Jan 162012
 

સ્પેર વન મોબાઈલ

પ્રિય મિત્રો,

ગયા અઠવાડિયે દિવ્ય ભાસ્કરમાં એક લેખ હતો, આ મોબાઇલ ફોનની બેટરી ૧૫ વર્ષ ચાલશે!

મથાળું વાંચીને બહુ જ આશ્ચર્ય થયું. અંદર વાંચતા, પહેલું જ વાક્ય, ‘માનો કે ના માનો, આ તદન સાચી વાત છે’ જોઈને આશ્ચર્ય બેવડાયું, ‘સ્પેયર વનની બેટરી કમ સે કમ 15 વર્ષ લાઇફ વાળી છે, તેવો કંપનીનો દાવો છે. તેને તમે ચાર્જ ન પણ કરો તો પણ આ આટલા વર્ષ સુધી ચાલી શકે છે. આજે જ્યારે કેટલીય શાનદાર મોબાઇલ ફોનની બેટરીઓ અંદાજે બે દિવસમાં ખત્મ થઇ જાય છે, એવામાં આ બેટરી ધમાલ મચાવી દેશે.’

પંદર વર્ષ ચાલે તેવી બેટરી મોબાઈલમાં લગાડી ચાલતાં ચાલતાં વાતો કરવી હોય તો પાછળ હાથગાડીમાં બેટરીને લઈને ફરવું પડે! દાવો જરા વધારે પડતો લાગ્યો એટલે તરત જ સ્પેરવન કંપનીની સાઈટની મુલાકાત લઈ ખાતરી કરવાનું નક્કી કર્યું. કિટલી કરતાં ચાય ઠંડી હોય એ નિયમ પ્રમાણે સ્પેરવનની સાઈટ પર આ દાવા સાથે (હંમેશ પ્રમાણે) ફુલ્લીઓ જોવા મળી! બીજું સ્પેરવન કંપની બેટરીની સેલ્ફ લાઈફ પંદર વર્ષની કહે છે. સેલ્ફ લાઈફ એટલે એક વખત બેટરી ચાર્જ કર્યા પછી એમ ને એમ પડી રહે (મોબાઈલમાં નહીં) તો ૧૫ વર્ષ સુધી તેમાં ચાર્જ જળવાઈ રહે. ચોક્ક્સ કંપનીની ચોક્કસ મોડલની બેટરી વાપરો તો જ આ પરિણામ મળે! ટૉક ટાઈમ તો ૧૦ કલાકનો જ મળવાનો છે.

આમ કરતાંને મોબાઈલના એક નવા મોડલની ઓળખ થઈ જે પેન્સિલ સેલ વડે ચાલે છે. આ એક બહુ જ ઉપયોગી સુવિધા છે જ્યારે તમે ભારતના ગામડાઓમાં પ્રવાસ કરી રહ્યા હો અને તમારા મોબાઈલની બેટરી ઊતરી ગઈ હોય અને રીચાર્જ કરવા માટે તમારી પાસે ચાર્જર હોય પણ લાઈટ ન હોય! પેન્સિલ સેલ બધે (ગામડામાં પણ) મળી રહે અને વાતચિત ચાલતી રહે!

  21 Responses to “નોન ટેક્નિકલ માણસો જ્યારે ટેક્નિકલ લેખ લખે ત્યારે…”

 1. સારી માહિતી આપી.

 2. Great information for correction as well as mobile with Pencil cell as battery…

 3. પેન્સિલ સેલ વડે ચાલતા મોબાઈલ વાળું ગમ્યું. બાકી બેટરી મોબાઈલમાં નાખ્યા વિના ગમે એટલા વર્ષો પડી રહે એનો તો કોઈ અર્થ જ નથી.

  • ૧૫ વર્ષ બેટરીની સેલ્ફ લાઈફ હોય એટલે ધારો કે કોઈ વ્યક્તિ ૧૨ કે ૧૪ વર્ષ માટે વનવાસ જતો હોય તો ચાર્જ કરીને જરૂરિયાત પ્રમાણેની બેટરીઓ સાથે લઈ જાય અને જરૂરિયાત પ્રમાણે વાપરતો રહે તો ૧૪ વર્ષે જે બેટરી મોબાઈલમાં લગાડે તો તેમાં ૧૪ વર્ષ પહેલા કરેલું ચાર્જિંગ અકબંદ હોય! આમ આવી બેટરીનો અર્થ છે જ! પણ વનવાસ જાય છે કોણ? વન ક્યાં છે? અને વન હોય તો તેમાં મોબાઈલ નેટવર્ક ક્યાંથી લાવવું?

 4. વિનયભાઇ તમે કંઇક નવું જ ખોળી લાવો છો. લેખ વાંચી મજા આવી. સેલથી ચાલે તો ચાર્જેબલ સેલ સાથે રાખી શકાય.

 5. સાચી માહિતી આપવા બદ્લ આભાર. પેન્સિલ સેલથી ચાલતા મોબાઇલની વધૂ વીગત આપવા જેવી હ્તી.

 6. વિનયભાઈ ખત્રીનુ નવું નામ પાડવાનું મન થાય તો કોઈ શું પાડે ???

  હું તો તેમને કહું –

  સવિનય ખાત્રી !

 7. ટેકનિકલ પર્સન હોવા છતાં પણ મેં આ પ્રકારની (નોન ટેકનિકલ) બ્લોગ પોસ્ટ લખી હતી .

  http://rajniagravat.wordpress.com/2009/06/12/free-mobile-charging-by-tree

 8. The term “standby time” is the key. This term is nowhere mentioned. It means standby time of 15 years….
  Good article, thank you….

 9. સરસ માહિતી વિનયભાઈ… મજા આવી….

 10. શ્રી વિનયભાઈ,
  સરસ અને રસપ્રદ માહિતી, પેન્સિલ સેલથી ચાલતો મોબાઈલ વિષે જાણવા મળ્યું., અને ૧૫ વર્ષ ચાલતી બેટરીની શેખચલી પણ જાણી…

 11. શ્રી. વિનયભાઈ,
  સ_રસ માહિતી આપી.
  કેટલાક સમય અગાઉ એક વર્તમાનપત્રમાં આ પ્રકારે આણ્વિકઊર્જા પરનો એક લેખ વાંચેલો જેમાં જ્ઞાની ! લેખકશ્રીએ થોરિયમ આધારિત વીજમથકો સ્થાપવાની તરફેણમાં દલીલ આપતા જણાવેલું કે, ભારતમાં વાડી-ખેતરોની વાડ કરવા થોર વાવવામાં આવે જ છે ! અને થોર તો ખારા પાણીમાં પણ થાય તો સરકારે સમુદ્રકિનારાના વિસ્તારોમાં થોર વાવવાને પ્રોત્સાહન આપી તે રીતે થોરિયમનું ઉત્પાદન વધારવું જોઈએ !! નકામું યુરેનિયમની આયાતમાં ખર્ચાવું ન જોઈએ ! (તેઓ કદાચ થોરને થોરિયમનો સ્રોત માનતા હતા !). હાંકે રખાય ! કોણ પૂછે છે ? આભાર.

 12. આજ બાબત આને બીબીસીની સાઈટ પર પણ જોવા મળી!

  http://www.bbc.co.uk/hindi/science/2013/01/130117_logn_life_battery_mobile_sdp.shtml?ocid=socialflow_facebook_hindi

 13. ખરેખર જાણીને મઝા પડી !!!

 14. […] ‘સવિનય ખાત્રી’ નામ આપે છે. જૂઓઃ http://funngyan.com/2012/01/16/battery15y/. એટલે જ અહીં ખરી મઝા તો અનુક્રમ […]

 15. આજે નવું સરસ જાણવા મલ્યું……ગમ્યું.

Leave a Reply

%d bloggers like this: