May 102009
 

પ્રિય મિત્રો,

લોકો બહારવટું કરતા એવું આપણે સાંભળ્યું છે તેવી રીતે બ્લોગ જગતમાં પણ કેટલાક બહારવટે ચડ્યા છે. બહારવટિયા દિવસે ડહ્યાડમરા થઈને સમાજમાં રહેતા અને રાત્રે બુકાની બાંધીને બહારવટું કરતા તેમ બ્લોગ જગતના બહારવટિયાઓ પણ બ્લોગ જગતમાં હળીમળીને રહે અને બહારવટાનું કામ પ્રોક્ષીસર્વરની બુકાની બાંધી કરે. સૌપ્રથમ એમ એમ પટેલના નામે એક બહારવટિયો બહાર પડ્યો’તો. તેણે ઊંઝા જોડણીનો બહુ વિરોધ કર્યો. કોઈ શિકારી બન્યો તો કોઇ ફાધર ઓફ શિકારી! એમ એમ પટેલની સામે થયો એક બીજો બહારવટિયો તેણે તકરાર નામે બ્લોગ બનાવ્યો. (હાલ સુષુપ્ત અવસ્થામાં)

ઊંઝાના વિરોધીએ મારા બ્લોગ પર ઘણી નનામી કોમેન્ટ કરી તેથી મેં તેમને કહ્યું કે ભાઈ! તમે આવી રીતે નનામી કોમેન્ટ મારા બ્લોગ પર કરો છો તેના કરતાં પોતાનો બ્લોગ બનાવો અને મને આમાંથી મુક્તિ આપો. આ બધી વાતો કોમેન્ટમાં થઈ’તી. ઈમેઈલ આપવામાં બુકાની ખુલી જવાનો ડર. મારી વિનંતીને માન આપીને તેમણે બ્લોગ્સ બનાવ્યો – ઊંઝા જોડણી: ગુજરાતીની તોડણી. (હાલ સુષુપ્ત અવસ્થામાં)

તે પછી ઘણો સમય શાંતિ હતી અને હવે એક નવો બ્લોગ બન્યો છે – સાંઠે બુદ્ધિ નાઠી. જેના વિશે મિત્ર ચિરાગે બધાને જાણ કરી છે તેથી અહીં ફરીથી લખતો નથી. મિત્ર ચિરાગ વકિલ રોકીને બ્લોગર વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાના છે.

નનામી કોમેન્ટ અને નનામા બ્લોગ બહુ જ મોટો માથાનો દુખાવો છે. સમગ્ર ચિત્રને જોતાં આ ઊંઝા તરફીઓ અને વિરોધીઓનો બખેડો છે. મારી જોડણી વિશેની પોસ્ટ પર આવતી નામી અનામી કોમેન્ટ પરથી એટલું સમજી શકું છું કે ફરી પાછા આવા તત્વો સક્રિય થયા છે. (મારે કોમેન્ટ મોડરેશન સુધારવું પડશે!)

મારો કહેવાનો મતલબ એટલો જ કે જે તમને કહેવું જેને કહેવું છે તે સિધે સિધું કહી દોને! આ બુકાનીઓ શા માટે? અને બીજું જ્યારે તમે તમારા વિચાર જાહેરમાં રજુ કરો છો ત્યારે ભાષા પર કાબુ રાખવો જરૂરી. કલુષિત ભાષામાં લખેલા લેખને સખત રીતે વખોડીને વિરમું છું.

નોંધ – આલેખ મારા વિચાર રજુ કરે છે, જે તે બ્લોગનો પ્રચાર નહીં તેથી જે તે બ્લોગની લિન્ક આપવામાં નથી આવી.

  10 Responses to “બ્લોગ જગતના બહારવટિયા”

 1. બહારવટિયાઓ તો લોકોની મદદ કરતા જ્યારે આ લોકો તો ચોર-ડાકુ કહી શકાય!

 2. વિનય ભાઈ મારે એટલુ જ કહેવુ છે કે કોઇ પોતાના બ્લોગ માં શું લખે છે એની મગજમારી માં કોઇ એ પડાય જ નહી… તમે તમાર ઘર માં શું કરો છો એ તમારી મરજી છે… આ દખલ અંદાજી બંધ કરી દેવી જોઈયે… અને આ કમેન્ટ ની પ્રથા જ બંધ કરી દેવી જોઈયે… જેને વખાણવુ હોય એ એને મેઈલ કરી ને કહી દે… કોઇની પણ પાછળ પડી જવુ અથવા કોઇ શું કરે છે એ બધુ બધાએ જ બંધ કરી દેવુ જોઇયે… આપણને બહુ બધુ છે કરવા માટે દુનીયામાં…
  અને આપણે તો બધા એક જ નાત નાં કહેવાઈયે તો જો આપણે જ એક બીજા ને નીચે પાડશુ તો આ ગુજરાતી ભાષા ઉંચી કેમ આવશે??
  આપણે એક બીજાને નવુ નવુ સીખડાવવાનું છે…
  આ બધુ થાય છે ત્યારથી મે મારા બ્લોગ પર કાંઇ જ લખ્યુ નથી આજે મધરસ ડે હતો એટલે લખ્યું પણ એનાં પર કોઇનું ધયાન નહી જાય… વિનય ભાઈ તમે બધા બ્લોગ જગત નાં મહારથી છો… તમે આવા સચોટ પગલા લ્યોં અને પછી જુઓ કે આપણું આ જગત કેટલુ આગળ વધે છેં…
  અને ચીરાગ ભાઈ નાં બ્લોગ માં તો જે કમેન્ટ આપે છે એમની તો વાત કરી ને આપણુ મોઢુ બગાડવા જેવુ છેં… આ લોકો ને ઉપર વાળો જ પહોચી શકે જે બ્લોગ જગત નાં વડિલો ને એ નથી મુકતા. તો અમનાં માત પિતા નું એ શું કરતા હશે??

