Nov 222011
 

પ્રિય મિત્રો,

ગઈ કાલે ગુજરાત સમાચારના પહેલા પાને સદીના મહાનાયકની પૌત્રી અને પુત્રવધુનું નેટ પર ફરતું બનાવટી ચિત્ર છપાયું હતું:

ઐશ્વર્યા અને તેની પુત્રીનું નેટ પર ફરતું બનાવટી ચિત્ર (સૌ: ગુજરાત સમાચાર)

પૈસા ખર્ચીને છાપું ખરીદનાર વાચકના બાળકનું ચિત્ર ફોરમતાં ફુલડાં કે એવા કંઈક નામ સાથે અંદરના પાને અને ઘરનાં પણ ઓળખી ન શકે તેવા કાળા રંગે ટપાલ ટિકિટ કરતાં પણ નાની સાઈઝમાં છાપનાર મિડિયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચની પૌત્રીનું ચિત્ર છાપવા હરખઘેલું થઈને નેટ પર ફરતું બનાવટી ચિત્ર પણ પહેલા પાને છાપવા લાગ્યું છે!

આ ચિત્ર બનાવટી છે તેનો ખ્યાલ ફોટોની જાણકારી રાખનારને તરત જ આવી જાય તે સ્વાભાવિક છે. ગૂગલ ઈમેજ સર્ચ અને ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ વડે આપણી પાસે હોય તેવું જ બીજું ચિત્ર નેટ પર શોધી શકાય છે તે બાબતથી આ બ્લૉગના વાચકો અજાણ નથી.

ગઈ કાલે રાત્રે બીગબી એ તેમના બ્લૉગ પર મોર્ફીંગ નામની કળા વડે બનાવટ કરી નેટ પર રજુ થયેલા આ ચિત્ર અને જેના પર કળાકારીગીરી કરીને બનાવટી ચિત્ર બનાવવામાં આવ્યું છે તે મૂળ ચિત્ર, એમ બંને ચિત્રો રજુ કર્યા છે.

મૂળ ચિત્ર - સૌજન્ય: Heykathster અને Photobucket

આ બાબત નેટ પર વધુ માહિતી મેળવવા માટે ખાંખાખોળા કરતાં અમને જાણવા મળ્યું કે…

૧) ફોટો સાથે થયેલી બનાવટની જાણ કરતી પોસ્ટ પ્રસાદ નામના એક સભ્યે એક ફોરમ પર ૨૦મી તારીખે મૂકી હતી.

૨) મૂળ ચિત્ર ફોટોબકેટ નામની ફોટો શેરીંગ સાઈટ પર Heykathster નામના વપરાશ કર્તાનું છે!

૩) ઐશ્વર્યા રાયનું મોઢું આ ચિત્રમાંથી લેવાયું હોય એવું લાગે છે.

વિશેષ વાંચન અને લેખમાં રજુ થયેલી લિન્ક્સ ફરી એક વાર:

  9 Responses to “મહાનાયકની પૌત્રી, હરખપદુંડું મિડિયા અને ચિત્રના ખાંખાખોળા”

 1. આજ ફોટા અંગે ટ્વીટરમાં અમીતાબ બચ્ચને પણ ઉલ્લેખ કર્યો છે.

 2. મિડિયાવાળા પણ માળા..ન્યુઝ માટે ગમે તે કરતા હોય છે.બચ્ચને પણ આ કહ્યુ હતુ.

 3. કોઈ બુદ્ધિશાળી જણ બેબી બી માટે “ઝબલું” ઉઘરાવતી સાઈટ પણ ખોલી શકે 🙂 🙂 (ચિંતા નકો ! એમાં પણ વકરો કરાવનારા મળી રહેશે 🙂 )
  બાકી ઐશ્વર્યાજીનું મોઢું કયા ચિત્રમાંથી લેવાયું હશે તે ખાંખાખોળા બદલ આપને “007” ની પદવી આપવી પડે !! જાણકારી સાથે જમાવટ, ભારે મજા પડી. આભાર.

 4. વિનયભાઈ,
  કૉમેન્ટના ખાના સુધી પહોંચતાં, જે લખવા ધાર્યું હતું એ તો અધવચ્ચે રસ્તામાં અશોકભાઈ મળ્યા એમણે કહી જ દીધું છે, એટલે ફરીથી તમને 007 કહેતો નથી!

 5. એક વાત કહેવાની રહી ગઈ. આ લેખનું ઓપનિંગ વાક્ય એટલું બધું અસરકારક છે કે એની નોંધ લેવાનું ભુલાય જ નહીં.

 6. શ્રી વિનયભાઈ,

  હકીકતમાં ખૂબજ સુંદર માહિતી સાથે શાનદાર રજૂઆત કરી છે…

  ધન્યવાદ !

 7. અસલી અને નકલી રુપીયાની નોટમાં નાસીકની સરકારી કરન્સી પ્રેસ પણ ગોથા ખાઈ જાય છે અને ઘણી વખત પાકીસ્તાન કે અન્ય જગ્યાએ છપાયેલ નકલી નોટ અસલી લાગે છે અને અસલી નકલી લાગે છે. ચાર્લી ચેપ્લીનના નકલી ફોટાઓ અસલી લાગે છે અને અસલી ફોટાઓ નકલી લાગે છે. આ મહાનાયકનેએ પૌત્રીમાં પણ એવું જ છે.

Leave a Reply

%d bloggers like this: