Mar 242007
 

ગુજરાતી સાહિત્યના મહાન લેખક માનનીય શ્રી ચંદ્રકાન્ત બક્ષી આ દુનિયાને છોડી ગયા તેને આવતી કાલે, તારીખ ૨૫મી માર્ચે એક વર્ષ પુરું થશે. તેમણે ઘણી મહાન સાહિત્ય કૃતિઓનું સર્જન કર્યું છે. તેમની કલમનો કોઈ વિકલ્પ નથી.

Chandrakant Bakshiપ્રથમ પુણ્યતિથિએ મારે અહિ વાત કરવી છે તેમણે કરેલી તડાફડી વિશે. તેઓએ તેમના સહિત્ય સર્જન દરમ્યાન તેમની તેજ તર્રાર કલમ દ્વારા કેટલાયને ઘાયલ કર્યા છે. ઘણાંને આડે હાથ લીધા છે. તેમણે સાધુઓ, દલિતો, ગુજરાતી પુરુષો, ગુજરાતી સ્ત્રીઓ, ગુજરાતી સાહિત્યકારો તેમજ પત્રકારોને જાહેરમાં ઉતારી પાડ્યા છે. તેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવી ચુકેલા શ્રી હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, હસમુખ ગાંધી માટે ભારોભાર તિરશ્કાર વ્યક્ત કર્યો છે.

સૌમ્ય, સૌજન્યમુર્તિ અને સૌના આદરણીય એવા વિદ્વાન ગુરુજન સ્વ. અમૃતલાલ યાજ્ઞિક વિશે તેઓ બક્ષીનામામાં લખે છેઃ “જ્યારે હું આક્રોશની ચરમસ્થિતિ પર હતો ત્યારે રાતના અંધારામાં આંખો ખુલ્લી રાખીને એક દૃશ્ય મનઃચક્ષુઓની સામે જોતો રહેતો હતોઃ ચિતા પર ફાટેલા મોઢાવાળું યાજ્ઞિકનું શરીર પડ્યું છે અને હું સ્મશાનમાં એના ફાટેલા મોઢામાં પેશાબ કરી રહ્યો છું….”

ઉપર લખ્યા છે તે તમામ, ચંદ્રકાન્ત બક્ષી સહિત, લેખકોનો હું fan છું. તેમને વંદન કરું છુ, તેમજ આ postની જે લેખમાંથી પ્રેરણા લીધી છે તે આ માણસ શેરીફ પદને લાયક છે?ના લેખક અને મારા સૌથી માનીતા સૌરભ શાહને (ક્યાં છો?) પણ વંદન કરું છું.

તમારા પ્રતિભાવની અપેક્ષા સહ….

-અનિમેષ અંતાણી

વિશેષ વાંચનઃ

  15 Responses to “શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી”

 1. આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી

  -મોહમ્મદઅલી ભૈડુ’વફા’

 2. બક્ષી બાબુએ લખ્યું તે બરાબર છે. દિલની લાગણીઓને કાયરની જેમ સંતાડી રાખવા કરતાં તેને પ્રગટ કરવી એ જ યોગ્ય છે. સત્ય બધાને કડવું લાગે છે, મિત્ર.

 3. try to give more information on him..-request..

 4. થોડી તડાફડી થઇ જવા દઇએ ત્યારે……દિલની લાગણીઓ સંતાડવી કોઇ કાયરનું કામ નથી કાર્તિકભાઇ. એના માટે મગજ ઠેકાણે હોવું જોઇએ. મનમાં ઊઠતા ભાવો પૈકી શું યોગ્ય અને શું અયોગ્ય એનો નિર્ણય લઇ શકે એવી બુદ્ધિ અને એ નિર્ણય પ્રમાણે વર્તવાની દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જોઇએ. આ બધું જે ન કરી શકે એ જાત સામે અને જાહેરમાં બફાટ કરતા હોય છે. અને એવા બફાટને હું વીરતા ગણતો નથી. મન પર જે વિજય મેળવી શકે એ જ “મહાવીર” કહેવાય.

 5. તો તમે કહો છો કે બક્ષી બફાટ કરતા હતા? મન પર વિજય મેળવવાની એ તો બધી વાતો છે ખાલી. જમાનો બદલાયો છે..

 6. કાર્તિક, બફાટ શબ્દ મને mild લાગે છે. આને લવારો કહેવો જોઈએ. બક્ષીસાહેબે આ લખ્યું એ વિશે મને એટલો વાંધો નથી. વાંધો છે તો લગામ વગર બેછૂટ દોડતા મનરૂપી અશ્વને કાબૂ કરવાની અનિચ્છા પ્રત્યે. જમાનો બદલાય તોય બફાટ તો બફાટ જ ગણાય!

 7. એમ રાખો.
  ગઇ કાલે, લીલી નસોમાં પાનખર વાંચી ત્યાં પ્રસ્તાવનાનાં અંતે એક વાક્ય લખેલું,

  “મારા વિશે મારા પછી કોઇ એક લીટી લખે, તોય મને પડી નથી..”

  સત્ય છે ને? બક્ષીબાબુ હતા, એટલે કોઇ માઇના લાલે કંઇ કહેવાની હિંમત કરી નહી, અને તેમનાં ગયા પછી કંઇ કેટલાય ફૂટી નીકળ્યાં..

  બક્ષીનામા વાંચજો એકવાર…

  (ખોટું ના લગાડતાં, પણ પાલનપુરી છું..)

 8. કાર્તિકભાઈ, હું તો મસ્તી ખાતર તડાફડી કરું છું. તમે પણ ખોટુ ના લગાડતા. બક્ષીબાબુ વિશેના મારા મંતવ્યની આમેય કોઈ ખાસ કિંમત નથી. પણ મને ખરેખર એમ લાગે છે કે માણસ માટે આખી દુનિયા જીતવી સહેલી હશે પણ મનને જીતવું મુશ્કેલ છે.

 9. પ્રિય મિત્રો,

  આ બ્લોગ એક તંદુરસ્ત ચર્ચા માટેનો મંચ છે અને આપ સૌને આમંત્રણ છે, આવો અને તડાફડી આગળ વધારો…

  હું માનું છું કે જે લોકોને ખોટું લાગી જતું હોય તેમણે ક્યારેય બ્લોગ શરુ નહીં કરવું, તેમણે ફકત વેબસાઈટ બનાવવી. બ્લોગમાં કોમેન્ટ્સનું ખાનું હોય છે અને લોકો કાંઇ પણ લખી શકે છે!

  ચંદ્રકાંત બક્ષી બ્લોગના માણસ નહોતા, વેબસાઈટના માણસ હતા. તેમના લેખ કે પુસ્તકનું વિવેચન કરનારનું આવી બનતું. મુંબઈમાં મેં તેમને એક વિવેચકના છોતરા ફાડતાં સાંભળ્યા છે.

  બક્ષીબાબુએ જે લોકોને જાહેરમાં ઉતારી પાડ્યા છે, તેમાના ઘણા મારા પ્રિય લેખકો છે, તેમ છતાં મને બક્ષી ગમે છે, કેમકે બક્ષી આખા બોલા છે. તેમનો એક મિજાજ છે! તેમના જાહેરમાં આવી રીતે બોલતા સાભળવા એક લહાવો છે.

  • Dear Mr. Antani, you may be familiar with unjustice done by Mr. Yajnik with our dear bakshi and subsequent leagl war and winning of bakshi. therefore its natural anger of bakshi, the same reflection may come from either from you or from me also., apart from them you may not be familiar with so called Gujarati “Vidvan lekhak”‘s piolitics this is bitter than politicals leaders do…..I don’t want to hurt u but your favourite Suresh Dalal is also included in such writer.

 10. ચન્દ્રકાન્ત બક્ષી ને વાંચી લીધા પછી લગભલ બીજા ને વાંચવાનું મન થતું નથી.

 11. […] મેં સર્ચમાંથી લિન્ક મેળવી તો હું ગયો ફનએનગ્યાન.કોમ બ્લૉગ પર. મને કૌતુક થયું કે આ ભાઈ કેમ […]

 12. ચન્દ્રકન્ત બકશિ વિશે લખ્વુ એતલે આગ ને વિશે લખ્વુ.

 13. ઉમર લાયક માણસને વય ઘટાડ્વાનિ ઇચ્છઆ થાય ત્યારે ચન્દ્ર્કાન્ત ચંદ્રકાંત બક્ષીને વાન્ચ્વા.

 14. Baxi Sb. ne je rajkarni samjya te mota kad na neta thai gya, nam have tame shodhajo, baxi sb. aa-je khub yaad aveo cho,

Leave a Reply

%d bloggers like this: