વિનય ખત્રી

Oct 012016
 

પ્રિય મિત્રો,

લાંબા વિરામ બાદ આજે હાજર થયો છું. ચિકનગુનિયાએ હાડકાં ખોખરા કરી નાખ્યા છે! 🙁

દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૬’ થશે, પણ આ વખતે દિવાળીમાં નહીં પણ ક્રિસમસમાં!

ગયા સમય દરમ્યાન ઘણા બનાબ બન્યા, પ્રવાસ કર્યા, લખતો રહીશ.

આજે આટલું જ!

નવરાત્રિની શુભેચ્છાઓ.

– વિનય ખત્રી

Jul 242016
 

પ્રિય મિત્રો,

વૉટ્સએપ પર એક મેસેજ ફરે છે. તમારા સગા/મિત્રોએ તમને મોકલ્યો જ હશે અને ન મોકલ્યો હોય તો હવે આવશે…

led_lamp

જેમાં મોદી સાહેબનો ફોટો છે અને ‘હર ઘર રોશન યોજના’ હેઠળ ત્રણ વર્ષની વૉરંટીવાળા ૯ નંગ ફિલિપ્સ કંપનીના એલઈડી બલ્બ ફક્ત રૂ. ૧૦/-માં ઘરપોચ કરવામાં આવશે! આ ઓફર ૧૫ ઓગસ્ટ સુધી જ છે!

આમ તો આવા મેસેજની મને ખબર છે. અગાઉ આવી ગયા છે – ૪૮ ઈંચનું ટીવી અને રીબોકના શૂઝ પણ આ વખતે મેસેજ હિંદીમાં હતો અને મોદીનો ફોટો જોયો એટલે કશું ક નવું જાણવા મળશે એવી જિજ્ઞાસાથી લિન્ક પર ક્લિક કર્યું. લેપટોપ પર સાઈટ ખૂલી નહીં (મોબાઈલ બ્રાઉઝર પર જ ખૂલે એવી વ્યવસ્થા છે) એટલે મોબાઈલ પરથી ખોલી. પ્રારંભિક સ્ક્રિન પર નામ, નંબર, રાજ્ય વગેરે માહિતી આપવાની હતી, ડમી નામ, ડમી નંબર અને ગોઆ રાજ્ય સિલેક્ટ કરી હું આગળ વધ્યો….

led_lamp1

આગળ જતાં પહેલા મને આ મેસેજ ૮ ગ્રુપમાં શેર કરવાનું કહેવામાં આવ્યું જે મેં ડમી ગ્રુપમાં શેર કર્યું (પોસ્ટ નહીં). પછી આ પ્રમાણેનો ડાયલોગ બોક્ષ આવ્યો…

led_lamp1a

તેના પર ઓકે ક્લિક કરતા આ જેવા મળ્યું…

led_lamp2

રોશન યોજના હવે ઉજાલા યોજના થઈ ગઈ હતી. બાકી કશું નવું નહોતું. હંમેશ પ્રમાણે એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું. એલઈડી  બલ્બ મળ્યા નહીં. મને ખબર છે આવી એપ્સ શું કરે છે એટલે નવું જાણવાની ઈચ્છા અધુરી રહી અને એજ જૂની અને જાણીતી વાત જાણવા મળી. આવી એપ આપણાં ડેટા – સંપર્કો, ફોટા, વિડિયો આપણે ક્યાં ક્યાં ગયા એની માહિતી, આપણાં બેંક ખાતાની માહિતી, ઈન્ટરનેટ બેંકિંગ વાપરતા હોઈએ તો તેના પાસવર્ડ વગેરે ચોરી લે છે.

આવા મેસેજ દ્વારા તેઓ આપણાં નજીકના સગા/મિત્રોના સંપર્કો અને આપણું સરનામું તેઓ ભેગા કરે છે. પછી તેનું તેઓ શું કરશે તે તો રામ (અથવા તેઓ જેને દેવ માનતા હોય તે) જાણે.

જાણીતી વ્યક્તિને કહીએ કે ૧૦ સંપર્કો આપ તો આપે નહીં, આપે તો સમય લગાડૅ. પણ સ્પામર જેવી અજાણી વ્યક્તિ આવું ગાજર મૂક્યું હોય તો લોકો પોતાની માહિતી અને પોતે જે ગ્રુપમાં સભ્ય હોય તે માહિતી તરતજ આપતા હોય છે અને આવા મેસેજ ગ્રુપમાં પોસ્ટ કરતા હોય છે. લોકોની આ આદતનો તેઓ અલગ અલગ ગાજર લટલાવીને લાભ લેતા હોય છે, લોભિયા હોય ત્યાં ધૂતારાઓ ઘી કેળા ખાતા હોય છે એવી કહેવત અમસ્તી નથી પડી.

આ સાઈટ જાણવા પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે નામમાં ભલે ડોટ ઈન છે પણ આ સાઈટ ભારતની નથી.

– વિનય ખત્રી

Jul 232016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં ફરતા અફવા પડિકાં અને ખોટી માહિતી ઓળખવા માટે સત્ય શોધન સાઈટ બહુજ ઉપયોગી નીવડે છે અને આપણે મૂરખ બનતાં બચી જઈએ છીએ, એટલું જ નહીં આપણાં સગા/મિત્રોને પણ મૂરખ બનવવા પડતા નથી અને સાચી માહિતી પીરસી શકાય છે.

આવી સાઈટનો અત્ર અવારનવાર ઉલ્લેખ/પરિચય કરાવવામાં આવે છે. હિન્દી સમાચાર ચેનલ એબીપી ન્યૂઝ ‘વાયરલ સચ’ લઈને આવી ત્યારે અહીં પાંચેક સાઈટનો પરિચય કરાવ્યો હતો – ૧) સ્નોપ્સ ડોટ કોમ ૨) હોક્ષ સ્લાયર ડોટ કોમ ૩) હોક્ષીસ ડોટ ઓર્ગ ૪) એફ.બી.આઈ – ફેસ બુક ઈન્વેસ્ટીગેશન બ્લોગ અને ૫) એબીપી ન્યુઝ – વાયરલ સચ (જુઓ – સોસિયલ મિડિયા અને સત્ય શોધન સાઈટ)

આજે એક વધુ સેવાની જાણકારી ઉમેરું છું. ફેસબુક પર એક પેજ બન્યું છે – હોક્ષ સ્લાયર.

hoaxslayer

મુલાકાત લેવા અને આવી જાણકારીમાં રસ હોય તો લાઈક કરવા ભલામણ.

દા.ત. વૈશ્ણોદેવી વિશેના બ્લોગ પર…

vaishnodevi2

કે ટ્રાવેલ સાઈટ પરનો આ ફોટો…
travel-site

માતા વૈષ્ણવદેવીના રસ્તાનો નહીં પણ લેન્ડવાસ્સર વાયાડકટનો છે જે સ્વિઝર્લેન્ડમાં આવેલો છે! (આ વાત ઉપર જણાવેલા ફેસબુક પેજ પરથી જાણી)

– વિનય ખત્રી

Jul 222016
 

પ્રિય મિત્રો,

૧૫ દિવસના વિરામ પછી આજે ફરી હાજર થયો છું. એક ખોટી માહિતી ફેલાવતા મેસેજને લઈને…

dwarka

વૉટ્સએપ પર એક મેસેજ મળ્યો જેમાં દ્ગારકા (ગુજરાત)ની એક હોટલની વાત છે જેમાં લશકરના જવાન માટે ડિસ્કાઉન્ટની વાત લખી છે.

આદત પ્રમાણે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે કોઈએ આ ઓફરને ઊટીની હોટલની ગણાવીને ફેરવી છેઃ

ooty

ખરેખર આ ફોટો ક્યાંનો છે તે જાણવા માટે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરવાની જરૂર નથી, હોટેલની વેબસાઈટનું સરનામું અને હોટલ માલિકનું નામ અને નંબર આપેલા જ છે, વેબસાઈટની મુલાકાત લઈ શકાય અથવા વ્યક્તિને ફેસબુક પર શોધી શકાય છે, નંબર વડે!

salute

ટૂંકમાં જવાન માટેની ડિસ્કાઉન્ટવાળી આ ઓફર ગુજરાતના દ્વારકાની નહીં, પણ હિમાચલ પ્રદેશમાં કાંગરા જિલ્લામાં આવેલા ધરમશાળાની હોટલની છે!

dharamsala

દેશ પ્રેમના મેસેજ લોકો શંકા કર્યા વગર ફેરવતા હોય છે અને મોકલનારનું સોસિયલ સ્ટેટસ ઊંચું જતું હોય છે એટલે જ આ ભાવનાથી મોકલનાર પોતાના શહેરની આસપાસનો ગણાવી ફેરવે છે.

ફોર્વર્ડ મેસેજમાં કોઈને કોઈ રીતે ખોટી માહિતી પીરસીને મૂરખ બનાવવા જાણે આજની ફેશન થઈ ગઈ છે!

– વિનય ખત્રી