 3. હું નિતાબેન ની વાત સાથે સહમત છુ.

 4. ઘણો જ નાજુક વિષય. આજકાલ કઈં પણ લખવું એટલે જોખમ લેવા જેવું.છતાં ય મનની વાત રજૂ કરું છું. કોઈ બાબતમાં સહમત ન થવું હોય તો ચૂપ રહેવું એ ઉત્તમ. પણ અસહમતિ દર્શાવતી વખતે પણ માન મર્યાદા તો જાળવવા જ જોઈએ.
  એક વાત રજૂ કર્યા વગર રહી નથી શક્તો. સુરેશ જોશી અને ચંદ્રકાન્ત બક્ષી બંને જાણીતા સાહિત્યકાર. તડાફડેી બોલાવતા. બક્ષી વીસ વીસ પાનાંનું લખાણ સુરેશ જોશીના “ઉહાપોહ” માં છાપવા મોકલે. જેમાં સુરેશભાઈના વિચારોનો સખત વિરોધ હોય. પણ સુરેશભાઈ બધું છાપે. સુરેશભાઈનું અવસાન થયું ત્યારે બક્ષીએ લખ્યું કે “મારો હમખયાલ મર્દ દુશ્મન ગયો. હવે એના જેવો કોઈ બચ્યો નથી.” એ લોકો છુપાછુપેીની રમત નહોતા રમતા.
  વડિલોનું માન જળવાવું જોઈએ. એમાં બેમત નથેી. ઘડપણ્ બધાંને આવવાનું છે.પણ વડિલો છોકરમતથેી દૂર રહે એ પણ એટલું જ જરૂરી છે. પણ કેટલાક વડિલો હાથે કરેીને કાંકરેીચાળો કરે ને પછી અપમાનિત થાય. દુઃખની વાત છે. શેરીના નાકે જુવાનિયા બેઠા હોય ને ટોળટપ્પા મારતા હોય ને એમનેી વાતોમાં આપણે વગર બોલાવ્યા દખલગેીરેી કરવા જઈ એ તો કદાચ આપણું માન ન રહે. મેં આજે અહીં મારો મત દર્શાવ્યો
  ને જો કાલ ઉઠી ને મારા માટે અહીં અજુગતુ લખાય તો એક જ કામ કરું. અહીં ડહાપણ કરવા આવું જ નહીં.
  વડિલો જ શામ માટે? કોઈ યુવાન ના વિચારો અલગ પડતા હોય તો એનું પણ્ માન જળવાવૂં જોઈએ. આજે હજારો વિચારધારાઓ છે. બધેી બાબતોમાં એકમતી શક્ય નથી. ઘરમાં જ એક છોકરો બચ્ચનનો આશિક તો બીજો શહરૂખનો હોય. એક કહે સચિન મહાન તો બીજો કહે ધોની. તડાફડી બોલતા વાર ન લાગે. પણ આખરે તો ભાઈઓ જ ને?
  આ મારાં વિચારો છે. કોઈ કહેતા કોઈ એકાદ વ્યક્તિને માટે રજૂ નથી કર્યા. સૌ કુશળ રહે.

 5. નિતાબેનનું નિવેદન સાચું છે પરંતુ આપણે સત્ય યુગમાં હોઇએ તો કામનું.

  પણ આજની તારીખે, આજના યુગમાં યશવંતભાઈની વાત સાથે 100% સહમત.

 6. સરસ અને સન્માન ભરી ચર્ચા. સુશીક્ષીત અને સંસ્કારી બ્લોગરોને શોભે તેવું આ જ સ્તર જાળવી રાખીએ.
  ચી. વિનયને અભીનંદન.. પ્રવર્તમાન દુષણો તરફ જાગરુકતા કેળવવા માટે.

  આવા બે ચાર બીજા મુદ્દાઓ પણ છે. પણ એ અંગે ફરી કોઈક વાર. એક તરફી ન હોય તેવી, મુક્ત મનની પ્રતીતી મળે તે બાદ.

 7. hi vinay(is animesh antani your pseudonym?),

  i just saw your blog post of march 2007 by chance today i.e. 21 may 2009! read a reference about my article on baxi saheb published in midday much before i started editing it. also read your comment- kyan chho! well, i am here. read your thoughts about unjha jodni. i have written so much about their nuisance. i do not have your email, hence this comment. do write to me about you and your activities regards.

  saurabh shah

 8. आ बधु गुजराती मांय चाले छे? जाणी ने अचरज थयो.. आवु बधु तो आज सुधी हिन्दी मांज जोयु हतु.
  सारू छे गुजराआती ब्लॉग पण हवे उन्नति करे छे।
  🙂

Leave a Reply

%d bloggers like this: