Mar 062009
 

પ્રિય મિત્રો,

આજે પ્લેજરીઝમના ઉપાયો વિશે લખવાનું હતું પણ કેટલાક કારણોથી આવતી કાલ પર મુલ્તવી રાખ્યું છે.

બીજું વચ્ચેનો કેટલોક સમય હું બ્લોગ જગતથી દૂર રહ્યો. તે સમય દરમ્યાન ફક્ત ઈમેઈલ ચેક કરતો હતો પણ નેટ સર્ફીંગ અને બ્લોગીંગ નહોતો કરી શક્યો. તે સમય દરમ્યાન બનેલા કેટલાક બનાવો મને લાગે છે કે આપની સાથે શેર કરવા જોઇએ.

૧. રણકાર વાળા નીરજ શાહના લગ્ન થયા, નવદંપતીને અભિનંદન!

૨. ફન-એન-ગ્યાન ટૂલબાર પર ટ્રોઝનનો હુમલો થયો જેની જાણ થતાં જ સુધારી લેવામાં આવ્યું. રણકાર.કોમ સાઈટના RSS ફીડમાંથી હતું જે રણકાર.કોમની ફીડ હટાવી લેવાથી સુધારી શકાયું અને હવે નીરજભાઈ શાહ આવીને રણકારને ફરી રણકતો કરી દીધો છે.

૩. દિવ્ય ભાસ્કરની કળસ પૂર્તિમાં સાયબર સફર કોલમના લેખક હિમાંશુ કિકાણીએ સરસ મજાની સાઈટ લોંચ કરી: સાયબરસફર.કોમ

૪. ભગવદ્ગોમંડળ ઓનલાઈન પછી હવે ગુજરાતી લેક્ષિકોન દ્વારા ભગવદ્ગોમંડલ.કોમની ભેટ.

૫. મારા ગુગલ રીડરમાં શેર કરેલા ગુજરતી બ્લોગ જગતની ફીડ કોઈ કારણ સર ચાલતી બંધ થઈ ગઈ છે, કંઈક કરવું પડશે.

૬. રિડિફ.કોમનો ગુજરાતી વિભાગ ફરી શરુ થશે એવું સાંભળ્યું!

૭. દિવ્ય ભાસ્કરનો દિવ્ય પ્રુફ રીડર વિભાગ અને દિવ્ય વેબટીમ વોહી રફતાર બેઢંગી… ચલાવ્યે રાખે છે. કોઈ સુધારો દેખાતો નથી. થોડીઘણી આશા હતી સુધારાની, હવે તે પણ છોડી દીધી છે.

આ સિવાય કંઈ નવાજુની હોય તો જરૂરથી જણાવજો…

  One Response to “બ્લોગ જગતની અંદર-બહાર”

  1. કાંતીભાઈ કરશાળાના સહ્યોગમાં ૨૮૦ કરતા વધુ બ્લોગ્ઝનું લીસ્ટ તૈયાર થૈ રહ્યું છે. જે ટુંક સમયમાં મુકાશે.

    ગુજરાતી શબ્દ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે જે હ્યુસ્ટનમાં થશે..સાત બ્લોગરો ભગવગોમંડલનાં અધ્યયનથી તે થશે.

Leave a Reply

%d bloggers like this: