનશે, એમ માનું છું.

 8. Good Job Vinay… I think there seems to be ‘no scope’ for no-literary blogs…!!! I need to think upon some thing different..!!?

 9. Vijetaone abhinandan …..A most needed initiative of institutionalization of Websites and blogs is started This is one step towards the goal (with a democratic way ) ..Good job done by Vinaybhai.. Keep it up…

 10. બધાંને અભિનંદન. એક સુધારો: પ્રાઇમા–>પ્રિમા?

 11. પ્રિય શ્રીવિનયભાઈ,

  કદાચ, આટલી બધી તસ્દી આ વ્યસ્ત યુગમાં આપના સિવાય અન્ય કોઈ ભાગ્યેજ લે. બ્લૉગિંગમાં કોઈપણ ક્રમ મેળવનાર વિજેતા,ભાગ લેનાર મિત્રો, અદ્ભુત લખનાર મિત્રો અને હા, આપ તથા આપની સમગ્ર ટીમને ખૂબખૂબ અભિનંદનસહ-ધન્યવાદ પાઠવું છું.

 12. પરિણામની રાહ જોવાતી હતી. સૌને અભિનંદન.

  ડૉ.મૌલિક શાહનો મુદ્દો સાચો છે પરંતુ બ્લૉગ જગતમાં ઘણું વૈવિધ્ય છે. ક્યારેક એના વિશે પણ સર્વેક્ષણ થઈ શકે. ડૉ. શાહને ધ્યાનમાં હશે કે એમના બ્લૉગની webgurjari.in પર સૌ પહેલા બ્લૉગભ્રમણ લેખમાં જ નોંધ લેવાઈ છે, એટલે સાહિત્યેતર બ્લૉગ પણ વંચાય છે. માત્ર એમના વાચકો વોટ આપવા ન આવ્યા હોય એવું બને.

  બધા જ બ્લૉગના વિઝિટરો,ફોલોઅરો અને હિટ્સનો સરવાળો કરીને સરેરાશ કાઢવાથી સ્પષ્ટ થશે કે જેટલા લોકો વાંચવામાં રસ લે છે તેમની કુલ સંખ્યા ૧૯૨ કરતાં તો અનેકગણી હશે.

  • અભિનન્દન સૌને તમે આ એક સેવાનું કામ કર્યું છે . મને લાગેછે કે જેટલા ગુજરાત વાચકો નેટ જગત પર છે તેમણે બધાએ વોટીંગ કર્યું હોત તો વધુ મજા આવત આભાર સૌ મિત્રો નો

 13. ૧. જે ૧૯૨ વાચકો એ પ્રયોગમાં ભાગ લીધો તે સહુને પણ વિનયભાઇ જેટલાં જ અભિનંદન.
  ૨. ૨૪૩ બ્લૉસની એન્ટ્રીઓ આવી, તે હાલ કાર્યરત ગુજરાતી બ્લૉગ્સનો કેટલો ભાગ હશે?
  ૩. આ પ્રકારના પ્રયોગોથી બ્લૉગ કેટલો જાણીતો છે તે જાણવામાં જરૂર મદદ મળી શકે છે.ક્રીસ એન્ડરસનનાં પુસ્તક ‘ધ લૉન્ગ ટેઇલ’ આ પ્રક્રિયાને બહુ સારી રીતે આવરી લેવાઈ છે. એટાલે, કે જે બ્લોગ્સ (આ ૨૪૩ સિવાયના) લોકપ્રિયતાના ગ્રાફનાં આ શિર્ષ ભાગમાથી નથી, (જેમ કે [કદાચ] ડૉ. મૌલિક શાહ નો ખુબ જ મૌલિક બ્લૉગ) તેમણે તેઓ પૂંછમાં છે તેની ચિંતા કર્યા સિવાય, તેમના સક્રિય વાચકોની સંખ્યા વધતી રહે તે માટે વિચારતા રહેવું જોઇએ.
  ૪. મારું એવું માનવું છે કે જો બ્લૉગ રચવા પાછળ્નો આશય નજદીકના ગાળામાં તેમાંથી આર્થિક લાભ લેવાનો ન હોય, તો બ્લૉગનું વસ્તુ અને તેના વાચક વચ્ચેનો સવાદ વણતૂટ્યો રહે તે વધારે મહત્વનું છે. બૉગના વિષયમાં જેમને રસ હોય તેવા વધુને વધુ વાચક આપણા બ્લૉગની મુલકાત લેતાં રહે તેના પર ધ્યાન આપવું જોઇએ.
  ૫. ગુજરાતી ભાષાના બ્લૉગ્સનું aggregration કરતી સાઇટ્સ જેટલું ચોક્કસ વર્ગીકરણ કરે તેટલી આ પ્રકારની આંકડાકીય સવેક્ષણોને વધારે મદદ મળી રહે.

  આવેલી એન્ટ્રીઓ અને આ આખી પ્રક્રિયા વિષે વિનયભાઇની શું અપેક્ષાઓ હતી અને તેના સંદર્ભમાં જે પરિણામો જોવાં મળ્યાં છે તે અંગે વિનયભાઇની પ્રતિકિયા જાણવામાં પણ રસ જરૂર રહે.

  • This Opinion,Suggestion… or ADVICE…WHATEVER…leads towards d “PURPOSE”=[ Mool hetu-udeshya ] AND THE SATISFACTION ONE DERIVES OUT OF THE EXCERCISE.Basically the writers/creators do want to know about what they have given,put forward…presented…in one’s own style…It does help one to go ahead…self develop and sharpen the pen improve and be………………… B E T T E R. – La’ / 25-4-13.

 14. dhanyavaad vinaybhai! khoob saras kaam thayu chhe.

 15. વિનયભાઈને આ સમગ્ર પ્રક્રિયા આટલી રસસભર રીતે આયોજિત કરવા બદલ અને સર્વે વાંચકો અને મતદારોને અભિનંદન અને આભાર .

 16. Heartiest Congrats To ALL

  • વિનયભાઈ તમારી મહેનત બદલ ધન્યવાદ… પણ મને લાગે છે. રીડ ગુજરાતી, અક્ષરનાદ જેવા બીજા અનેક બ્લોગ છે તેઓ પોતાનું લખતાં નથી આવા બ્લોગ એક મેન્ગેઝીન જેવા છે. આવ બ્લોગ સરસ સેવા બજાવે છે તે બાબત જુદી છે. અને આવા બ્લોગ કાયમ માટે વધુ જ વંચાય.. અને એવા બ્લોગ કાયમ માટે મિત્રોની પહેલી પસંદ હોય તે સ્વાભાવિક છે. કારણ ત્યાં ઘણુબધું અનેક લેખકો, કવિઓનું વાંચવા મળી જતું હોય. એટલે જ્યારે જ્યારે આવી સ્પર્ધા યોજાશે ત્યારે આના આજ બ્લોગ આગળ રહેવાના. પછી આવી સ્પર્ધાનો કોઈ મતલબ રહે નહિ. મેન્ગેઝીન જેવા બ્લોગની અલગ કેટેગરી હોય તો સારું. ના અને મૌલિક લખતાં બ્લોગની અલગ કેટેગરી હોય તો સારું.

   • aapni vaat vichar yogy chhe ….

   • I agree with the blog-writer Bhupendrasinh R. Raol – the multi-authored blogs get always richer writings and wider reading, hence they should be in a different category. But, with all that this blog has got 10th place and hence I congratulate the author for his high level of spirit to continue to frankly and freely express his own thoughts, comments, and suggestions (where feasible) on the issues that have bothered our people for centuries, and still we are not ready to think differently – we still live in the ghettos, in closed cells/shells (like a poor silk worm who dies after giving the silk-in fact it is killed in warm/hot water, lest if it came out live it will spoil the silk thread, and we happily wear these silk cloths!!!). Though Bhupendra was criticized for his un-sophisticated, straight and frank writing style, he continues to write with some refinement, and also despite his own extremely difficult times due to his own and his wife’s very ill-healths. I personally commend his undaunted and un-diminishing spirit. I am still not able to keep up-to-date in reading his all the blog articles. With hearty congratulations to him and all his readers/fans so that we continue to get some information and may be we learnt to look our life differently – we should be constantly in search of some new meaning of our life on this planet-till we are redeemed. Dr. J. R. Raol

 17. gr8 effort vinaybhai , many congratulations to all the winners

 18. congrats to all…

 19. વિનયભાઈ, અભિનંદન.

 20. ખાસ તો આ ઉમદા સેવા માટે શ્રી. વિનયભાઈને અને સર્વ મતદાતામીત્રોને અઢળક ધન્યવાદ.. .
  વીજેતા સર્વ બ્લોગરમીત્રોને અભીનન્દન…

 21. મૌલિક લખાણ લખનારા બ્લોગને આ રીતે ક્રમાંકીત કરી શકાય.

  1.પ્લાનેટ જેવી (જય વસાવડા) ૧૯૨માંથી ૫૫ મત
  2.મારા વિચારો, મારી ભાષામાં! (કાર્તિક મિસ્ત્રી) ૧૯૨માંથી ૩૯ મત
  3.Good છે! (અધીર અમદાવાદી) ૧૯૨માંથી ૨૮ મત
  4.અસર – યશવંત ઠક્કર ૧૯૨માંથી ૨૭ મત
  5.કુરુક્ષેત્ર (ભુપેન્દ્રસિંહ રાઓલ) ૧૯૨માંથી ૨૦ મત
  6.સાયબર સફર (હિમાંશુ કિકાણી) ૧૯૨/૧૮
  7.શબ્દો છે શ્વાસ મારા (વિવેક ટેલર) ૧૯૨/૧૭
  8.Nirav Says (નીરવ) ૧૯૨/૧૫
  9.હું સાક્ષર… (સાક્ષર ઠક્કર), એક નજર આ તરફ… (હર્ષલ પુષ્કર્ણા), NET ગુર્જરી (જુગલકિશોર વ્યાસ) અને ઈન્ટરનેટ પર વેપાર.. ગુજરાતીમા! (મુર્તઝા પટેલ)
  ૧0.વાંચનયાત્રા (અશોક મોઢવડિયા), વેબ ગુર્જરી

  11. News Views Reviews (કિન્નર આચાર્ય), પ્રત્યાયન (પંચમ શુક્લ)
  12.ઊર્મિ સાગર (મોના નાયક), શિશિર રામાવત, ગુજરાતી વર્લ્ડ (ઉર્વિશ કોઠારી)
  ૧3.રખડતાં ભટકતાં (પ્રિમા વિરાણી)
  14.અભિન્ન (ચિરાગ ઠક્કર), મારી બારી (દીપક ધોળકિયા), પરમ સમીપે (નીલમ દોશી),
  15.નાઈલને કિનારેથી (મુર્તઝા પટેલ), ગદ્યસૂર (સુરેશ જાની)

  —————————————

  મેગેઝીન પ્રકારના બ્લોગને આ પ્રમાણે ક્રમાંકીત કરી શકાય.

  1. રીડ ગુજરાતી (મૃગેશ શાહ) ૧૯૨માંથી ૫૯ મત
  2. અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારુ) ૧૯૨માંથી ૪૬ મત
  3. લયસ્તરો (તીર્થેશ મહેતા, વિવેક ટેલર, ધવલ શાહ) ૧૯૨માંથી ૩૧ મત
  4. મોરપીંછ (હિના પારેખ) ૧૯૨માંથી ૩૦ મત
  5. ટહુકો (જયશ્રી ભક્ત) ૧૯૨માંથી ૨૯ મત
  6. રણકાર (નીરજ શાહ)
  7. દાદીમાની પોટલી (અશોક દેસાઈ),
  8. નીરવ રવે (પ્રજ્ઞા વ્યાસ)
  9.અભિવ્યક્તિ (ગોવિંદ મારુ), હાસ્ય દરબાર (ધવલ રાજગીરા)
  10.સમન્વય (ચેતના શાહ),

  ————————————

  અવર્ગીકૃત રીતે બાકીના બ્લોગને મત પ્રમાણે જે તે સ્થાને યથાવત રાખીએ તો:
  ૨૧મા સ્થાને ૧૯૨માંથી ૭ મત મેળવનાર પાંચ બ્લોગ છે ચરખો (રૂતુલ જોશી), માઉન્ટ મેઘદૂત, અભિષેક, એજ્યુકેશન હબ, માવજીભાઈ
  ૨૨મા સ્થાને ૧૯૨માંથી ૬ મત મેળવનાર પાંચ બ્લોગ છે સુરતી ઉંધીયું, ચિંતનની પળે, પદાર્થે સમર્પણ, હેમ કાવ્યો, સળગતો શશિ
  ૨૩મા સ્થાને ૧૯૨માંથી ૫ મત મેળવનાર ૧૧ બ્લોગ છે મેઘધનુષ, એજ્યુ સફર, હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ, ઝબકાર, શિક્ષણ સરોવર, બસ એજ લિ. યુવરાજ, રીડ થિંક રીસ્પોન્ડ, અશ્વિન પટેલનો બ્લોગ, વેબ મહેફિલ, શબ્દ પ્રીત, સેતુ (લતા હિરાણી)
  ૨૪મા સ્થાને ૧૯૨માંથી ૪ મત મેળવનાર ૧૨ બ્લોગ છે વિજયનું ચિંતન જગત, ગોદડિયો ચોરો, ધોળકિયા, ચંદ્ર પુકાર, પેલેટ, મારૂં ગુજરાત, વિનોદ વિહાર, ગુજરાતી સાહિત્ય સરિતા, અક્ષિતારક, શબ્દોને પાલવડે, મારી વાત, આકાશદીપ
  ૨૫મા સ્થાને ૧૯૨માંથી ૩ મત મેળવનાર ૧૧ બ્લોગ છે સબરસ ગુજરાતી, જરા અમથી વાત, સ્વર્ગારોહણ, ગઝલનો ગુલદસ્તો, એક ઘા-ને બે કટકા, મારું બહારવટું, કવિતાનો ‘ક’, મીતિક્ષા, ટહુકાર, આતાવાણી, અનડિફાઈન્ડ હું

  • થેન્ક્સ અતુલભાઈ તમે મારી મારો પોઈન્ટ સમજ્યા છો. એમાં પણ પ્લાનેટ જે.વી.નું તો આધેમે ગામ આધેમે હમ જેવું છે. જય વસાવડાની પ્રચંડ લોકપ્રિયતાને લીધે અડધું ગામ કબજે કરીને બેઠેલા છે. હહાહાહાહા

   • શ્રી ભુપેન્દ્રસિંહજી,

    તમારી વાત સાચી છે (ક્યારેક ખોટીયે હોય છે 🙂 ). જય વસાવડા જેવા લખવૈયા ગુર્જરીને જવલ્લે જ મળશે. તેમની લેખન શૈલિ એવી છે કે વાચકને આડે હાથે ઢીબી નાખે તો યે વાચક વાંસો પંપાળતા પંપાળતા તેને વાંચ્યા કે વખાણ્યા વગર રહી ન શકે. તેમના ક્ષેત્રના કેટલાક બીજા કટાર લેખકોને વાચકો ગોત્યા નથી જડતા જ્યારે તેમની પોસ્ટ પબ્લીશ થાય કે તરત જ ધડાધડ વંચાઈ જાય છે 🙂

    • સાચી વાત છે. જય વસાવડા સોળે શણગાર સજેલી રૂપકડી લાકડી વડે ઢીબી નાખે છે. એટલે વાચક વાંસો પંપાળતા પંપાળતા વાંચે અને વખાણે. પણ એ ખેલદિલ હોય તે જ. બાકી તો એમના પાકા વિરોધીઓ પણ છે જ. મારો પ્રોબ્લેમ એ છે કે આપણને શણગારેલી લાકડી ફાવે નહિ. નાગી તલવાર વડે જનોઈવઢ, વાચકના હોશ હવાસ જ ગુમ થઇ જાય. વાંસો પંપાળવા જેટલા હોશ વધે નહિ. તમે થોડા મજબુત તે થોડો સમય રોકાયા. પછી ભાગી જ ગયાને? હહાહાહાહાહાહાહા

 22. સૌ બ્લૉગરમિત્રો, મતદાતાઓ અને ફનદાતા, જ્ઞાનદાતા શ્રી.વિનયભાઈ અને ફનએનગ્યાનને હાર્દિક અભિનંદન. લગભગ વાસ્તવિક ચિત્રણ જ દેખાય છે, જો કે કેટલાક વધુ યોગ્ય બ્લૉગના ઘણાં વાચકો મતદાન કરવા બહાર પડ્યા નહિ હોય (આપણી લોકશાહી આદત !!) અન્યથા બે-ચાર વધુ યોગ્ય બ્લૉગ હજુ બે-ચાર ડગલા ઉપર જોવા મળત ખરા.
  (પણ યાદીમાં ક્યાંય ’ફનએનગ્યાન’ કાં ન દેખાય ? કે એને જાણી જોઈને બાકાત રાખ્યું છે !) આભાર.

 23. congrats vinaybhai..unfortunately cant vote due to circumtances.. anyway.. nice to know all this..enjoyed..

 24. Vinaybhai,

  Mahenat/jahemat badal khub khub aabhar ane darek blogers mitrone khub khub abhinandan…

  Mane tran VOTE malya e bdl Shahbuddinbhai na joke ma aave chhe ne k mane dhakko kone maaryo? To hu pan e andaz ma kahu to ek VOTE to Heena Parekh no 6 e khyal chhe baki na 2 kon? Ha ha ha …emno khub khub aabhar 😛

 25. ખુબ ખુબ અભિનંદન તમામ વિજેતા બ્લોગર્સને…. આ આયોજન, અને મત આપનારનો ઉત્સાહ એક નવી શરૂઆત દર્શાવે છે.

  ગોડ બ્લેસ…..

 26. આદરણીય શ્રી વિનયભાઇ,

  ખુબ સરસ અને મનનિય કામગીરી

  ધન્યવાદ ્ગુજરાતી બ્લોગ જગતને એક તાંતણે બાંધવા બદલ

 27. khub khub abhinandan ap saune

 28. વાહ, પહેલા તો બધા વિજેતાઓ ને અભિનંદન અને ખાસ તો વિનયભાઈ આભાર…. કેમકે ઘણી નવી ગુજરાતી સાઈટ વિષે જાણવા મળ્યું ….. આભાર મિત્રો

 29. વિનયભાઈએ તો પાતાનું કામ કર્યું પણ બ્લોગ્સ વાંચનારાઓ કેમ ઊણા ઉતર્યા? સાંભળ્યું છે કે ૧૦૦૦ થી વધારે બ્લોગ્સ છે. માત્ર બ્લોગ્સના સંચાલકોએ જ ભાગ લીધો હોત તો ૧૦૦૦ મતદાતા થાત. કેટલાય બ્લોગ્સની મેમ્બરશીપના આંકડા હજારોમા છે, દા.ત. શ્રી ભરત સૂચકના ધ ઈન્ડિયનની મેમ્બર સંખ્યા આજે, અત્યારે ૩૭૪૯૧ ની છે. એક આંકડા પ્રમાણે ચાર લાખથી વધારે ગુજરાતીઓ કોઈને કોઈ બ્લોગ વાંચે છે, આમાથી માત્ર ૧૯૨ જણાએ જ મતદાન કર્યું એ “કેવી અજબ જેવી વાત છે?” રોજના વ્યુઅરશીપના, લાઈકના અને કોમેન્ટની સંખ્યાનો સરવાળો કરો અને એની સાથે રોજના ૧૩ મતદાતાની સંખ્યા સરખાવો (૧૯૨/૧૫ = ૧૨.૮). ક્યાંક કંઈક ખુટે છે.
  પી.કે.દાવડા

 30. very logical and more democratic and orudent approach..HOWEVER WHAT VINAYJEE HAS DONE IS EUALLY IMPORTANT AND COMMANDING SELFLESS JOB…It is,INFACT, A COMMON WELFARE ACTIVITY…AND I must say it is a CREATIVITY ONLY. – La’ / 25-4-13

 31. The best gujarati website is an educational website… http://www.rijadeja.com (I think, may be some peoples don’t like this site, but its greatest great)

  • I agree with you Rushibhai… આ લોકો જ્ઞાતિવાદ ધરાવતા લોકો છે અને ચાલ્યા છે સર્વે કરવા… પણ આ લોકોના સર્વેની હેસિયત શું???? આ કંઇ ઓછો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની જેમ નામ ધરાવે છે? funngyan નામ પણ કોઇએ નહી સાંભળ્યુ હોય

   • તમને સમસ્યા શું છે તે કહેશો?

    કોઈ એક વેબસાઈટ તમને ગમતી હોય તો તે બધાની મનપસંદ હોવી એવું જરૂરી છે?

    તમે કેવી રીતે ધારી લીધું કે આ લોકો જ્ઞાતિવાદ ધરાવતા લોકો છે? આ લોકો એટલે કોણ? હું? સર્વેક્ષણમાં ભાગ લેનારાઓ?

    સર્વેની હેસિયત તેમાં ભાગ લેનાર વ્યક્તિઓથી નક્કી થતી હોય છે.

    તમે જેને સમર્થન આપો છે તે વેબસાઈટ વધુ સારી હોય કે વધુ વંચાતી હોય પણ તેના વાચકો આવીને સર્વેક્ષણમાં નોમિનેશન ન ભરે તો સર્વે કરનારને ઉતારી પાડવાના?

    • દરેક વ્યક્તિ એવું જ માનતી હોય છે કે દુનિયામાં હું જ શ્રેષ્ઠ. પણ હકીકતમાં એના કરતાંયે વધારે શ્રેષ્ઠ એવા ધૂરંધરો દુનિયામાં હોય છે. જ્ઞાતિવાદ આ સર્વેક્ષણમાં છે કે પછી “ઝાલા” અને “બા”માં છે ?

     વિનયભાઈ, આ વર્ષે ૨૯૫૫ વ્યક્તિએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો છે. મતલબ કે એટલાએ તો funngyan નું નામ સાંભળ્યું જ છે. તમે જે કાર્ય કરી રહ્યા છે તે ખૂબ ધન્યવાદને પાત્ર છે.

     • હિના’બેન’ અમારે તમારા કોઇ સર્ટીફિકેટની જરૂર નથી.

      • રીજાડેજા સાઈટ ઘણી સારી છે… આ વર્ષના સર્વેક્ષણમાં મારો મત રીજાડેજાને જ જશે…

       • મને નોટિફિકેશન મળ્યું એટલે નવાઈ લાગી કે મારે તો ઘણા સમયથી બ્લોગ જગતમાંથી ‘સન્યાસ’ જેવું જ છે તો આ ક્યાંથી?
        પછી અહીં આવ્યો તો ‘પિક્ચર’ ક્લિયર થયું….

        btw ST ( એટલે કે સાક્ષર ઠક્કર હો) , ઈ કયો કે
        આમાં બુલેટ ટ્રેન ક્યાંથી ‘હાલે’ ?
        ૨૦૧૩ની ગાડી ૨૦૧૪માં થઇ હજી ૨૦૧૫માં ય ધીમી ગતિ (!) એ આગળ વધી રહી છે!

        • મને પણ નોટીફીકેશન આવ્યુ એટલે જ આવ્યો….

         અમારા તો નામમાં જ ST છે એટલે એવી જ ઝડપથી ચાલીએ છે…

         રજનીભાઈ તમારો મત પણ રીજાડેજાને જ આપો….

         • કૉપી-પેસ્ટ અંગે અવારનવાર ‘મુહિમ’ ચલાવનાર વિનયભાઈના બ્લોગ પર અમો (તમારી કોમેન્ટ જ ) કૉપી-પેસ્ટ કરવાની ધૃષ્ટતા કરીએ તો અમો પણ (સાઈટ જોયા વગર) કહીએ આઈ મીન પેસ્ટીએ છીએ =

          રીજાડેજા સાઈટ ઘણી સારી છે
          અને આ વર્ષે જ નહિ દરેક વર્ષે સર્વેક્ષણ થાય કે ન થાય, અમારો મત એમને જ ! :p

 32. Thanks Vinaybhai … You are doing amazing job.

 33. વિજેતા બ્લોગના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન અને આ “ચુંટણી” યોજવા બદલ શ્રી વિનય ખત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે અમારો બ્લોગ પણ ક્યારેક આ લિસ્ટમાં હશે…

 34. આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી આપને ધન્યવાદ. હું આપના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

 35. સરસ પ્રયત્ન થયો અને સરસ માહિતિ મળી તે બદલ ખુબ ખુબ આભાર

 36. આ રીતનું વોટિંગ ઓપન એન્ડેડ બની રહે છે .. ગઈ વખતે પણ એ ચર્ચાયું હતું કે સેકન્ડરી માહિતી/લેખ/કવિતા અને મૌલિક લખાણોનાં બ્લોગને છૂટા પાડવામાં આવે. ત્રણ કે ચાર કેટેગરીમાં નોમિનેશન મંગાવી સર્વે મંકી જેવી સાઈટ પર વોટિંગ કરાવવું સવલત ભર્યું રહે.

 37. અભિનંદન …. સ્પર્ધામાં ન હતી પણ પરિણામ જાણવાની ઉત્સુકતા તો હતી જ … સરસ પરિણામ … 🙂

 38. ગુજરાતી બ્લોગ માં કઈક નવું જાણવા મળ્યું.
  https://bestgujaratiblog.wordpress.com/

Leave a Reply to JIRARA Cancel reply

%d bloggers like this: