વિનય ખત્રી

Jul 072016
 

પ્રિય મિત્રો,

નેટ પર એક ફોટો/મેસેજ ફરે છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વ્હાઈટ હાઉસમાં ઓબામાએ મહારાણા પ્રતાપનું પૂતળું બેસાડ્યું છે!

maharana_us

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણ્યું કે આ વ્હાઈટ હાઉસ નહીં પણ યુએસ કેપિટલનો ફોટો છે! ક્યાંય મહારાણા પ્રતાપના પૂતળાની વાત જાણવા ન મળી.

રાજકિય પક્ષો એક-બીજા પર ખોટો ઈતિહાસ લખવાની વાત કરતા હોય છે પણ આ સોસિયલ મિડિયા ખોટી માહિતી પીરસે છે તેનું શું?

– વિનય ખત્રી

Jul 062016
 

પ્રિય મિત્રો,

આજે અષાઢી બીજ – કચ્છી નવું વર્ષ. નયે વરે જી લખ લખ વધાઈયું.

– વિનય ખત્રી

Jul 052016
 

પ્રિય મિત્રો,

આજે અષાઢ મહિનાનો પહેલો દિવસ. આજના દિવસે ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે. મહાકવિ કાલિદાસે રચેલું એક અપ્રતિમ કાવ્ય કે જેના વિશે કોઈ પણ શબ્દો ઓછા પડે. ‘મેઘદૂત’ એ મંદાક્રાન્તા છંદમાં રચાયેલું વિરહશૃંગારનું મર્મસ્પર્શી કાવ્ય છે. કવિ ઉમાશંકર કહે છે કે ‘મેઘદૂત’ એ વિરહના તાર પર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની વીતકકથા સંસ્કૃતિકથા બની રહે છે. અષાઢસ્ય પ્રથમ દિવસે આકાશમાં એક રમતિયાળ મેઘને જોતાં જ કુબેરના શાપથી પ્રિયતમાથી વિખૂટો પડેલો એક યક્ષ વ્યાકુળ બની જાય છે અને દક્ષિણેથી ઉત્તરે અલકાનગરી તરફ ગતિ કરતા મેઘને પોતાનો પત્રદૂત-સંદેશવાહક-બનાવી વિરહિણી પ્રિયાને સંદેશો મોકલવા તત્પર થાય છે – એ દૂત એ જ મેઘદૂત.

આગળ વાંચવા ક્લિક – મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા – રીડગુજરાતી

– વિનય ખત્રી

Jun 242016
 

પ્રિય મિત્રો,

આજકાલ ફેસબુક પર મિત્રો બનાવવાની ફેશન ચાલી છે. ઘણા મને પૂછતા હોય કે ‘ફેસ ટુ ફેસ‘ મિત્ર અને ‘ફેસબુક‘ મિત્રમાં શું ફરક?

હું તેમને હંમેશા આ બે ઉદાહરણ આપતો હોઉં છું –

૧) ફેસટુફેસ મિત્ર આપણી ભૂલ થતી હોય તો આપણને કહી સુધરાવે છે અથવા પોતે જ સુધારી લે છે. ૨) ફેસબુક મિત્ર આપણી ભૂલને સોસિયલ મિડિયામાં ફેરવે છે. દા.ત. જુઓ આ ચિત્ર

fbfriend

આ પોસ્ટમાં ‘એનિવર્સરી’ લખવામાં ભૂલ થઈ હશે અને ઓટો સ્પેલ કરેકટરએ તેને ‘યુનિવર્સિટી’ કરી નાખ્યું હશે. ફેસબુક મિત્રોએ આ ભૂલ સુધારવાને બદલે તેને સોસિયલ મિડિયામાં ફેરવી રહ્યા છે.

૨) તમને કોઈ કામ સર અર્જન્ટ પાંચ લાખ રૂપિયાની જરૂર પડે અને તમારા ફેસબુક મિત્રોની સંખ્યા ૫૦૦૦ હોય અને તમે વિચારો કે જો હું દરેક પાસેથી ૧૦૦ ઊછીના લઉં તો મારું કામ થઈ જશે અને ૧૦૦ રૂપિયા કોઈને ભારી નહીં પડે. આ આઈડિયા સારો પણ ખરેખર અમલમાં મૂકો તો તમારા ફેસ ટુ ફેસ મિત્રો જેટલી સંખ્યા ફેસબુક મિત્રોની થઈ જશે!

– વિનય ખત્રી